Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master
Catalog link: https://jainqq.org/explore/023527/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના અણુવિજ્ઞાનની મહત્તા લેખક અને પ્રકાશક માસ્તર ખુબચંદ કેશવલાલ વાવ (બનાસકાંઠા-ગુજરાત) વાળા Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનના અણુવિજ્ઞાનની મહત્તા લેખક અને પ્રકાશક ખુબચંદ કેશવલાલ પારેખ, વાવ (બનાસકાંઠા)વાળા ધાર્મિક અધ્યાપક-શ્રી પાર્શ્વ જૈન પાઠશાળા સિરોહી (રાજસ્થાન) દ્રવ્યસહાયક શ્રી ચાંદરાઈ જૈન સંઘ તરફથી ભેટ. પ્રથમવૃત્તિ પ્રત ૧૦૦૦ વિ. સં. ૨૦૨૩ મુક : મણિલાલ છગનલાલ શાહ, ધી નવપ્રભાત પ્રિ. પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ. K% %E %ઝઝઝઝ Page #3 -------------------------------------------------------------------------- ________________ Oxxxxxxxxxxxxxxxxx ક ભેટ કર жжжжжжжжжжжжжжжжжж. pxxxxxxxxxxxxxxx રાજસ્થાનાન્તર્ગત મરુધર દેશમાં જાહેર જીલ્લામાં આવેલ શી ચાંદરાઈ નગરમાં શેઠ શ્રી કિશ્માજી ભારમલજી તરફથી ચાલતા ઉપધાનતપ પ્રસંગે પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રી ના સુપ્રસિદ્ધ પટ્ટાલંકાર પ૦ પૂ સાહિત્યસમ્રાટ આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ. શ્રી ના પ્રધાન પટ્ટધર ૫૦ ૫૦ શાસનપ્રભાવક-આચાર્યદેવ જ શ્રીમદ્ વિજયદક્ષસૂરીશ્વરજી મ. શ્રીના સહોદર # પ્રધાન પટ્ટધર ૫૦ પૂર શાસનપ્રભાવક–આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ. શ્રીના વરદહસ્તે તારીખ ૧૯-૨-૬૭ના દિવસે, તેઓશ્રીના શિષ્યરત્ન પૂe ગણિવર્ય શ્રી વિનેદવિજયજી મહારાજની મહત્સવયુક્ત પન્યાસપદવીની સ્મૃતિરૂપે શ્રી ચાંદરાઈ જૈન સંઘ તરફથી આ જૈનદર્શનના છે અણુવિજ્ઞાનની મહત્તા નામની પુસ્તિકા ભેટ. - - - хххххххххххххххххххх Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન જૈનદર્શનના કવ્યાનુગ વિષયથી અનભિન્ન મનુષ્યોને આ પુસ્તકનું “જૈનદર્શનના અણુવિજ્ઞાનની મહત્તા” નામ જાણું આશ્ચર્ય થશે કે “અણુ” અંગેની હકિકત અને તેને લગતા પ્રયોગો તે વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જ હૈય, જૈનદર્શનમાં અણુવિજ્ઞાનની હકિકત ક્યાંથી આવી? પરંતુ તેવાઓને માલુમ નથી હોતું કે દુનિયાના દેશે જ્યારે વસ્ત્રપરિધાન કે વ્યવહાર પણ શીખ્યા ન હતા, ત્યારે પણ પદાર્થના અવિભાજ્ય અંશસ્વરૂપ અણુવિષયક તત્વજ્ઞાનથી ભારત ઉચ્ચશિખરે બિરાજતો હતો. આ અણુવિજ્ઞાનના આવિષ્કારક અને પ્રચારક કેવળ સર્વસંગ ત્યાગી શ્રી તીર્થંકર પરમાત્મા હતા. જીવનપયોગી વિવિધ વસ્તુઓના ઉત્પાદન માટે વિવિધકાળે વિવિધ વૈજ્ઞાનિક પદાર્થના અણુ ઉપરથી અનેકવિધ આવિષ્કારો કરતા આવ્યા છે, અને કરતા રહેશે. પરંતુ વિશ્વના પ્રાણિયેને સંસારદાવાનલના વિવિધ દુઃખસર્જક તત્વરૂપે કયા અણુઓ કામ કરી રહ્યા છે ? તે જાતના વિજ્ઞાનથી જ્યાં સુધી પ્રાણિયે અજ્ઞાત રહે છે, ત્યાં સુધી ગમે તેટલી ભૌતિક સામગ્રીને ઉપગ હોવા છતાં દુઃખથી છૂટી શકાતું નથી. કારણ કે ભૌતિક ઉપભોગ સામગ્રીની પ્રાપ્તિ અને પ્રાપ્ત સામગ્રીને ટકાવ તે જીવના આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરવત સંબંધિત બની રહેલ જડે. અણુસમુહના જ આધારે છે. આત્માની સાથે સંબંધિત બની રહેલ આ જડઅણુઓએ આત્માની સ્વતંત્રતા છીનવી લીધી છે. એટલું જ નહિ પરંતુ ભૂલાવી દીધી છે. એટલે જ જીવ તે જડ અણુઓના નિમિત્તથી પ્રાપ્ત સુખ-દુઃખને પિતાનું સ્વાભાવિક સુખ-દુઃખ માની બેસે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ અમુક ટાઈમ સુધીની ભૌતિક અનુકુળતાની પ્રાપ્તિ સમયે જીવ ખુ થાય છે. પરંતુ જ્યારે તેના વિયોગ થાય છે, ત્યારે તે એકદમ દુઃખ અનભવે છે. છતાં એને વિચાર નથી . આવતા કે આમ કેમ ? અતિ પ્રયત્ને પ્રાપ્ત સામગ્રીને ટકાવી રાખવામાં હું પરાધીન કેમ ? તેના વિયેાગને હું કેમ શકી શકતા નથી ? શું? એવી કોઈ સુખસામગ્રી હશે ? કે જેની પ્રાપ્તિ પછી તેના વિયાગ જ હોઈ ન શકે. કોઈ એ એવી સામગ્રી પ્રાપ્ત કરી છે ખરી? પ્રાપ્ત કરી હાય તે કેવી રીતે કરી હશે ? પર ંતુ આ રીતની વિચારણા, સમજ કે પ્રયત્નના અભાવે જીવ અવળી જ દાટે દોડી રહ્યો છે. તેથી જ તે વધુ ને વધુ દુઃખના દાવાનલમાં હામાતા જાય છે. ન પરંતુ ઉપરાક્ત ધ્યેયને અનુલક્ષીને ભાવદયાસાગર શ્રી મહાવીર પરમાત્માએ વિશ્વના પ્રાણિયા પ્રત્યેની હિત બુદ્ધિએ ચેતનની એક એક અણુશક્તિ તથા તે શક્તિના આચ્છાદક જડ અણુશક્તિના વિજ્ઞાનને આત્મપ્રત્યક્ષ નિહાળવાના પ્રયત્ન આદર્યાં. સર્વ વિરતિરૂપ સયમમા ને અંગીકાર કરી ધારાતિધાર તપશ્ચર્યા દ્વારા, આત્માની અનતશક્તિ અને અનંત સુખના રોધક જઅણુસમુહને આત્મઅણુએ ઉપરથી તદ્દન દૂર કર્યાં. આત્મ ન્યાતિના ઉજજલ પ્રકાશ વિશ્વમાં વિસ્તાર્યાં. અને આત્મપ્રત્યક્ષ નિહાળેલ વિશ્વમા તમામ જડ તથા ચેતન અણુના ત્રિકાલિક ગુણ અને પર્યાયને સમજાવતા ઉત્પાદ—શ્ર્ચય અને ધ્રુવસ્વરૂપ ત્રિપદિના મહાવિજ્ઞાનના વિશ્વ સમક્ષ આવિષ્કાર કર્યાં. કેવળ પદાથવિજ્ઞાનને જ આવિષ્કાર કર્યાં, એટલુ જ નહિં પરંતુ તે વિજ્ઞાનની પ્રયોગશાળા રૂપ જૈનશાસન નામે સંસ્થાની સ્થાપના કરી. અને તેમાં અણુપ્રયાગ સ્વરૂપ સત્યાગ અને દેશત્યાગના આચાર ધમ` પ્રરૂપ્યા. પ્રભુ શ્રી મહાવીર પરમાત્માના મુખ્ય શિષ્યા શ્રી ગણધરદેવાએ પેાતાની ખીજલધિના મુદ્ધિબળે ઉપરાક્ત ત્રિપદીના વિસ્તાર સ્વરૂપ Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગી રચી. આ દ્વાદશાંગી એ જ જૈનશાસનનું મૌલિક અને વિસ્તૃત વિજ્ઞાન–મહાવિજ્ઞાન-તત્ત્વજ્ઞાન છે. સકળ જગતનું શુદ્ધ તત્ત્વજ્ઞાન આ દ્વાદશાંગીના અંશને પામીને જ વિસ્તાર પામ્યું છે. પદાર્થજ્ઞાનનું અને શાશ્વત સુખ પ્રાપ્તિનું અતિસ્પષ્ટ તથા વિરતૃત તત્વજ્ઞાન આ દ્વાદશાંગીમાંથી જ પ્રાપ્ત થાય છે. વિશ્વના અન્ય વૈજ્ઞાનિક ચેતન અણુવિજ્ઞાનથી તો બિસ્કુલ અજ્ઞાત જ રહ્યા છે. આવા વૈજ્ઞાનિકે તો કેવળ જડપદાર્થનું અને તેમાં પણ પુગલપદાર્થનું જ વિજ્ઞાન આવિષ્કારિત કરી શક્યા હોવા છતાં, શ્રી તીર્થંકર પરમાત્માએ આવિષ્કારિત પુગલવિજ્ઞાન પાસે નહિવત્ છે. શ્રી તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીરદેવે આવિષ્કારિત પુદ્ગલ વિજ્ઞાન યા અણુવિજ્ઞાન એટલું બધું રહસ્વપૂર્ણ છે કે વિશ્વને કઈ દર્શનકાર કે કઈ વૈજ્ઞાનિક તેવું વિજ્ઞાન બતાવી કે સમજાવી શક્યો જ નથી. - ઉપરોક્ત હકિકતમાં નથી અતિશયોક્તિ કે નથી પૂર્વગ્રહ. નથી દૃષ્ટિરાગ કે નથી અંધશ્રદ્ધા. ભારતના અનેકાનેક પૂર્વમહર્ષિઓએ પૂરૂં પરીક્ષણ કરીને તારવેલું અમૃત જ છે? 'કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીજી મહારાજાએ સ્પષ્ટ કહ્યું છે કે આ સંસારને જન્મ દેતા રાગ, રોષ, મેહ જેના ટળી ગયા હોય તે બ્રહ્મા હેય, વિષ્ણુ હોય, હર હોય કે જિન હોય, ગમે તે હોય, હું તેમને નમસ્કાર કરું છું. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ પણ કહ્યું છે કે, મને મહાવીરદેવ તરફ પક્ષપાત નથી કે નથી કપિલમુનિ તરફ દ્વેષ. જેનું પણ વચન યુક્તિયુક્ત હોય તેનું વચન મને સર્વથા માન્ય છે. આવી પરમ ઉદાર દષ્ટિવંત મહર્ષિઓએ પૂરા પરીક્ષણ બાદ સ્વીકારેલ જૈન શાસનના વિજ્ઞાન–મહાવિજ્ઞાનતત્ત્વજ્ઞાનને અંધશ્રદ્ધારૂપ કહેવાની મૂર્ખતા ક સુઝ મનુષ્ય કરી શકે ? Page #7 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગ્રહ છડી પ્રભુ શ્રી મહાવીરદેવે પ્રરૂપિત ચેતન અને જડ અણુવિજ્ઞાનને સમજી, હૃદયમાં વાસિત કરનાર પુરૂષને અનુલક્ષીને શ્રી વીરવિજયજી મહારાજે પંચકલ્યાણકની પૂજામાં ગાયું છે કે – વેધકતા વેધક લહે મન મોહનજી, બીજા બેઠા વા ખાય-મનડું મોહ્યું રે મનમોહનજી. પ્રભુ શ્રી મહાવીરદેવે આવિષ્કારિત અણુવિજ્ઞાન પૈકી પુગલવિજ્ઞાન અંગે એક લેખ “ચાણસ્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિર વિષયક એક સમૃદ્ધિવંત અંક માટે” લખી મેકલવા પરમ પૂજ્ય શ્રી અભયસાગરજી ગણિવર્ય મહારાજે મને આજથી દોઢેક વરસ પહેલાં પ્રેરણું કરી. લગભગ વીસેક પેઈજ પ્રમાણ પુદગલ અણુવિષયક લેખ મેં તેઓશ્રીને લખી મેકલ્યો. પરંતુ ત્યારબાદ તે લેખને કંઈક વિસ્તૃત સ્વરૂપે લખવાની ઉત્કંઠા થઈ. ફરી તે લેખને વિસ્તૃત કરતાં સાએક પેઈજ જેટલે લખે. મહાતપસ્વી શાનમૂર્તિ નવકાર મંત્રના પરમ પ્રચારક અને આરાધક પચાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબના શિષ્યશ્રી કલ્યાણપ્રવિજયજી મહારાજે એક વખત મારી પાસે લખાઈ સંગ્રહિત બની રહેલા અને અમુદ્રિત લેખનું મેટર તેઓશ્રીએ મારી પાસેથી જેવા મંગાવ્યું. તેમાં આ સાએઠ પેઈજને લેખ તેઓશ્રીને વધુ પસંદ પડ્યો. પિતાના ગુરૂદેવને પણ તેઓશ્રીએ તે લેખ વંચાવ્યો. ત્યારબાદ વર્તમાન ચાતુર્માસના પ્રારંભ પહેલાં પિશાલીયા મુકામે તેઓશ્રીએ આચાર્યશ્રી સુશીલસૂરિજી મહારાજ સાહેબને આ વિષય અંગે વાતચીત કરેલ. આ. ૦ દેવશ્રી સુશીલસૂરિજી મહારાજ સાહેબે સિરોહી ચાતુમાસ માટે પધારતાં જ આ લેખને વિસ્તૃત બનાવી પુસ્તકરૂપે જલ્દી પ્રકાશિત કરવાની મને પ્રેરણા કરી. ચાંદરાઈ જૈન સંઘના આગેવાનેએ આ પુસ્તકનું તમામ ખર્ચ આપી દેવાની પણ ઉદારતા બતાવી. આચાર્યશ્રીના સદુપદેશથી દ્રવ્ય સહાયની પણ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુકુળતા પ્રાપ્ત થઈ જવાથી આ લેખને વિસ્તૃત બનાવી પ્રકરણબદ્ધ રચના કરી. આ રીતે પુસ્તક છપાવવામાં મને સફળતા મળી. વાંચક મહાશયો આ પુસ્તકને મનનપૂર્વક વાંચે અને શ્રી મહાવીર પરમાત્માએ આવિષ્કારિત અણુવિજ્ઞાન પ્રત્યે શ્રદ્ધાવંત બની આત્મશ્રેય સાધે. આ પુસ્તક અલ્પ દિનેમાં જ મને છાપી આપનાર, નવપ્રભાત પ્રેસના માલિક મણિલાલભાઈ છગનલાલ અને છાપવાના કામમાં વિલંબ ન થાય તે માટે આ પુસ્તકનાં બુફે જલ્દી સુધારી દઈ આ પુસ્તકનું પૂર્વકથન લખી આપનાર પૂજ્ય મુનિ મહારાજ સાહેબ શ્રી મનહરવિજયજી મહારાજ, આ બન્નેને આભાર હું કેમ ભૂલી શકું? આ પુસ્તકમાં પ્રેસદોષ યા મારી દૃષ્ટિદેષના હિસાબે કંઈ ક્ષતિ રહી જવા પામી હોય અગર પ્રભુ શ્રી વીતરાગદેવ પ્રણિત આગમથી કંઈ વિરૂદ્ધ લખાયું હોય તો વિદ્વાને મારી ભૂલને સુધારે અને તે અંગે મિચ્છામિ દુક્કડં દેવાપૂર્વક હું વિરમું છું.' લી. વિજયાદશમી વિ. સં. ૨૦૨૩ માસ્તર ખુબચંદ કેશવલાલ સિરોહી (રાજસ્થાન) Page #9 -------------------------------------------------------------------------- ________________ ॥ ૩૪ અર્દ નમઃ I પૂ કથન આજે સાર્ય વિશ્વ અણુઆવિષ્કારના ભયજનક વિકાસને લઈ ને જાણે વિનાશના આરે આવીને ન ઉભું હોય ! તેવા ભાસ થવાના ચિહ્નો આપણે સહુકોઈ જોઈ રહ્યા છીએ. r જેઓ જમનીમાંજન્મી બીજા વિશ્વયુદ્ધ સમયે ભાગીને અમેરિકા ગયા હતાં, અને જેએએ ત્યાં અણુભેચ્છ બનાવ્યા હતા, તે વૈજ્ઞાનિક શ્રી આઈનસ્ટાઈનને કાઈ કે પૂછ્યું કે આપ આટલા મોટા વૈજ્ઞાનિક છે તેા કહેા કે લેાકેા ત્રીજા યુદ્ધમાં હવે કયાં શસ્ત્રોથી લડશે ? ’' શ્રી આઈનસ્ટાઈને થોડી ક્ષણે વિચારી જવાબ આપ્યા કે “ ત્રીજા મહાયુદ્ધની વાત હું નહિ કરી શકું, પણ મારી સમજ પ્રમાણે ચેાથું યુદ્ધ થશે તેમાં લોકો ઈંટ, પથ્થરા, દાંતા, નખ અને હાથથી લઢશે. કારણ કે એમની પાસે ખીજું હથીયાર બાકી નહિ હોય. બધું જ નાશ પામી ગયુ હરશે.” રણુખામ્યના સર્જકના પણ પેાતાના અવિષ્કાર અગેને અભિપ્રાય કેટલા કમકમાટી ઉપજાવે તેવા છે? તેમને પેાતાને પણ પેાતાના સર્જન અંગે કેવા વિચારે। આવતાં હતા તેનું સ્પષ્ટ નિર્દેશન ઉપર્યુક્ત કથનમાંથી તારવી શકાય છે. આજના વૈજ્ઞાનિકાએ અણુ– Page #10 -------------------------------------------------------------------------- ________________ ટ્ -પરમાણુમ્બ આદિના આવિષ્કાર કરીને “ વિજ્ઞાન એટલે વિકાસક જ્ઞાન ” એ વિજ્ઞાનના સાચા અને રહસ્યપ્રચુર આર્યાંવના અને તેાડી માડીને વિજ્ઞાન એટલે વિનાશક જ્ઞાન ”ના કમનસીબ અમાં પરિણમાવીને વેાના મસ્તક ઉપર મૃત્યુના ભયને એવા લટકતા રાખ્યા છે કે જેને લઈ ને પ્રત્યેક જીવ અસ્વસ્થ બન્યા છે. અસ્વસ્થતાને લઈને અશાંતિના ઉદ્ભવ થયા છે, અને જેમ નિરાશ કે પરાજીત માનવ અસ્તવ્યસ્તતાને અનુભવતા કાઈ પણ કાર્યો કરી શકતા નથી તેમ અશાંતિના કારણે સારૂણ્ય જીવન વેરવિખેર જેવુ થયુ છે. "c આનું મુખ્ય કારણ આષણે શોધવા જઈશુ તા આપણે એ ચેાસ અનુભવીશું કે આપણે માનવતાના મૂલ્યાંકન કરવાના બદલે માનવતાના મૂલ્યાંકનના બહાને દાનવતાના પ્રદર્શનમાં આગળ વધી રહ્યા છીએ ! ચૈતન્ય શક્તિ પર મિથ્યાત્વ, અવિરતી, કષાય અને યાગને લઈને ખડકાયેલા ભયંકર પરમાણુઓના ઢગને આપણે જરાય એળખી શકયા નથી! તેમજ અણુ અને પરમાણુ શક્તિના બીજા પાસાઓને આપણે વિચારી શકયા નથી આટલું બધું મહત્ત્વ ધારણ કરનાર, અને સહુને હચમચાવનાર આ અણુ અને પરમાણુ આખરે શું છે? તેને કાણુ કાણુ કઈ કઈ રીતે માને છે, તેમાંના કેટલાક મંતવ્યેાને આપણે સહજ રીતે ટૂંકમાં વિચારીએ. સૂર્યના કિરણેામાં દેખાતી રજકણુના ૬૦ મા ભાગને આયુ કહેવાય. એ રીતે તક સંગ્રહ આદિમાં આવે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ત્યારે વર્તમાન વિજ્ઞાનના સૂક્ષ્મદર્શક યંત્રએ ઉપર્યુક્ત કથનને જાણે પડકાર્યું હોય તેમ સવિશેષ રીતે પ્રત્યક્ષ પ્રયોગદ્વારા બતાવ્યું કે એવાં અણુઓના સેંકડે જ નહિં પણ હજારે ભાગ જોઈ શકાય છે. આ રીતે પરસ્પર વિરોધી માન્યતાઓ પ્રવર્તી રહી છે. પરંતુ મહાન વિજ્ઞાન સ્વામિ વિદ્ધારક પરમતારક તીર્થકર પરમાત્માઓએ તો પ્રથમથી જ પરમાણુની વ્યાખ્યા કરતાં ફરમાવ્યું છે કે:-“કેવળ જ્ઞાનીની દૃષ્ટિએ પણ જેના બે ભાગ થઈ શકે નહિ તેવા સૂક્ષ્મતમ ભાગને પરમાણુ કહેવાય છે. અને ખરેખર અજબગજબનું સત્ય તો એ છે કે વિકાસશીલ વર્તમાન વિજ્ઞાન પણ મહાન વિજ્ઞાન સ્વામિ પરમતારક તીર્થંકર પરમાત્માઓની વ્યાખ્યા સુધી પહોંચવા સમર્થ બની શકયું નથી. અને જે ઢબે વૈજ્ઞાનિકે અત્યારે પ્રગતિ કરી રહ્યા છે તે ઢબે કદીપણ તે મહાન વિજ્ઞાન સ્વામિની વ્યાખ્યાના અણુ-પરમાણુ સુધી નહિ પહોંચી શકે તે પણ નક્કર સત્ય હકીકત છે. અને સાચી વાત તે એ છે કે –નામનાની કામના, સ્વસત્તાની સર્વોપરિતા, જડ અને પૌગલિક ચમત્કાર દ્વારા સ્વાર્થ સાધવાની ઉત્કટ તમન્ના, સર્વગ્રાહી સૂક્ષ્મતત્વ એવા જ્ઞાનની પ્રાપ્તિ પ્રતિની ઉપેક્ષા અને સકલ છવકલ્યાણ ભાવનાની કમી, ઈત્યાદિકને લઈને માનવ પિતાની શક્તિને વેડફી રહ્યો છે. અને માત્ર સંહારના જ સાધનને વિસ્તારવાની અને સંઘરવાની હોડમાં જ દેડ મચાવી રહ્યો હોય તેમ લાગે છે; એટલું જ નહિ પણ મહાન આત્મશક્તિને પૂર પરિહાસ થઈ રહ્યો હોય તેમ લાગે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વાસ્તવિક રીતે તો:–અણુ કે પરમાણુ વિજ્ઞાનની શક્તિદ્વારા બુદ્ધિમાન મનુષ્ય ધારે તો:-(૧) સર્વનું હિત સરળતાથી સાધી શકે, (૨) સર્વના સુખમાં સહભાગી બની શકે, (૩) સાચું સ્વાતન્ય માણું શકે, (૪) અને શાશ્વત સમૃદ્ધિના શિખરો સર કરી શકે છે. પરંતુ આ બધાય પ્રયત્ન માટે (૧) અખી સુઝબુઝ અને દૃષ્ટિની અનિવાર્ય આવશ્યકતા છે. (૨) પ્રત્યેક પ્રયોગના સાધક, બાધક પાસાઓની અને વારણ વિગેરેની પરિપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવી પડશે. (૩) પ્રયોગ કરતાં પહેલા, સાદ્યન્ત પરિણામોને વિચારવાની શક્તિ કેળવવી પડશે. () અને સર્વ મૈત્રીના ભાવને પ્રત્યેક આત્મપ્રદેશમાં ઠાંસી ઠાંસીને ભર્યા બાદ જ પ્રયોગ કરવાની પ્રતિજ્ઞા કરવી પડશે. સ્વાર્થસાધક ગોશાળાએ પરમતારક ભગવાન મહાવીરદેવ ઉપર મારક એવી તેજોલેસ્થાને ફેંકી, અને જ્યારે એ તેજલેશ્યા એ વિશ્વ વિભુને પ્રદક્ષિણા દઈને પાછી વળી અને ગોશાળાને જ ભરખવા લાગી ત્યારે અપકારી ઉપર પણ ઉપકાર કરનારા નિષ્કારણ જગબંધુ એ મહાન વિજ્ઞાની ભગવાન મહાવીરદેવે શીતલેસ્યાદ્વારા ગૌશાળાને બચાવ્યો. આ બધુંય શું સૂચિત કરે છે ? ગોશાળાએ તેજલેશ્યરૂપ અણુ વિજ્ઞાનની શક્તિને પ્રાપ્ત છે કરી! પણ તેનું વારણ શું? એ પાછી વળે તો એના પરિણામ કેવા આવશે? એના પરિણામમાં હિત પડયું છે કે અહિત? એને પ્રયોગ મૈત્રીભાવન રક્ષક છે કે ભક્ષક ? એને પ્રયોગ નિષ્ફળ જાય તે શું? Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઇત્યાદિ પાસાઓની વિચારણા કરી હેાત તેા કાઈ બુદો જ ઈતિહાસ સાચા હોત ! મહાન વિજ્ઞાન સ્વામિ પ્રભુશ્રી મહાવીરદેવની શીતલેશ્યા મૂકીને અચાવવાની અજોડ તારક પ્રવૃત્તિમાં આપણને એ મહાપુરુષના સ પ્રયાગ પકૃતિ જ્ઞાતૃત્વ, સવ પરિણામેાની સમ્પૂણુ માહિતી અને સનું હિત કરવાની ઉત્કટ તમન્ના ત્યાદિ સ્પષ્ટ ભાસે. તેજોલેશ્યા અને શીતલેશ્યા એ શું છે? અણુવિજ્ઞાનના અનંત આવિષ્કારામાં માત્ર એ આવિષ્કાર ! જૈનાગમેામાં તા અણુવિજ્ઞાનના અખુટ ખજાના છે. અણુની અપરિમિત શક્તિના સાચા મૂલ્યાંકને માત્ર જૈન દર્શને કર્યાં છે. મહાન વિજ્ઞાનસ્વામિ શ્રી તીથ કરદેવ દ્વારા દશિત જિનામમામાં અણુના સર્વ પાસાઓની રસપ્રચુર વિવિધ વિચારણાએ અનેક રીતે બતાવી છે. આ અણુવિજ્ઞાનને સમજવા માટે આપણે જૈન દર્શનના મહાન તમ કમ વિજ્ઞાનને ખરેખર સમજવું પડશે ! કવિજ્ઞાન એ અણુવિજ્ઞાનના મૂળભૂત પાયેા છે. અણુવિજ્ઞાનની વિવિધ વિશિષ્ટતાઓને સમજવા માટે કવિજ્ઞાનની વિવિધ વિશિષ્ટતાઓને સમજવી પડશે અને એ કવિજ્ઞાનને સમજવા Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ માટે સહુથી પ્રથમ આર્યાવર્તની અનુપમ અધ્યાત્મની આંખોને પ્રાપ્ત કરવી પડશે. આજનું વિજ્ઞાન જાણે અદશ્ય રીતે માનવને સદેશ આપી રહ્યું છે કે ભૌતિકવાદ કે જડવાદ દ્વારા અણુવિજ્ઞાનને સમજવાને પ્રયત્ન કરશે તે આજના અણુવિજ્ઞાને સજેલા સંહારક સાધના સપાટામાં સપડાઈને સબડાવું પડશે ! આધ્યાત્મિક ચક્ષુધારા કર્મવિજ્ઞાનની સાચી સમજ પ્રાપ્ત કરી, તે વડે આવિષ્કાર પામેલું અણુવિજ્ઞાન સર્વ હિતકર બનશે. પરંતુ કમનસીબી એ છે કે માનવ મહામુશ્કેલીઓમાં મૂકાઈને પરેશાન થયો હોવા છતાં આજે તથ્યને કેટલું સ્વીકારે છે? એ પણ એક પ્રશ્ન છે! વિશેષ શોચનીય તે એ છે કે –જે જેને વારસામાં વિશ્વના અનુપમ અણુવિજ્ઞાનના અતુટ ખજાના સમાન કર્મ વિજ્ઞાનને ખજાને મ હોવા છતાં પણ જેમ નિધાન ઉપર રહેલે સર્પ નિધાનના મહત્ત્વને સમજતો નથી અને માત્ર મમત્વમાં જ રામાઓ રહે છે. તેમ જેનેને મોટે ભાગ પણ કર્મવિજ્ઞાનના ખજાના ઉપર મમત્વભાવથી રાચીમાચી રહ્યો છે. પણ તેને ઉપગ કરીને આત્મ આનંદની અનુભૂતિને અનુભવવામાં કચાશ રાખે છે, અને સમજપૂર્વક આરાધના અમૃતના આસ્વાદનમાં જાણે શિથિલ્યભાવ અનુભવતો હોય તેમ લાગે છે. જૈન દર્શનના કર્મવિજ્ઞાન અને અણુવિજ્ઞાનને પ્રસ્તુત પુસ્તકમાં દર્શાવવાને સુંદર પ્રયત્ન એ વિષયના અધિકારી વિદ્વાન માસ્તર શ્રી Page #15 -------------------------------------------------------------------------- ________________ ખુબચંદભાઈએ એવી સરસ ખુબીથી કર્યો છે કે આબાલ નેપાલ એને સરળતાથી સમજી શકે. વર્ષોથી જેને માસિકમાં ચાલતી વિવિધ તાત્વિક લેખમાળાઓથી શ્રી ખુબચંદભાઈ સર્વને સુપરિચિત છે. તાત્ત્વિક વિષયને છણવાની એવી બાહેશ હથેટી એમને સાધ્ય થઈ છે કે એને પરિચય હું કરાવું એને બદલે વાંચકે સ્વયં જ કરે એ જ વધુ ઉત્તમ છે. આપણે સહુ માસ્ટર શ્રી પાસેથી એવી આશા રાખીએ કે તેઓ વધુ ને વધુ તાત્વિક સાહિત્યનું સર્જન કરીને જ્ઞાનોપાસમાં પ્રગતિશીલ બને અને જ્ઞાનભક્તિ કરે ! મહાનુભાવ આરાધકે અને વિદ્વાને જૈન દર્શનના કર્મવિજ્ઞાનનેઅણુવિજ્ઞાનને, અને તત્ત્વજ્ઞાનને સમજી વિચારીને સ્વપર હિત સાધવામાં તત્પર બને, અને આરાધનામાં સવિશેષ પ્રયત્નશીલ બની શાશ્વત સુખ સંપ્રાપ્ત કરવામાં સફળ બને એવી આશા સાથે વિરમું છું. શિવમસ્તુઃ સર્વ જગત” “ સર્વત્ર સર્વ સુખિનઃ” છે શાસનસમ્રાજગશુરૂ તપગચ્છા ધિપતિતીર્થોદ્ધારક જંગમ યુગ વીર સં.