Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
દિવ્યમાનુષકથા:- તેમાં કથાતત્વ કલાત્મક રીતે કાર્યરત હોય છે. કોઈ ઘટના, પ્રસંગ કે પરિસ્થિતિનું આકર્ષક નિરૂપણ હોય છે. સાહસપૂર્ણ જીવનના પ્રસંગોનું વર્ણન. નાયક-નાયિકાનો પ્રકાર, પ્રણયની સૃષ્ટિ,(શૃંગાર રસયુક્ત નિરૂપણ) પ્રણયના પ્રસંગો, રૂપ અને સૌદર્યનું અનેરું આકર્ષણ, વિવિધરૂપ ધારણ કરવાં, જીવનલીલાનાં વિવિધ રૂપવાળી દિવ્યમાનુષ કથા છે.”
આ ઉપરથી કહી શકાય કે સ્થાનાંગસૂત્રને આધારે કથાના ત્રણ ભેદ છે.(૧)અર્થકથા (૨)ધર્મકથા (૩)કામકથા. સંકીર્ણ કથામાં વીરપુરુષોના પરાક્રમ, શૌર્ય, ચાર કષાય આદિનો ઉલ્લેખ હોવાથી તેને મિશ્રિત-મિશ્રણ કહેવાય. આવી કથાની રચના હરિભદ્રસૂરિએ કરી છે. આચાર્ય ઉદ્યોતનસૂરિએ કથાના પાંચ ભેદ કહયા (૧)સકલકથા (૨)ખંડકથા (૩)ઉલ્લાપકથા (૪)પરિહાસકથા (૫)સંકીર્ણકથા. આગમ ગ્રંથોમાં ચાર પ્રકારના પુરુષાર્થવાળી ધર્મકથા ચાર પ્રકારની દર્શાવી છે. (૧)આક્ષેપણીકથા (૨)વિક્ષેપણીકથા (૩)સંવેદનકથા (૪)નિર્વેદની કથા.
સંયમમાં બાધક, ચારિત્રધર્મ વિરુધ્ધ કથાને વિકથા કહે છે. વિકથાના ચાર ભેદ છે. (૧)સ્ત્રીકથા (૨)ભક્તકથા (૩)દેશકથા (૪)રાજકથા. એના પણ પ્રભેદો છે. સમરાઇચકહામાં આચાર્ય હરિભદ્રસૂરિએ કથાના ચાર પ્રકાર કહ્યા છે. (૧) અર્થકથા (૨)કામકથા (૩)ધર્મકથા (૪)સંકીર્ણકથા. આ ગ્રંથમાં કથાના ત્રણ ભેદ બતાવ્યા છે. દિવ્યકથા, માનુષકથા, દિવ્યમાનુષકથા. જેનકથા સાહિત્ય એક વિહંગદર્શન લેખમાં વિદ્વાન ડૉ.કાંતિભાઇ બી.શાહ કથાનું પ્રયોજન વર્ણવતા કહે છે કે, કથા સાહિત્યનું પ્રયોજન -
એક ધર્માનુરાગી શ્રેષ્ઠીનો પુત્ર અત્યંત નાસ્તિક નગરમાં જેન આચાર્ય પધાર્યા. શેઠની વિનંતીને ધ્યાનમાં લઈ મહાત્માએ પેલા શ્રેષ્ઠીપુત્ર સમક્ષ શાસ્ત્રકથિત સિધ્ધાંતો ઠાલવવા માંડ્યા. પેલાએ એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાંખ્યા. મહાત્માને થયું કે “ઉજ્જડ ધરતી પર મેઘવર્ષા વ્યર્થ છે.” થોડા સમય પછી બીજા એક મહાત્માએ બીડું ઝડપ્યું. એમણે પેલા શ્રેષ્ઠીપુત્રને પાસે બેસાડી એક રસિક કથાથી આરંભ કર્યો. નાસ્તિક પુત્રને રસ પડવા માંડ્યો. ચોત્રીસ દિવસ સુધી મહાત્માએ રોજ એકકી કથા કહી અને શ્રેષ્ઠીપુત્ર નાસ્તિકમાંથી આસ્તિક-ધર્માનુરાગી બની ગયો. આ છે વિનોદ ચોત્રીસી'નો કથાદોર."
સંસ્કૃતની એક જાણીતી કથા “શુકસપ્તતિમાં વિદેશ ગયેલા યુવાનની પત્ની જારકર્મ અર્થે રાત્રે બહાર જવા નીકળી. પાળેલા પોપટે સ્ત્રીનો ઇરાદો પારખી જઈને
28.