________________
ભાગ્યે પૂ. આ. ભ.શ્રીની પ્રેરણુથી ઉપસ્થિત થયેલ “શ્રી વર્ધમાન જિનાગમ મંદિર નિર્માણ” યેજના ઈતિહાસ પ્રસિદ્ધ બામણવાડજી (સિહી પાસે) મહાતીર્થમાં સાકાર બનશે. આ પેજનાને અણધાર્યો સક્રિય સહકાર સિરેિહીથી સાંપડ્યું છે. અને ધારણું છે કે બે વર્ષના સમય દરમ્યાન આ ચાજના રાજસ્થાનની એક અભૂતપૂર્વ શાસન પ્રભાવક અને રાજસ્થાન માટે ગૌરવ સ્વરૂપ સ્થાપત્ય પ. પૂ. આચાર્યવર્ય શ્રીમદ્ વિજય સુશીલસૂરીશ્વરજી મ. શ્રીની પુણ્યકૃપાએ રાજસ્થાનને સમ્રાપ્ત થશે.
છત્રીસ વર્ષના સંયમપર્યાયી આ સૂરીજી મહારાજે વર્ધમાન તપની ૩૧ ઓળી, નવપદ તથા વીશસ્થાનકની એળીઓ, અને પંચ પ્રસ્થાનમય સૂરિમંત્રની વિધિપૂર્વક આરાધના પણ સોત્સાહ કરેલ છે.
હાલ પણ તેઓશ્રી જ્ઞાન ધ્યાન અને તપમાં લીન છે. તત્ત્વગર્ભિત ઉત્તમ પ્રવચનકાર અને સાહિત્યરત્ન, શાસ્ત્ર વિશારદ તથા કવિભૂષણ પદથી સમલંકૃત છે. ધીર–વીર અને ગંભીર શાન્તસૂત્તિ છે. બાલબ્રહ્મચારી સૂરિસમ્રાટ સમુદાયના રત્ન છે. મહાગુજરાતના શણગાર છે. અને જૈનશાસનના અનુપમ પ્રભાવક છે.
આવા પુણ્યશાલી સૂરીવર્યના વરદ્હસ્તે થતી શાસન પ્રભાવનાઓ દ્વારા રાજસ્થાન સમૃદ્ધ બને, એટલું જ નહિં પરંતુ રાજસ્થાનમાં આરાધનાના અમૃતનાં પૂર ઉભરાય અને તેમાં શાસનદેવ સહાય કરે એજ હાર્દિક શુભેચ્છા.