૨૪૯૩ વિક્રમ સં.૨૦૨૩ પ્રધાનક૫ ૫.પૂ. સ્વ. આચાર્ય નેમિ સં. ૧૮ * ભાદરવા વદ ૫ | દેવેશ શ્રીમવિજયનેમિસરીરવિવાર, તા. ૨૪-૯-૧૯૬૭ | ધરપટ્ટપ્રભાકર વ્યાકરણવાચસ્પતિ જે શાસ્ત્રવિશારદ– કવિરત્ન – સાહિત્ય સ્વ. ગુરૂદેવ શ્રીમદ્ વિજયલાવણ્ય સમ્રા સ્વ.પ. પૂ. આચાર્યદેવ સૂરીશ્વરજી મ. સા.ને શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વ૭૧ મો જન્મદિન. રાન્તવાસિ મુનિમનેહરવિજય. શ્રી વિજયહીરસૂરીશ્વર જૈન ઉપાશ્રય. સિરોહી (રાજસ્થાન) Page #16 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાટ્–સરિચક્રચક્રવતિ –તપાગચ્છાધિપતિ શ્રી કદમ્બગિરિ પ્રમુખાનેક તીર્થોદ્ધારક-જ ગમયુગપ્રધાનકહ્યું–સ ત ંત્રસ્વતંત્ર-બાલબ્રહ્મચારી – ૫. પૂજ્ય આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ Page #17 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યસમ્રાટ્ વ્યાકરણવાચસ્પતિ-શાસ્ત્રવિશારદ-કવિ રત્ન–સાતલાખશ્લેાકાધિકપ્રમાણુનૂતનસસ્કૃત સાહિત્યસર્જક પરમશાસનપ્રભાવક – બાલબ્રહ્મચારી H ૫. પૂ॰ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય લાવણ્યસૂરીશ્વરજી મહારાજ સાહેબ FINE STUDIO PHOTO ARTIST BROACH Page #18 -------------------------------------------------------------------------- ________________ શાસન પ્રભાવક વ્યાકરણરત્ન–શાસ્ત્રવિશારદ-કવિદિવાકરદેશનાદક્ષ–બાલબ્રહ્મચારી–પ. પૂ. આચાર્યવય શ્રીમદ્ વિજયદક્ષસૂરીશ્વરજી મહારાજ સાહેબ Page #19 -------------------------------------------------------------------------- ________________ શાસન પ્રભાવક સાહિત્યરત્ન-શાસ્ત્રવિશારદ-કવિભૂષણ અનેક– ગ્રન્થકારક-બાલબ્રહ્મચારી-૫. પૂ॰ આચાય વ શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજ સાહેબ Page #20 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ શાસનપ્રભાવક, સમર્થવતા વિદ્વરત્નલેખપટુ તથા ઔદાર્યાદિ અનેક ગુણાલંકૃત આચાર્ય શ્રીમદ્ ૧૦૦૮ શ્રી શ્રી શ્રી વિજયસૂશીલસૂરીશ્વરજી મહારાજના કરકમલમાં જૈન દર્શનના અણુવિજ્ઞાનની મહત્તા નામે આ પુસ્તક સાદર - સમર્પણ કરી કૃતાર્થ થાઉં છું. વિનીત માસ્તર ખુબચંદ કેશવલાલ Page #21 -------------------------------------------------------------------------- ________________ શાસન પ્રભાવક પરમપૂજ્ય આચાર્ય પ્રવર શ્રીમદ્વિજય સુશીલસૂરીશ્વરજી મ. સા. વીસમી અને એકવીસમી સદીમાં જ્ઞાનચારિત્રાદિકથી -સભર એવા પ્રભાવશાલી વિદ્વાન મુનિપુંગવાને જિનશાસનમાં સમર્પનાર, વીસમી સદીના ઉત્તરા થી એકવીસમી સદીના પ્રથમ ચરણુ સુધી જિનશાસન આકાશમાં સૂર્યસમા શાસનસમ્રાટ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મ॰ શ્રીના વિદ્વાન રત્નાના રાહણાચલ સમાન, સમુદાયના એક પ્રભાવક–ચારિત્રપાત્ર અને સમયજ્ઞ વિદ્વાન તરીકે અલ્પસમયમાં પ્રખ્યાતી પામનારા પ. પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજય સુશીલસૂરીશ્વરજી મ. સા. શ્રીએ માત્ર ચૌદ વર્ષની ખાલવયે સ્વ: શાસનસમ્રાટ આચાર્ય ભગવંતના પટ્ટાલ’કાર પ. પૂ. સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લાવણ્યસૂરીશ્વરજી મ. શ્રીના વરદહસ્તે વિ. સ'. ૧૯૮૮ ના કારતક વદ ૨ -ના શુભ દિને ઉદેપુર ( મેવાડ) શહેરમાં દીક્ષા ગ્રહણ કરીને સ્વ. સાહિત્યસમ્રાટશ્રીના પટ્ટધર વિદ્વચ્છિરોમણિ ૫. પૂ. આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજય દક્ષસૂરીશ્વરજી મ. ( તે સમયે પૂ. શ્રી દક્ષવિજયજી મ. ) શ્રીના શિષ્ય બન્યા હતા. તે સમયે તેઓશ્રીનું શુભ નામ પૂ. બાલમુનિરાજ શ્રી સુશીલવિજયજી રાખવામાં આવેલ. Page #22 -------------------------------------------------------------------------- ________________ આ પુન્યશાલી મુનિરાજ શ્રી સુશીલવિજયજી (વર્તમાન : આચાર્ય શ્રી સૂશીલસૂરીજી) ના સંસારી પિતાશ્રી પણ વિ . સં. ૧૯૬ માં દીક્ષિત બન્યા. અને આજે પણ ૮૦ વર્ષની વયેવૃદ્ધ અવસ્થામાં તેઓશ્રી નિર્મલ ચારિત્રની સુંદર આરાધના કરી રહ્યા છે. તેઓશ્રીની સંસારી ભગીની પણ વિ. સં. ૧૯૯૬ માં અગીઆર વર્ષની લઘુવયે સંયમી બની આજે પણ સાધ્વીજી શ્રી રવીન્દ્રપ્રભાશ્રીજીના નામથી સચ્ચારિત્રની સુંદર આરાધનામાં વિકાસ સાધી રહ્યાં છે. વળી આચાર્ય શ્રી સુશીલસૂરીજી મ. સા. જેઓશ્રીના શિષ્ય કે પટ્ટધર છે, તે પુણ્યનામધેય પ. પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજ્ય દક્ષ સૂરીશ્વરજી મ. શ્રી પણ એઓશ્રીના સંસારી વડિલબંધુ છે. તે ખરેખર! આ મહાપુણ્યવાન મહાત્માનું વિશાલ કુટુંબ આજે વીતરાગ શાસનમાં સર્વ વિરતિના સર્વોત્તમ માર્ગે પ્રગતિશીલ બની સ્વસમુદાય અને જિનશાસનને અજવાળી રહ્યું છે. - જિનશાસનના સર્વમાન્ય મહાપ્રભાવક પ. પૂ. શાસનસમ્રાટ આચાર્ય ભગવંત શ્રી અને શાસનસમ્રાટશ્રીજીના પટ્ટધર સાહિત્ય સમ્રાટ વ્યાકરણ વાચસ્પતિ–શાસ્ત્રવિશારદ. -કવિરત્ન-સાત લાખ શ્લેકાધિક–પ્રમાણ નૂતન સંસ્કૃત સાહિત્ય સર્જક, પરમશાસન પ્રભાવક–બાલબ્રહ્મચારી આચાર્યદેવ. શ્રીમદ્ વિજ્ય લાવણ્યસૂરીશ્વરજી મહારાજ સાહેબનું શરણું પામીને પૂ. બાલમુનિ શ્રી સુશીલ વિજ્યજી મહારાજની બુદ્ધિ તિક્ષણ બની અને વિદ્વાન તથા પરમસંચમી તરીકે તેઓશ્રીને સહુ કેઈ ઓળખવા લાગ્યા. પ . . Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અનેક માસિકા–સામાહિકા વિશેષાંકાદ્ઘિમાં પૂ. મુ. શ્રી સુશીલવિજયજી મ. ના મનનીય લેખાએ તથા તેઓશ્રીની વ્યાખ્યાન શક્તિ, સ ંશાધનકળા, ચિંતન અને મનની સભરતાએ વિદ્વાનોમાં આદરપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું. વળી તેઓશ્રી દ્વારા લેખિત-અનુવાતિ અને સંપાદિત પુસ્તકોએ પણ તેઓશ્રીની શક્તિને શાસનમાં સુયશ અપાવ્યા. એ રીતે તેઓશ્રીનાં પંચાવન ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થયેલ છે. વિ. સં. ૨૦૦૭માં કા. વ. ૬ ના ગણિપદ, ૨૦૦૭ ના વૈશાખ સુઃ ૩ ના દિને પન્યાસપદ, વિ. સ. ૨૦૧૧ ના મહા સુદ ૩ ના દિને ઉપાધ્યાય પદ્મ, અને વિ. સં. ૨૦૨૨ ના મહા સુદ પાંચમે રાજસ્થાનમાં ઇતિહાસ પ્રસિદ્ધ ગામ મુંડારામાં આચાર્ય પદ પામનારા આ આચાર્ય શ્રી શાસનપ્રભાવનામાં પણ મોખરે રહ્યા છે. છેલ્લા છ વર્ષામાં ( વિ. સં. ૨૦૧૮ થી ૨૦૨૩ સુધીનાં) તેઓશ્રીના વરદહસ્તે રાજસ્થાનમાં અંજનશલાકા, અનેક પ્રતિષ્ઠા (જેમાં મુછાળા મહાવીરજી, કાપરડાજી, “ખીમેલ, સાદડીની પ્રતિષ્ઠા મુખ્ય સ્થાન ધરાવે છે.) ઉદ્યાપના, અનેક મહાત્સવા, ઉપધાને અને છઠુરી પાળતા સંધા વગેરે શાસન પ્રભાવક કાચની ધૂન મચી છે. હજી પણ તેઓશ્રીની પુણ્યનિશ્રામાં અનેકવિધ શાસન પ્રભાવનાના પ્રસંગેા રાજસ્થાનમાં ઉપસ્થિત થતા જ રહે છે. છેલ્લા ૨૦૨૩ ના સિરાહીના ચામાસામાં તા રાજસ્થાન માટે એક અપૂર્વ ચેાજનાનું નિર્માણુ થયુ છે. રાજસ્થાનના સદ્ Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાગ્યે પૂ. આ. ભ.શ્રીની પ્રેરણુથી ઉપસ્થિત થયેલ “શ્રી વર્ધમાન જિનાગમ મંદિર નિર્માણ” યેજના ઈતિહાસ પ્રસિદ્ધ બામણવાડજી (સિહી પાસે) મહાતીર્થમાં સાકાર બનશે. આ પેજનાને અણધાર્યો સક્રિય સહકાર સિરેિહીથી સાંપડ્યું છે. અને ધારણું છે કે બે વર્ષના સમય દરમ્યાન આ ચાજના રાજસ્થાનની એક અભૂતપૂર્વ શાસન પ્રભાવક અને રાજસ્થાન માટે ગૌરવ સ્વરૂપ સ્થાપત્ય પ. પૂ. આચાર્યવર્ય શ્રીમદ્ વિજય સુશીલસૂરીશ્વરજી મ. શ્રીની પુણ્યકૃપાએ રાજસ્થાનને સમ્રાપ્ત થશે. છત્રીસ વર્ષના સંયમપર્યાયી આ સૂરીજી મહારાજે વર્ધમાન તપની ૩૧ ઓળી, નવપદ તથા વીશસ્થાનકની એળીઓ, અને પંચ પ્રસ્થાનમય સૂરિમંત્રની વિધિપૂર્વક આરાધના પણ સોત્સાહ કરેલ છે. હાલ પણ તેઓશ્રી જ્ઞાન ધ્યાન અને તપમાં લીન છે. તત્ત્વગર્ભિત ઉત્તમ પ્રવચનકાર અને સાહિત્યરત્ન, શાસ્ત્ર વિશારદ તથા કવિભૂષણ પદથી સમલંકૃત છે. ધીર–વીર અને ગંભીર શાન્તસૂત્તિ છે. બાલબ્રહ્મચારી સૂરિસમ્રાટ સમુદાયના રત્ન છે. મહાગુજરાતના શણગાર છે. અને જૈનશાસનના અનુપમ પ્રભાવક છે. આવા પુણ્યશાલી સૂરીવર્યના વરદ્હસ્તે થતી શાસન પ્રભાવનાઓ દ્વારા રાજસ્થાન સમૃદ્ધ બને, એટલું જ નહિં પરંતુ રાજસ્થાનમાં આરાધનાના અમૃતનાં પૂર ઉભરાય અને તેમાં શાસનદેવ સહાય કરે એજ હાર્દિક શુભેચ્છા. Page #25 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ છે પ્રકરણ વિષય ૧ હું અણુસ્વરૂપ વિચાર અને તેની ... ૧ થી ૨૫ ૨ નું આણુના આવિષ્કારે તરફ દ્રષ્ટિપાત . ૨૬ થી ૩ શાશ્વત અને સત્યસુખની સમજ ૩૮ થી ૪૬ જીવનની વિવિધ અવસ્થાનું સર્જક તત્વ ... ૪૭ થી ૬૨ ૫ મું આત્મવીર્ય સ્વરૂપ ... ૩ થી ૬૭ કર્મતત્વના વિષયમાં જ જૈનદર્શનની વિશેષતા . ૬૮ થી ૯ ૭ મું સૃષ્ટિ સર્જન .૧૦૦ થી ૧૪૩ ૮ મું વિશ્વશાંતિકારક કર્મવાદ ....૧૪૪ થી ૧૮ જ ૮૭. દ 6ન્મ. ટ. * . Page #26 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ श्रीँ अर्ह नमः જૈનદર્શનના અણુવિજ્ઞાનની મહત્તા પ્રકરણ ૧ લું અણુસ્વરૂપ વિચાર અને તેની વિવિધ વર્ગણુએ અણુશબ્દની અતિવિસ્તૃત સમજ સર્વ મનુષ્યોને કદાચ ન હોય તો પણ આજની કહેવાતી દુનિયામાં આJશબ્દ ઘેરઘેર પ્રચલિત તો બની જ ગયું છે. વર્તમાન વિજ્ઞાને આશબ્દની મહત્તા સર્વ દેશમાં ખૂબ જ વધારી મૂકી છે. જેથી આણુના વિવિધ આવિષ્કારકે કે એવી આવિષ્કારિત હકીક્તની વાત કરનારાઓ આજે હોંશિયાર તથા બુદ્ધિશાળી કે શિક્ષિત મનાય છે. જૈનાગમાં તે આજના વૈજ્ઞાનિક કાળ પહેલાને આગૃશબ્દ પ્રચલિત છે. વર્તમાન વિજ્ઞાનને તે જન્મ પણ થયું ન હતું તે પહેલાંનું આણુનું વિશદ વર્ણન જૈનશાસ્ત્રોમાં અસ્તિત્વ ધરાવે છે. જેનાગોમાં વર્ણવિત આનું વર્ણન કેવળ જડપદાર્થની જ સૂક્ષ્માતિસૂક્ષ્મતાને અનુલક્ષીને નહિ હતાં જડ અને ચેતન એ બન્ને પ્રકારના પદાર્થોને અનુલક્ષીને છે. જૈનદર્શન કહે છે કે જડપદાર્થના અણુમાં જે Page #27 -------------------------------------------------------------------------- ________________ શક્તિ છે, તેના કરતાં પણ ચેતનના એકેએક અણુમાં અનંતાનંતગણુ શક્તિ છે. ચેતનના અણુ એટલા બધા શક્તિધારક છે કે જડના ગમે તેવા અણુને પણ ક્ષણમાત્રમાં શક્તિહીન બનાવી શકે છે. માટે ચેતનની આણુશક્તિને ભૂલી જઈ કેવળ જડની અણુશક્તિના આધારે જ સુખ પ્રાપ્તિના ઈચ્છુક બનવું તે કલ્પવૃક્ષને છેડી ધતુરાને આશ્રય લેવા જેવું છે. ચેતનશક્તિ પિતાના સંક૯૫ બળથી પણ જડપદાર્થોને પિતાની ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરી શકે છે. આ શક્તિને સાચી દિશામાં પ્રયોગ થાય તે જડપદાર્થની સહાય વિના બધાં કાર્યો પાર પાડી શકાય. પરંતુ જડપદાર્થના અણુસમૂહે આચ્છાદિત બની રહેલ ચેતનને આગુ પોતાની શક્તિ પ્રગટ કરવામાં પરાધીન હોઈ જીવને પ્રયત્ન, પ્રથમ તે ચેતનના આણુને આચ્છાદિત બનાવી રહેલ જડના અણુઓને હટાવવાને જ હોવું જોઈએ અને તે માટે ચેતનના અણુવિજ્ઞાનની સાથે જડ અણુવિજ્ઞાનની પણ વિસ્તૃત સમજ પ્રાપ્ત કરવી જોઈએ. જડઆગુઓ વિવિધ શક્તિધારક હોઈ શકે છે. તેમાં અમુક જડઅણુઓ એવા પણ શક્તિધારક છે કે આત્મઅણુઓમાં પ્રવેશી આત્માની અનંત શક્તિના આચ્છાદક બની રહે છે. આવા જડઆણુઓ કેવા સ્વરૂપે વિશ્વમાં વતી રહ્યા છે? તે સ્વરૂપ તેઓનું કેવી રીતે અને કોણ બનાવે છે? તે સૂક્ષમ છે કે સ્થૂલ છે? આત્માના અણુઓ સાથે ક્યા કારણે અને આત્માના કેવા પ્રયત્ન સંબંધિત બને છે? સંબંધિત Page #28 -------------------------------------------------------------------------- ________________ થતા તે અણુઓ કેવા સ્વભાવી બને છે? દરેક અણુઓ એક સરખા સ્વભાવી બને છે કે વિવિધ સ્વભાવી બને છે? સ્વભાવ મુજબ આત્મશક્તિને કેવી રીતે આચ્છાદન કરે છે? સંબંધિત બની રહેલ તે અણુઓને સંબંધ આત્માની સાથે કાયમી બની રહે છે કે અમુક ટાઈમ પૂરતે જ બની રહે છે? તેનામાં નિર્મિત આચ્છાદક શક્તિ સર્વમાં એક સરખી હોય છે કે ન્યુનાધિક હોય છે? તેને સંબંધિત બની રહેતાં રિકવાના, સંબંધિત બની રહેલાને હટાવવાના શું શું ઉપાય હિોઈ શકે? એ સર્વ હકીક્તની સમજણુને પ્રાપ્ત કરવાના ઉદ્દેશને જ મુખ્યત્વે અનુલક્ષીને જૈનદર્શનના પ્રણેતા સર્વજ્ઞ પુરૂષોએ જડ અણુવિજ્ઞાન પ્રરૂપ્યું છે. આત્માની અનંતશક્તિના રેધક આવા જડ અણુઓને જૈનદર્શનમાં પુદ્ગલ પદાર્થના અણુઓ તરીકે ઓળખાવ્યા છે. તદુપરાંત આ દશ્યવિશ્વ તે પણ પુગલ સ્વરૂપ જ છે. વર્તમાન વિજ્ઞાનમાં આણુના જે વિવિધ આવિષ્કારે થાય છે, તે સર્વ અણુઓ પણ જૈનદર્શન કથિત પુદ્ગલ પદાર્થ જ છે. પુદ્ગલ” શબ્દ એ જૈનદર્શનને પારિભાષિક શબ્દ છે. આધુનિક વિજ્ઞાનમાં જેને જડપદાર્થ (matter) કહે છે, તેને જ જૈનદર્શનમાં પુદ્ગલ સંજ્ઞાથી ઓળખાવ્યું છે. આ પુદ્ગલ શબ્દની વ્યુત્પત્તિ છે-“પૂરત પુનૂ કાચતીતિ જા” અર્થાત્ પૂર્ણ સ્વભાવથી “પુત ” અને ગલન સ્વભાવથી “ગલ”. એમ બે અવયના મેળથી આ પુદ્ગલ શબ્દ બન્યું છે. મળવું અને વિખરાવું એ પુદ્ગલ દ્રવ્યને સ્વભાવ છે. જેને Page #29 -------------------------------------------------------------------------- ________________ તર દનામાં પુદ્ગલ શખ્સના વ્યવહાર કોઈ સ્થાને કર્યાં હશે તે તે જુદા અર્થાંમાં હશે. જૈનદન સિદ્ધાન્તાનુસાર સમગ્ર વિશ્વમાં રહેલા સમસ્ત પદાર્થાના એ વ પડે છે. (૧) સચેતન અને (૨) અચેતન. સંજ્ઞા, વિચાર, લાગણી કે ઈચ્છાનુ જેમાં અસ્તિત્વ છે, તે પદાર્થા સચેતન છે. આવા સચેતન પદાર્થા તે આ વિશ્વમાં જીવ, આત્મા, પ્રાણી, જન્તુ આદિ સંજ્ઞાઓથી વ્યવહારાય છે. અવિકસિત સ્થિતિવત આત્માઓમાં વિચાર નહિ હાતાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ જ હાય છે. સચેતન પદાર્થી તે ઈન્દ્રિયગમ્ય નહિ હાતાં તેના અસ્તિત્વની સાબિતી ઉપરાત સજ્ઞાઓથી જ થાય છે. ... ઉપરાત સંસાદિથી રહિત દ્રવ્યા તે અચેતન દ્રવ્ય છે. અચેતન દ્રવ્યનુ વગી કરણ જૈનદર્શનમાં પાંચ પ્રકારે કર્યું છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) કાળ અને (૫) પુદ્ગલાસ્તિકાય. આ પાંચે અચેતન યા અજીવ દ્રવ્યો ( પદાર્થો ) માં પુદ્ગલાસ્તિકાય વિનાનાં શેષ ચાર દ્રવ્ય તે અરૂપી ( રૂપરસ-ગંધ અને સ્પ રહિત ) હાવાથી ઇન્દ્રિયગમ્ય નથી; અને પુદ્ગલ દ્રવ્ય તે વર્ણ –ગંધ-રસ-સ્પર્શયુક્ત ( રૂપી ) હાવાથી ઇન્દ્રિયગમ્ય છે. વિવિધ અવસ્થાએ પૈકી અમુક અવસ્થાવસ્થિત પુદ્ગલે તે વર્ણાદિ સહિત હાવા છતાં પણ Page #30 -------------------------------------------------------------------------- ________________ તે વર્ણાદિની સૂક્ષ્મતાના અંગે છસ્થ જીવને ઈન્દ્રિયગમ્ય થઈ શકતાં નથી. તે પણ તેવા પુદ્ગલથી થતી સામુહિક કિયાઓ દ્વારા તે પદાર્થો દષ્ટિગોચર સ્વરૂપને પામી શક્તા હેવાથી તેઓનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આ પગલિક પદાર્થો આ વિશ્વમાં અગણિત છે, અને તે સંસારી જીને અમુક અમુક પ્રવૃત્તિ કરવામાં ઉપયોગી બને છે. ઉપયોગીતાની વિવિધતાએ તે અગણિત પુદ્ગલ પદાર્થોને વિશ્વના પ્રાણીઓ વિવિધ સંજ્ઞાથી સંબોધે છે. જૈનદર્શનમાં પુદ્ગલદ્રવ્યનું વર્ગીકરણ સુંદર વિજ્ઞાનતાથી કર્યું છે. તેમાં સામાન્યતઃ પુદ્ગલને, આણુ અને સ્કંધ એમ બે વર્ગમાં વિભક્ત કરેલ છે. આ બન્ને વર્ગનું સૂચન તે પુગલપદાર્થની અનુક્રમે એકાકી અને સંમિલિત અવસ્થા સૂચક છે. અવિભાજ્ય અવસ્થાવંત પુદ્ગલને આગુસ્વરૂપે અને સવિભાજ્ય અવસ્થાવંત પુદ્ગલને સ્કંધરૂપે ઓળખાય છે. પરમાણુપુદ્ગલ સૂફમાતિસૂક્ષમ છે. કેવલજ્ઞાની તથા પરમાવધિજ્ઞાની જ જેને જાણે છે અને દેખે છે. સાધારણ જ્ઞાનવાળા જીવે તે પરમાણુસ્વરૂપ પુદ્ગલને અનુમાનથી જ જાણી શકે છે. તે અવિભાજ્ય, અછે, અને અદાહ્ય છે. તે નથી બળતા કે નથી ભીંજાતા, જગતમાં કોઈપણ પરમાણુ નષ્ટ થતું નથી, તેમ ન ઉત્પન્ન થતું નથી. જગતમાં જેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુઓ છે, તેટલી સંખ્યા પ્રમાણુ જ રહેશે. અણુસ્વરૂપે રહેલ પુદ્ગલપદાર્થ સદાના માટે આણુસ્વરૂપે જ પણ રહેતા નથી. એક અણુપુદ્ગલ અન્ય Page #31 -------------------------------------------------------------------------- ________________ આણુ સાથે સંઘાત (એકમેક સ્વરૂપ) ભાવને ગુણ પામે છે. સંઘાભાવને પ્રાપ્ત આણુસમુહને સ્કંધપુદ્ગલ કહેવાય છે. એવા ઢિપ્રદેશી, ત્રિપ્રદેશી, યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંત, અનંતાનંત પ્રદેશી કંધે પણ આ વિશ્વમાં અનંત સંખ્યા પ્રમાણે વર્તે છે. જગતના પ્રત્યેક દ્રશ્યપદાર્થો તે પરમાણુની જ વિશિષ્ટ રચના છે. પરંતુ તે રચના એક પરમાણુવડે જ નહિં થતાં પિતાના સંઘાતગુણથી સમવાય રૂપને જ પ્રાપ્ત કરી સ્કંધ સંજ્ઞાને ધારણ કરનાર અણસમૂહથી જ થાય છે. અર્થાત્ દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ સ્કધપુલ્લે જ છે. અન્ય એકબીજા પરમાણુ સાથે મળી જઈ સમવાયને પ્રાપ્ત અણુઓ એક બીજાથી અલગ પણ પડતા રહે છે. એક સ્કંધમાંથી અમુક અણુઓ છૂટા પડે અને તેની જગ્યાએ અન્ય આણુઓ. આવી સંમિશ્રિતપણાને પણ પામતા રહે એવુંય બને. એક અણુ યા પરમાણુ સ્વરૂપ પુદ્ગલ ઉપર છવદ્વારા કોઈપણ પ્રવેગ થઈ શકો નહિં હોવાથી દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ સ્કંધપુદ્ગલે જ છે. કેવા પ્રકારના અર્થાત્ કેટલી સંખ્યા પ્રમાણુ આણુસમૂહસ્વરૂપ સ્કંધ, આ જગતનું ઉપાદાન કારણ બની શકે છે? તે ઉપાદાન કારણમાંથી વિશ્વના ભૌતિક પદાર્થોની રચના કેવી રીતે અને કોના દ્વારા થાય છે? તેની વાસ્તવિક સમજ તે જૈનદર્શનમાં બતાવેલ પુગલવણાઓનું અને તેમાંની અમુક વર્ગણામાંથી કર્મ– સ્વરૂપે પરિણામ પામેલી નામકર્મની કેટલીક કર્મપ્રકૃતિઓનું Page #32 -------------------------------------------------------------------------- ________________ તે વિષયના સચાટ શિક્ષિતવગ પાસેથી પદ્ધતિસર કરાતા અધ્યયન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. અવિભાજ્યસ્વરૂપી અને અણુસંજ્ઞાથી ઓળખાતા પુદ્ગલપદાર્થોમાં કોઈપણ એક વર્ણ, એ ગધમાંથી કોઈ એક ગધ, કોઈપણ એક પ્રકારના રસ, અને રૂક્ષ યા સ્નિગ્ધ એ બે માંથી કોઈ એક, તથા શીત યા ઉષ્ણુમાંથી કોઈ એક એમ બે સ્પર્શી હોય છે. આ વર્ણાગ્નિ તે તેના ભાવગુણ છે. વિશ્વમાં પરમાણુ સ્વરૂપે રહેલ પુદ્ગલામાં વર્ણાદિની સમાનતા યા અસમાનતાના હિસાબે પરમાણુએની અનન્ત જાતિ અને ઉપજાતિઓ હાઈ શકે છે. પરમાણુએ ગંધ-રસ અને સ્પર્શીમાં અન્યોન્ય સમાનતાવાળા હેાય તે વર્ણમાં અસમાનતા હાય. વણુ–રસ અને સ્પર્શીમાં સમાનતા હોય તે ગંધમાં અસમાનતા હાય. વણુગંધ અને સ્પર્શીમાં સમાનતા હોય તેા રસમાં અસમાનતા હેાય. વણુ–ગંધ અને રસમાં સમાનતા હેાય તેા સ્પર્શમાં અસમાનતા હાય. આ સમાનતા અને અસમાનતા પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પરૂપ મૂળ વર્ણાનિી સમજવી. એ રીતે તે વર્ણાદિના ઉપભેદાની તરતમતાએ કરીને પણ અન્યાન્ય સમાનતા અને વિષમતા તે પરમાણુમાં હેાઈ શકે છે. જેમકે વણુ માં એક લાલ રંગ લઈ એ તેા લાલ રંગ પણ અનેક પ્રકારે છે. એક ગુણલાલ, દ્વિગુણુલાલ, યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંતગુણુ લાલ હેાય. એમ લાલવ માં પણ ભિન્નત્તાના પ્રકારો વડે લાલવણી પરમાણુઓમાં પણ સમાનતા અને Page #33 -------------------------------------------------------------------------- ________________ વિષમતા હોય. એ પ્રમાણે ગંધ-રસ અને સ્પર્શને અનુલક્ષીને પણ પરમાણુઓમાં અન્ય સમાનતા અને વિષમતા સમજવી. એક એક પરમાણુમાં ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયને વિષય, વર્ણ–ગંધરસ અને સ્પર્શ હેવા છતાં પણ તે વર્ણાદિ એટલી બધી સૂક્ષ્મતાવાળા છે કે તે ઈન્દ્રિયગોચર બની શકતા નથી. વર્ણાદિમાં વિવિધતા યા સમાનતાવાળા ઘણું પરમાણુઓનું સંઘદૃન થઈ તે સ્કંધરૂપે બને છે, ત્યારે જ તે વર્ણાદિની સ્પષ્ટતા આપણે ઇન્દ્રિય દ્વારા અનુભવી શકીએ છીએ. પરમાણુના સંઘટ્ટનસ્વરૂપ સ્કંધમાં તે વિરૂદ્ધ વર્ણાદિવાળા અણુ-પરમાણુઓનું મિલન હોવાથી એક સ્કંધમાં પાંચે વર્ણ, પચે રસ, બે ગંધ અને આઠ સ્પર્શ પણ હોઈ શકે. - એક પરમાણુમાં કોઈ પણ પ્રકારને એક જ વર્ણ, એક જ ગંધ, એક જ રસ, અને બે સ્પર્શ હેવા છતાં સમસ્ત પરમાણુઓની અપેક્ષાએ વધુમાં વધુ વર્ણ પાંચ, ગંધ બે, રસ પાંચ અને સ્પર્શ ચાર હોઈ શકે. કારણ કે મૌલિક્તાની દ્રષ્ટિએ વર્ણાદિ તેટલી જ સંખ્યાવંત છે. આમાં ચાર સ્પર્શે તે શીત–ઉષ્ણ–સ્નિગ્ધ અને અક્ષ છે. લઘુ-ગુરૂ, મૃદુ અને કઠિન એ ચાર સ્પર્શેમાંથી એક પણ સ્પર્શ વિશ્વના કોઈ પણ પરમાણુ સ્વરૂપ પુદ્ગલમાં નહિ હોવાથી સિદ્ધ થાય છે કે એ ચરે સ્પર્શી મૌલિક નહિં હતાં સંગજન્ય છે. માટે એ ચાર સ્પશે ઉત્પન્ન થવાની કોઈ Page #34 -------------------------------------------------------------------------- ________________ નિયામક પ્રક્રિયા પણ અવશ્ય હાવી જોઈ એ. પરંતુ તે કાંય જોવામાં આવતી નથી. સ્કંધામાં પણ કેટલાક કા અષ્ટસ્પશી અને કેટલાક સ્કંધા ચતુઃસ્પશી હાય છે. ચતુઃસ્પશી` સ્ક ંધામાં પણ લઘુ, ગુરુ, મૃદુ, અને કિઠન એ ચાર સ્પર્ઘામાંથી કોઈપણ સ્પ હાતા નથી. આ ચતુસ્પશી કા અતિ સૂક્ષ્મ હેાવાથી તેના પણ વર્ણાગ્નિ, ઇંદ્રિયગમ્ય બની શકતા નથી. વળી પરમાણુમાં ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શીનેન્દ્રિયના વિષય, વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ હાય છે, પરંતુ શ્રોત્રેન્દ્રિયના વિષય શબ્દ ગુણ જ તેમાં હાઈ શકતા નથી. કારણ કે શબ્દ તે સ્કંધના જ ધ્વનિરૂપ પરિણામ છે. એટલે એક પરમાણુમાં તે શબ્દરૂપ પરિણામને પામી શકવાની ચેાગ્યતા નહિ હાવાથી સંઘટ્ટન ભાવે એકમેક બની રહેલ પરમાણુસમૂહપ સ્કંધ જ શબ્દ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. વિશ્વમાં પરમાણુ તે અનન્ત સંખ્યા પ્રમાણુ છે, તથા સ્કંધ પણ અનન્ત સંખ્યા પ્રમાણ છે. જીવદ્રવ્યેાની સંખ્યાથી તે અનન્તગુણ છે. વિશ્વ (સમસ્તલેાકાકાશ ) આવાં પુદ્ગલાથી ભરચક છે. પરમાણુની માફક સ્કંધામાં પણ વર્ણાદ્રિની સમાનતા ય હોય અને અસમાનતા ય હોય. વળી સ્ક ંધામાં તે અણુસમુહની સંખ્યામાં પણ પરસ્પર ન્યૂનાધિકતા સંભવી શકતી હોવાથી વર્ણાદિની અસમાનતા ઉપરાંત અણુસમૂહની અસમાનતાના હિસાબે પણ પુદ્ગલ દ્રવ્ય અનંત પ્રકારનાં છે. કોઈ કોઈ સ્કધામાં Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અણસમુહ અને વર્ણાદિની સમાનતા પણ હોઈ શકે છે. ઉપરોક્ત રીતની અસમાનતામાં પણ પુગલત્વ તે શાશ્વત છે, નિત્ય છે. પરંતુ તેની વિવિધતા અનિત્ય છે. કારણ કે વિવિધતા એ પુદ્ગલની અવસ્થા સૂચક છે. પુદ્ગલત્ત્વ તે દ્રવ્ય છે. વર્ણાદિ તે પુદ્ગલના ગુણ સ્વરૂપ છે. અને વિવિધ અવસ્થા તે પર્યાય કહેવાય છે. દ્રવ્ય તે શાશ્વત છે, અને પર્યાય તે અશાશ્વત છે. પર્યાય માત્ર પરિવર્તનશીલ છે. અશુભ પર્યાય શુભમાં અને શુભ પર્યાય અશુભમાં બદલાવી શકાય છે. પર્યાયની શુભતા અને અશુભતા પણ કાયમી નથી. એટલે જ આ વિશ્વરચનામાં કશુંય એકાંતે નથી સુંદર કે નથી અસુંદર. નથી સુધી કે નથી દુર્ગધી. આ દુનિયા એટલે પરમાણુએના જથ્થાનું વિવિધરંગી પરિવર્તન. તે પછી પગલિક અનુકુળતા કે પ્રતિકુળતામાં રાગદ્વેષ શે? ભૂતકાળમાં જેને ભારતના કોઈ પણ જેનેતર દર્શનકારે પગલપદાર્થ સ્વરૂપે કદાપી નહિં સ્વીકારેલ તે પણ આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં બુદ્ધિગમ્ય રીતે પદાર્થ સ્વરૂપ સાબિત થઈ ચૂકેલ એવા શબ્દ, પ્રભા, પ્રકાશ, છાયા, અંધકાર, મને વિચાર ઈત્યાદિ વિવિધ પુગલ પર્યાનું તથા પરમાણુ, સ્કંધ, પુદુંગલની સંઘાત અને વિઘાતની રીતિ, રૂપ-રસ–ગંધ–સ્પર્શ -પર્યાય-વર્ગણ-કર્મવર્ગણ-ગતિકિયા-ગતિ સંબંધી અન્ય મર્યાદાઓ, ઉત્કૃષ્ટશક્તિ, સ્થૂલ અને સૂક્ષમતાની દષ્ટિએ પુદ્ગલના ભેદ-પ્રભેદ, સંસ્થાન, પરમાણુની સૂમ પરિણામાવગાહન, પરમાણુની સૂક્ષમતા, ઈત્યાદિ પુદ્ગલ પદાર્થને લગતી હકિકતનું Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટ વર્ણન જૈનદર્શનમાં આધુનિક ઇતિહાસકાળ પહેલાંનું ચાલ્યું આવે છે. જૈનદર્શનકારોએ લેકમાં રહેલાં મૂળદ્રવ્યોને જુદાં જુદાં ઓળખાવી “દ્રવ્યાનુયેગ” વિજ્ઞાન રજુ કર્યું છે. એ દ્રવ્યાનુયેગના સિદ્ધાન્તમાં દ્રવ્ય-ગુણ અને પર્યાય બતાવી. જગતના વિવિધસ્વરૂપી પદાર્થોને સમજવામાં અતિ સુલભતા. કરી આપી છે. વિકમની ઓગણીસમી શતાબ્દી સુધી તે એ દ્રવ્યાનુયોગ માત્ર શ્રદ્ધાને વિષય હતું, અને તર્કણની ઢાલ હતી. પરંતુ આજે તે એ સિદ્ધાન્ત જગતની સામે વિજ્ઞાનરૂપે. પ્રત્યક્ષ આવીને ઉભો રહ્યો છે. આજના વિજ્ઞાને એવા એવા આવિષ્કાર કર્યા છે કે જે સાધારણ જનતાને તે ચમત્કાર કે જાદુ જ લાગે. પરંતુ એનું બારીકાઈથી અધ્યયન કરીએ. તો આપણને એના મૂળમાં પરમાણુપર્યાય અને ગુણુપર્યાયના પલટાઓ બરાબર મળી આવે છે. ઈતિહાસથી અનભિન્ન લેકો કદાચ એમ માની બેસે કે અણુ-પરમાણુવાદને પ્રથમ આવિષ્કારક “ડેમોક્રેટસ” છે.. પરંતુ એવાને ખબર નથી હોતી કે ડેમોક્રેટસની પહેલાં પણ જૈનદર્શનમાં આણુવાદનું યથાર્થ પદાર્થવિજ્ઞાન હતું. કારણ કે જૈનદર્શનમાં આગુવાદને સૂક્ષ્માતિસૂક્ષ્મ ખ્યાલ આપનાર પ્રભુ મહાવીરદેવ (આ અવસર્પિણીમાં થયેલ ચેવીશ તીર્થકર પિકી ચરમ તીર્થકર) તે ડેમેકેટસ પહેલાં થઈ ગયા છે. તે વર્તમાન ઈતિહાસના પુરાવાથી સિદ્ધ છે. જૈનદર્શનના પ્રરૂપકો શ્રી તીર્થકર દેવો જ હોય છે. પ્રભુ શ્રી મહાવીરદેવ પહેલાં. Page #37 -------------------------------------------------------------------------- ________________ પણ જે તીર્થંકર થઈ ગયા છે, તે સર્વેએ કહેલ પદાર્થ વિજ્ઞાનમાં અને શ્રી મહાવીરદેવે કહેલ પદાર્થવિજ્ઞાનમાં લેશમાત્ર પણ ફેરફાર નથી. જૈનદર્શનમાં તીર્થકર તરીકે તે તે જ સ્વીકારાય છે કે જેઓએ સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હોય. સર્વજ્ઞતા તે જ પ્રાપ્ત કરી શકે કે જેઓ રાગ અને દ્વેષને સંપૂર્ણપણે જીતી વીતરાગ બન્યા હોય અને એ વીતરાગ બન્યાની સાચી સાબિતીમાં તેમના જીવનને પૂર્વભવ સહિત ક્રમબદ્ધ ઈતિહાસ હોય. વિશ્વમાં આવા વીતરાગદેવે જ પદાર્થવિજ્ઞાનના સંપૂર્ણ અને સત્યજ્ઞાતા હોય. સર્વજ્ઞતા એટલે આત્માના જ્ઞાનગુણની અંતિમ પૂર્ણતા. સર્વજ્ઞતા પ્રાપ્ત કરનાર દરેક આત્માઓમાં જ્ઞાનગુણની પૂર્ણતા અને અન્ય સમાનતા હોય. એટલે એક સર્વ કથિત જે પદાર્થજ્ઞાન હોય તે જ પદાર્થજ્ઞાન અને સર્વ કથિત હોય. એથી જ જૈનદર્શનને, મહાવીરદર્શન કે રાષભદર્શન નહિં કહેતાં જૈનદર્શન યા સર્વજ્ઞદર્શન નામે ઓળખાય છે. જિન એટલે રાગ દ્વેષને જીતનાર અને સર્વજ્ઞ એટલે આત્માના જ્ઞાનગુણની પૂર્ણતાવાળા. ત્રિકાલ અબોધિત પદાર્થ વિજ્ઞાનના જ્ઞાતા શ્રી સર્વજ્ઞ-વીતરાગ દેવે જ હોય. માટે તેવા પરમાત્માઓએ આવિષ્કારિત પદાર્થ વિજ્ઞાન જ વાસ્તવિક સત્ય અને સંપૂર્ણ હોય. આ રીતે પદાર્થ વિજ્ઞાનના સત્ય અને સંપૂર્ણ ઉપદેશક શ્રી તીર્થંકરદેવે તે દેહધારી ઈશ્વર તરીકે ઓળખાય. કારણ કે પદાર્થના વિષયને ઉપદેશ દેવામાં મુખ જોઈએ અને જન્મ લેવામાં પૂર્વબદ્ધ કર્મ જોઈએ. કર્મ વિના કેઈ પણ આત્માને જન્મ કે અવતાર Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૩. થવાનું બની શકે નહિં. કર્મરહિત બનેલ ઇશ્વર–પરમાત્મr. તે દેહરહિત હોય. તેઓને તે જન્મ કે અવતાર લેવાને જ , ન હોય. ઉપર કહ્યા મુજબ તીર્થંકરદેવે આત્માના જ્ઞાનાદિ ગુણને રેનાર કર્મોથી તે બિલકુલ રહિત જ હેય. કેવલ ભોપગ્રાહી એવાં ચાર અઘાતી કર્મો જ તેમના આત્મામાં બાકી હોય. તે કર્મોની સ્થિતિ તેમના તે ભવ પૂરતી જ હોય અને તે ભવ પૂર્ણ થતાં સુધીમાં તે તે ભગ્રાહી કર્મો પણ તેમના આત્મામાંથી સર્વથા છૂટી જવાથી તેઓ દેહરહિત ઈશ્વર–પરમાત્મા બની મેક્ષસ્થાનમાં જાય. ત્યાં સાદિ અનંત સ્થિતિમાં સદા લીન રહે. દેહધારી ઈશ્વર પરમાત્માને વીતરાગ અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ જન્મથી જ ન હોય. તે ભવના જન્મ બાદ તે યોગ્ય ઉંમરે તેઓ દીક્ષા અંગીકાર કરે. દીક્ષા અંગીકાર કરીને વીતરાગતા અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટ તપ કરે. તપશ્ચર્યા દ્વારા ચાર ઘનઘાતી કર્મોને સંબંધ તેમના આત્મામાંથી છૂટી જાય એટલે તે ઘનઘાતી કર્મોવડે અનાદિકાળથી આચ્છાદિત બની રહેલા તેમના આત્માના અનંત જ્ઞાનાદિ ચતુષ્ક ગુણની પ્રગટતા થાય. અને તેની પ્રગટતાથી જગતના સમસ્ત દ્રવ્ય–ગુણ અને પર્યાયને કોઈપણ બાહ્ય પ્રયોગના પણ અંજલિમાં રહેલ જળની માફક આત્મપ્રત્યક્ષ જુએ. અને ત્યારબાદ જ વિશ્વના પ્રાણીઓને તે વિષયને ઉપદેશ આપે. આત્મપ્રત્યક્ષ થયા પહેલાં તીર્થકરદે પદાર્થવિજ્ઞાન અંગેને કંઈપણ ઉપદેશ કોઈને ય ન આપે. તીર્થકરોની. Page #39 -------------------------------------------------------------------------- ________________ હયાતિરહિત કાળમાં સાધુમહાત્માઓ જે ઉપદેશ આપે છે, તે સર્વજ્ઞકથિત જ ઉપદેશ હોય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જૈનદર્શનને આટલે બધે વ્યવસ્થિત પરમાણુવાદ એ ભારતવર્ષની હજારો વર્ષ પહેલાંની અર્થાત્ વર્તમાન વૈજ્ઞાનિક ક્ષેત્રથી પણ ઘણા પૂર્વકાળ પહેલાંની સંપૂર્ણ સત્ય દેન છે. / દાર્શનિક ક્ષેત્રે તરફ દષ્ટિપાત કરીએ તે જૈનદર્શન, બૌદ્ધદર્શન અને વૈદિકદર્શન આ ત્રણે દાર્શનિક પરંપરાઓ “ભારતમાં ઇતિહાસકાળ પહેલાંની મનાય છે. તેમાં વિશ્વ વ્યવસ્થા અંગે વૈદિકદર્શનમાં ઈશ્વરેચ્છાની પ્રધાન માન્યતા હેવાથી તેમાં પુદ્ગલની વિચારણને સ્થાન જ નથી. બૌદ્ધદર્શનમાં જડ (પુદ્ગલ)ની પ્રધાનતાનું મહત્ત્વ હોવા છતાં તે જડ (પુદ્ગલ) અંગે કંઈપણ વિશેષ વિવેચન જોવામાં આવતું નથી. જ્યારે જૈનદર્શન આ જગતની વ્યવસ્થામાં આત્મા અને જડ (પુદ્ગલ) બન્નેને સમકક્ષ માને છે. જીવ અને પુદ્ગલની ગડમથલથી જ સંસાર ચાલે છે. એટલે જૈનદર્શને, આત્મા અને પુદ્ગલનું ઝીણવટભર્યું અને તલસ્પર્શી વર્ણન કર્યું છે. પન્નવણુસૂત્ર, પ્રકાશ, તત્વાર્થસૂત્ર અને ભગવતિસૂત્રાદિમાં આ અંગે વિશદ વસ્તુદર્શન મળે છે. જો કે વૈશેષિક અને ચગદર્શને પરમાણુવાદને કંઈક અંશે ચર્યો છે. પરંતુ તેમની માન્યતામાં રૂપનાં પરમાણુએને અને રસાદિનાં પરમાણુઓને જુદાં જુદાં મનાય છે. જ્યારે જૈનદર્શનને માન્ય પુદ્ગલની માન્યતામાં વિશેષતા એ છે કે Page #40 -------------------------------------------------------------------------- ________________ તે બીજાઓની માફક પુદ્ગલ પરમાણુઓને ભિન્ન ભિન્ન પ્રકારે નહિં સ્વીકારતાં તે કહે છે કે પ્રત્યેક પરમાણુમાં સ્પ, રસ, ગંધ અને રૂપની રેગ્યતા રહે જ છે. સ્પર્શનાં પરમાણુ તે રૂપાદિના પરમાણુથી ભિન્ન નથી. એવી રીતે રૂપનાં પરમાણુ તે સ્પર્શાદિના પરમાણુથી ભિન્ન નથી. પરમાણુની એક જ જાત છે. પૃથ્વીના પરમાણુ પાણીમાં પરિણુત થઈ શકે છે. પાણીનાં પરમાણુ અગ્નિમાં પરિણત થઈ શકે છે. પૃથ્વી–પાણું તથા અગ્નિ એ વિગેરે મૌલિક તત્વ નથી. હાઈડ્રોજન અને ઓકસીજન અણુઓને એકઠા કરી પાણી બનાવવાને પ્રગ એ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. આ રીતે પુદ્ગલ તત્વના જ્ઞાનની વાસ્તવિક્તા અને તેના અનેકવિધ પર્યાની સંપૂર્ણતાને ખ્યાલ આપણને માત્ર જૈનદર્શનના દ્રવ્યાનુગ વિષય દ્વારા જ આવી શકે છે. જે જમાનામાં સૂફમદર્શક યંત્ર કે ટેલીસ્કેપ જેવા સાધન ન હતાં તે જમાનામાં આ બધું કહેવાયું છે. તે શી રીતે કહેવાયું હશે ? તેને વિચાર કરતાં જિજ્ઞાસાશીલ માનવ, ઈન્દ્રિય પ્રત્યક્ષતાના નાના ખાબોચિયામાંથી નીકળી આત્મ પ્રત્યક્ષતાના મહાસાગર તરફ ઝુકવાને ઉત્કંક્તિ અને છે. માણસ દરેક વસ્તુને ઈન્દ્રિયથી જુએ છે. પરંતુ ઇંદ્રિયે તે કેટલું અલ્પ જોઈ શકે છે, તે વિચારે. પાણીના ગ્લાસમાં આંખથી જુઓ તે એક જીવ ન દેખાય, પણ મેરિફાઈ ગ્લાસથી જોશે તે હજારે દેખાશે. સાધન વિના Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આંખ જે જોઈ શકતી નથી, તે સાધનથી દેખાય, અને સાધનથી પણ ન દેખાય તે જ્ઞાનીને જ્ઞાનથી દેખાય. જેમ સાધારણ જનતા મહાન વૈજ્ઞાનિકો કરતાં સીનેમા સ્ટારને સરલતાથી ઓળખી શકે છે. એ જ રીતે સાધારણ જનતા દ્રવ્યાનુયાગ, અનેકાંતવાદ કે ભાવઅહિંસા આ િસિદ્ધાંતાના પુરસ્કર્તા જૈનદર્શનને પણ ન ઓળખે અને મધ્યમ વિષય બતાવનાર ઈતરદનને તથા ભૌતિક આવિષ્કારક વૈજ્ઞાનિકોને તુરત ઓળખે એ અનવું સ્વાભાવિક છે. કિન્તુ વિચારકો તા જૈનદર્શનીય સિદ્ધાંતાને ભારતીની પ્રાચીન દેન માની તે જૈનદર્શીનના પ્રણેતા શ્રી સર્વજ્ઞ—વીતરાગ-અરિહંત પરમાત્માઓને પુનઃ પુનઃ આવકારી તેમના પ્રત્યે અત્યંત ભક્તિભાવનાવાળા અને છે. જૈનદર્શન કથિત પુદ્દગલિવજ્ઞાનના આધારે તે સમજી શકાય છે કે આપણને અનેકવિધ વસ્તુઓ આ ષ્ટિમાં ષ્ટિગેાચર થાય છે, તે દરેક વસ્તુ પ્રથમ તે કોઈપણ પ્રાણીના શરીરરૂપે જ હાય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થયે તે શરીરમાંથી શરીરધારી જીવ ચાલ્યેા જાય છે, ત્યારે તે શરીરને અન્ય કોઈપણ જીવના વ્યક્ત અન્ય શરીર સાથે મિશ્રણ કરીને યા તા એવી મિશ્રણ થયેલ વસ્તુને અન્ય મિશ્રિત વસ્તુ સાથે મિશ્રણ કરીને માણસા નવી નવી ચીજો બનાવવાદ્વારા નવા નવા આવિષ્કારો કરે છે. આ પ્રમાણે મિશ્રિત થયેલી વસ્તુમાં પ્રાયઃ એકેન્દ્રિય જીવાનાં ત્યક્ત શરીર હાય છે. વળી એ મિશ્રિત થયા સિવાય જે જે સ્થિતિમાં જીવા Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વડે ત્યજાયેલ હાય છે, તે તે સ્થિતિમાં રહેલ શરીરા પણ જગતને ઉપયાગી એવી અનેકવિધ વસ્તુઓ રૂપે ય બની રહે છે. કેટલાક જીવાનાં શરીર જગતને કાઈપણ રૂપે ઉપયાગી નહિં રહેવાથી તેવાં શરીરો અન્ય રૂપાંતરે પરિણમી જાય છે. મનુષ્યનાં શરીરાને બાળી નાખવામાં કે જમીનમાં દાટી દેવામાં આવે છે. આજના વિજ્ઞાનયુગમાં પદાથ મિશ્રણમાં જેને મૂળતત્ત્વ કહેવામાં આવે છે, તે તત્ત્વ પૈકી કેટલાંક તે ઉપર કહ્યાં મુજબ ભિન્ન ભિન્ન અવાવડે ત્યજાયેલ ભિન્ન ભિન્ન શરી અને કેટલાંક ભિન્ન ભિન્ન શરીરના મિશ્રણરૂપે છે. તેમાં જેટલી ધાતુઓ (સાનું–રૂપુ-લોઢું આદિ) છે, તે પૃથ્વીકાય જીવાએ ત્યજેલ શરીરા છે. જેમ કાચ તે રેતીના રસમાંથી અનેલી વસ્તુ છે, અને રેતી એ પૃથ્વીકાય જીવાનુ શરીર છે. તેમાંથી જીવ ચાલ્યા જાય છે, ત્યારે રેતીરૂપે તે નિર્જીવ શરીરમાંથી મનુષ્યા કાચ બનાવી અનેક પ્રકારની વસ્તુઓ અનાવે છે. એવી રીતે કપડુ રૂમાંથી બને છે, એ રૂ કપાસમાંથી થાય છે, અને કપાસ એ વનસ્પતિકાયના જીવાનુ શરીર છે. તે જીવ વનસ્પતિકાયમાંથી મુક્ત થઈ ચાલ્યેા જાય ત્યારે તે નિર્જીવ કપાસમાંથી નીકળતા રૂનું કાપડ અને છે. આ પ્રમાણે અતિ સૂક્ષ્મ રીતે વિચારતાં જગતમાંની દરેક દશ્ય વસ્તુ અમુક અમુક જીવેાનાં ત્યક્ત શરીર જ છે. પરંતુ તે અધુ સમજવામાં જૈનદન કથિત પ્રાણીશાસ્ત્રના અધ્યયનની ખાસ આવશ્યકતા છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આજના વૈજ્ઞાનિક યુગમાં બુદ્ધિગમ્ય રીતે પણ જેમાં જીવ હાવાનુ અનેકવિધ પ્રયેાગદ્વારા સિદ્ધ થઈ ચૂક્યુ છે, તેવા પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ અને વનસ્પતિમાં જીવ હાવાના જેને ખ્યાલ કે શ્રદ્ધાય નથી, તેવાઓને તે આ વસ્તુ સમજવી કઠીન છે. ઉપરાક્ત હકિક્તથી સિદ્ધ થાય છે કે દ્રશ્યજગત તે કોઈ ને કોઈ જીવનું ત્યક્તશરીર, યા તો ત્યક્તશરીરાનુ વિવિધમિશ્રણ, યા તે મિશ્રણ રહિત અવસ્થાન્તર શરીર, યા તેા શરીરની પ્રતિછાયા અગર પ્રકાશ સ્વરૂપ છે. એટલે વિચાર ઉદ્ભવે કે એ શરીરા કઈ જાતની પુદ્ગલાવસ્થામાંથી અન્યાં ? એ તત્ત્વ સમજાય તેાજ આ વિશ્વનું ઉપાદાન કારણ સમજી શકાય. ઉપાદાન એટલે શું? એ એક દ્રષ્ટાંતથી વિચારીએ. ઘડા માટીના બને છે. તૈયાર ઘડા હોય અગર ત્રુટી જઈ ઠીકરારૂપે પડયો હોય તે પણ તેમાં માટીને તે નાશ થતા જ નથી. માટે માટી એ ઘડાનુ ઉપાદાન કારણ કહેવાય. એવી રીતે આકાર યા અવસ્થા બદલાવા છતાં પણ જે પદા, તે સર્વ આકાર યા અવસ્થામાં માજીદ રહે છે, તે વસ્તુનું ઉપાદાન કારણ છે. દ્રશ્ય જગતના સર્વ પદાર્થો તે પરમાણુ સમૂહની વિવિધ રચના છે. પરમાણુના વિવિધ ચાગિક પરિણામથી જ સમસ્ત પદાર્થ-સમૂહની ઉત્પત્તિ છે. વિવિધ પદાર્થાંનુ વિવિધ અવસ્થાન્તર થાય તા પણ તેમાં પુદ્ગલત્ત્વ તા શાશ્વત જ છે. એટલે પ્રથમ વિચારી ગયા એ પ્રમાણે મતિજ્ઞાનાંદિના થયા Page #44 -------------------------------------------------------------------------- ________________ પશમ દ્વારા મનુષ્ય રસાયણ વિધિથી