________________
-
રિમ-લક્ષમણને
ચિંતામણી રત્નના નાશથી નુકશાન મનાતું હોય તો પણ તે નુકશાન કેવળ આ લોક સંબંધી જ હોય છે, જ્યારે મનુષ્યભવને હારી જવાથી તો આલોક અને પરલોક એમ ઉભયલોક સંબંધી પારાવાર નુકશાન થાય છે. એમ અનંત ઉપકારી પરમમહર્ષિઓ ફરમાવે છે. આ કારણે સદ્ગુરુ દ્વારા શ્રી જિનેશ્વરદેવના વચનરૂપ અમૃતને પામેલા પુણ્યાત્માઓએ વિષય-કષાયરૂપ પ્રમાદને આધીન થઈ મનુષ્યભવને હારી જવા પૂર્વે ઘણું ઘણું વિચારવું જોઈએ.
આ રીતે શ્રી કંડરીકનું સ્પષ્ટ કથન આજે સૌ કોઈએ વિચારવા લાયક છે. આવા કથનો શ્રી જિનેશ્વરદેવના વચનોથી ભરેલા જૈન સાહિત્યમાં સ્થળે સ્થળે દૃષ્ટિગોચર થઈ શકે છે. પરંતુ હીનકર્મી અથવા તો ગુરુકર્મી આત્માઓના અંતરમાં એની સારી અસર થવાને બદલે ઘણીવાર ઉલટી અસર થાય છે. આ કારણે મારી ભલામણ છે કે આવા વચનો વાંચતા કે સાંભળતા કલ્યાણકારી આત્માઓએ હદયમાં રહેલી સાંસારિક લાલસાઓને હદયમાંથી દૂર કરી દેવી જોઈએ. કારણકે હૃદયમાં રહેલી એ કારમી લાલસાઓ, આત્મા ઉપર એ અનુપમ કથનોની સુંદર અસર થવા દેતી જ નથી. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સાંસારિક લાલસાઓ, આત્માને પાગલ બનાવી દે છે અને પાગલ આત્માઓ ઉપર હિતશિક્ષાની સુંદર અસર ન થાય, એ તદ્દન સ્વાભાવિક જ છે.
સ્પષ્ટ શબ્દોમાં દીક્ષા માટે આ રીતે અનુજ્ઞા માંગતા શ્રી કંડરીકને શ્રી પુંડરીક મહારાજાએ કહયું કે,
पुण्डरीकोऽब्रवीन मास्मा - धुनाकार्षीव्रताग्रहम् । राज्यं ददामि ते भुंक्च, भोगान्गृणाम्यहं व्रतम् ॥
“હાલમાં તું વ્રતને ગ્રહણ ન કર. હું તને રાજ્ય આપું છું તેથી તું ભોગોને ભોગવ અને હું વ્રતને ગ્રહણ કરું છું.”
કંડરીકની મક્કમતા અને દીક્ષા સ્વીકાર હતી પોતાના લઘુબંધુ વ્રતનું પાલન નહિ કરી શકે એમ માનીને ઉં પુંડરીક મારાજા પોતે દીક્ષા લેવા તૈયાર થયા અને નાનાભાઈને કીધું છે કે હું રાજ્ય તને આપું છું અને તું ભોગોને ભોગવ.' પણ એ વસ્તુનો ઉં અસ્વીકાર કરતાં શ્રી કંડરીકે પોતાના મોટાભાઈને મક્કમપણે
જણાવ્યું કે,