________________
વીતરાગમાર્ગના પ્રચારક મહર્ષિઓ દ્વારા એક મુક્તિની સાધના માટેજ ઉપદેશાતા અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મના વિરોધી તેઓ કોઈપણ કાળે હોતા જ નથી. એવી ઉત્તમ ભાવનાઓથી સહજ પણ વાસિત થયેલા રાજાઓ, શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા ધર્મના અનુયાયી ન હોય તે કદાચ બને પણ શ્રીવીતરાગ માર્ગના વિરોધી હોય એ તો સર્વથા અસંભવિત પ્રાય: જ હોય છે. એ જ કારણે એવા રાજાઓ રાજ્યના માલિક હોઈ મહાઆરંભી અને મહાપરિગ્રહી હોવા છતાં પણ એ મહારંભ અને મહાપરિગ્રહના પરિણામે અવશ્ય પ્રાપ્ત ૧૩૭ થતા રૌદ્ર પરિણામના ઉપાસક નથી બનતા પણ સૌમ્ય પરિણામી બન્યા રહે છે. સૌમ્ય પરિણામના પરિણામે આત્મઘાતક પ્રવૃત્તિઓથી પોતેય બચે છે અને પોતાની પ્રજા માટે પણ આશીર્વાદરૂપ બને છે. સુંદર આત્માના સંકેત પણ સુંદર જ હોય છે. આ શ્રી અનરણ્ય મહારાજા તે જ છે કે જેમને પોતાના મિત્ર રાજા સહસ્ત્રકિરણની સાથે એવો સંકેત હતો કે “જો આપ દીક્ષા અંગીકાર કરો તો મારે દીક્ષા અંગીકાર કરવી.”
સંત.... ભાગ-૨
........રામ-લક્ષ્મણને
આવો પરસ્પર સંકેત કરનારા મહારાજા શ્રીવીતરાગશાસનની સુંદરતર અને સર્વશ્રેષ્ઠ સદ્ભાવનાઓથી સુવાસિત હોય એમાં તો આશ્ચર્ય પણ શું છે ? ભાગ્યશાળીઓ ! વિચારો કે ધર્મનિષ્ઠ એવા રાજા મિત્રોના પણ પરસ્પર આવા સંકેતો હોય તો અન્ય સુમિત્રોના સંકેતો કેવા હોવા જોઈએ ? ભાગ્યવાનો ! આજના હોટલીયા મિત્રો તથા નાટક-ચેટકીયા મિત્રોથી અવશ્ય બચવા જેવું છે. આજના એવા નામધારી મિત્રો પોતાની જાતનું નિકંદન કાઢવા સાથે એવા સાથીઓનું પણ નિકંદન કાઢવામાં જ મિત્રતાનો ઉપયોગ કરનારા હોય છે. એ જ કારણે કલ્યાણના અર્થ આત્માઓ માટે 1 કલ્યાણમિત્રનો યોગ સાધવાનું જ શાસ્ત્રીય વિધાન છે. પણ અકલ્યાણ મિત્રોના યોગથી બચ્યા વિના કલ્યાણમિત્રોનો યોગ થવો એ અસંભવિત છે. એ કારણે ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરે વર્તમાન સમયે