યા અન્ય કોઈ પ્રગથી વિવિધ આવિષ્કારે કરી વિવિધ શક્તિધારક પદાર્થો વિશ્વ સમક્ષ રજુ કરે તે પણ તે પદાર્થોનું ઉપાદાન કારણ શોધતાં ધૂથે (સર્વસ) મનુષ્યની દ્રષ્ટિ, દેહધારી જીના શરીરરૂપ પુદ્ગલ અવસ્થાથી આગળની કોઈપણ પુગલ અવસ્થામાં નહિં જઈ શકે. પરંતુ શરીર સ્વરૂપ પુદ્ગલ અવસ્થા તે કઈ જાતની પુદ્ગલ અવસ્થામાથી ઉદ્ભવી ? એ પ્રશ્નના સમાધાનમાં કેટલાકોએ પાંચભૂતોની કલ્પના કરી. પરંતુ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પ્રત્યક્ષ પ્રયોગ દ્વારા ભૂતનું પણ વિશ્લેષણ થવાથી તે કલ્પના પણ સાચી ઠરી નહિ. સર્વ પ્રથમ ઈ. સ. ૧૬૬૧ માં થઈ ગયેલ બોયલ (Boyle) નામે વૈજ્ઞાનિકે લખેલ “સન્ડેહવાદી રસાયણ” નામે પુસ્તકમાં પાંચભૂતો તે મૂળતત્ત્વ હોવાને સન્દહ પ્રગટ કર્યો. તેણે જાહેર કર્યું કે એ પાંચભૂત તે મૂળતત્ત્વ નથી જ. મૂળતત્વ છે તેથી કોઈ જુદું જ છે. એ ભૂત તે સંમિશ્રણનું જ પરિણામ છે. અહિ શરીરે અને શરીરનું મૂળતત્વ એ બને છે તે પુદ્ગલ જ. પરંતુ તે બન્નેમાં પુદ્ગલ અવસ્થાની ભિન્નતા છે. શરીર એ પરમાણુની રચના હેવા છતાં તે શરીરની રચના એક પરમાણુ સ્વરૂપે રહેલ પુદ્ગલમાંથી થઈ શક્તી નથી. કારણ કે જૈનદર્શનના સિદ્ધાન્તાનુસાર એક પરમાણુ ઉપર જીવને કોઈ પણ પ્રયોગ થઈ શકતો નથી. પરંતુ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પરમાણુની યેગિક અવસ્થારૂપ સ્કંધપુગલો ઉપર જ જીવપ્રયોગ થાય છે. વળી જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી હોવા છતાં અમુક અવસ્થારૂપે તૈયાર થયેલી માટીમાંથી જ ઘડો બની શકે, તેવી રીતે પરમાણુની ચેગિક અવસ્થારૂપ સ્કંધ પુદ્ગલમાંથી શરીર રચના થઈ શક્તી હોવા છતાં પણ અમુક અવસ્થાવંત અને ઈદ્રિયને અગોચર એવા પુદ્ગલસ્કમાંથી જ શરીર રચના થઈ શકે છે. આ સમસ્ત વિશ્વ છૂટા છૂટા પરમાણુઓ વડે અને પરમાણુઓની લેગિક અવસ્થારૂપ સ્કંધપુદ્ગલવડે ઠાંસી, ઠાંસીને ભરેલું છે. તે સર્વ પુદ્ગલે, છદ્મસ્થ જીવને ઇંદ્રિયગમ્ય નથી. છતાં પણ તેનું અસ્તિત્વ બુદ્ધિગમ્ય છે. માતાના ઉદરમાં ઉત્પન્ન થયા બાદ બાળકનું શરીર વિવિધ આકારરૂપ બની વૃદ્ધિ પામતું રહે છે. જન્મ પામ્યા પછી પણ વજન અને ઉંચાઈ વધતી જાય છે. આ રીતે થતી વૃદ્ધિમાં નવાં પુલનું આગમન પ્રત્યક્ષ દેખાતું નથી.. પરંતુ આવેલાં તે પુગલોને શરીરવૃદ્ધિ સ્વરૂપે તે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. એટલે સહેજે સમજી શકાય છે કે વૃદ્ધિ પામતા શરીરમાં નવાં નવાં આવતાં રહેતાં પુદુગલનું આ વિશ્વમાં અદ્રશ્યપણે પણ કોઈક અવસ્થારૂપે અસ્તિત્વ તે અવશ્ય છે જ, અને એ પુદ્ગલે જ શરીરનું ઉપાદાન કારણ છે. - જેના રૂપ-રસ–ગંધ અને સ્પર્શમાંથી એક પણ વિષયને અનુભવ ઈદ્રિયને અશક્ય છે, એવા સૂમ પુદ્ગલનું Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧ અસ્વિતત્ત્વ આ વિશ્વમાં એકસ્વરૂપે કે એકસરખા શાના પ્રમાણવાળું નહિ' હાતાં લેાકવ્યાપી તે પુદ્ગલી અનેક સ્વરૂપે અને અનેકવિધ અંશેા ( પરમાણુ ) પ્રમાણ છે. સ્વરૂપ વિવિધતા અને અશપ્રમાણુની વિવિધતાનુસાર પૃથક્ પૃથક્ રૂપે રહેલ તે સ પુદ્દગલેાની જૈનદર્શનમાં છવ્વીસ મહાવ`ણાએ ( જાતા ) દર્શાવી છે. અને એકેક મહાવામાં વિવિધ સ્વરૂપી અનેક પેટાવાએ પણ બતાવી છે. મહાવ`ણાએ પૈકીની કેટલીક વણાએ તેની પેટાવા સહિત, જીવેાને સંસારી જીવન જીવવામાં જરૂરી સાધના તૈયાર કરવા માટે ઉપયાગી મની શકે છે, અને આકીની મહાવ`ણાએ તેની પેટાવાએ સહિત, જીવને બિનઉપયાગી છે. ઉપયેગી અની શકતી વણાએ જ આ દ્રશ્ય જગતનું કારણુ છે. ઉપાદાન એથી માંડી યાવત્ અનન્ત પરમાણુઓને એકીભાવ તે સ્કંધ છે. સરખી સંખ્યા પ્રમાણ એકીભાવને પ્રાપ્ત પરમાણુ સમૂહવાળા સ્કંધાની એક વ ા કહેવાય, અને અમુક વણાના સમૂહની એક મહાવણા કહેવાય. એવી છવ્વીસ મહાવણાઓ આ વિશ્વમાં વર્તે છે. અર્થાત્ સમગ્ર લેકમાં વ્યાપ્ત વિવિધ અવસ્થાવત અને ઈંદ્રિયને અગેાચર સ પુદ્ગલેાનુ વગી કરણ જૈનદર્શનકારાએ છવ્વીસ પ્રકારે કરી અતાવ્યુ છે. એક પરમાણુને બીજા પરમાણુ સાથે થતા એકીભાવ તે અન્ય હેવાય છે. આવા અન્ય ત્રણ પ્રકારના નિમિત્તોથી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ થાય છે. (૧) પ્રાયેાગિક અન્ય (૨) વિસસા બંધ અને (૩) મિશ્રબન્ધ. જે અન્યમાં જીવપ્રયત્ન નિમિત્ત હોય તેને પ્રાયેાકિ બન્ધ કહેવાય. આવા અન્ય ઔદ્યારિક શરીર આદિમાં થાય છે. જે અન્ય કોઈના પ્રયત્ન વિના સ્વયં સ્વભાવથી થાય છે, તેને વિસસાબ ધ કહે છે. જેમકે ઉપરોક્ત છવ્વીસ મહાવણા સ્વરૂપે અની રહેલ અન્ય તથા વાદળ, ઈન્દ્રધનુષ આદિમાં થતા અન્ય. જેમાં જીવપ્રયત્ન અને સ્વય' સ્વભાવ એ બન્ને દ્વારા અન્ય થાય છે, તેને મિશ્રબન્ધ કહેવાય છે. જેમકે ઘટ, પટ, સ્તમ્ભ આદિમાં થતા અન્ય. ઉપરોક્ત છવ્વીસ મહાવ ાઓમાં રહેલ અન્ય તે વિસસા બંધ છે. તે વણાઓ તૈયાર થવામાં કોઇ જીવ વિશેષના પ્રયત્ન હાઇ શકતા નથી. વળી તે વણાઓમાં એકીભાવ પામેલા સ્કન્ધામાં થયેલ પરમાણુ સમૂહના અધ પણ, કોઈ જીવેાના પ્રયત્નથી થયેલ નથી. માટે જ પરમાણુ સમૂહના એકીભાવથી અનેલ સ્ક ંધાવાળી તે વણાઓ વિસસા પરિણામી છે. સંસારી જીવાના જીવન સાધનામાં ઉપકારી મની શકવાની ચેાગ્યતાવાળી મહાવ ણાઓને ગ્રહણ યાગ્ય છ અને તેમાં અયેાગ્યતાવાળી મહાવ ણુાઓને “અગ્રહણ યાગ્ય” મહાવણા કહેવાય છે. ગ્રહણ ચાગ્ય વણા આઠ જ છે. અને શેષ મહાવણાઓ અગ્રહણ યાગ્ય છે. '' Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જેની ઉત્પત્તિ સ્વયંસિદ્ધ હોય અર્થાત્ કોઈ દ્રવ્યના સયેાગજન્ય ન હેાય એ રીતની વ્યાખ્યાનુસાર વિશ્વમાં મૂળ તત્વા યા તે વિશ્વનાં ઉપાદાન તત્વાની સંખ્યા પ્રથમ ૨૨ કે ૨૩ ની સ્વીકારી અ ંતે ૯૬ કે તેથી વધુ પણ સુધી સિદ્ધ કરનાર વિજ્ઞાન આજે કહેવા લાગ્યું છે કે પરમાણુની વધઘટથી જ જુદાં જુદાં મુળતત્ત્વા અને છે. અને અણુના ઘટક ઈલેક્ટ્રાન્સની જુદી જુદી સંખ્યાના કારણે જ પદાર્થોમાં વિવિધતા આવે છે. જૈનદર્શનની માન્યતા તા સાના માટે એ જ હતી અને છે, કે દ્રશ્ય જગતની અનેકવિધ વિવિધતામાં પૃથક્ પૃથક્ સંખ્યા પ્રમાણ પરિણામ પામેલા પુદ્ગલ પરમાણુઓનુ જ કાર્ય છે. પૂવે કહેલ માગણુાઓની વિવિધતાનું કારણ એના ઘટક પરમાણુઓની જુદી જુદી સંખ્યાના હિસાબે જ છે. તે સંના મૂળમાં તે માત્ર એક પુદ્ગલ દ્રવ્ય જ છે. તેમાં બતાવેલ સખ્યા પ્રમાણુ પરમાણુઓમાંથી એક પણ પરમાણુની હાનિવૃદ્ધિએ તે તે વણાઓની સંજ્ઞા બદલી જાય છે. સંસારી જીવન જીવવાના સાધનરૂપે એકેન્દ્રિય જીવાને શરીર અને શ્વાસેાાસ, એઇન્દ્રિય-તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવાને શરીર-શ્વાસેાવાસ તથા ભાષા, અને પંચેન્દ્રિય જીવાને શરીર-શ્વાસાવાસ–ભાષા તથા મનની જરૂરીયાત રહે છે. તેમાં શરીર રચનાને જૈનદર્શનમાં પાંચ પ્રકારે બતાવી તે વિવિધ શરીર રચનાને વિવિધ સંજ્ઞાથી Page #49 -------------------------------------------------------------------------- ________________ ઓળખાવી છે. (૧) દારિક શરીર (૨) વૈકીય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર અને (૫) કાર્મણ શરીર. મનુષ્ય અને તિર્યંચના જન્મ શરીરની રચના તે ઔદારિક શરીર કહેવાય છે. દેવ અને નારકીના જન્મ શરીરની રચના તે વૈકીય શરીર કહેવાય છે. કેટલાક લબ્ધિધારી મનુષ્ય અને તિર્યંચને પણ વૈકીય શરીર હોઈ શકે છે. ચૌદ પૂર્વધર મુનિ મહાત્માઓ તાત્વિક વિષયેના સંશય ટાળવાને પિતાની આહારક નામક લબ્ધિથી તીર્થકર ભગવંત સમક્ષ જવા માટે મુંડા હાથ પ્રમાણની જે શરીર રચના કરે છે, તેને આહારક શરીર કહેવાય છે. આ ત્રણ શરીરે ઉપરાંત તૈજસ અને કાર્મણ એ બે સૂક્ષ્મ શરીરે પણ હોય છે, અને તે બન્ને તે દરેક પ્રાણીમાત્રને જન્મ શરીર ઉપરાંત હોય જ છે. તિજસ શરીરને આધુનિક ભાષામાં જઠરાગ્નિ સ્વરૂપે પણ ઓળખાવી શકાય. તથા કર્મસ્વરૂપ પરિણામને પામી એકત્ર બની રહેલ પુદ્ગલ સ્કની આત્મ પ્રદેશે સાથે શ્રીરનીરવત્ સંબંધિત દશા તે કાર્મણ શરીર કહેવાય છે. જન્મશરીર તે એક ભવને અંતરે બદલાતાં રહે છે, પરંતુ તૈજસ-કાશ્મણ શરીર તે સંસારી અવસ્થામાં સદાને માટે સાથે જ રહે છે. આમ હોવા છતાં પણ તેમાંથી જુનાં પુદ્ગલેનું વિસર્જન તથા નવાં પુદ્ગલેનું આગમન તે ચાલુ જ રહે છે. આ શરીર, શ્વાચ્છવાસ, ભાષા અને મન (વિચાર) તરંગો એ પિદુગલિક છે. તેની રચનાનું ઉપાદાન કારણું ઉપરોક્ત આઠ મહાવર્ગણુઓ જ છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૫ જે કે દ્રશ્ય જગતનું મૌલિક તત્વ પરમાણુ જ છે. છતાં જીવના પ્રગને પ્રારંભ તે આઠ ગ્રહણ ગ્ય મહાવર્ગણાઓ ઉપર જ થતો હોઈ શ્રી સર્વજ્ઞ પુરૂષોએ દ્રશ્ય જગતના મૌલિક તત્વ તરીકે તે વગણુઓને જ બતાવી છે. વર્તમાન વિજ્ઞાન જેને મૌલિક તત્વ કહે છે, તે અગર વિશ્વમાં દ્રશ્ય વિવિધ સંજ્ઞાયુક્ત વિવિધ પદાર્થો કહેવાય છે, તે સર્વે કઈ છવદ્વારા પ્રથમ પ્રગિત હોતા નથી. પરંતુ તે એક વખત ગિત થયેલ પુગલ પદાર્થોની જ પુનઃ પુનઃ જીવ પ્રગ દ્વારા ઉત્પન્ન થતી વિવિધ અવસ્થાઓ છે, અને તે બધા પદાર્થો મિશ્રપરિણામી કહેવાય છે. ગ્રહણગ્ય મહાવર્ગમાં પ્રત્યેકની પેટા વર્ગણુઓ કેટલી હોય? દરેક પેટા વર્ગણામાં પરમાણુ સમૂહની ન્યૂનાપિતાના હિસાબે કેટલી જાતના સ્કંધ હોય? દરેક જાતના કધે કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુ સમુહના સંઘટ્ટનવાળા હોય? તે મહાવર્ગણાઓને જે સંજ્ઞાઓ આપેલી છે, તે તે સંજ્ઞાનુસાર સ્વભાવને અનુરૂપ હેવાથી કઈ કઈ મહાવર્ગણાના પુદ્ગલ છે, સંસારી અને કયા ક્યા કામમાં ઉપયોગી હોય? અર્થાત્ કેટલી સંખ્યા પ્રમાણુ સંઘાત ભાવે એકત્રિત બની રહેલ પરમાણુ સમૂહના સ્કંધે તે શરીર, શ્વાસે છવાસ, ભાષા અને મનસ્વરૂપે પરિણમન પામી શકે છે, તેને સ્પષ્ટ ખ્યાલતે જૈનાગમમાં બતાવેલ ઉપરોકત પુદ્ગલ વર્ગણુઓનું બરાબર અધ્યયન કરવાથી જ આવી શકે. Page #51 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ અણુના આવિષ્કારો તરફ દૃષ્ટિપાત જૈનદ નકથિત પુદ્ગલ દ્રવ્યાની કેટલીક હકીકતા કે જે અન્ય કોઈ દનકાર કે વિજ્ઞાનકારના અનુભવમાં કે વિશ્વાસ સ્વરૂપે પણ ન હતી, તેવી ખાખતામાંની કંઈક આમતા આજે વિજ્ઞાનને પ્રત્યક્ષ સિદ્ધ થવા લાગી છે. તે પણ હજી એવી ઘણી ખાખતા છે કે જેની પ્રત્યક્ષતાને વિજ્ઞાન અનુભવી શકયું નથી. પરમાણુ અને વિશ્વ નામનું એક પુસ્તક સન ૧૯૫૬ માં લંડનથી પ્રકાશિત થયું છે. તે પુસ્તકના લેખક પદાર્થવિજ્ઞાનના અધિકારી વિદ્વાન સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જી. એ. જોન્સ, જે. રાટમ્લેટ અને જી. એ. વિટા, તે પુસ્તકમાં લખે છે કે— tr “ ઘણા ટાઈમ સુધી ત્રણ જ તત્વ (એલેકટ્રાન—ન્યુટ્રાન અને પ્રેટ્રાન ) વિશ્વના સૌંટ્ટનના મૂલભૂત આધાર તરીકે માનવામાં આવતાં હતાં. પરંતુ વમાનમાં તથા પ્રકારના તાનું અસ્તિત્વ હજી પણ સંભવિત થઈ ગયું છે. મૌલિક અણુઓની આ વૃદ્ધિ બહુ જ અસ ંતષનો વિષય છે. અને તેથી સહેજે પ્રશ્ન ઉઠે છે કે મૌલિક તત્વના સાચા અથ અમે શું કરીએ ? પહેલાં પહેલાં તે અગ્નિ, પૃથ્વી, હવા Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૭ અને પાણી આ ચાર પદાર્થોને જ મૌલિક તત્વની સંજ્ઞા: અપાઈ હતી. પરંતુ ત્યારબાદ તે સમજમાં એ આવ્યું કે પ્રત્યેક રાસાયણિક પદાર્થના મૂળભૂત આણુ જ પરમાણુ છે.. ત્યારબાદ પ્રોટેન, ન્યુટેન અને એલેકટ્રેન એ ત્રણ મૂળભૂત અણુ મનાયાં. હાલમાં તે મૂળભૂત અણુઓની સંખ્યા વધી ગઈ છે, અને ફરીને પણ વધી શકે તેમ છે. મૂળભૂત અણુઓની એ વૃદ્ધિ, પદાર્થમૂલ સંબંધી અમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તો એ છે કે મૌલિક અણુ શું છે? એ જ હજુ. સુધી સમજમાં આવી શક્યું નથી.” આ ઉપરથી સાબિત થાય છે કે બ્રહ્માંડના સૂક્ષ્મતમ ઉપાદાનની સમજ પ્રાપ્ત કરવી એ વર્તમાન વૈજ્ઞાનિક શક્તિથી અસંભવીત છે. કારણ કે આ વિજ્ઞાન તે દશ્યજગત સુધી જ સીમિત છે. જ્યારે જૈનદર્શનના તત્વજ્ઞાનને વિષય તે ઇંદ્રિય પ્રત્યક્ષ પૂરતું જ સીમિત નહિં રહેતાં ઇંદ્રિયાતીત વિષયને પણ અવેલેકીને અંતિમ તત્વના આધાર પર જજ્ઞાનધારાને સ્પષ્ટ કરે છે. આ જ્ઞાનધારાને સમજવા માટે એકલી તર્ક બુદ્ધિ જ કામ લાગતી નથી. એના માટે તે આંતરદૃષ્ટિ મેળવવી જોઈએ. એ આંતરદષ્ટિ તે આંતરદષ્ટિને પ્રાપ્ત તત્વજ્ઞાનીઓએ પ્રરૂપેલ તત્વજ્ઞાન દ્વારા જ મેળવી શકાય છે. ભિન્ન ભિન્ન સ્વરૂપે થતું પુદ્ગલ પરિણમન યા પદુગલિક આવિષ્કાર થવામાં પરમાણુની વૃદ્ધિ અને ન્યૂનઃ થવાની રીત, પુદ્ગલની અનંતશક્તિઓનું વર્ણન, પુદ્ગલની. ૨૬ સૂક્ષ્મ મહાવર્ગણાઓ, ગ્રાહ્ય અને અગ્રાહ્ય વર્ગણુઓ... Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ - અચિત્ત મહાસ્કન્ધા, પુદ્ગલના વિવિધ પરિણામા, આ બધાનુ શાસ્ત્રીય વન, પદ્ધતિસર–વિસ્તારપૂર્વક અને સૂક્ષ્મ વિચારાથી જૈનશાસ્ત્રોમાં આજે પણ એટલુ બધુ જોવામાં આવે છે કે એવું જગતના અન્ય કોઈ ગ્રંથામાં નથી. તેમ જ કોઈપણ વૈજ્ઞાનિક શેાધી શકે તેમ પણ નથી. આત્મશક્તિ દ્વારા તેમ જ શ્રુતજ્ઞાનના અધ્યયનવર્ડ પ્રાપ્ત વિશિષ્ટ બધ દ્વારા પુદ્ગલાના ઉપયાગ કરી શકવાના જ્ઞાનમાં જૈનદર્શોન સદાના માટે પ્રભુત્વ ધરાવતુ જ રહ્યું છે અને ધરાવતુ રહેશે. કારણ કે પદાર્થ માત્રના સપૂર્ણ સ્વરૂપનું જ્ઞાન દુન્યવી કાઈ પણ સાધનાથી શેાધી શકાય તેમ છેજ નિહ. : પદાર્થવિજ્ઞાન અંગે વૈજ્ઞાનિક માન્યતાઓ એ રીતે પ્રસિદ્ધિને પામેલી છે. (૧) પ્રયાગજન્ય યા અનુભવગમ્ય અને (૨) સિદ્ધાંતજન્ય. વૈજ્ઞાનિકો દ્વારા સર્જિત યાંત્રિક સાધન સામગ્રીઓ અને રાસાયણિક મિશ્રતા વડે ઉપાર્જિત વિવિધ પદાર્થો તે પ્રયાગજન્ય યા અનુભવગમ્ય માન્યતા છે, અને બ્રહ્માંડના સ્વરૂપ અંગેની તેમની માન્યતાઓ તે તેમના સિદ્ધાંતજન્ય છે. વિજ્ઞાનની પહેલા પ્રકારની માન્યતા એ કેટલાક સત્યની સન્મુખ રહેતા યત્નપૂર્વકના ભૌતિક પ્રયાગનું આંશિક પરિ ણામ હાઈ, એ સામે જૈનસિદ્ધાંતને કોઇ મતભેદ જ નથી. કારણ કે તેવા પ્રકારના વૈજ્ઞાનિક પ્રયાગા દ્વારા તે જૈનદર્શન કથિત પુદ્ગલાસ્તિકાયની અતિ સૂક્ષ્મ હકિક્તાને પણ સમÖન મળ્યું છે. પ્રત્યક્ષ પ્રયાગાથી કરેલા કોઇપણ વેજ્ઞાનિક Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૯ આવિષ્કારો જૈનસિદ્ધાંતથી પ્રતિકૂલ છે જ નહિ. અને તેથી: જ ઈટાલિઅન વિદ્વાન ડે. ટેસીટોરીએ પણ કહ્યું છે કે “મારે પૂર્ણ વિશ્વાસ છે કે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જેમ જેમ પદાર્થ વિજ્ઞાનની ઉન્નતિ થતી રહેશે તેમ તેમ જૈનધર્મના સિદ્ધાંત વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત બનતા રહેશે.” - વર્તમાન વિજ્ઞાનની બીજા પ્રકારની અર્થાત્ સિદ્ધાન્તજન્ય માન્યતાને સંપૂર્ણ સત્ય સ્વરૂપે તે સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે આ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જેમ જેમ નવું સંશોધન થતું જાય છે, તેમ તેમ તેમની પૂર્વની સિદ્ધાન્તજન્ય માન્યતાઓમાં વૈજ્ઞાનિકો પણ પરસ્પર અનેક પ્રકારના મતભેદો ધરાવતા જ હોય છે, અને હંમેશાં નવા નવા મતભેદો ઉભા થયા જ કરે છે. જેથી કરીને વિજ્ઞાન સ્થાપિત સિદ્ધાન્તજન્ય માન્યતાઓ તે ખુદ વૈજ્ઞાનિકોને જ વારંવાર બદલવી પડે છે. તે પછી જૈનદર્શનની દ્રષ્ટિએ તે તે વૈજ્ઞાનિક સિદ્ધાન્તજન્ય માન્યતાઓ કેવી રીતે સત્ય પૂરવાર થઈ શકે ? ચૌદરાજ પ્રમાણ વ્યાપી રહેલા લેક (બ્રહ્માંડ) માં સ્થિત, વિવિધ જાતના પગલેને ગ્રહણ કરીને તેનો ઉપયોગ. કરવાના વિશિષ્ટ જ્ઞાન (વિજ્ઞાન) થી જૈનદર્શન ભરપુર છે. તેમાં આઠ ગ્રહણગ્ય પુગલ વર્ગણાઓને આત્મશક્તિ દ્વારા ગ્રહણ કરી તેને વિવિધ રીતે ઉપયેગી બનાવી શકવાનું જ્ઞાન તે અતિ અદ્દભૂત છે. જ્યારે વર્તમાન વિજ્ઞાન આવા જ્ઞાનથી. તે બિલકુલ અનભિજ્ઞ જ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ હાલના વૈજ્ઞાનિક ક્ષેત્રની લેકોપયોગી પદ્ગલિક આવિકારેની હકિકતોએ કેટલાક મનુષ્યના દિલમાં એવી ભ્રમણા પિદા કરી છે કે હાલના વિજ્ઞાન જેટલી પદાર્થ આવિષ્કારક શક્તિ ભૂતકાળમાં ક્યાંય હતી જ નહિ. પરંતુ આવા ભ્રમિત, - તથા ભારતવર્ષના પ્રતાપી પુરુષના ઈતિહાસથી તદ્દન અનભિન્ન મનુષ્ય, સદ્ગુરૂની નિશ્રાએ રહી જૈનદર્શન પ્રણિત તત્વજ્ઞાનના અભ્યાસમાં પ્રવૃત્ત બને તે તેમને સ્પષ્ટ સમજાશે કે આ ભારતવર્ષમાં આત્મશક્તિદ્વારા પુદ્ગલે ગ્રહણ કરી ' ઉપગી બનાવી શકવાના જ્ઞાન ઉપરાંત પણ શ્રુતજ્ઞાનના અધ્યયન દ્વારા પ્રાપ્ત વિશિષ્ટ જ્ઞાનથી કેટલાક અવનવા દ્રવ્યના કમિશ્રણ દ્વારા પણ કાર્યો સિદ્ધ કરી શકવાની આવડત હતી. - પૂ. આ. શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ તથા શ્રી - નાગાર્જુનના પ્રસંગે, મિશ્રિત દ્રવ્યના લેપને પગે પડી આકાશમાં પક્ષીની માફક ઉડી શકવાની આવડતનું જ્વલંત ઉદાહરણ છે. એવી રીતે અમુક મિશ્રિત ઔષધિઓના લેપથી જળ ઉપર ચાલી શકવાના કલ્પસૂત્રમાં આવતાં ઉદાહરણમાં - બ્રહ્મદ્વિીપ તાપસની પણ હકીક્ત પ્રસિદ્ધ છે. વળી અમુક વનસ્પતિ આદિ પદાર્થોના સંગથી લેઢા -અને ત્રાંબામાંથી સુવર્ણ બનાવી શકવાની અનેકવિધ રીતે - ભારતવર્ષમાં પ્રચલિત હતી. વિવિધ મિશ્રિત ઔષધિ ચૂર્ણને પાણીમાં નાંખી મિસ્ય -તથા સિંહ-વાઘ વગેરે પ્રાણિઓ ઉત્પન્ન કરી શક્તા હતા. