________________
૧૨ એ સર્વે જીવ પ્રત્યેક નામ કર્મના ઉદયે પ્રત્યેક શરીરી જીવે છે અને સૂક્ષ્મ નિગદ તથા બાદર નિગોદ (બટાટા-શકરિયા વિગેરે)ના જીવ સાધારણ નામ કર્મના ઉદયે સાધારણ શરીરી હોય છે. - હવે અહીં સહેજે વિચાર ઉદ્ભવે છે કે-એક શરીરમાં અનન્ત જનો સમાવેશ શી રીતે થઈ શકે ? તેનું સમાધાન એ છે કે–એક પદાર્થમાં બીજા પદાર્થને રહેવાની બે રીત. સ્પષ્ટ દેખાય છે. (૧) અપ્રવેશ રીતિ અને (૨) પ્રવેશ રીતિ. એક પદાર્થ અન્ય પદાર્થને કેવળ સ્પર્શ કરીને ભિન્નપણે રહે તે અપ્રવેશ રીતિ. જેમ એક મોટી ડબ્બીમાં તેનાથી નાની ડબ્બી રાખી હોય તે મટી ડબ્બીને કેવળ સ્પર્શ કરીને ભિન્નપણે રહે છે તે અપ્રવેશ રીતિ છે.
એક પદાર્થ અન્ય પદાર્થમાં માત્ર સ્પર્શીને ભિન્નપણે ન રહેતાં સંક્રમીને રહે તે પ્રવેશ રીતિ અથવા સંકાન્ત રીતિ કહેવાય છે. જેમ લોખંડના ગોળામાં અગ્નિ, એક દીપકના તેજમાં બીજા દીપકનું તેજ, ઇત્યાદિનું અવગાહન તે પ્રવેશ રીતિ અથવા સંક્રાંત રીતિ કહેવાય છે. ક્ષેત્રમાં ક્ષેત્રી એટલે આકાશમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને અવગાહ સંક્રાન્તાવગાહ છે.
પુદ્ગલમાં પુદ્ગલનો અવગાહ સંક્રાન્તા (પ્રવેશ રીતિ) અને અસંકાન્ત (અપ્રવેશ રીતિ) એમ બન્ને પ્રકાર હોય છે. અસંકેન્ત (અપ્રવેશ રીતિ) તે મેટી ડબ્બીમાં નાની. ડબ્બી રહી શકે એ દૃષ્ટાંતથી સમજી શકાય તેવી વસ્તુ છે..