________________
૪૩
ખિજ્જુના આશ્રયે જ સુખ-શાંતિ પ્રાપ્ત કરવાની આશાવાળો છે. અને ખબર નથી કે તેની એ આશા ઝાંઝવાના જળ જેવી. અને પાણી વલેાવી માખણ પ્રાપ્ત કરવા જેવી છે.
ભૂતકાળમાં ભારતની ભૂમિપર પૌદ્ગલિક આવિષ્કાર સ્વરૂપે અનેક પ્રકારનું પદાર્થવિજ્ઞાન પ્રવર્ત્તતુ હોવા છતાં તે વિજ્ઞાનને જીવનમાં ઉપયેગી બનાવનાર માનવની દ્રષ્ટિ ( લક્ષ્ય ) કેવળ શારીરિક અનુકુળતા ઉપર જ ન હતી. આત્મિક શુદ્ધસ્વરૂપ પ્રાપ્તિના અને તેના સુખને જ તે અભિલાષી હતા. રૂપ-રંગ–રસ કે સ્પર્શની અનુકુળતા અનુભવવા સમયે પણ આત્મિદ્રષ્ટિના ઉપયોગી હતા. શારીરિક કે અન્ય કોઈપણ પ્રકારની પૌદ્ગલિક અનુકુળતાને જીવનના સાધ્ય તરીકે નહિં સ્વીકારતાં સાધનસ્વરૂપે સ્વીકારતા. સાધ્ય પ્રાપ્ત થયેથી સાધન ત્યાજ્ય હાવાની સમજવાળા હતા. સત્ય-સયમ-શિસ્ત નીતિ ન્યાય તથા પ્રમાણિક્તા એતમામ મૂલ્યા આંતરધમ માંથી જ ઉદ્દભવતાં હાવાથી દૈહિક કરતાં આંતરિક સુખપર તેનુ ધ્યાન વિશેષ હતુ. ભારતવર્ષની પૂર્વકાળની સંસ્કૃતિ આ પ્રમાણે હતી, જ્યારે આધુનિક વૈજ્ઞાનિક જગતે તે ખાદ જીવનની જ પ્રીતિના સ્વીકાર કર્યાં છે. · મન, અંતરાત્મા, ચેતના વગેરે તત્ત્વાને એ અંશતઃકખુલે છે, પરંતુ માનવીના ઘડતરમાં તેનું વિશેષ પ્રાધાન્ય તે સ્વીકારતું નથી. અત્યારે વિજ્ઞાનના ઝેક બાહ્ય ઉપકરણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ તરફ જ રહે છે. વિજ્ઞાન માને છે કે બાહ્ય સગવડાનાં સાધના પર્યાપ્ત, પ્રમાણમાં માનવીને મળી રહે તે આંતરમનનુ સુખ આપે