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આવા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન “ચેાનિપ્રામૃત” નામે ગ્રંથમાં ભરપુર હતુ. આજે એ ગ્રંથ લુપ્ત બન્યા છે. વળી રસાયણની મિશ્ર શક્તિ ઉપરાંત યાંત્રિક સાધનામાં પણ્ યાંત્રિક ઘેાડા, કબુતર, હાથી વગેરે બનાવી ઉડ્ડયન ક્રરી શકવાની હિકકતા પણ પૂર્વ કાલીન છાંતામાં મળી આવે છે. તથા વ્યાપારી હુન્નર, ઉદ્યોગ, શહેર રચના, શિલ્પ, ઈજનેરી કામ વગેરેમાં પૂર્વકાલીન પ્રજાનુ જ્ઞાન કેટલા પ્રમાણમાં વિકાસ પામેલું હતું, તેની ખાત્રી ૮ માહન–જો–ડેરાના અવશેષો ” આજે પણ આપણને કરાવી રહ્યું છે. ઉપરોક્ત માનવ ઉપયાગી પૌદગલિક આવિષ્કારા ઉપરાંત પણ અમુક શબ્દ-ની દ્વારા જગતમાં ઉપસ્થિત મુશ્કેલીઓને દૂર હટાવવાના, દેવતાઓને પણ વશ કરી લેવાના, ભૂતલ કે આકાશમાં ઉડ્ડયન કરવાના, સ્વરૂપ પરિવર્તન કરી શકવાના, ઈત્યાદિ તાંત્રિક અને મંત્રિક આવિષ્કારો બિલકુલ મામુલી દ્રવ્યથી અને અલ્પકાળ વ્યયથી ભારતના માનવીઓ કરી શકતા હતા. છતાં પણ આવા પૌલિક આવિષ્કારો કરતાં આત્મિક આવિષ્કારોની મહત્તા તે સમયે વિશેષ હતી. એટલે પૌદ્ગલિક આવિષ્કારોના વ્યય, પરાને વિસરી સ્વાર્થવૃદ્ધિમાં કે દયા-દાન–સહાનુભુતિ અને પરોપકારને ભૂલી જઈ સંગ્રહવૃતિમાં ન હતા. વળી તે આવિષ્કારના ઉપયેાગમાં ભાગની લાલસા કે અસતાષની જ્વાલા ન હતી. અહંભાવવાથ અને ભયને ઉપસ્થિત થવા નહિ દેવામાં તે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આવિષ્કારકો સજાગ હતા. કેવળ માનવસેવાના બહાના હેઠળ અન્ય કોઇ મુંગા પ્રાણીઓ કે સૂક્ષ્મ જન્તુના સંહારપૂર્વકના એ આવિષ્કારા ન હતા. ભૌતિકતાની બિમારીથી રોગગ્રસ્ત થઈ ન જવાય તેની સાવધાની હતી. કષાયેાની ગ્લાની હતી. દુરાચારી વિદ્વાન કરતાં સદાચારી અભણ પ્રત્યે આદર હતા. આત્મા પ્રત્યે ઉપેક્ષાભાવ ન હતા. જેથી આધ્યાત્મિક સંસ્કૃતિના રક્ષણ સમયે ઉપસ્થિત થતી કટોકટીને નિવારવા માટે જ ભારતવાસીઓ આવા આવિષ્કારો કરી તેને ઉપયોગ કરતા. મરણાંત ક આવે તો પણ પરની સમૃદ્ધિ લુટી લેવામાં કે સ્વદેહના રક્ષણ માટે પરના ધ્વંસ કરવામાં તેને ઉપયોગ થતા ન હતા. કારણ કે સ્વાર્થ ગૌણુ અને પરા મુખ્ય એ જ ભારતવાસીઓના અચલ સિદ્ધાન્ત હતા. વિવિધ પૌદ્ગલિક શક્તિવંત આવિષ્કારા, વિશ્વના કોઈપણ મનુષ્યને અતાવી તેના ઉપયાગ કરવાની વિદ્યા આપવામાં માણસની પાત્ર-કુપાત્રતા પહેલી જોવાતી. અધ્યાત્મ સંસ્કૃતિને વફાદાર, પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ દાખવનાર, આત્મા તથા પુન્ય–પાપ–પરલેાક–માક્ષ ઈત્યાદિના ઉપયાગવત માનવી જ આ વિદ્યા પ્રાપ્ત કરવામાં ચેાગ્ય ગણાતા. તેથી વિપરીત સંસ્કારવાળાને તે વિદ્યાઓ આપવામાં મહાન્ પાપ લેખાતું. કારણ કે આ વિદ્યાએ પ્રયાગથી સિદ્ધ બતાવવા જતાં વાસનાના ભૂખ્યા, તૃષ્ણાના દાઝયો મનુષ્ય એનાથી અન મચાવી કદાચ પ્રાણીસંહારમાં એ શક્તિએ ખચી નાખે તેા એ વિદ્યાએ બતાવનાર જ,વિશ્વમાં અપયશને પ્રાપ્ત કરતા. માટે મન ઉપર અંકુશ મેળવનાર તથા કંચન–કામિનીની વાસના ઉપર જય પ્રાપ્ત કરનાર જ, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પદાર્થ. વિજ્ઞાનના અસાધારણ ચમત્કારિક સામર્થ્ય વિદ્યાને પ્રાપ્ત કરવાની યેગ્યતાવાળે ગણતે. પરંતુ જે મનભૂમિકા પ્રાપ્ત કરવી જોઈએ, જે પ્રાણીમાત્ર પ્રતિ આત્મભાવ જાગૃત કરવું જોઈએ, પરહિત એ જ સાચું સ્વહિત છે. એવી દ્રઢ પ્રતીતિ હોવી જોઈએ, આ બધી ગ્યતાવાળું માનસ જેઓનું ન હતું, તેવાઓ તો ઉપરોક્ત વિદ્યાપ્રાપ્તિમાં અયોગ્ય જ ગણાતા. સમય પલટો થતાં માનવીઓમાં સ્વાર્થવૃત્તિ અને વિષય લાલસાઓની સામ્રાજ્યવૃદ્ધિએ તે વસ્તુઓના સદ્વ્યયને બદલે દુર્વ્યય થવાના પરિણામે, તે શક્તિઓની પ્રગવિદ્યા અન્યને શીખવવાનું કે બતાવવાનું તે વિદ્યાઓના જાણકારે બંધ કર્યું. એટલે ધીમે ધીમે તેને પ્રચાર બંધ થયે. બાકી સામાન્ય વ્યયવહારપગી કળાઓ ચાલુ રહી, અને દિનપ્રતિદિન પિતપોતની બુદ્ધિના ક્ષપશમ પ્રમાણે એવી વ્યવહારોપયેગી કળાઓના અવિષ્કારે જુદા જુદા સમયે જુદા જુદા માણસે જુદી જુદી રીતે કરતા આવ્યા છે, અને કરશે. ભારત ઉપર અવારનવાર વિદેશી સત્તાઓના જોરે ભારતની કળા-કૌશલ્યતાહુન્નર, અને તેને લગતું સાહિત્ય, એ સર્વ હકીક્તને લગતા ઈતિહાસ નષ્ટ થયે. તેમાં ય છેલ્લી બ્રિટિશ સામ્રાજ્યની સત્તાએ, પશ્ચિમની સંસ્કૃતિને જ ઇતિહાસ તથા પશ્ચિમની કળાકુશળતા અને પશ્ચિમની જ સંસ્કૃતિને જોરશોરથી પ્રચાર કર્યો. હિંદુસ્તાનની પ્રજામાં ભારતીય સંસ્કૃતિ ભુંસાવા લાગી. અને ભારતીય યુવાનેને શિક્ષણના બહાને વિદેશી સંસ્કૃતિથી Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જ શિક્ષિત મનાવવા માંડ્યા. બ્રિટિશ સત્તા ગઈ તે પણ બ્રિટિશ સંસ્કૃતિનાં ખીજ રોપતી ગઈ અને સુધરેલા કહેવાતા ભારતવાસીઓ વડે જ તે ખીજનાં વૃક્ષ ઊભાં થયાં. આના પરિણામ સ્વરૂપે ભારતની ઉગતી પ્રજાનું માનસ પાશ્ચાત્ય વૈજ્ઞાનિક આવિષ્કારા પ્રત્યે જ ખેંચાયુ. પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોના સાહિત્ય દ્વારા અધ્યાત્મ યા આત્મિક દ્રષ્ટિકોણ વિનાના કેવળ ભૌતિક્તાના જ પાષક વૈજ્ઞાનિક આવિષ્કારાના જોરદાર પ્રચાર વધ્યા. અવારનવાર ભારતના જ માનપત્રો દ્વારા પ્રગટ થતી નવા નવા આવિષ્કારોની લેખમાળાઓ વાંચી ભારતવાસીઓ મુગ્ધ બન્યા. આથી તેમના માનસ ઉપર એવી છાપ પડી કે, હાલના પાશ્ચાત્ય વૈજ્ઞાનિકામાં પદાર્થ - વિજ્ઞાનના આવિષ્કારો દ્વારા વિશ્વની જનતાને સુખી કરવાની જેટલી આવડત ( જ્ઞાન) છે, તેટલી આવડતવાળા કોઈપણ મનુષ્ય આ વિશ્વમાં ભૂતકાળે હતા જ નહિ. પરંતુ એમને માલુમ નથી કે વિજ્ઞાનને પણ ટપી જાય તેવી આધ્યાત્મિક શક્તિદ્વારા તેમજ શ્રતજ્ઞાનના અધ્યચન દ્વારા પ્રાપ્ત કરાતા વિશિષ્ટ જ્ઞાન ( વિજ્ઞાન )માં ભારત સદાના માટે પ્રભુત્ત્વ ધરાવતું રહ્યું છે, અને રહેશે. કેવળ ભૌતિક સુખના જ દ્રષ્ટિવાળા માનવસમૂહ પાસે વિવિધ પ્રકારી પૌદ્ગલિક આવિષ્કારોની કળાઓ સ્પષ્ટપણે પ્રયાગદ્વારા રજી કરવાથી માનવ મનની વાસનાના પોષક બની જાય, ઇંદ્રિયાની લાલસાના ગુલામ બની જાય અને હૃદયમાંથી નિજાન ંદની મસ્તીને ભૂલી જવાવાળા બની જાય. એ કારણાથી Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જ ચમત્કારિક સામર્થ્યને આપનાર પૌદ્ગલિક રહસ્યાને સામાન્ય અજ્ઞાન પ્રજાને છૂટે હાથે વહેંચવાનુ` ભારતના પૂર્વપુરૂષો દ્વારા બંધ થયેલુ હાવા છતાં, તે ઉત્તમ રહસ્યાના નાશ ન થાય તે માટે તેને સામાન્ય બુદ્ધિવંતા સમજી ન શકે એવી રીતે વિવિધ સંકેતામાં પણ એવા સ્વરૂપે સંગ્રહી રાખ્યું કે શેાધક બુદ્ધિના અધિકારી મહાપુરુષાને એ રહસ્ય મેળવી લેવામાં મુશ્કેલી ન પડે. એ ગુપ્તજ્ઞાન સદ્ગુરૂ દ્વારા સત્પુરૂષો જ મેળવી શકે છે. વૈજ્ઞાનિકોએ અનેક પૌદગલિક આવિષ્કારો દ્વારા અનેક પ્રકારની દુન્યવી અનુકૂળતાએ કરી આપવા છતાં એટમબેમ્બ આદિ કેટલાક આવિષ્કારો વિશ્વ સન્મુખ રજૂ કરી દુનિયાને ભયભીત અનાવી દીધી છે. ગમે તેવું ખાવાનું, પીવાનું, ભૂમિ ઉપર કે આકાશમાં હેલાઈથી ત્વરિત રીતે ગમન કરવાનું મળવા છતાં તે અધી અનુકૂળ સામગ્રીઓના ભેાક્તા એવા માનવસમૂહને આધુનિક બેમ્પ વર્ષાં કયારે ભસ્મીભૂત કરી નાખશે તે કલ્પવું ય મુશ્કેલ છે. આવા વિનાશક એમ્બેથી અચવા તેની સામે તે જ જાતનાં સંહારક શસ્ત્રો યા મેમ્બ અનાવવાની સૌ વાતા કરે છે, પરંતુ તે વિનાશક બામ્બને ઉપયોગ નિષ્ફળ જાય એવા પ્રકારના સંરક્ષક આવિષ્કારને શેાધક આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં હજુ કોઈ નીકન્યા નથી. અને તેવા પ્રકારના સંરક્ષક શસ્રી યા એઓના આવિષ્કારક નહિ નીકળે તા હીરાશીમા અને નાગાસાકીની જેમ સમસ્ત વિશ્વમાં કચારે ઓચિંતા કોલાહલ મચી ઉઠશે તે પવું ય મુશ્કેલ છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ આજના એટઓ અને હાઈડ્રોજન બેઓ જેવા તે નહિ, પરંતુ તેની માફક અગ્નિવર્ષા વડે વિનાશક શક્તિધારક પૈગલિક આવિષ્કારે ભૂતકાળમાં પણ ભારતવર્ષમાં હવાનું પ્રમાણ આજે પણ જૈનાગમમાં મળી આવે છે. પરંતુ આજના વિજ્ઞાનવાદ કરતાં તે સમયના વિજ્ઞાનવાદની મહત્તા એ હતી કે ઉપરોક્ત રીતના સંહારક આવિષ્કારિત પ્રયેગોને નિષ્ફળ કરનાર એવા સંરક્ષક આવિષ્કારે પણ તે સમયમાં વિદ્યમાન હતા. આ બન્ને પ્રકારના આવિષ્કારે તે અનુક્રમે તેજલેશ્યા અને શીતલેક્યા નામે ઓળખાતા હતા. તેજલેશ્યા વિનાશક હતી, જ્યારે શીતલેશ્યા સંરક્ષક હતી. એ બન્ને આવિષ્કારો પિદુગલિક હોવા છતાં તેની આવિષ્કારક પદ્ધતિ આજના જેવી ખર્ચાળ ન હતી. તેની પ્રક્રિયા એવી હતી કે આવિષ્કારક પિતે છ મહિના સુધી બને હાથ ઊંચા રાખી એક મુઠી અડદ અને ગલું ઉષ્ણપાણી છડૂના પારણે લેતે. અને એ રીતે પારણું કરી પુનઃ છઠું (બે ઉપવાસ) કરતા. એમ કરતે કરતે છ મહિને તે તેલેસ્થાની સિદ્ધિ પ્રાપ્ત કરતે. જેમ આજની આણુશક્તિની પ્રગટતામાં વૃદ્ધિ પામતા તાપકમની આવશ્યક્તા રહે છે, તેમ તે જેલેશ્યા પ્રગટ કરવામાં તેની તમામ કાર્ય વાહી, સાધકની શારીરિક ગરમીને જ પ્રદીપ્ત કરવાવાળી હતી. જ્યારે શીતલેશ્યાની કાર્યવાહી શીતલતા વહન કરવાવાળી હતી. તેજોલેસ્થા દ્વારા શરીરમાંથી ઉત્પન્ન કરાતી અગ્નિવર્ષા, મહાનમાં મહાન સેળ દેશને એક સાથે અલ્પ સમયમાં Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ભસ્મીભૂત કરવામાં શક્તિકારક હતી. તે પણ તે ઉષ્ણતાનાં કિરણ બહુ વિસ્તૃત રીતે નહિ પ્રસરાવતાં એક જ સ્થાન કે એક જ વ્યક્તિ ઉપર પ્રસરાવવાથી તેટલાને જ નુકસાનકારક થતાં. બન્ને લેફ્સાનું વર્ણન પૂ. શ્રી ભગવતીજી સૂત્રમાં પ્રદશિત હોવા છતાં શીતલેશ્યાની સાધક પ્રક્રિયા તેમાં જોવામાં આવતી નથી. આ રીતે પુદ્ગલની અનેક શક્તિઓને પ્રગટ કરવાવાળા વિવિધ આવિષ્કારે પૂર્વકાળમાં ભારતમાં પણ વિદ્યમાન હતા. પરંતુ વિવિધ પગલિક શક્તિઓ કરતાં ચેતન (આત્મા) અનંતગુણ શક્તિવંત છે એ ખ્યાલ પૂર્વ સમયમાં ભારતવાસીઓને સારી રીતે હતે. પગલિક આવિષ્કારને પણ આવિષ્કારક તે ચેતન જ છે. એટલે પગલિક આવિષ્કારમાં પ્રયત્નશીલ બની રહેલ ચેતન જે પ્રચ્છન્નભાવે રહેલી આત્મિક શક્તિઓને આવિષ્કારક બને તે તે વિશ્વમાં રહેલ તમામ પદાર્થની તમામ પ્રકારની શક્તિઓને જ્ઞાતા બની સ્વ અને પરને કલ્યાણકારક બની જાય. Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ નુ શાશ્વત અને સત્યસુખની સમજ પૌદ્ગલિક સુખ ગમે તેટલું હોય તો પણ કેવળ ૫નાનું જ સુખ છે. વાસ્તવિક સુખ નથી. એવાં સુખા તે આત્માએ અન તીવાર પ્રાપ્ત કર્યાં. પણ એથી આત્મામાં કઈ પ્રકાશ થયા નથી. તેમજ ક રાજાની ગુલામીએ સર્જેલા અંધકાર ગયા નથી. માનવીએ એવા સુખને ચાહવું જોઈ એ કે જે કેવળ અચળ હાય. જે કાઈથી ઝૂંટવી કે લુંટી શકાય નહિ. જેને કદાપિ નાશ થાય જ નહિ. આવું શાશ્વત સુખ બીજાને આધિન નથી. પરંતુ આપણા પેાતાને જ સ્વાધિન છે. વળી તે સુખની પ્રાપ્તિ કોઈપણ જાતને પૈસાના ય ખર્ચ કર્યા વિના મત મેળવી શકાય છે. આત્મિક સુખના નક્કર અને ચાક્કસ અનુભવી સંત પુરૂષો ફરમાવે છે કે સંસારી જીવાની સુખ-દુઃખ અંગે કલ્પના યા માન્યતા નરદમ જૂઠી છે. વાસ્તવમાં તે સુખ જ નથી. ફક્ત મનમાન્યા સુખને જ તે પડછાયા છે. આખરે તેનું પિરણામ દુઃખરૂપ છે. પરંતુ કમળાના રોગીને જેમ ધેાળી વસ્તુ તે પીળી લાગે, તેમ અજ્ઞાનદશાથી ટળવળતા ઘેલછાભર્યા જીવાને સત્ય સુખનુ સ્વરૂપ મિથ્યાત્વ ( તત્ત્વાતત્ત્વના અવિવેક ) રૂપ કમળાવાળી અવસ્થામાં ન જ સમજાય એ સ્વભાવિક છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જડવિષયે મારફત જ સુખ મેળવવું, એ મળે તે બહેકીને મહાલવું, ભાનભૂલા બનવું, અને ન મળે તે લાચાર, એશિયાળા થવું, શરીર–ઈદ્રિય અને મનને જે પ્યારું હોય તેને જ યેનકેન પ્રકારે મેળવવું, અને જે અણગમતું હોય તેને તુચ્છકારી–ધુતકારી કાઢવું, એ જ અજ્ઞાન દશા છે. અનાદિકાળથી જીવના સ્વરૂપ સાથે વણાઈ ગયેલ મિથ્યાત્વ દશામાં ચકચૂર બનેલ આત્માએ દુઃખની ખાણને જ સુખને ઈલાજ સમજી તેની મારફત સુખશાંતિ મેળવવા વલખાં મારે છે. અને એ રીતે આશામાં ને આશામાં જ મરી ફીટ છે, તે પણ તેઓનું દાળદર લગીરે ફટતું નથી. - જેમ બિચારે ભોળ હરણી નાભિમાં જ ખુશબોદાર કસ્તુરી હોવા છતાં તેને અજાણ હોઈ તે કસ્તુરી મેળવવા ચારે બાજુ રઝળી રવડી વિટંબના પામે છે. તેવી રીતે મિથ્યાત્વ અંધકારમાં અટવાયેલ મનુષ્યને સાચું સુખ પોતાના જ આત્મામાં રહેલું હોવાને ખ્યાલ નહિં હોવાથી બહાર તે લેવા માટે દોડધામ કરે છે. પરંતુ તેથી તો તે સુખપ્રાપ્તિના બદલે દુઃખ પ્રાપ્તિની ગર્તામાં જ અથડાય છે. તેની આશા અને વિહવળતા તથા અસ્થિરતા અને મલિનતા તે અવિદ્યા અને અપૂર્ણતાના સહચારી બને છે. - ઈંદ્રિયના વિષયમાં મેહિત બનેલ માનવી સમ્યગ્ર જ્ઞાનરૂપી અક્ષય ખજાનાને સમજી શકતા નથી. તે મૂઢમતી માનવી જ્ઞાનામૃતને ત્યાગ કરીને ઈંદ્રિયાર્થમાં રાગાતુર બને છે. ઈદ્રિના વિષયેની આસક્તિ તેના વિવેકને નાશ અને સમાધિનું હરણ કરે છે. એવાઓ આત્મિક સુખના in Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ અજાણ અને અશ્રદ્ધાળુ હવામાં તેઓની ભૌતિક દ્રષ્ટિ જ કારણ છે. આધ્યાત્મિક દ્રષ્ટિ ખુલે ત્યારે જ માનવ, આત્મિક સુખને સત્ય અને શાશ્વતરૂપે સમજી શકે છે. તિદ્રષ્ટિ અને આધ્યાત્મિક દ્રષ્ટિ વચ્ચે તફાવત એ છે કે-ભૌતિકવાદિ તે ઈન્દ્રિય માટે સ્વતંત્રતા માગે છે, ત્યારે અધ્યાત્મવાદી ઈન્દ્રિયેના વિષયમાંથી સ્વતંત્ર થવા ઈચ્છે છે. એકને પ્રયત્ન અને આકાંક્ષા તે સ્કૂલ અને ક્ષણિક માટે છે, જ્યારે બીજાને ઝૂકાવ તે સૂક્ષ્મ અને શાશ્વત માટે છે. શરીર માટે આત્મા? કે આત્મા માટે શરીર? એની પસંદગીને સવાલ છે. પિતાનું મકાન રેતી પર બાંધવું છે કે પહાડની ટોચ પર બાંધવું છે? એના ઉપર જ અંતિમ વિજયને આધાર છે, ઈદ્રિયે માટે ખેંચાય છે તે ઇંદ્રિયે સાથે નાશ પામે છે. જે ઇંદ્રિયાધિન દશામાંથી મુક્ત બને છે, તે જ પાર્થિવ પાશમાંથી છૂટી અનંત જીવનને પ્રાપ્ત કરે છે. વિશ્વના પ્રત્યેક પ્રાણીને આત્મા, સર્વ સુખસમૃદ્ધિ સામર્થ્ય અને જ્ઞાનને નિરંતર વહેતે નિર્મલ કરે છે. આ આત્મ પ્રયત્ન વડે જ પ્રવાહ સ્વરૂપે આ દ્રશ્ય વિશ્વની ઉત્પત્તિ થતી રહે છે. એ વડે જ અનેક પૌગલિક ચમત્કારે સ્કૂલ યા સૂરમરૂપે સર્જાય છે. આ આત્માને ગમે તે નામથી સંબંધે. તેને આત્મા કહે, સત્ય કહે કે ઈશ્વર કહે; પરંતુ તેના અનંતગતુક (અનંતજ્ઞાન–અનંત દર્શન–અનંત ચારિત્ર Page #66 -------------------------------------------------------------------------- ________________ ૧ અને અનંત વીય)ની પ્રાપ્તિ-પ્રગટતા એ જ નિઃશ્રેયસની સિદ્ધિ છે. એમાં જ શાશ્વતસુખની પ્રાપ્તિ છે. આપણા તત્ત્વદશી આએ એ સિદ્ધિને માટે ચેાગ, ભક્તિ અને તત્ત્વજ્ઞાનના માર્ગો દર્શાવેલા છે. મનુષ્ય આ માર્ગને અનુસાર જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ દેવત્વચા ઈશ્વરત્વના પ્રકાશ તેનામાં પ્રગટ થતા જાય છે અને કોઈ અલૌકિક આનંદની કળા તેનામાં જાગૃત થતી જાય છે. વર્તમાન વિજ્ઞાનના પ્રભાવને લીધે આજે લેાક સ શક્તિમાન આત્મસત્તાની ઉપેક્ષા કરી રહ્યા છે. પરંતુ એના સિવાય બીજે કચાંયથી પ્રકાશ મળી શકે તેમ નથી. એક વાત આપણે યાદ રાખવી જોઈ એ કે સત્ય અને ઈશ્વરપણાની પ્રાપ્તિ બહારથી નથી; એને વાસ આત્મામાં જ છે. એના માટે આપણે આત્મબાધ અને આત્મ નિરીક્ષણ કરવું જોઈ એ, કારણ કે સૌથી મેટું વિજ્ઞાન અધ્યાત્મ જ છે. આ વસ્તુનુ ભાન જીવ માત્રને થાય તે તેવા જીવા આ લેાકમાં ય સુખી અને છે; અને ક્રમે કરીને શાશ્વત સુખને પામે છે. આત્મિકસુખ માટેના અભિલાષ જનતામાં પ્રગટે તે જનતામાં ચાલી રહેલા કેટલાય અનિષ્ટોના નાશ થયા વિના રહે નહિ, જગતમાં આજે ખાદ્ય પૌદ્ગલિક સુખ માટે જે દોડધામ મચી રહી છે, દેશ-જાતિ તથા કુળને નહિ છાજતાં વના થઈ રહ્યાં છે, અને જે અનથ ભરેલાં કાવત્રાં ચેાવા માં આવે છે, તેનું કારણ એક જ છે કે દુનિયાના જીવા આજે આધ્યાત્મિક દ્રષ્ટિ ચૂકી જઈ ને બાહ્ય પદાર્થો દ્વારા થતા કાલ્પ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ નિક સુખમાં જ ફસાઈ પડ્યા છે. આજે એવા સુખની પ્રાપ્તિના આવિષ્કારેની દરેક દેશમાં હોડ લાગી છે. પરંતુ એ સુખને સાચું માનવાની ભ્રમણા ભાંગી જાય; અને સૌને એમ થઈ જાય કે “મારે તે મારા આત્મામાં જ રહેલું સુખ પ્રગટ. કરવું છે તે જર જમીન અને જેરૂ આદિ માટે થતી કેટકેટલી તકરારેને અંત આવી જાય. એટલે શક્ય હોય તે દુન્યવી સુખના સાધનો ત્યાગ કરી આત્મિક સુખ પ્રાપ્તિના માટે સંયમ સ્વીકારે. જેનામાં એ શક્તિ ન હોય તેઓ બાહ્ય સુખના સાધનમાં રાગી બની ન જવાય એની કાળજી રાખે અને ઉદાસીન ભાવે સંસારમાં રહીને પણ આત્મિક વિકાસ માટે પ્રયત્ન કરે. પરંતુ આત્મિક સુખથી અનભિજ્ઞ અને આધુનિક વિજ્ઞાનની વિવિધ સિદ્ધિઓમાં રાચતે આજને માનવી, તે પાર્થિવ દ્રષ્ટિએ અત્યંત સક્રિય રહેવા છતાં આંતરદ્રષ્ટિએ તદ્દન નિષ્ક્રિય હોવાથી તેના જીવનમાંથી સ્વસ્થતા અને સંતોષે વિદાયગીરી લીધી છે. સુખ અને શાંતિ તે તેના જીવનમાંથી કેટલાંય દૂરદૂર વસી રહ્યાં છે. કારણ કે આધુનિક વિજ્ઞાનિક સાધન-સગવડોને તેણે ગુલામ બનાવવાના બદલે પોતે જ એને ગુલામ બની રહ્યો છે. વિજ્ઞાનની મદદ વડે આકાશમાં ઉડી ચંદ્રકમાં પણ પહોંચી શકવાનું ગૌરવ અનુભવતા માણસ આંતરિક જીવનના ઘડતરની દ્રષ્ટિએ તે પીછેહઠને જ પામતો હેઈ અસ્વસ્થતા અને તૃષ્ણની ભડભડતી જવાલામાં બળી રહ્યો છે. શાંતિ અને સંતોષ પ્રાપ્તિ માટે ભારતના ત્યાગી સંતપુરૂષોને આશ્રય છેડી દઈ તે આધુનિક વિજ્ઞાનની જ વિચારધારાને આશ્રિત બન્યું છે. અને વિજ્ઞાને માન્ય દ્રષ્ટિ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ખિજ્જુના આશ્રયે જ સુખ-શાંતિ પ્રાપ્ત કરવાની આશાવાળો છે. અને ખબર નથી કે તેની એ આશા ઝાંઝવાના જળ જેવી. અને પાણી વલેાવી માખણ પ્રાપ્ત કરવા જેવી છે. ભૂતકાળમાં ભારતની ભૂમિપર પૌદ્ગલિક આવિષ્કાર સ્વરૂપે અનેક પ્રકારનું પદાર્થવિજ્ઞાન પ્રવર્ત્તતુ હોવા છતાં તે વિજ્ઞાનને જીવનમાં ઉપયેગી બનાવનાર માનવની દ્રષ્ટિ ( લક્ષ્ય ) કેવળ શારીરિક અનુકુળતા ઉપર જ ન હતી. આત્મિક શુદ્ધસ્વરૂપ પ્રાપ્તિના અને તેના સુખને જ તે અભિલાષી હતા. રૂપ-રંગ–રસ કે સ્પર્શની અનુકુળતા અનુભવવા સમયે પણ આત્મિદ્રષ્ટિના ઉપયોગી હતા. શારીરિક કે અન્ય કોઈપણ પ્રકારની પૌદ્ગલિક અનુકુળતાને જીવનના સાધ્ય તરીકે નહિં સ્વીકારતાં સાધનસ્વરૂપે સ્વીકારતા. સાધ્ય પ્રાપ્ત થયેથી સાધન ત્યાજ્ય હાવાની સમજવાળા હતા. સત્ય-સયમ-શિસ્ત નીતિ ન્યાય તથા પ્રમાણિક્તા એતમામ મૂલ્યા આંતરધમ માંથી જ ઉદ્દભવતાં હાવાથી દૈહિક કરતાં આંતરિક સુખપર તેનુ ધ્યાન વિશેષ હતુ. ભારતવર્ષની પૂર્વકાળની સંસ્કૃતિ આ પ્રમાણે હતી, જ્યારે આધુનિક વૈજ્ઞાનિક જગતે તે ખાદ જીવનની જ પ્રીતિના સ્વીકાર કર્યાં છે. · મન, અંતરાત્મા, ચેતના વગેરે તત્ત્વાને એ અંશતઃકખુલે છે, પરંતુ માનવીના ઘડતરમાં તેનું વિશેષ પ્રાધાન્ય તે સ્વીકારતું નથી. અત્યારે વિજ્ઞાનના ઝેક બાહ્ય ઉપકરણોની પ્રાપ્તિ અને વૃદ્ધિ તરફ જ રહે છે. વિજ્ઞાન માને છે કે બાહ્ય સગવડાનાં સાધના પર્યાપ્ત, પ્રમાણમાં માનવીને મળી રહે તે આંતરમનનુ સુખ આપે Page #69 -------------------------------------------------------------------------- ________________ આપ પ્રેરાશે. પરંતુ એ જેમ સગવડો અને સાધનોની વૃદ્ધિ કરતું જાય છે, તેમ તેમ માનવીની જરૂરિયાતને પણ વધારવાના પ્રચાર દ્વારા માનવીને તૃષ્ણની જ્વાલાઓમાં હોમતું જાય છે, એનું એને ભાન નથી. વિજ્ઞાન પર જ આધારિત સમાજનાં પ્રધાન લક્ષણો તે અશ્રદ્ધા અને નિરાત્મવાદ છે. વિજ્ઞાનની નજર સમક્ષ જે સાધ્ય છે, તે સાધ્યની સિદ્ધિ અર્થે ગમેતેવાં હિંસક સાધનને ઉપગ પણ એને સ્વીકાર્ય છે. આધુનિક વિજ્ઞાનના ઉદય પહેલાં આપણા ભારત દેશમાં ધર્મની આસ્થાએ જીવનમાં કેટલાંક આવકારદાયક મૂલ્ય પ્રેર્યા હતાં. તે સમયના સમાજમાં દુરાચાર કે પાખંડ બિલકુલ ન હતાં, એવું નહિં. પરંતુ તેના પર આડક્તરે અંકુશ હતો. દુરાચારીએ કે અધમીઓને સમાજમાં દરજજો ન હતો. દુરાચારીઓ અને અધમઓના દુરાચાર કે અર્ધમને સમાજમાં કઈ વધાવી લેતું નહિ. તેમની ઈજજત થતી નહિં. જ્યારે આધુનિક નવા માપદંડ પ્રમાણે કઈ દુરાચારી