________________
૧૨૭
ઘાતજનક પ્રયોગ પરિણમની ઉત્પત્તિ થવાથી જીવ પિતાના જ અવયવડે હણાય છે, દુઃખી થાય છે, કારણકે ઉપરોક્ત પ્રતિજિહા વગેરે જીવને ઉપઘાત કરનારા જ થાય છે. આવા ઉપઘાતજનક પ્રગ પરિણામ ઉત્પન્ન કરનારું કર્મ તે ઉપઘાત નામકર્મ છે.
વળી અમુક જીવેના શરીરમાં “આપ” નામે એક એ પરિણામ ઉત્પન્ન થાય છે કે–તેને આપણે સ્પર્શ કરીએ તે ઠંડુ લાગે, પરંતુ તેમાંથી બહાર પડતાં કિરણે દૂર દૂર ગરમ લાગે, અને બીજી વસ્તુને પણ ગરમ કરી દે. જેને સ્પર્શ ગરમ હોય તેને પ્રકાશ તે ગરમ હોય (અગ્નિની માફક) તે સ્વાભાવિક છે. પણ આ આતપ નામે પરિણામમાં તે ખૂબી એ છે કે-તે પરિણામ પામેલા શરીરને સ્પર્શ શીત અને પ્રકાશ ઉષ્ણ છે. આ પરિણામ જગતના બીજા કઈ પ્રાણુઓના શરીરમાં નહિં હતાં માત્ર સૂર્યના વિમાનની નીચે રહેલા બાદર પૃથ્વીકાયના જીવોને જ હોય છે. સૂર્યનું બિંબ જે આપણે જોઈએ છીએ તે એક જાતની પાર્થિવ રચના છે. જેમ સેનું, લેડું વિગેરે.
અને તેમાં સૂર્ય નામની દેવજાતિ રહે છે. પરંતુ એ પાર્થિવ બિંબમાં પૃથ્વીકાય છે ઉત્પન્ન થાય છે. અર્થાત્ એ બિંબ અસંખ્ય પાર્થિવ જીવના શરીરના સમૂહરૂપ હોય છે. તેમાં મૂળ સ્થાને ગરમી નથી પણ દૂર દૂર વધારે ને વધારે ગરમી હોય છે. જો કે આ એક વિચિત્ર હકિક્ત છે, પણ તે ખાસ જાણવા જેવી છે. સૂર્યને તાપ આપણને