________________
સીત... ભાગ-૨
૧૨૪
9)àR2-R18'
કારણે જ પ્રાય: ધર્મની ઉપાસના કરનારા હોય છે, એટલે તેવા આત્માઓ ઉપર ગમે તેવા ઉત્તમ સહવાસની પણ ભાગ્યે જ અસર થાય છે, ઉત્તમ આત્માઓનાં હિતકર કથન પણ તેવા આત્માઓને અહિતકર તરીકે જ પરિણામ પામે છે, તેવા આત્માઓનું હૃદય જ એવું ઘડાયેલું હોય છે. કોઈપણ વસ્તુ તેવા આત્માઓના હૃદયમાં વસ્તુરૂપે પરિણામ પામે, એ જ કારણે તેવા આત્માઓ પોતાના પ્રશંસકના જ પૂજારી બને છે. પણ સાચા ઉપકારીઓના કદિ પૂજક બની શકતાં નથી.
દુર્ભવ્ય આત્માઓ જ્યારે સમષ્ટિગત હિતશિક્ષાનું પણ શ્રવણ નથી કરી શકતા ત્યારે અલ્પસંસારી આત્માઓ પોતાની જાતને ઉદ્દેશીને અપાતી કટુ પણ હિતશિક્ષાને પ્રેમપૂર્વક સાંભળે છે. એટલું જ નહિ પણ ઉપકારી મહાપુરુષો તરફથી અપાતી એવી પણ હિતશિક્ષાનો જીવનમાં અમલ કરવાનો પોતાની શક્તિને અનુરૂપ એવો પૂરતો પ્રયત્ન કરે છે. શ્રી સોદાસ પણ એવા આત્માઓ પૈકીના જ એક છે. એ યોગ્યતાના પ્રતાપે જ જીવનભરની વ્યસનાસક્તિનો એક ક્ષણમાં ત્યાગ કરીને તે પુણ્યાત્મા પરમશ્રાવક બની ગયા. પુણ્યયોગે ફરી રાજ્યપ્રાપ્તિ
એ જ અરસામાં મહાપુર નામના નગરમાં કોઈપણ અપુત્રીઓ રાજા મરણ પામતો ત્યારે પ્રથમ પંચ દિવ્યો કરવામાં આવતાં અને એ દિવ્યો જેને ફળે તે મરેલા રાજાની ગાદી પર આવે એવી રીત ચાલતી હતી. એ રીત મુજબ મહાપુર નગરના રાજાના મરણ બાદ પંચદિવ્યો કરવામાં આવ્યા અને એ પંચદિવ્યો દ્વારા સોદાસ જ રાજ્ય પર અભિષિક્ત થયા. એટલે અટવીમાં આથડનારા મટીને સોદાસ પુણ્યોદયે મહાપુર નગરના મહારાજા બન્યા.
ધ્યાનમાં રાખજો ! પુણ્યોદય વિના આ વિશ્વની એક પણ માની લીધેલી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. વિશ્વની કોઈ પણ ઇષ્ટ વસ્તુ તેને જ પ્રાપ્ત થાય છે કે જેનો પુણ્યોદય જાગૃત હોય અગર થાય, આ કારણે ઇષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ માટે અનીતિ આદિને