જ નથી. ભૂલ એ વૃત્તિનું કઈ ખલન જ છે. વૃત્તિને પ્રાકૃતિક આવેગ એ જ મહત્વનું છે. તેના પર સમાજના યા કુટુંબના જે રંગોને ઢેળ ચડ્યો છે, અને જેને આપણે સંસ્કાર કહીયે છીએ, તેને નવા સમાજમાં દંભ અને ભ્રમ કહેવામાં આવે છે. આવા શિસ્ત અને સંયમ સામે બંડ પિકારનાર તે સાહિત્યમાં પ્રગતિશીલ અને સમાજમાં ક્રાંતિકારી કહેવાય છે. આ નવા આગ્રહથી સમાજનાં બંધને શિથિલ થયાં છે. સમાજ વધારેને વધારે અસ્વસ્થ બન્યું છે. તે નજરે જોવાતું હોવા છતાં કબુલાતું Page #70 -------------------------------------------------------------------------- ________________ નથી. આત્મા–પુનર્જન્મ-પુણ્ય અને પાપમાં આસ્થા ધરાવનાર સમાજ તે રૂઢિ અને પરંપરાને ગુલામ રહે છે એમ વર્તમાન સુધારકેની ફરિયાદ છે. પરંતુ આ રીતની નવીન માન્યતા દ્વારા ધર્મનું અને નીતિનું બંધન જવાથી માનવી વધારે નિરંકુશ અને સ્વછંદી બની રહ્યો છે. તેનું આજના ક્રાન્તિકારને. ભાન જ નથી. તેઓ તે તેમની માની લીધેલી કાન્તિની અવળી. દેટમાં દેડ્યા જ કરે છે. કારણે કે એમનું લક્ષ્ય, આ વર્તમાન વિજ્ઞાનની સંસ્કૃતિના સિદ્ધાંતને જ અનુસરવાનું છે. આ છે આજના ભૌતિકવાદી વિજ્ઞાનને કરૂણ ચિતાર... આમાં ભૌતિકવાદિઓના ભૌતિક આવિષ્કાર કરવાના પ્રયત્ન દોષિત નથી. પરંતુ તેમના પ્રયત્નમાં થતી ઘોરાતિઘેર હિંસાની ઉપેક્ષા, અનર્ગળ ખર્ચાળ પદ્ધતિ, તે આવિષ્કારના ઉપભેગથી ભેગવિલાસના માર્ગે વધુને . વધુ લપસી જતી જનતા, સ્વાર્થવૃતિ અને અહંકારની વૃદ્ધિ, માનવસંસ્કૃતિને હાસ, તથા જીવન વ્યવહાર ચલાવવામાં અહિંસક આવિષ્કારના અભાવે હિંસક આવિષ્કારના , કરવા પડતા ઉપયોગમાં થતી આધ્યાત્મિક સંસ્કૃતિપ્રિય જનતાની મનોવેદનાની બેદરકારી, એ જ આજના વિજ્ઞાનનાં દૂષણે છે. આટલી બધી વિપરીતતા હોવા છતાં આજે અવનવા આવિષ્કારેની હોડ લાગી છે. એક કરતાં બીજો વૈજ્ઞાનિક દેશ, વધુ સંહારક સામગ્રીનું સર્જન કરવામાં મશગુલ બન્યું છે. તેનો ઉદ્દેશ વિશ્વશાંતિને નહિ હોતાં, તમામ રાષ્ટ્રને હડપ કરી જઈ પોતે માની લીધેલી અધ્યાત્મવિહોણું અને કેવળ ભૌતિક સંસ્કૃતિને જ વિશ્વ ઉપર વિસ્તારી દેવાને અને તે વૃતિ. Page #71 -------------------------------------------------------------------------- ________________ - સફલ બનાવવામાં થતી માનવસમાજની ગમે તેટલી પાયમાલી પ્રત્યે ઉપેક્ષા ભાવવાળો છે. અજ્ઞાન અને પુદ્ગલાનંદી મનુષ્ય વિવિધ પદ્ગલિક આવિષ્કારની આવડતવાળા બને તે વિશ્વમાં ઉલ્કાપાત મચાવી દે છે. એ રીતની પૂર્વકાલિન મહાપુરૂષોની માન્યતા બિલકુલ -સાચી હોવાનું આજે આપણે પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ. કેવળ ભૌતિકરાગી જ મનુષ્યને પગલિક આવિષ્કારની ચમત્કારી સમજ આપવાથી વિશ્વની પાયમાલી થઈ જાય, એ રીતની દીર્ઘદ્રષ્ટિ આપણું પૂર્વકાલિન મહાપુરૂષોએ વાપરી, તેવા આવિષ્કારોને ગૌણ બનાવી, ભવિષ્યની ભારતીય જનતા, અધ્યાત્મસંસ્કૃતિ વિહીન બની ન જાય એ રીતે પૌલિકવિજ્ઞાન આપણને વારસારૂપે આપી જઈ આપણુ ઉપર મહાન ઉપકાર કર્યો છે. ભૌતિક લાલસાથી રંગાયેલ પ્રજાને, આ મહાપુરૂષોએ દર્શિત વિજ્ઞાન શુષ્ક લાગે એ સ્વાભાવિક છે. પરંતુ આત્મિક સુખમાં જ વાસ્તવિક સુખની સમજવાળા છે તે આ રીતના જ વૈજ્ઞાનિક સિદ્ધાંતને અનુસરતા હોવાથી, ભૌતિકવિજ્ઞાનની બેલબાલાવાળા સમયમાં પણ આત્મિક શાંતિ અનુભવી રહ્યા છે. પૂર્વકાલિન મહાપુરૂષ પ્રણિત અર્થાત્ જૈનદર્શન પ્રણિત પુદ્ગલ વિજ્ઞાન તે શાશ્વત અને સત્યસ્વરૂપ સુખશાંતિની પ્રાપ્તિમાં કેવી રીતે ઉપયોગી બની શકે એની સમજ, સર્વજ્ઞપુરૂષે કથિત પુદગલ વિજ્ઞાનનું જ અધ્યયન કરવાથી આપણને સમજી શકાશે. Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું જીવનની વિવિધ અવસ્થાનું સર્જક તત્વ વિશ્વની વ્યવસ્થામાં જીવ અને પુદ્ગલ બન્નેને હિરો છે. દુનિયામાં પુગલનું અસ્તિત્વ નહીં હેતાં એક માત્ર આત્મા–જીવ યા ચેતનનું જ, અગર જીવ નહિ હેતાં એક માત્ર પુદ્ગલનું જ અસ્તિત્વ હોત, તો આ દ્રશ્ય જગત જ હત નહિ. દ્રશ્ય જગતનું ઉપાદાન કારણ પુદ્ગલ હાઈ તેમાંથી જીવના પ્રયત્ન વડે જ વિવિધ અવસ્થાવંત દ્રશ્ય જગતનું અસ્તિત્વ વર્તે છે. દ્રશ્ય જગતમાં પુદ્ગલની ઉપચેગિતા પણ વિવિધ રીતે જોવામાં આવે છે. જીવને આરામ અને શાંતિ આપે એવી અવસ્થાવંત પુદ્ગલે પણ હોય છે. અને અશાંતિકારક અવસ્થાવંત પણ પુગલો હોય છે. અવસ્થાઓની ભિન્નતાના હિસાબે દરેક અવસ્થાવત પુગલને વિવિધ સંજ્ઞાથી જગત ઓળખે છે. પૌષ્ટિક એવા ખાદ્યપદાર્થો અને પીણું તે પુગલ જ છે. વિષ અને શરાબ તે પણ પુદ્ગલ જ છે. મેટરટેન–એરપ્લેન એ પણ પુગલ જ છે. વસ્ત્ર–પાત્ર એ પણ પુગલ જ છે. એટમબેઓ-હાઈડ્રોજનબોમ્બ તથા અન્ય પ્રાણઘાતક શો એ પણ પગલા જ છે. અરેપ્રાણીઓનું શરીર, શબ્દ, વિચાર અને ઉશ્વાસ એ પણ પુગલ જ છે. અવસ્થાની દ્રષ્ટિએ પુગલમાં વિવિધતા છે, તેમ પ્રાણીઓને ગુણ અને દોષકારક દ્રષ્ટિએ પણ તેમાં Page #73 -------------------------------------------------------------------------- ________________ વિવિધતા છે. પુદ્ગલ એ એકાંતે નથી ગુણકારક કે નથી નુકસાનકારક. ગુણકારક પુદ્ગલ પણ કઈ અમુક પ્રકારે અવસ્થાંતર થઈ દોષકારક સ્વભાવી બની શકે અને દોષકારક પુદ્ગલ, અવસ્થાન્તર થઈ ગુણકારક પણ બની શકે. અમૃત. જેવી ચીજ પણ વિષકારક અને સેમલ જેવા પ્રાણહર પદાર્થો તથા પ્રકારના રસાયણ પ્રયોગથી સુખકારક પણ બની શકે. આ રીતે બાહ્ય જગતમાં વિવિધ અવસ્થાવંત પુગલે, વિશ્વના પ્રાણીઓને વિવિધ રીતે ઉપયોગી અને અનુપયોગી છે. જે જી પુદ્ગલની સહાયથી જ જીવન વ્યતીત કરી શકે તેવા જેને સંસારી, અને પુગલને લેશ માત્ર ઉપયોગ જેને જરૂરી નથી તેવા અને સિદ્ધનાજીવ–મોક્ષના જીવ યા પરમ પદને પ્રાપ્ત પરમાત્મા કહેવાય છે. આમ જીવના બે વિભાગ હવામાં પુદ્ગલ જ કારણ છે. પુદ્ગલના ઉપગથી જ જીવન ચલાવી શકનાર આત્માઓ, પુગલથી શ્રીરનીરવત સંગિત બની રહેલા હોય છે. પુદ્ગલની જરૂરિયાત રહિત પુદ્ગલસંગથી બિલકુલ રહિત છે. પુગલને સ્વભાવ જ પૂરણ અને ગલન હેવાથી તે કઈપણ એક અવસ્થાવંત રહી શકતું નથી. એટલે જીવને અનુકૂળકારક પગલ પ્રાપ્તિ પણ ચિરસ્થાયી શાંતિદાયક બની શકતી નથી. કેઈક સમયે પણ તે અવસ્થાને નાશ છે. કદાચ દીર્ઘટાઈમ ટકી શકે તેવી અવસ્થાવત પુગલ હોય તે પણ જીવની સાથે તેને સંગ દીર્ઘકાળ સુધી ટકી શકવાનું નિશ્ચિત હોઈ શકતું નથી. એટલે અનુકુળતાદાયક મ નથી. કેઈક કે તેની ટીકા Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૯ પુદ્ગલ પ્રાપ્તિ સાથે અન્તે તે નિરાશા અને વિયેાગ તે સંકળાયેલ જ છે. માટે અનેકવિધ નીતિ કે અનીતિમય પ્રયત્નથી પ્રાપ્ત પુદ્ગલવસ્તુ કાઈ પણ જીવને શાશ્વતપણે ચા સદાના માટે સુખી રાખવાવાળી તે નથી જ. ઘેારહિસાના તાંડવઢારા પૌદ્ગલિક અનુકુળતાએ પ્રાપ્ત કરી ધરતી ધ્રુજાવતા અનેક મદાંધ સત્તાધારકોને પણ તે તમામ સામગ્રીને રાતાં રાતાં છેડીને યમશરણ થવું પડ્યું અને જેનાં નામિનશાન પણ ન રહ્યાં. હિંસા——અહિંસા, ભક્ષ્ય-અભક્ષ્ય અને પેય–અપેયના વિવેકને કોરે મૂકી અનેક પૌષ્ટિક ખાદ્ય સામગ્રીથી રૂષ્ટ પુષ્ટ અનાવેલ અને તેલ-અત્તર આદિ સુગંધી પદ્મામાંથી વાસિત કરેલા શરીરા પણ કાઈ ઓચિંતી ખીમારીથી રાગગ્રસ્ત અને દુર્ગંધમય બની જવાનાં ઉદાહરણા આજે પણ મૌજુદ છે. કાણુ કહી શકે તેમ છે કે મારી કાયા જીંદેંગીભર કંચનસમ રાખી શકીશ ? કોણ કહી શકે તેમ છે કે મારી સમૃદ્ધિ, રાજ્યસત્તા, કુટુ’બ-પરિવાર આદિના હું કદાપિ વિયોગી નહિ બનું ? શું ! આ બધુ... સ્પષ્ટ સમજી શકાય તેવું નથી ? સમજાય તેા પછી તેની પ્રાપ્તિ માટે રાત-દિવસ ધમપછાડા કેમ ? અનીતિમાં ભાનભૂલા કેમ ? હિંસા અને અને અહિંસામાં અવિવેકી કેમ ? પાપના ડર કેમ નહિ ? શું લાવ્યેા હતા? શું લઈ જઈશ ? શુ! આ આત્માનું અસ્તિત્ત્વ આજે ધારણ કરેલ દેહના સંચાગ પૂરતું જ છે? શુ' એક વખત એવા નહિ આવે કે આ દેહ તે ચેતન વિનાના Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શખરૂપે પડ્યો હશે? શું પછી તારી દુનિયા નથી ? આજે તા અનેક કિસ્સા પ્રત્યક્ષરૂપે છાપાંઓમાં અનેક વખત છપાએલા વાંચીએ છીએ કે અમુક ગામે અમુક બાળકને પેાતાની વર્તમાન દેહધારક અવસ્થા પહેલાંની પૂર્વ દેહધારક સ્થિતિ સ્મૃતિમાં આવી, અને પેાતાના પૂર્વ ભવની વ્યતીત જીવનની કિકતા સ્પષ્ટપણે કહેવા માંડી. તે સ્થળે જઈ તપાસ કરતાં અનેક માણસે સમક્ષ પ્રત્યક્ષ રૂપે તે કિકતા સાચી સિદ્ધ થઈ ચૂકી. આ રીતે આ દેહધારક અવસ્થા પહેલાં પણ કોઈ બીજી દેહધારક અવસ્થા જીવની હાવાનું પ્રામાણિકપણે પ્રત્યક્ષરૂપે સિદ્ધ થઈ ચૂકેલ છે. એટલે હવે પછી પણ કોઈ નવીન દેહધારક અવસ્થારૂપે જીવનું અસ્તિત્વ ચાલુ રહેવાનું આપેાઆપ સિદ્ધ થાય છે. એક જન્મથી શરૂ થઈ મરણુ પતના કાળને એક ભવ કહેવાય છે. એવા ભવા આ જીવે અન તીવાર કર્યાં અને અનેકવિધ શરીરધારી બન્યા. જૈનદર્શનના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથા અવગાહન કરવાની શક્તિ ન હાય તેવા બાળજીવા પણ સહેલાઈથી જીવની વિવિધ દેહધારી અવસ્થાઓનું અધ્યયન કરી શકે તે માટે નાગમ અનુસારે “ વાદિવેતાલ બિરૂદ ધારક શ્રી શાંતિસૂરિ મહારાજે ’ જીવવિચાર નામે પ્રકરણ રચ્યું છે. આ જીવવિચાર પ્રકરણનું અધ્યયન કરવાથી માલુમ પડશે કે જીવ વિવિધ રીતે વા કેવા શરીરના ધારક બને છે? વિશ્વમાં જીવાની દેહાવસ્થા અને સંસારી સચેગાની પ્રાપ્તિ વારવાર એક સરખી જ નહિ હાતાં વિવિધ પ્રકારની Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧ હાય છે. તે વિવિધતાનુસાર તા જ્ઞાનિપુરૂષોએ જીવાના પણ વિવિધ ભેદ દર્શાવ્યા. વિવિધ ભેદધારી શરીરાવસ્થામાં કેટલીક શરીરાવસ્થા તા એવી પણ હોય છે કે જે જોતાં જ આપણને ઘણા થાય. ગમે તેવી શરીમાં કે ગરમીમાં, સુખમાં કે દુઃખમાં, અનુકૂળતાવાળા સ્થાને સ્વતંત્રતાપૂર્વક જવામાં જીવ અશક્ત હાય. મુંગામંગા શીત તાપાદિ કષ્ટો સહન કરીને જ પડી રહેવું પડે. વળી અનેક જીવાની દેહાવસ્થા ટકાવવામાં ભક્ષ્ય તરીકે ઉપયેગમાં લેવાઈ જઈ એ તેવાં પણુ શરીર હાય. આપણે ભક્ષાઈ જતા હાઈએ તે પણ તેથી ખચવાની કોઈ શક્તિ, લાગવગ, કે રાજ્યના કાનુના આપણી પાસે ન હાય. એવી પણ દેહાવસ્થા, અનેક વિધ વિલાસી જીવનમા અંધ બની રહેલા આપણે અનેકવાર પ્રાપ્ત કરી. અરે! વમાન જન્મ પહેલાં પણ નવ નવ મહિના જેટલા દી - કાળ પર્યંત ઉધે મસ્તકે અને જ્યાં હવાનું પણ આગમન બહુ જ ઓછું હોય એવા મળમૂત્રથી ભરેલા અંધારી કોટડી સમ માતાના ઉદરમાં પણ આ જીવે કેટલું દુઃખ અનુભવ્યું ? આ નજીકના ટાઈમની હક્તિ બુદ્ધિગમ્ય હાવા છતાં આપણે ભૂલી ગયા, તે પછી પૂર્વ ભવાની કષ્ટકારક દેહાવસ્થાની સ્મૃતિ આપણને કયાંથી હાય ? પરંતુ એવી અવસ્થાએ આ જીવે અનેકવાર પ્રાપ્ત કરી અને કરશે એ વાત તે ચાક્કસ છે. વિવિધ જન્મમાં આવી વિવિધ અવસ્થાવ ત શરીર પ્રાપ્તિ કેમ ? એવી વિવિધ રચના કેમ થાય છે? કેવી રીતે થાય છે ? કાણુ કરે છે ? કઇ વસ્તુમાંથી કરે છે? એક સ્થાને Page #77 -------------------------------------------------------------------------- ________________ પર કાયમી સ્થાયી નહિ રહેતાં વાર વાર એક શરીર છેડી નવાં નવાં શરીરધારક સ્વરૂપ જન્મ-મરણુ કેમ કરવાં પડે છે ? એવું આ જીવને કયાં સુધી કરવું પડશે? એવી કોઈ અવસ્થા છે કે જ્યાં ગયા પછી જન્મ-મરણુ બંધ. એવું સ્થાન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે ? કઈ જીવા જન્મ-મરણ રહિત હશે ખરા ? હાય તા તેમની એ અવસ્થા અને આપણી જન્મ-મરણવાળી અવસ્થા એમ ભિન્નતા હેાવાનુ... શું કારણ ? આ બધી બાબતેામાં કયું તત્ત્વ કામ કરી રહ્યું છે? એવા કયા પદાર્થ છે ? કે આકાશમાં ચંદ્રલેાક સુધી પહોંચી જવાની મગરૂબી ધરાવતા મનુષ્ય પણ તેની આગળ પામર છે. અનેક વર્ષોંથી પ્રયત્નશીલ બની રહેલ કેટલાય માનવીઓને પેાતાની પૌલિક ( વ માન વૈજ્ઞાનિક) શેાધખેાળા અધુરી મૂકીને પણ ચાલ્યા જવું પડે એવી સત્તાવાહક કઈ ચીજ આ દુનિયામાં છે? આ ચીજના આવિષ્કારક કોઈ વૈજ્ઞાનિક થયા છે કે નહિ ? ગમે તેવા મગરૂબી ધારક માનવી પણ ચ ચક્ષુથી આ તત્ત્વને નહિ' શેાધી શકે. તેની શોધ કરવામાં આજના યંત્રવાદ નિષ્ફળ જવાના. ગમે તેવા વૈજ્ઞાનિકોની બુદ્ધિ પણ ચક્કરમાં પડી જવાની. અરે ! કેટલાક આસ્તિક દશ નકારા પણ આ તત્ત્વના આવિષ્કાર બરાબર કરી શકયા નથી. એટલે આ બધી કિકતાની જવાબદારી તેમણે ઈશ્વર ઉપર ઢોળી નાંખી. જન્મની અને લગ્નની કંકોત્રીમાં પેાતાનું ગૌરવ, જ્યારે મરણના મેલામાં ઈશ્વરચ્છા જણાવવામાં જ દુનિયાએ ડહા Page #78 -------------------------------------------------------------------------- ________________ પણ માન્યું. પરંતુ કારણ વિના કાર્ય ન થાય એ ન્યાયી સિદ્ધાન્તાનુસાર કયા કારણે ઈશ્વરને દ્રશ્ય જગતની વિવિધતા કરવી પડી? એ પ્રશ્ન ઉપસ્થિત થતાં “ઈશ્વરની લીલા અકળ છે” એમ કહી તે પ્રશ્નને ટાળી દેવાય એટલા માત્રથી જિજ્ઞાસુની જિજ્ઞાસાવૃત્તિ તૃપ્ત થઈ શકે નહિ. ખૂબ સૂમ બુદ્ધિએ વિચારવાથી માલુમ પડે કે અનંતજ્ઞાનધારક વીતરાગ ભગવંત જ આ તત્ત્વને આવિષ્કાર સંપૂર્ણ સત્ય સ્વરૂપે કરી શકે. વિશ્વના તમામ પ્રલેભનેને જેણે ફગાવી દઈ કઠોર સંયમ, ત્યાગ અને તપને આદરી, વિશ્વની કારમી વિચિત્રતાઓનું કારણ આત્મપ્રત્યક્ષ નિહાળી શકનાર હોય તે જ સર્વજ્ઞ વીતરાગ ભગવંત કહેવાય. અને તેઓશ્રી જ આ સંસારની વિચિત્ર ઘટનાઓ સર્જક તત્વનો આવિષ્કાર કરી શક્યા છે. એ મહાપુરૂષ તે વિજ્ઞાની નહિં પણ મહાવિજ્ઞાની યા તત્વજ્ઞાની યા કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્મા કહેવાય. તેઓશ્રીની સ્થાપિત સંસ્થા તે જ જૈનદર્શન–જૈનશાસનના નામે વિશ્વમાં અજોડ પ્રગશાળા કહેવાય. આ પ્રગશાળા અનાદિકાળથી ચાલુ છે, અને તેને સિદ્ધાન્તના પાલનપૂર્વક એ પ્રગશાળામાં રહી પ્રેગ કરનાર અનેક જીવ ઉપરેષ્મ તત્વને આત્મ પ્રત્યક્ષ નિહાળવામાં સફળ બની, વીતરાગ સર્વજ્ઞપદના ધારક બની, શાશ્વત અને સત્ય સુખના ભક્તા બન્યા છે. આ પ્રયોગશાળામાં રહેનારને ભેગી નહિં, પણ ત્યાગી બનવું પડે. તે જ વીતરાગતાની પ્રાપ્તિમાં સફળતા મળે છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪ વીતરાગ અનેલ એ સર્વજ્ઞ મહાપુરૂષાએ વિશ્વના પ્રાણીઓ સમક્ષ રજુ કર્યું" છે કે આ વિશ્વમાં એક એવા પૌદ્ગલિક રજકણા ( અણુએ )નુ અસ્તિત્વ વી રહ્યું છે કે જેણે સંસારી આત્માની અનંત શક્તિઓને આવરી લીધી છે. અનંત સુખના ઝરા પેાતાના આત્મામાં જ નિરંતર સ્થાયી હાવા છતાં એ પેાલિક રજકણૈાથી પરાધીન બનેલા આત્માને પોતાનું સ્વતંત્ર સુખ ભૂલાઈ ગયુ છે. અને પૌદ્ગલિક સુખે જ સુખી થવાની ઘેલછાવાળા બની રહ્યો છે. આ રજકણા અતિ સૂક્ષ્મ છે, અને ચક્ષુગાચર થઈ શકે તેવાં નથી. અણુની વિરાટ શક્તિ આજના વૈજ્ઞાનિક યુગમાં કોઈથી અજાણ નથી. તેા પછી વૈજ્ઞાનિકોએ માની લીધેલ અણુ કરતાં પણ અત્યંત સૂક્ષ્મ એવાં આ રજકણા અનંત શક્તિવંત હાય એમાં શું આશ્ચય ? આ સૂક્ષ્મ રજકણા ચૌઢરાજલેાકમાં ઠાંસી ઠાંસીને ભરેલાં જ રહે છે. કોઈપણ જગ્યાએ રહેલ આત્મામાં આ રજકણા આકર્ષાઈ ક્ષીરનીરવત્ સમિશ્રિત બની જાય છે. સમિશ્રિત અનતાં તે રજકણા પ્રથમ કહેવાઈ ગયેલ આઠ ગ્રહણ ચેાગ્ય પૌદ્ગલિક વગ ણાઓ પૈકીની છેલ્લી કામ ણુવગણાએનાં જ હાય છે, અને આત્માની સાથે મિશ્રિત બન્યા બાદ અવસ્થાન્તર પ્રાપ્ત તે રજકણા “ કમ ” સજ્ઞાથી ઓળખાય છે. કેટલાક દશ નકારાએ સ‘સારી જીવાના સુખ-દુઃખનું કારણ “ કમ^ '* જણાવ્યું, પરંતુ તે કમ એક પ્રકારનાં પૌદ્ગલિક રજકણે * Page #80 -------------------------------------------------------------------------- ________________ હોઈ આત્મા સાથે ક્ષીરનીરવ સંમિશ્રિત બની રહેવાનું બતાવી શક્યા નથી. આત્મા સાથે સંમિશ્રિત અવસ્થામાં પણ તે ઉપર છ વડે થતાં કેવા પ્રગ દ્વારા તેને આત્મામાંથી હટાવી, તેનાથી આવરણ રહિત બની, આત્માના અનંત પ્રકાશને વિશ્વમાં પ્રકાશિત કરી શકાય તે રીતના વિજ્ઞાનને પણ તેઓ સમજાવી શક્યા નથી. જ્યારે સર્વજ્ઞ વીતરાગ પ્રણિત જૈનદર્શમાં આ અંગેનું વિરાટ સાહિત્ય આજે પણ મોજુદ છે. વિશ્વમાં સ્કૂલ યા સૂક્ષ્મ સ્વરૂપે વિદ્યમાન અણુસમુહ પૈકી, આત્મા પ્રત્યે આકર્ષાઈ આત્મામાં એંટી જવાની ગ્યતા તે કેવળ “કાર્મણ વર્ગણાવસ્થાએ પ્રાસ આણુસમૂહમાં જ હોય. લેહ અવસ્થા પ્રાપ્ત અણુઓમાં જેમ લેહચુમ્બક પ્રત્યે જ ખેંચાવાની અને લેહચુંબકમાં જેમ લેહના કણને જ ખેંચવાની તાકાત છે, તેમ જીવ અને કાશ્મણવર્ગણની રજકણે સંબંધમાં પણ સમજી લેવું. આ કાર્મણવર્ગની રજકણે પ્રતિસમય અઢળક પ્રમાણમાં આત્માને એંટીને આત્માની સાથે લેહાગ્નિવત્ કે ક્ષીરનીરવત એકરસ જેવી થઈ જાય છે. જીવની માનસિક-વાચિક કે કાયિક કેઈપણ પ્રકારની પ્રવૃત્તિ સમયે જ એ કામણવર્ગણની રજકણે ખેંચાય છે. એવી એગિક પ્રવૃત્તિ રહિત છ પ્રત્યે તેતે રજણ નથી ખેંચાતી કે નથી ચુંટતી. Page #81 -------------------------------------------------------------------------- ________________ ગિક અવસ્થાવંત વડે આકર્ષિત તે રજકણો રાળ વડે સંધાઈ એકાકાર થતા બે કાષ્ટની માફક” પૂર્વે આકર્ષિત રજકણુ સમૂહની સાથે બન્શન સ્વરૂપે બની રહી જીવના કામણ શરીર રૂપે ઓળખાય છે. આ કાર્મણ શરીર જ જીવના જન્મ-મરણ-સુખ-દુઃખ ઈત્યાદિ જીવની વિવિધ અવસ્થા સર્જક તત્વ છે. કાશ્મણ શરીરના કારણે જ જીવના અનાગ પ્રયત્નવડે થતું દ્રશ્ય સૃષ્ટિનું નિર્માણ છે. આ કાર્મણ શરીરના કારણે જ જીવની બાહ્ય અને આંતરિક અવસ્થામાં ભિન્નતા છે. તેના કારણે જ જીની દેવ-મનુષ્ય -તિર્યંચ અને નારકી સ્વરૂપ સ્થિતિ સર્જાય છે. આ સ્થિતિ એ જ જીવને સંસાર છે. ભિન્ન ભિન્ન સમયે જીવવડે ગ્રહિત બની રહેલ કર્મરજકણના પિંડસ્વરૂપ કાર્મણ શરીરનું અસ્તિત્વ તે સંસારી અવસ્થાવંત જીવમાં સદાના માટે અનાદિકાળથી છે. પરંતુ તેનાં રજકણે સદાના માટે તેનાં તે જ નહિં હતાં પુરાણ રજકણેનું ગમન અને નવાં રજકણનું આગમન પ્રતિસમય થતું જ રહે છે. કારણ કે રજકણુનું આગમન પ્રવાહ સ્વરૂપે અનાદિ છે, પરંતુ વ્યક્તિ સ્વરૂપે અનાદિ નથી. આ આખુંય કાર્પણ શરીર પણ એટલું સૂક્ષ્મ છે કે તે ચર્મચક્ષુથી દેખી શકાય તેવું નથી. કાર્મણવર્ગણુના આ રજકણ સમૂહના, આત્મા સાથે સંબંધિત બની રહી કર્મરૂપે પરિણત થવાના કાર્યને, જૈન પારિભાષિક ભાષામાં “બન્ધ” કહેવાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલનું અવસ્થાન્તર થવાથી તેમાં નવી શક્તિ યા સ્વભાવનું નિર્માણ થાય છે, એ નિયમાનુસાર અનાગ વિર્ય વડે ગ્રહણ કરાતી તે કાર્મણવર્ગણાની રજકણોનું પણ કર્મસ્વપે અવસ્થાન્તર થવાથી તેમાં “જ્ઞાનાવરણીય” આદિ સ્વભાવનું નિર્માણ થાય છે. - જ્ઞાનાવરણીય એ, કર્મ રજકણસમૂહની એક પ્રકારની વ્યોત્પત્તિક સંજ્ઞા છે. કઈ જાતનાં કર્મ રજકણે જીવને કેવા પ્રકારની અનુકૂળતા યા પ્રતિકૂળતા સર્જક સ્વભાવી બની રહ્યાં છે, તેને ખ્યાલ તે કર્મ રજકણોની વિવિધ અર્થકારક સંજ્ઞાથી જ આપણને આવી શકે છે. એટલે ભિન્નભિન્ન શક્તિધારક તે કર્મ રજકણને તે તે પ્રકારની શક્તિ યા સ્વભાવસૂચક સંજ્ઞાથી જ વ્યવહારાય છે. આવી સંજ્ઞાઓ મુખ્યપણે આઠ અને તે પ્રત્યેકના પેટા વિભાગ સ્વરૂપે ૧૫૮ ની સંખ્યા પ્રમાણ છે. બંધ સમયે જ થતા આવા વિવિધ સ્વભાવ નિર્માણને “પ્રકૃતિ બંધ” કહેવાય છે. જેમ મુખવાટે ઉદરમાં પ્રક્ષેપિત આહારનું રસ રૂધિરાદિ સાત ધાતુરૂપે પરિણમન થતું જ રહે છે, તેવી રીતે પ્રતિસમય કર્મ સ્વરૂપે પરિણમન થતાં રજકણુ સમૂહનું તે જ સમયે જ્ઞાનાવરણીયાદિ સ્વરૂપે વિવિધ સ્વભાવ ધારક પરિણમન પણ થતું જ રહે છે. તે કર્મ રજકણુના ઔધે બંધાવસ્થા બાદ અમુક સમય સુધી સુષુપ્તપણે રહી આત્મમાંથી જેમ જેમ છૂટતાં રહે છે, તેમ તેમ બંધસમયે પ્રાપ્ત સ્વભાવ મુજબ તે તે સ્કંધે આત્માને અનુકૂળતા યા પ્રતિકૂળતાને Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અનુભવ કરાવે છે. આત્માને અનુભવાતી તે દશાને કર્મને ઉદયકાળ કહેવાય છે. તે કર્મ રજકણોને આત્મા સાથે સંબંધ, સુષુપ્ત સ્વરૂપે અને ઉદય સ્વરૂપે મળીને ક્યાં સુધી રહી શકવાની યોગ્યતાવાળો છે, તે કાળની ગ્યતાનું નિર્માણ પણ બંધ સમયે જ થઈ ચૂકે છે અને તેને “ સ્થિતિબંધ” કહેવાય છે. સ્થિતિબંધની ન્યૂનાધિક્તાને આધાર બંધ સમયે વર્તતા રાગી-દ્વેષી પરિણામની અલ્પ બહુવતાને અનુલક્ષીને હોય છે. અમુક સમયસુધી સુષુપ્ત અવસ્થાવત રહી, બંધસમયે નિર્મિત સ્વભાવાનુસાર જીવને થતી ગુણકારક કે હાનિકારક ઉદય અવસ્થામાં પણ ગુણ અને હાનિમાં તરતમતા હોય છે. ક્યારેક ક્યારેક તે કર્મને ઉદય તીવ્રપણે લાભ યા હાનિ કરે છે અને ક્યારેક ક્યારેક મંદપણે કરે છે. આ તીવ્ર યા મંદપણું પણ બંધસમયે જ નિયત થાય છે અને તેને “સબંધ” કહે છે. તે નિયત થવામાં જીવની કષાયસહિત લેશ્યા પરિણતિ જ કારણભૂત હોય છે. વિવિધ સ્વભાવ ધારક તે કર્મસ્કામાં પ્રકૃતિબંધ સમયે ક્યા ક્યા સ્વભાવનું નિર્માણ કેટલા કેટલા સ્કંધે (રજકણસમૂહ)માં થવું જોઈએ, તેનું નકકીપણું, તે “પ્રદેશબંધ” કહેવાય છે. આ રીતે પ્રતિસમય જીવ પ્રયત્નવડે આકર્ષિત બની, Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૯ જીવની સાથે સંબંધિત બની જઈ કર્મઅવસ્થાને ધારણ કરતાં તે રજકણ સમૂહમાં પ્રકૃતિ–સ્થિતિ-રસ અને પ્રદેશનું સર્જન, બંધ સમયે જ થતું રહે છે. એટલે જ તે મુજબ બંધ ચાર પ્રકારે કહ્યો છે. ત્યારબાદ જીવને શુભ સંયોગની પ્રાપ્તિ કરાવનાર, કર્મોને પુણ્યદય અને અશુભ સંગેની પ્રાપ્તિ કરાવનાર, કર્મોને પાપોદય કહેવાય છે. ૧૫૮ પ્રકારની સંજ્ઞાધારક કર્મઅણુ સમૂહમાં કઈ સંજ્ઞાધારક કર્મને ઉદય પુણ્ય સ્વરૂપે અને કઈ સંસાધારક કર્મને ઉદય પાપ સ્વરૂપે વર્તે છે અને તે. ક્વા કેવા પ્રકારના શુભાશુભ સંગેની પ્રાપ્તિ કરાવે છે? તેની સમજ કર્મવિપાક નામે પ્રથમ કર્મગ્રંથથી સમજી લેવી. આ રીતે કર્મબંધરૂપે કર્મને સંબંધ અને કર્મોદયસ્વરૂપે તે કર્મને છૂટકારે, પ્રતિસમય ચાલુ જ છે. આ કર્મોને કારણે જ શરીરપ્રાપ્તિ, વાચાશક્તિ, વિચારશક્તિ, શ્વાસોચ્છવાસ લેવા મૂકવાની શક્તિ, જન્મ-મરણ-સુખ-દુઃખ, રાગ અને દ્વેષ, અવિવેક, અજ્ઞાન, વગેરેને ધારક આત્મા. બનતા જ રહે છે. જે આત્મા કર્મસંબંધથી બિલકુલ રહિત છે, તે આત્મા. શરીરાદિ એગ્ય પગલેને ગ્રહણ કરવામાં અને તે તે રૂપે પરિણામ પમાડવામાં પ્રયત્નશીલ બનતું જ નથી. કારણ કે તેમને જન્મ-મરણ નથી. એટલે શરીર, ઉચ્છવાસ, વાણી કે વિચારની પણ તેને જરૂર નથી. એ બધી જંજાળ નહિ હવાથી આપણે અનુભવીએ છીએ એવા કોઈ સુખદુઃખ. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬6 પણ તેને નથી. તેમનું સુખ કઈ અલૌકિક છે. તે તે જેને હોય તે જ સમજી શકે. વિશ્વમાં એવી કઈ ચીજ નથી કે તેના ઉદાહરણ દ્વારા તે સુખને ખ્યાલ આપી શકાય. સંસારી જવાના પ્રયત્નથી થતી શરીરાદિની રચના તે કર્મ સ્વરૂપે પ્રાપ્ત પુદ્ગલ રજકણેના નિમિત્તને પામીને જ થાય છે. વિવિધ સ્વભાવ ધારક કર્મ સ્કછે તે અવયવ છે અને તે વિવિધ અવયની સંજીત અવસ્થા તે કામણ શરીર છે. આઠ ગ્રહણ યોગ્ય પદ્ગલિક વર્ગણાઓ પૈકી “કાર્પણ ગ્રહણ ગ્ય” વર્ગણવડે કાણુ શરીરની, “ઔદારિક ગ્રહણ રોગ્ય વર્ગણવડે ઔદારિક શરીરની, અને વૈકિય ગ્રહણયેગ્ય-આહારક ગ્રહણગ્ય અને તેજસ ગ્રહણયોગ્ય વર્ગણના રજકણ સમૂહવડે તે તે સંજ્ઞાધારક અનુક્રમે વૈકિય–આહારક - અને તેજસ શરીરની રચના થાય છે. ઉચ્છવાસ ગ્રહણયોગ્ય, " ભાષા ગ્રહણગ્ય અને મન ગ્રહણયોગ્ય પગલિક વર્ગણના રજકણ સમૂહવડે થતી રચના તે અનુક્રમે શ્વાસેચ્છવાસ-વાણું અને વિચાર તરંગ સ્વરૂપે પરિણમે છે. આમાં ભાષા, શ્વાસોચ્છવાસ અને મને યોગ્ય વર્ગણએમાંથી પુદ્ગલકંધોને જીવ ગ્રહણ કરી, તે તે રૂપે પરિઅણુમાવીને તે પુદ્ગલેના જ અવલંબનથી ઉત્પન્ન થયેલ વીર્યદ્વારા તે તે પુદ્ગલેને જીવ છેડી દે છે. જેમ બિલાડો ઉંચે કૂદતા પહેલાં પોતાના શરીરનું જ સંકેચન દ્વારા અવ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧ લખન લે છે અને ત્યારપછી સંકોચન દ્વારા પ્રાપ્ત થયેલ ખળ વડે જ ઉંચે કૂદી શકે છે. અન્યથા કૂદી શકતા નથી.. તેવી રીતે ભાષાવિણાઓને છેડી મૂકવા માટે તે જ પુદ્ગલાનું અવલંબન લેવાય છે. શેષ ઔદ્યારિકાદિ શરીર યોગ્ય પાંચ વ ણાઓમાંથી ગ્રહણ કરાતા પુદ્ગલકાને તે ઔદારિકાદિ શરીરરૂપે પરિમાવે છે, પણ છેડી મુકાતા નથી. તેને તેા બંધન નામક વડે પેાતાની સાથે આત્મા જોડી દે છે. ભાષા–ઉચ્છુવાસ અને મનેાવણાના પુદ્ગલ સ્કધાને તે આત્મા સાથે. સંબંધિત બનવામાં હેતુભૂત તેઓનુ બંધન નામક નહિ હાવાથી તેઓને તે પૂના સમયે ગ્રહણ કરે અને પછીના સમયે છેડી મૂકે. એ પ્રમાણે થયા જ કરે છે. ધે ભાષા—ઉચ્છ્વાસ અને વિચારસ્વરૂપે પરિણમાવી છેડી. મૂકાતાં તે અણુ આજના વૈજ્ઞાનિક પ્રયોગાદ્વારા કાગળ યા અન્ય ચીજ ઉપર અંકિત થતા હાઈ, તે અણુસ્ક ંધ પુર્દૂગલ સ્વરૂપ હાવાની જૈનદર્શનકથિત માન્યતા પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. રેડીએ-ગ્રામેફેન વિગેરે ભાષાના પુદ્દગલાને અંકિત કરતા પ્રયોગા છે. અસત્ય શેાધક યંત્ર” તે વિચારના પુગલાને અંક્તિ કરતા પ્રયોગ છે અને ઉચ્છ્વાસને પણ ગ્રહણુ કરતા એક પ્રયોગ કિસ્મત નામે માસિક”ના ડીસેમર ૧૯૬૨ના અંકમાં નીચે મુજબ વાંચવામાં આવ્યો હતા. “ અમેરીકાના એક ડૉકટરે, ક્રાધીઢશાયુક્ત એક માન- Page #87 -------------------------------------------------------------------------- ________________ કર વીના શ્વાસને એક ખાટલીમાં ભર્યાં. ઘૃણા અને શત્રુતાના ઉગારાના સમયમાં નીકળતા શ્વાસને તેણે આમ ખાટલીમાં જમા કરી લીધા. પછી તેણે જોયું તે તેને માલુમ પડ્યુ કે કાધી દશામાં જે શ્વાસ, મનુષ્યના દેહમાંથી બહાર નીકળે છે, તેમાં એટલું તેા ભારે ઝેર હાય છે કે જો એ શ્વાસ, વીસ સુવાને ઇંજેકશન દ્વારા આપવામાં આવે તે જરૂર તેઓ મૃત્યુ પામે છે.” આ ઉપરથી એક બીજી વાત પણ સિદ્ધ થાય છે કે · પૂરા ચિંતવન દ્વારા છેડાતા વિચારતર ંગાનાં અણુએ એવાં ઝેરી હાય છે કે અન્યને પણ ઝેરી બનાવે છે. ગ્રહણયોગ્ય આઠે પૌલિક વણામાંથી ઉપરોક્ત રીતે શરીર,ઉચ્છ્વાસ, વાણી અને વિચાર સ્વરૂપે થતુ પરિણમન તે જીવ પ્રયત્નથી જ થાય છે. પેાતપેાતાના અંગે થતી શરીર રચનાદિ ક્રિયા તે પાતપાતા જ પ્રયત્ન થાય છે. કોઈ એક જીવના પ્રયત્ને અન્ય જીવના શરીરાદ્ઘિની રચના થઈ શકતી નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું જેનદર્શન કથિત આત્મવીર્ય સ્વરૂપ આત્માની શક્તિ—બળ—પરાક્રમ તે વીર્ય કહેવાય છે. વીર્ય એ જૈનપારિભાષિક શબ્દ છે. તેને અર્થ–વેગ, ઉત્સાહ અળ, પરાક્રમ, શક્તિ ઈત્યાદિ થાય છે. આ વીર્ય બે પ્રકારે કહેવાય. (૧) લબ્ધિવીર્ય અને (૨) કરણવીર્ય. આત્મામાં શક્તિરૂપે રહેલું વીર્ય તે લબ્ધિવીર્ય અને તે લબ્ધિવીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત જે મન, વચન અને કાયારૂપ સાધન તે કરણવીર્ય છે. - કરણવીર્યમાં આત્મિવીર્યને વાહનરૂપથી વીર્ય શબ્દને ઉપચાર છે. આત્મજ્ઞાનરહિત જીવને વીર્યગુણની પ્રાથમિક સમજ તે કરણવીર્ય દ્વારા જ આપી શકાય છે. લબ્ધિવીર્ય પ્રગટ થવામાં કરણવીર્ય સંબંધ ધરાવે છે, માટે તે ઉપચાર રોગ્ય છે. વાસ્તવિક રૂપથી તે વીર્ય એ શરીરની નહિં, પણ આત્માની વસ્તુ છે. વીર્ય એ શરીરને ગુણ નહિં હતાં શરીરનું સર્વ પ્રકારનું સંચાલન કરવાવાળા જે આત્મા શરીરમાં રહેલું છે, તેને ગુણ છે. વીર્યના સત્ય સ્વરૂપથી અજ્ઞાત કે, શરીરની તાકાતને –બળને જ વીર્ય સ્વરૂપમાં સમજે છે. પરંતુ શરીરની અંદર Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૪ રહેલું વીય તેા પુદ્ગલમાંથી અનેલું હાવાથી તે તે પૌલિક વીય કહેવાય છે. આ પૌદ્ગલિક વીર્ય ની પ્રગટતાના આધાર આત્માના વીય ગુણના પ્રગટીકરણ પર જ છે. જગતના નાના મેટા સર્વ પ્રાણીઓની મન-વચન તથા શરીરની સ્થૂલ યા સૂક્ષ્મ પ્રવૃત્તિમાં આત્માનું વી જ કામ આપે છે. મન~વચન અને કાયા તેા જડ હાવાથી આત્માના વીર્ય વિના કોઈ પણ પ્રકારની ક્રિયા કરી શકતાં નથી. આત્મા જ્યારે શરીરના ત્યાગ કરીને ચાલ્યા જાય છે ત્યારે મજબૂતમાં મજબૂત શરીર પણ કાષ્ટની માફક થઈ ને પડ્યુ' રહે છે. એટલે સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે આત્મિક અળવીના અભાવે શારીરિક બળ વ્યર્થ છે. શરીરગત પૌદ્ગલિક વીય એ બાહ્યવીય છે. બાહ્યવીય એ આત્મિક વીના અનેક બાહ્ય સાધનામાંનુ એક બાહ્ય સાધન છે. અર્થાત્ આત્મિક વીર્યના પ્રવર્તનરૂપ આત્મપ્રયત્નમાં બાહ્યવીય પણ સંબંધ ધરાવે છે. આત્મિક વીર્ય ની અપૂર્ણતા—અલ્પતા યા ખાહુલ્યતા તા પાતપેાતાના વીર્યંતરાય કમના ક્ષયાપશમના જ આધારે છે. વીર્યાંતરાય એ વિવિધ સ્વભાવધારક ક અણુઓમાંના એક અણુસમૂહ છે. તે જ આત્માના વીય ગુણને આવરે છે. વીર્યાં તરાય સંજ્ઞાધારક તે રજકણાના સંબંધ આત્મામાંથી સંપૂર્ણ નષ્ટ થાય છે, ત્યારે આત્મા અનંતવીય –શક્તિધારક અને છે. તે સમયે વતા આત્મવી ને ક્ષાયિક અર્થાત કદાપિ ન્યૂનતાને ધારણ નહિ કરનાર એવું સર્વાંત્કૃષ્ટ વીર્ય કહેવાય. Page #90 -------------------------------------------------------------------------- ________________ છે. આ ક્ષાયિક વીર્યમાં સમગ્ર જગતને પલટાવી નાંખવાની શક્તિ હોય છે. પરંતુ એ રીતે પલટાવવાનું કેઈ આત્મા કેઈ કાળે કરે જ નહિ. કારણ કે એવી રીતના પ્રગટવર્યવાળા આત્માને એવું કરવાનું કોઈ પ્રયજન હેતું નથી. ન્યૂનાધિક પ્રમાણમાં પણ વીયતરાય કર્મસ્વરૂપ આવરણ જ્યાં સુધી આત્મ પ્રદેશના વીર્યને આચ્છાદિત કરીને રહે છે, ત્યાં સુધી ગમે તેવા પ્રમાણુવાળા વીર્યને ક્ષાપશમિક વીર્ય કહેવાય છે. ક્ષાયિક વીર્યધારક સર્વ આત્માઓનું વીર્ય સદાકાળ એક સરખું જ હોય છે. જ્યારે લાપશમિક વીર્યધારક સર્વ આત્માઓના વીર્યમાં વિવિધતા હોય છે. કેવલી ભગવાન તથા સિદ્ધ પરમાત્મા ક્ષાયિકવીર્યવંત હોય છે. તેમાં પણ સલેશ્ય અને એલેશ્ય એમ વીર્યના બે પ્રકાર પડે છે. લેણ્યાસહિત વિર્યવાળા જીવે સગિ કહેવાય છે, અને લેક્ષારહિત વિર્યવાળા જી એગી કહેવાય છે. તેનું કારણ એ છે કે લેશ્યાવાળા જીના લબ્ધિ (આત્મ) વીર્યનું પ્રવર્તન અર્થાત્ તે આત્માને પ્રયત્ન, મન-વચન અને કાયા દ્વારા થતા હોઈ તે જીવો સગી કહેવાય છે, અને લેશ્યા વિનાના જીના લબ્ધિ વીર્યમાં મન-વચન અને કાયારૂપ સાધનોનો ઉપયોગ હોતું નથી, માટે તે જીવે અગી કહેવાય છે. આ અયોગી જીવે પુદ્ગલ ગ્રહણ કરતા જ નથી. ક્ષાપશમિક વીર્ય તે સલેશ્યી જ હોય. અલેશ્ય ક્ષાયિક વીર્યવંત તે ચૌદમા ગુણસ્થાનકવતી અગી કેવલી તથા સિદ્ધ પરમાત્મા જ હોય અને સલેશ્ય ક્ષાયિકવીર્ય તે સગી Page #91 -------------------------------------------------------------------------- ________________ F વળીને હોય. આ સલેશ્ય ક્ષાયિક વીય વત સયેાગી કેવળી તે કષાયરહિત હોવાથી તેમના મન–વચન અને કાયાદ્વારા પ્રતિત વી વડે આષિત પુદ્ગલે આત્મા સાથે નિરસપણે અતિ અલ્પ સમય સંબંધિત રહી ખરી જાય છે. મન-વચન અને કાયારૂપ સહકારી કારણદ્વારા પ્રવતતા સલેશ્ય વી ની “ યાગ ” સંજ્ઞા છે. એટલે કારણમાં કાના આરેાપ કરીને મન-વચન અને કાયાના પણ શાસ્ત્રમાં ચેગ તરીકે વ્યવહાર કર્યાં છે. આ ચેાગસંજ્ઞક વી વડે જ ગ્રહણચેાગ્ય પુદ્ગલ–વણાઓમાંથી આત્મા, ગ્રહણુ–પરિણમન– અવલ'મન અને વિસર્જન યથાયેાગ્ય કરે છે. સલેશ્ય ક્ષયાપશમિક અને સલેશ્ય ક્ષાયિક એમ બન્ને પ્રકારના વી માં દરેકના અભિસ ંધિજ અને અનભિસ ંધિજ એમ એ પ્રકાર હોય છે. કના સંચાગથી આત્મપ્રદેશમાં ઉકળતા પાણીની માફ્ક સતત કંપન ચાલુ હોય છે. અને તેની અસર શારીરિક–માનસિક અને વાચિક અનેક માહ્ય પ્રવૃત્તિઓથી વ્યક્ત થાય છે. શરીરમાં અનેક ધાતુઓ અને છે. પારસ્પરિક સંક્રમણ્ થાય છે. અનાવશ્યક પદાર્થ શરીરમાંથી વિસર્જિત થાય છે. નિદ્રાનસ્થામાં પણ એ પ્રવૃત્તિઓ ચાલુ જ રહે છે. આ પ્રકારે થવાવાળી સવ પ્રવૃતિયામાં પ્રવૃત વીય ને અર્થાત્ આત્મપ્રયત્નને અનભિસંધિજ વીય ” કહેવાય છે. આપણે હલીએ છીએ, ચાલીએ છીએ તે સમયે અગર Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૭ તે હાથવડે કંઈક ઉંચકવા ટાઈમે વિશેષ પ્રયત્નની જે આવશ્યક્તા રહે છે, એવી ઐચ્છિક પ્રવૃતિઓમાં પ્રવૃત વીર્યને “અભિસંધિજ વીર્ય ” કહેવાય છે. ગ્રહણગ્ય આઠે પદ્ગલિકવર્ગણના કંધેનું ગ્રહણ, શરીર રચના, ઉચ્છવાસ–ભાષા અને મનરૂપે તેનું પરિણમન તથા અવલંબન અને વિસર્જન એ બધુંય તે તે પુદ્ગલના ધારક તે તે જીવના જ અનભિસંધિજ વિર્ય (પ્રયત્ન) વડે જ થાય છે. આ ઉપરથી સૃષ્ટિરચનાની સમજ પણ આવી જાય છે. એટલે દ્રશ્યમાન સુષ્ટિનું ઉપાદાને કારણ અને તેના ઉત્પાદકને સાચે ખ્યાલ જૈનદર્શન કથિત “પુદ્ગલ વિજ્ઞાન” થી જ પ્રાપ્ત કરી શકાય છે. સૃષ્ટિ રચનામાં થતાં આ રીતના પગલિક પ્રયોગની અને આત્મવીર્યની આવી સ્પષ્ટ હકિત જૈનદર્શન સિવાય જગતના કોઈ સાહિત્યમાંથી સમજવા મળી શકે તેમ નથી. Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું કમતત્વના વિષયમાં જેનદર્શનની વિશેષતા * આઠ ગ્રહણગ્ય પુદ્ગલવર્ગણાના પુગલ–સ્કોનું ગ્રહણ–પરિણમન એ બધુંય જીવના અનભિસંધિજ વયવડે થતું હોવા છતાં, કર્મથી સંબંધિત બની રહેલ આત્માના જ પ્રયત્નવડે આ બધું થાય છે. એટલે આ બધું થવામાં કારણરૂપે તે જીવની સાથે સંબંધિત બની રહેલ કર્મઆણુએ જ છે. કર્મઆણુઓના સંબંધને લીધે જ જીવને વિવિધ. નાટક કરવાં પડ્યાં છે. પુદ્ગલ આણુ કરતાં પણ અનંતાનંત શક્તિધારક આત્માની શક્તિઓને આચ્છાદિત કરી રાખી આત્માને દુખપ્રાય દશામાં મૂકનાર તે કર્મઅણુઓ જ છે. પદાર્થવિષય ગ્રાશક્તિ-બુદ્ધિ-સર્વિવેક-ક્ષમા-નમ્રતા -સરલતા–નિર્લોભતા–દાન–લાભ–ભેગ-ઉપભોગ અને વીર્ય (આત્મ તાકાત) ઈત્યાદિ આત્મિક ગુણેની અનુકૂળતા તથા પ્રતિકુળતામાં, વળી શરીર, શરીરનાં અવય, શરીરની આરેગ્યતા, શરીરની મજબૂતાઈ શરીરને આકાર, શરીરનાં રૂપ-રસ–ગંધ-સ્પર્શ, શરીરમાં આત્માની સ્થિરતા, સુસંસ્કાર પિષક કુળ ઈત્યાદિ બાહ્ય સંગેની અનુકૂળતા અને પ્રતિકૂળતામાં પણ આ જીવ ઉપર કર્મ રજકણનું જ અધિપત્ય વતે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ કર્મથી સંબંધિત બની રહેલ આત્મા પરાધીન છે. તેની સ્વતંત્રતા કર્મઆણુએ છીનવી લીધેલી છે. કર્મઅણુઓના સામ્રાજયે જીવ ઉપર કટ્રલ જમાવ્યું છે. અનુકૂળતા સર્જક કેટલાંક કર્મઆણુઓથી સંસારી જીવને ક્યારેક કંઈક શાંતિ મળે છે, પરંતુ તે શાંતિ, શાશ્વત્ અર્થાત્ સદાકાળ સ્થાયી બની રહેવાવાળી હોતી નથી. વળી તેવી શાંતિપ્રાપ્તિના સમયે પ્રતિકૂળતા સર્જક કેટલાંક કર્મઅણુઓને વિપાક પણ જીવને વર્તતા હોય છે. એ રીતે કર્મ રજકણોથી સર્જિત શાંતિ-અશાંતિનું ચક્ર સંસારી જીવનમાં ચાલ્યા જ કરે છે. ધમધખતા ઉનાળાના પ્રચંડ તાપમાં રણમાં વિચરી રહેલ માનવીને ઘડીભર માટે ચેંગલું પાણી મળી જાય, અને તેનાથી જેવી શાંતિ તે અનુભવે તેવી નહિવત્ શાંતિ જીવને ક્યારેક અનુભવાય તેથી કંઈ તેનું દારિદ્ર ફીટી જતું નથી. આવી પરાધીનતાવાળી શાંતિ–સુખ તે કંઈ વાસ્તવિક શાંતિ કે સુખ ન કહેવાય. જે સુખશાંતિની પછવાડે દુઃખના ઢગ અડકાયેલા હોય તેવી સુખશાંતિ શું કામની? જ્ઞાની પુરૂષાએ તે ફરમાવ્યું છે કે શાશ્વત અને સત્યસુખશાંતિની પ્રાપ્તિ તે કર્મ રજકણેના સંબંધથી બિલકુલ રહિત બની જવાવાળા આત્માઓને જ હોઈ શકે છે. પોતાને જ આત્મા અનંત સુખને કરે છે. જ્યાં સુધી આત્મા કર્મ સંબંધથી પરાધીન છે, ત્યાં સુધીનું તેનું સુખ પણ પરાધીન છે. અધુરું છે, અશાશ્વત છે. પરાધીન અવસ્થામાંથી છૂટી આત્માની આઝાદી મેળવવા દ્વારા શાશ્વત અને સત્ય સુખની પ્રાપ્તિ માટે તો Page #95 -------------------------------------------------------------------------- ________________ o આત્માએ ક આણુસમૂહના આગમનને રોકી, ભૂતપૂર્વ આગત કમ અણુસમૂહને આત્મામાંથી સર્વથા અલગ કરવા પ્રયત્નશીલ બની રહેવુ જોઈ એ. અને તે માટે ક અણુસમૂહના વિજ્ઞાનના સારી રીતે અભ્યાસ કરવા જોઈએ. વિશ્વમાં જેટલાં દર્શીન, આત્મવાદી છે, અને પુનજન્મને માને છે, તેમને પુનર્જન્મની સિદ્ધિને માટે ક માનવું જ પડે છે. તે તેદનાની ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓને કારણે યા તે આત્માના સ્વરૂપમાં મતભેદ હેાવાના કારણે કના સ્વરૂપમાં થાડી ઘણી ભિન્નતા સમજાય, પરંતુ સ આત્મવાદી દશનાએ કોઈ ને કોઈ નામથી પણ કર્મ ના સ્વીકાર તા કરેલ જ છે. જે મનુષ્યા, ધન-શરીર આદિ બાહ્ય વિભૂતિયામાં આત્મબુદ્ધિવાળા છે, અર્થાત્ જડમાં જ અર્હત્વ માની બાહ્ય દ્રષ્ટિવંત બની રહ્યા છે, તેવા અહિરાત્મભાવ સંસ્કારાથી વાસિત મનુષ્યોને કર્માં વિષયનું વિજ્ઞાન રૂચિકર ન હોય, તેથી કરીને કની સત્યતામાં તે કંઈપણ ક્રૂર પડતા જ નથી. સાધારણ લેાક પેાતાના વ્યવહારમાં કામધ ધા અને વ્યવસાયને માટે કર્મ શબ્દના પ્રયાગ કરે છે. પરંતુ જૈન શાસ્ત્રામાં કર્મ શબ્દના ઉપયાગ એ અને ઉદ્દેશીને જ છે. (૧) રાગદ્વેષાત્મક પરિણામ. જેને કષાય ( ભાવકમ ) કહેવાય છે. અને (૨) કાર્માંણુ જાતિનાં અણુવિશેષ કે જે કષાયના નિમિત્તથી આત્માની સાથે વળગી રહેલાં છે. જેને Page #96 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યકર્મ કહેવાય છે. અહીં ભાવકર્મ તે આત્માના વૈભાવિક પરિણામ સ્વરૂપ છે. જેથી તેને ઉપાદાનરૂપ કર્તા જીવ જ છે. અને દ્રવ્યકર્મ તે કામેણુજાતિના સૂક્ષ્મ અણુસમૂહરૂપ પુદ્ગલેને વિકાર છે. તેને પણ કર્તા, નિમિત્ત રૂપથી જીવ જ છે. ભાવકર્મનું નિમિત્ત દ્રવ્યકર્મ છે, અને દ્રવ્યકર્મનું નિમિત્ત ભાવકર્મ છે. એ રીતે તે બન્નેને સંબંધ અરસપરસ બીજાંકુરની માફક કાર્ય-કારણરૂપે