________________
૩૪
જ શિક્ષિત મનાવવા માંડ્યા. બ્રિટિશ સત્તા ગઈ તે પણ બ્રિટિશ સંસ્કૃતિનાં ખીજ રોપતી ગઈ અને સુધરેલા કહેવાતા ભારતવાસીઓ વડે જ તે ખીજનાં વૃક્ષ ઊભાં થયાં. આના પરિણામ સ્વરૂપે ભારતની ઉગતી પ્રજાનું માનસ પાશ્ચાત્ય વૈજ્ઞાનિક આવિષ્કારા પ્રત્યે જ ખેંચાયુ. પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોના સાહિત્ય દ્વારા અધ્યાત્મ યા આત્મિક દ્રષ્ટિકોણ વિનાના કેવળ ભૌતિક્તાના જ પાષક વૈજ્ઞાનિક આવિષ્કારાના જોરદાર પ્રચાર વધ્યા. અવારનવાર ભારતના જ માનપત્રો દ્વારા પ્રગટ થતી નવા નવા આવિષ્કારોની લેખમાળાઓ વાંચી ભારતવાસીઓ મુગ્ધ બન્યા. આથી તેમના માનસ ઉપર એવી છાપ પડી કે, હાલના પાશ્ચાત્ય વૈજ્ઞાનિકામાં પદાર્થ - વિજ્ઞાનના આવિષ્કારો દ્વારા વિશ્વની જનતાને સુખી કરવાની જેટલી આવડત ( જ્ઞાન) છે, તેટલી આવડતવાળા કોઈપણ મનુષ્ય આ વિશ્વમાં ભૂતકાળે હતા જ નહિ.
પરંતુ એમને માલુમ નથી કે વિજ્ઞાનને પણ ટપી જાય તેવી આધ્યાત્મિક શક્તિદ્વારા તેમજ શ્રતજ્ઞાનના અધ્યચન દ્વારા પ્રાપ્ત કરાતા વિશિષ્ટ જ્ઞાન ( વિજ્ઞાન )માં ભારત સદાના માટે પ્રભુત્ત્વ ધરાવતું રહ્યું છે, અને રહેશે.
કેવળ ભૌતિક સુખના જ દ્રષ્ટિવાળા માનવસમૂહ પાસે વિવિધ પ્રકારી પૌદ્ગલિક આવિષ્કારોની કળાઓ સ્પષ્ટપણે પ્રયાગદ્વારા રજી કરવાથી માનવ મનની વાસનાના પોષક બની જાય, ઇંદ્રિયાની લાલસાના ગુલામ બની જાય અને હૃદયમાંથી નિજાન ંદની મસ્તીને ભૂલી જવાવાળા બની જાય. એ કારણાથી