________________
પણ જે તીર્થંકર થઈ ગયા છે, તે સર્વેએ કહેલ પદાર્થ વિજ્ઞાનમાં અને શ્રી મહાવીરદેવે કહેલ પદાર્થવિજ્ઞાનમાં લેશમાત્ર પણ ફેરફાર નથી. જૈનદર્શનમાં તીર્થકર તરીકે તે તે જ સ્વીકારાય છે કે જેઓએ સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હોય. સર્વજ્ઞતા તે જ પ્રાપ્ત કરી શકે કે જેઓ રાગ અને દ્વેષને સંપૂર્ણપણે જીતી વીતરાગ બન્યા હોય અને એ વીતરાગ બન્યાની સાચી સાબિતીમાં તેમના જીવનને પૂર્વભવ સહિત ક્રમબદ્ધ ઈતિહાસ હોય. વિશ્વમાં આવા વીતરાગદેવે જ પદાર્થવિજ્ઞાનના સંપૂર્ણ અને સત્યજ્ઞાતા હોય. સર્વજ્ઞતા એટલે આત્માના જ્ઞાનગુણની અંતિમ પૂર્ણતા. સર્વજ્ઞતા પ્રાપ્ત કરનાર દરેક આત્માઓમાં જ્ઞાનગુણની પૂર્ણતા અને અન્ય સમાનતા હોય. એટલે એક સર્વ કથિત જે પદાર્થજ્ઞાન હોય તે જ પદાર્થજ્ઞાન અને સર્વ કથિત હોય. એથી જ જૈનદર્શનને, મહાવીરદર્શન કે રાષભદર્શન નહિં કહેતાં જૈનદર્શન યા સર્વજ્ઞદર્શન નામે ઓળખાય છે. જિન એટલે રાગ દ્વેષને જીતનાર અને સર્વજ્ઞ એટલે આત્માના જ્ઞાનગુણની પૂર્ણતાવાળા. ત્રિકાલ અબોધિત પદાર્થ વિજ્ઞાનના જ્ઞાતા શ્રી સર્વજ્ઞ-વીતરાગ દેવે જ હોય. માટે તેવા પરમાત્માઓએ આવિષ્કારિત પદાર્થ વિજ્ઞાન જ વાસ્તવિક સત્ય અને સંપૂર્ણ હોય. આ રીતે પદાર્થ વિજ્ઞાનના સત્ય અને સંપૂર્ણ ઉપદેશક શ્રી તીર્થંકરદેવે તે દેહધારી ઈશ્વર તરીકે ઓળખાય. કારણ કે પદાર્થના વિષયને ઉપદેશ દેવામાં મુખ જોઈએ અને જન્મ લેવામાં પૂર્વબદ્ધ કર્મ જોઈએ. કર્મ વિના કેઈ પણ આત્માને જન્મ કે અવતાર