છે. કેટલાક દર્શનકારેએ કર્મને માયા–અવિદ્યા–પ્રકૃતિવાસના–અદ્રષ્ટ–સંસ્કાર–દેવ-ભાગ્ય ઈત્યાદિ સંજ્ઞાથી પણ ઓળખાવ્યું છે. પરંતુ તે બધાં પર્યાયવાચક નામે હેઈ કર્મને જ ઉદ્દેશીને છે. અહિં ભાવકર્મને આત્માના વૈભાવિક પરિણામ સ્વરૂપે બતાવેલ છે, તે વૈભાવિક પરિણામનો અર્થ એ સમજવું કે જેમ શરાબ પીધેલા મનુષ્યની પ્રવૃત્તિ તે વિપરીત છે, તેવી રીતે કર્મરૂપી શરાબના સંબંધથી સંબંધિત બની રહેલ જીવની જે સુખ-દુઃખરૂપે વર્તતી અવસ્થા તે વૈભાવિક અવસ્થા સમજવી. શરાબના નિશામાં ચકચૂર બનેલો માણસ નાચતા-કુદતાં-હસતો હોવા છતાં તેના નાચવા-કુદવા-હસવામાં વાસ્તવિક હર્ષ નથી. પણ નશાજન્ય છે. તેવી રીતે કર્મના વિપાકેદય સમયે વર્તતી આત્માની બાહ્ય સુખવાળી દશા તે વાસ્તવિક સુખદશા નથી. સ્વાભાવિક નથી. પરંતુ વિભાવિક છે. જનદર્શનમાં પ્રત્યેક કર્મની બધ્યમાન–સત અને ઉદયમાન એમ ત્રણ અવસ્થાઓ માનેલી છે. તેને ક્રમશઃ બન્ધ Page #97 -------------------------------------------------------------------------- ________________ -સત્તા અને ઉદય કહેવાય છે. જેનેતર દર્શનમાં પણ કર્મની તે જ અવસ્થાઓને બતાવતાં બધ્યમાન કર્મને કિયમાણ. સત્ કર્મને સંચિત અને ઉદયમાન કર્મને પ્રારબ્ધ તરીકે ઓળખાવેલ છે. પરંતુ આટલા માત્રથી કર્મ અણુઓનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકાતું નથી. કર્મ અણુવિજ્ઞાનની સમજ ઉદ્દેશ મુખ્યત્વે કરીને તે આત્માની સ્વાભાવિક અર્થાત્ પારમાર્થિક અને વ્યાવહારિક એ બન્ને સ્વરૂપને સત્ય રીતે ઓળખવા માટે છે. જીવના આ બન્ને સ્વરૂપનો ખ્યાલ પ્રાપ્ત કરવામાં જ કર્મવિષયક સમજની સફલતા છે. વળી કેવળ વિભાવિક યા વ્યાવહારિક સ્વરૂપને જ જાણવા માત્રમાં કર્મવિજ્ઞાનની સફલતા નથી. યા એકલા શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનમાં પણ કર્મ વિજ્ઞાનની સફલતા નથી. હા ! એટલું જરૂર છે કે આત્માના પારમાર્થિક સ્વરૂપ તરફ દષ્ટિપાત કરવા પહેલાં તેને વ્યાવહારિક સ્વરૂપને ખ્યાલ પણ હોવો જોઈએ. મનુષ્ય–પશુ-પક્ષી-સુખી-દુઃખી આદિ આત્માની દ્રશ્યમાન અવસ્થાઓના સ્વરૂપને સારી રીતે જાણ્યા વિના આત્માનાં પારમાર્થિક સ્વરૂપને સમજવાની યેગ્યતા પ્રાપ્ત થવી મુશ્કેલ છે. કારણ કે જ્યાં સુધી અનુભવમાં આવવાવાળી વર્તમાન અવસ્થાની સાથે આત્માના સંબંધને સાચે ખુલાસે ન થાય ત્યાં સુધી સમજનારની દષ્ટિ, આગળ કેવી રીતે વધી શકે? જ્યારે આત્માને એ સમજાય કે ઉપરના સર્વ રૂપ તે વિભાવિક છે, સંગજન્ય છે. ત્યારે જ સ્વયંમેવ જિજ્ઞાસા પેદા થાય છે કે આત્માનું સત્ય યા સ્વાભાવિક અર્થાત્ કર્મસંબંધથી રહિત સ્વરૂપ કેવું છે? પરંતુ જે કર્મવિજ્ઞાન માત્ર આત્માની Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૩ દ્રશ્યમાન દશાને જ સમજાવવા પુરતું હાઈ પારમાર્થિક યા સ્વાભાવિક દશાને સમજાવવામાં અશક્ય છે, તે કર્મવિજ્ઞાન અધુરું છે. પગલિક અણુ કરતાં કર્મ અણુ સમૂહના સંબંધથી રહિત આત્મ અણુની અનંતાનંત શક્તિની સમજ તે અધુરા કર્મવિજ્ઞાનથી પ્રાપ્ત થઈ શક્તી નથી. તેને સમજવા માટે તે સંપૂર્ણ કર્મવિજ્ઞાનની સમજ હેવી જોઈએ. કર્મને માનનાર જૈનેતર દર્શનની કર્મ અંગેની માન્યતા પ્રાયઃ જીવની દશ્યમાન–વ્યાવહારિક દશાની વિવિધતાને જ અનુલક્ષીને છે. મનુષ્યપણું–દેવપણું, નરપણું-પશુપણું– પક્ષીપણું–શારીરિક સુખ–દુઃખાણું, જન્મ-મરણપણું ઈત્યાદિપણે વર્તતી વિવિધ જીવદશાની પ્રાપ્તિમાં કારણુસ્વરૂપે કર્મને તેઓએ સ્વીકાર્યું છે. પરંતુ જીવને મુખ્ય સ્વભાવ-જીવનો મુખ્ય ગુણ શું છે? અને તે ગુણની પ્રગટતામાં વિવિધ જીવ આશ્રયી વિવિધતા ક્યા કારણને લઈને છે? તે કારણને કેવી રીતે હઠાવી શકાય? આ હકિકત તે માત્ર જૈન દર્શન નમાં જ જાણવા મળે છે. જૈનદર્શનમાં સર્વ કર્મ રજકણુ સમૂહનું ઘાતી અને અઘાતી એમ બે રીતે પણ વર્ગીકરણ કર્યું છે. જીવના પરમાર્થિક યા સ્વાભાવિક સ્વરૂપ આત્મિક ગુણને આચ્છાદિત બનાવી રાખનાર કર્મને ઘાતી કર્મ તરીકે ઓળખાવ્યાં છે. અને જીવની વ્યાવહારિક યા દશ્યમાન અવસ્થાની અનુકૂળતા ચા પ્રતિકૂળતા સર્જક કર્મને અઘાતી કર્મ તરીકે ઓળખાવ્યાં Page #99 -------------------------------------------------------------------------- ________________ C છે. આમાં ઘાતીકનું સ્વરૂપ જૈનદર્શન સિવાય અન્ય સ્થળે પ્રાય: જવલ્લે જ જોવામાં આવે છે. તેનુ કારણ એજ છે કે અન્ય દાએ જીવની કથી મુક્તકદશામાં સુખ તે સ્વીકાર્યું, પરંતુ તેવી મુક્તદશા એટલે કેવી દશા ? તે દશામાં જીવનું સ્વરૂપ કેવું હાય ? તે સ્વરૂપનું આચ્છાદક કમ કેવાં પ્રકારનુ હાય ? તે કર્મને હટાવવાના ઉપાય શે? આ ખાખતની સમજ જૈનદર્શન સિવાય અન્ય કોઈ આપી શક્યું નથી. જૈનદર્શન કહે છે કે “ જીવ ” તે પરમાત્માના અંશ છે. તેના અર્થ શાસ્ત્રની દૃષ્ટિએ એ થાય છે કે જીવમાં જેટલી જ્ઞાનકળા વ્યક્ત છે, તે કર્માવરણથી આવૃત ચેતનાશક્તિના એક અંશમાત્ર છે. જ્ઞાનારણીય કર્મ બિલકુલ હટી જવાથી ચેતના (જ્ઞાન) પરિપૂર્ણ રૂપથી પ્રગટ થાય છે. તે પરિપૂર્ણ જ્ઞાન (કેવળજ્ઞાન) એ જ ઈશ્વરભાવ ચા ઈશ્વરત્વની પ્રાપ્તિ છે. અર્થાત્ જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી પ્રગટ જ્ઞાનશક્તિ તે પરિપૂર્ણ જ્ઞાન ( કેવળજ્ઞાન ) રૂપ ઈશ્વરવા અંશ છે. આ રીતે કેવળજ્ઞાન સ્વરૂપે જીવની શુદ્ધ દશાના સ્વરૂપનું જ્યાં નિરૂપણ જ ન હેાય ત્યાં તે અવસ્થાનુ રાધક જ્ઞાનાવરણીય કર્મોનું પણ નિરૂપણ કયાંથી હાય ? જૈનદર્શન કહે છે કે જીવના મુખ્ય સ્વભાવ જ્ઞાન છે. જ્યાં જ્ઞાન ત્યાં જીવ અને જ્યાં જીવ ત્યાં જ્ઞાન અવશ્ય હાય છે. જ્ઞાન વિનાના જીવ ન હેાય અને જીવ સિવાય બીજે ક્યાંય જ્ઞાન પણ ન હેાય. ગુણી સિવાય ગુણ ન હેાય અને ગુણુ વિના ગુણી ન હેાય. શીખેલું યાદ રાખવું પડે છે. યાદ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૧ રાખ્યા વિના શીખેલું ટકતું નથી. કેટલીક વખત યાદ કરવા: જતાં પણ યાદ આવતું નથી. એ રીતે ભૂલાઈ જવાના સમયે જ્ઞાન છે તેા ખરૂં જ. અને જો ન હાય તા થાડીવાર પછી યાદ આવી જાય છે તે યાદ આવ્યું શાથી? ભૂલાઈ જવા ટાઈમે જ્ઞાન હતું તેા ખરૂ છતાં ભૂલાઈ ગયું. તેનું શું કારણ? -એના જવાબ એ જ છે કે યાદ ન આવ્યું તે વખતે કઈક શકનાર ચીજ હતી. યાદ આવ્યું તે વખતે રોકનાર ચીજ ખસી ગઈ. જરૂર વખતે યાદ નથી આવતુ' તેથી માનવું પડશે કે જ્ઞાનને રાકનાર પણ કોઈક કમ છે તેને જ જૈનનમાં જ્ઞાનાવરણીય કર્મ કરીકે ઓળખાવ્યુ` છે. વિશ્વમાં જ્ઞેય પદાર્થાં અનંતા છે. પરંતુ તે સના સાતા જીવ જ હાઈ શકે. જ્ઞાતા પેાતાની જ્ઞાનશક્તિથી જ્ઞેયપદાર્થને જાણે. આ જ્ઞાનશક્તિ તે જ ચેતનાશિકન. ચેતના એ જીવનું જ મુખ્ય લક્ષણ છે. નહિ કે અજીવનું. જીવના શરીરાદિ કોઈ અવયવા કે ઇન્દ્રિયામાં એ જ્ઞાનગુણુ નથી. જ્ઞેયપદાર્થોના સ્વરૂપને જાણવામાં છદ્મસ્થ જીવને ઇંદ્રિયાની સહાયની જરૂર ખરી, પણ તેથી કરીને કંઈ ઇંદ્રિયાના ગુણ જ્ઞાન હાઈ શક્તા નથી. અર્થાત્ જ્ઞેયપદાર્થની જ્ઞાતા ઇન્દ્રિયે નથી. ઇંદ્રિયામાં અગર મગજમાં જ્ઞાનગુણુ હેાય તે મૃતદેહમાં પણ મગજ અને ઇન્દ્રિયા વિદ્યમાન હેાય છે. પણ જીવસંબંધથી રહિત તે ઇન્દ્રિયા કઈ જ્ઞેય પદાની જ્ઞાતા અની શકતી નથી. આજે પ્રચલિત પામેલ ચક્ષુદાનની હકિકત અંગે વિચારીએ તે મૃતપામેલ મનુષ્યની ચક્ષુએ, જીવતા મનુષ્યને Page #101 -------------------------------------------------------------------------- ________________ -જોઈન્ટ કરીએ તે જ તે ચક્ષુઓ પદાર્થના રૂપને જોવામાં ઉપયોગી બને છે. અર્થાત્ તે ચક્ષુરૂપ સાધન દ્વારા પણ જોઈ શકવાની શક્તિવાળે વિદ્યમાન હોય તે જ જોઈ શકે છે. મૃતદેહમાં જોઈ શકવાની શક્તિવાળો વિદ્યમાન નથી. એટલે સાધન હોવા છતાં પણ તે સાધન દ્રશ્ય પદાર્થનું જ્ઞાન કરવામાં ઉપયેગી બની શકતું નથી. વળી કેટલાક જીને સાધન બદલાઈ જવા છતાં પણ એક સમયે અનુભવેલી લાગણીઓનું અન્ય સમયે સ્મરણ થયા કરે છે. જેમકે આજે છાપાઓમાં પૂર્વભવની સ્મૃતિના હેવાલ ઘણી વખત પ્રગટ થતા અને તે સત્ય પૂરવાર થવાના સમાચાર આપણે સાંભળીયે છીએ. જીવ એક ભવમાંથી છૂટી અન્ય ભવમાં જન્મ પામ્યા બાદ પણ પૂર્વભવની ઈન્દ્રિથી અનુભવેલ હકિકતને નવા ભવમાં પ્રાપ્ત ઈન્દ્રિ દ્વારા દેખી–સાંભળીને સ્મૃતિમાં લાવે છે. આ સ્મૃતિમાં લાવવાવાળો જીવ છે. ઈન્દ્રિય નથી. કારણ કે પૂર્વભવની બીનાઓને જાણનાર-સાંભળનાર જે ઈન્દ્રિયે હેત તે તે તે ઈન્દ્રિયે તે વિલીન પામી ગયેલી હોય છે. અને તે વિલીન પામેલી હોવા છતાં પણ જીવને સ્મૃતિ આવી શકે છે. અને સ્મૃતિ દ્વારા પૂર્વે અનુભવેલ પદાર્થજ્ઞાનને તે જીવ જાણી શકે છે. માટે જ્ઞાન યા ચૈતન્યતા તે જીવને જ મુખ્ય ગુણ છે અને તે જીવની સાથે સદાના માટે સ્થિત છે. જ્ઞાન એ જીવને જ ગુણ હોવાથી દરેક જીવમાં જ્ઞાનશક્તિ હોય જ છે. પછી ભલે તે ન્યૂનાધિક પ્રમાણમાં હોય. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭ કેટલાક જીવેાની જ્ઞાનશક્તિ એવી પણ વતી હાય છે કે ઈન્દ્રિયાની અપેક્ષા વિના પણ મર્યાદિત રીતે પદાર્થ –વિષયને જાણી શકે છે. આમ ઈન્દ્રિયાની અપેક્ષાવાળી અને ઈન્દ્રિચેની અપેક્ષા વિનાની એમ બે પ્રકારની ચૈતન્યશક્તિ યા જ્ઞાનશક્તિ પૈકીની દરેક જ્ઞાનશક્તિ વિવિધ જીવ આશ્રયી અને એક જીવને પણ વિવિધ સમય આશ્રયીને વિવિધ પ્રકારની હેાય છે. જ્ઞાનશક્તિની આ વિવિધતાનું સ્વરૂપ નંદ્રિસૂત્રમાં બહુ જ સ્પષ્ટ અને બુદ્ધિગમ્ય રીતે બતાવ્યુ છે. આમ જ્ઞાન એ જીવમાત્રના ગુણુ હાવા છતાં પણ જ્ઞાનશક્તિની વિવિધતાનું કારણ શુ' ? એ પ્રશ્ન બુદ્ધિમાન મનુ ધ્યેાના હૃદયમાં ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ પ્રશ્નનું સમાધાન કર્યાં પહેલાં પહેલુ તે એ સમજી લેવું જોઈ એ કે- જે જે વસ્તુના વિકાસમાં હાનિવૃદ્ધિ દેખાય તે તે વસ્તુમાં પ્રકતા અર્થાત્ સંપૂર્ણ તા યા અન્તિમવિકાસ પણ હાવા જોઇએ. ” એ હિસાબે જ્ઞાનશક્તિની ન્યૂનાધિક વિકાસતાના હિસાબે તે જ્ઞાનશક્તિની પ્રકતા અર્થાત્ સંપૂણ પણાનું પણ અનુમાન કરી શકાય છે.. અનન્તોયના વિશેષધર્મ ને જણાવનાર ગુણુના એવા પૂ પ્રષ ને કેવળજ્ઞાન કહેવાય છે. : કેવળજ્ઞાન એટલે સર્વ જીવાને એક જ. સરખું જ્ઞાન. અને તે પણ વિશ્વના રૂપી-અરૂપી સર્વ પટ્ટાનુ, ઇંદ્રિયાની અપેક્ષા વિનાનુ, ત્રિકાલિક અમાધિત જ્ઞાન. Page #103 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન એ જીવમાત્રને સ્વભાવ હોવાથી સર્વ છે આવા પૂર્ણ જ્ઞાનવાળા અર્થાત્ કેવળજ્ઞાની છે. મિલક્ત સરખી છતાં “ઘરાકમાં દબાઈ ગયેલાને હાથ છૂટ હોતે નથી. તેમ દરેક જીવ કેવળજ્ઞાનમય છતાં જ્ઞાનશક્તિનું આચ્છાદન કરનાર કેઈ ચીજ આત્મામાં પડેલી છે. જેથી જ્ઞાનદીપકના પ્રકાશમાં ન્યૂનાયિક્તા વતે છે. આચ્છાદન કરનારી તે ચીજને જૈનદર્શનમાં જ્ઞાનાવરણીય કર્મ તરીકે ઓળખાવી છે. આ રીતે જૈનદર્શન સિવાય બીજાઓએ જ્ઞાન સ્વભાવને રેવાવાળા કર્મને માન્યુ જ નથી. તેથી રોકવાનાં કારણે તથા તે કર્મને તેડવાના પ્રકારે પણ જનેતરદર્શનમાં બતાવ્યા નથી. આત્મગુણ અને તેને રેકનારાં કર્મની હકિક્તને ખ્યાલ પેદા થયા વિના આત્મગુણને પ્રગટ પણ શી રીતે કરી શકાય? - જ્ઞાનશક્તિ ઉપર જ્ઞાનાવરણીય કર્મનું જેવું જેવું આચ્છાદન તેવી તેવી જીવને પદાર્થ વિષય જાણવાની મુશ્કેલી. અને જેટલી જેટલી મુશ્કેલી, તેટલી તેટલી મુંઝવણુ, અને જેટલી જેટલી મુંઝવણ તેટલું તેટલું દુઃખ. તનતોડ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત સમૃદ્ધિ કેટલે ટાઈમ ટકશે ? કેટલા ટાઈમ સુધી તેમાં જરાપણ મુશ્કેલી નહિં આવે, તેના નિશ્ચિત જ્ઞાન વિના તે સમૃદ્ધિવંતને શાંતિ ખરી કે? વિશ્વના ય પદાર્થોની ત્રિકાલિક અવસ્થાએ અનંતી છે. તે અનંતી અવસ્થાએ પૈકી પ્રત્યેય અવસ્થા કઈ જાતના નિમિત્તથી પ્રકટ થઈ શકે? કઈ અવરથા સંસારી જીવને કેવા પ્રકારની અનુકૂળતા યા પ્રતિકૂળતા સર્જક બની શકે ? Page #104 -------------------------------------------------------------------------- ________________ આ સર્વનું સંપૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાની સિવાય વિશ્વને કિઈ વૈજ્ઞાનિક પ્રાપ્ત કરી શક્યું નથી અને કરી શકવાને પણ નથી. જીંદગીઓ ને અંદગીઓ ચાલી જાય, કડો-અબજો રૂપીયાને વ્યય થાય, રાત-દિવસ તનતોડ પ્રયત્ન કરાય, છતાં પણ કેવળજ્ઞાનીઓને જ્ઞાનવડે જે પદાર્થજ્ઞાન થાય છે, તેવું પદાર્થ જ્ઞાન અન્યથી કદાપિ થઈ શકતું નથી. કેવળજ્ઞાનમાં જે શક્તિ છે, તેવી જ્ઞાનશક્તિ વિશ્વના કેઈ યંત્ર–શ કે રસાયણ શાસ્ત્રથી પ્રાપ્ત થઈ શકવાની નથી. માટે જ જ્ઞાનીઓ કહે છે કે કેઈપણ પ્રકારના બાહ્યસાધનની લેશમાત્ર પણ અપેક્ષા વિના વિશ્વને સમગ્ર પદાર્થોની સમગ્ર શક્તિઓના સમગ્ર આવિષ્કારેની સુલભતા પ્રાપ્ત કરવા માટે, આત્માની કેવળજ્ઞાન શક્તિને આચ્છાદિત બનાવી રાખનાર જ્ઞાનાવરણય કર્મસ્વરૂપે વર્તી રહેલ પૌલિક રજકણેને આત્મા ઉપરથી સર્વથા દૂર કરવાનો પ્રયત્ન કરે. પછી જુઓ કે આત્માના અણુઅણુમાં રહેલ અનંત જ્ઞાનશક્તિ, પદાર્થ વિજ્ઞાનને કેવી રીતે આવિષ્કાર કરી શકે છે. આધુનિક વિજ્ઞાનિકે કરડે–અબજો રૂપીયાના વ્યયપૂર્વક અનેક યાંત્રિક સાધનો દ્વારા યા રસાયણેની મિત્રતા દ્વારા સૂક્ષ્મ અણુશક્તિના જે આવિષ્કાર કરી બતાવ્યા છે, તેના કરતાં પણ સૂફમાતિસૂક્ષમ અણુસ્વપનું વર્ણન જૈનશા દ્વારા જાણતાં આપણને સમજાય છે કે કઈ પણ જાતના બાહ્યસાધનની અપેક્ષા વિનાના આવા અણુઆવિષ્કારે Page #105 -------------------------------------------------------------------------- ________________ આવિષ્કારિત કરવામાં કેવલજ્ઞાની પુરુષની જ્ઞાનશક્તિ કેટલી જમ્બર છે ? તે જૈનદર્શનમાં પ્રરૂપિત દ્રવ્યાનુયોગના વિષયની અભ્યાસ કરવાથી આપણને સમજાય છે. . કેવળજ્ઞાન સ્વરૂપ જ્ઞાનશક્તિના અભાવે જીવમાં વર્તતી અન્ય અન્ય પ્રકારની જ્ઞાનશક્તિ, તે કર્મ રજકણોની ન્યૂનાધિક પ્રમાણમાં પણ સંબંધ રાખવાવાળી છે. તેમાં જેટલે જેટલે તે રજકણેને સંબંધ તેટલું તેટલું જ્ઞાનશક્તિઓનું આચ્છાદન હોય છે. નંદિસૂત્રમાં વિવિધ પ્રકારે વર્તતા જ્ઞાનનું સુંદર વર્ણન કરેલ છે. ( પિગૅલિક આવિષ્કાર કરનાર વિવિધ વૈજ્ઞાનિકની જ્ઞાનશક્તિ, કર્મ રજકણેના સંબંધવાળી હોવાથી ઘણી જ અધુરી છે. આધુનિક વૈજ્ઞાનિકે એ ગમે તેટલા પ્રકારે અણુશક્તિના આવિષ્કારે ભલે કર્યા, પરંતુ તે આવિષ્કારે અધુરા અને કેઈપણ પ્રકારના બાહ્યસાધનોની અપેક્ષાવાળા છે. જ્યારે સર્વજ્ઞ-કેવલજ્ઞાની પુરુષ દ્વારા આવિષ્કાસ્તિ, પદાર્થ આવિષ્કારે કેઈપણ પ્રકારના બાહ્યસાધનની અપેક્ષા વિનાના અને સંપૂર્ણ છે. આ રીતે આત્માને મુખ્ય સ્વભાવ જ્ઞાન છે, તે સમજાય ત્યારે જ જ્ઞાનની અધિક્તા-ન્યૂનતા અને અને પરિ પૂર્ણતા સમજાય. વળી જ્ઞાનમાં તરતમાતા-ઓછાવત્તાપણું સમજાતાં તેના કારણરૂપે જ્ઞાનાવરણીય કર્મ પણ સમજાય આ જ્ઞાન ઉપરાંત આત્માને બીજો ગુણ (સ્વભાવ) Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧ દર્શન છે. સર્વ જ્ઞેયપદાર્થા સામાન્ય અને વિશેષ એમ બન્ને ભાવ ચુક્ત હેાય છે. સામાન્ય વિના વિશેષ હેાઈ શકતું નથી અને વિશેષ રહિત સામાન્ય હેાતુ નથી. પરંતુ પ્રત્યેક વસ્તુમાં તે બન્ને સંલગ્ન છે. તેમાંથી જ્ઞેયના વિશેષ ધર્મને જાણવાવાળા આત્માના જે ગુણ છે, તે જ્ઞાન છે. અને તે જ્ઞેયના સામાન્ય ધ ને જાણવાવાળા આત્માના જે ગુણુ છે તે દર્શીન છે. વાસ્તવિક રીતે તે વસ્તુના પ્રાથમિક ખ્યાલ પૂરતા જ્ઞાનને જ દર્શન કહેવાય છે. પદ્મા બાધની પ્રથમભૂમિકા દર્શન છે. તેમાં વસ્તુનાં ખાસ સ્વરૂપના ભાસ નહીં થતાં ફક્ત વસ્તુની સત્તાનું જ ભાન થાય છે. માન તે સાકાર અને સવિકલ્પ છે અને દર્શન તે નિરાકાર અને નિવિપ છે. જ્ઞાનને આત્માના ગુણુ માનીએ એટલે દનને તે। માનવું જ પડે. કોઈપણ વસ્તુનુ પહેલુ તા સામાન્ય જ્ઞાન થાય અને બીજી પળે વિશેષ જ્ઞાન થાય છે. તેમાં પહેલું સામાન્ય જ્ઞાન છે, તેનું નામ જ દેન છે. દુનને જીવના સ્વભાવ તરીકે માનીએ એટલે તેના અવરોધકરૂપ દર્શનાવરણીય કમ ને પણ માનવું જ પડે. આ રીતે જ્ઞાનની પ્રકતા-પૂર્ણતાને જેમ કેવળજ્ઞાન કહેવાય તેમ દર્શીનની પ્રકતા પૂર્ણતાને કેવળદન કહેવાય છે. વસ્તુના પ્રાથમિક ખ્યાલ પૂરતા જ્ઞાનને જ દન કહેવાતુ હાવા છતાં, જ્ઞાન અને દનનાં આવરણ કર્મ ભિન્ન છે. વળી પદાર્થ ખાધ થવા ટાઈમે ચડતા ઉતરતા વિવિધ પ્રકારના આત્મપયોગ રૂપ ભેદને વ્યવસ્થિત અને વિસ્તૃત Page #107 -------------------------------------------------------------------------- ________________ રીતે થતે ખ્યાલ ચુકાઈ ન જવાય તે માટે આત્માની ચૈતન્ય શક્તિને માત્ર એક જ્ઞાનસ્વરૂપે જ નહિં ઓળખાવતાં જ્ઞાન અને દર્શન એમ બન્ને સ્વરૂપે જૈનદર્શનમાં ઓળખાવી છે. - આ જ્ઞાન અને દર્શન ઉપરાંત આત્માને ત્રીજો ગુણ ચારિત્ર છે. જીવની સ્વશક્તિ ચેતના અને વીર્યાદિની પરિણતિનું પ્રવર્તન, સ્વભાવમાં જ વતે તેને ચારિત્ર કહેવાય. અર્થાત્ રાગ-દ્વેષની પરાધીનતા રહિત આત્માની જ્ઞાન અને દર્શનશક્તિને ઉપગ તેને ચારિત્ર કહેવાય છે. રાગ-દ્વેષ એટલે આત્મામાં વર્તતા ક્રોધાદિ કષાય. આ ક્રોધાદિ કષાયના ત્યાગને જ ચારિત્ર કહેવાય. આત્માની અવસ્થામાં સર્વદાના, માટે સંપૂર્ણ રાગ-દ્વેષ અર્થાત્ ક્રોધાદિ કષાય રહિતપણાને ચારિત્રની પૂર્ણતા કહેવાય છે. ચારિત્રની પૂર્ણતાવાળી અવસ્થા ધરાવતા સર્વ જીની સ્થિતિ સદાના માટે એક સરખી જ હોય છે. પરંતુ અપૂર્ણ ચારિત્ર ધરાવતા વિવિધ જીવોની અવસ્થામાં અને એનાએક જીવની અવસ્થામાં વિવિધ કાળે વર્તતા અપૂર્ણ ચારિત્રમાં પણ અનેક પ્રકારની ભિન્નતા વતે છે. ચારિત્રની અપૂર્ણતામાં જૂનાધિક પ્રમાણમાં પણ ચારિત્રની માત્રા આચ્છાદિત બની રહેલી હોય છે. અને તેનું આચ્છાદક કર્મ તે મેહનીય કર્મ છે. આત્માને મુંઝવે-વિકલ કરે-ભાન ભૂલે બનાવે માટે તેને મેહનીય કહેવાય છે. જીવની આ મુંઝવણ બે પ્રકારની હોય છે. આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણે, તે ગુણોનાં આચ્છાદક Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કર્મા (ક સ્વરૂપે પરિણામ પામેલ પૌલિક રજકણા ), આત્માની સાથે થતા તે કર્માંના સંબંધનાં કારણેા, તે સંબંધથી આત્માને છૂટકારો કરવાના ઉપાયા, આત્માની સ્વભાવ-વિભાવ દશા, વાસ્તવિક સુખ-દુઃખની સમજ, ઇત્યાદિ તાત્વિક જ્ઞાન વિજ્ઞાનને વીતરાગ સર્વજ્ઞ પુરૂષાના કથન મુજબ સત્ય તરીકે સ્વીકારી લેવામાં મુંઝવનાર કર્મીને “ દન મેાહનીય ” ક કહેવાય છે. અને તે સત્ય માન્યતાનુસાર જીવનની પ્રવૃત્તિમાં મુઝવનાર અર્થાત્ આડે આવનાર કર્મને ચારિત્ર માહનીય કમ કહેવાય છે. આત્માના ચેાથે ગુણુ વીય છે. આ વીય અંગેની વિચારણા આ પુસ્તકના પ્રકરણ પાંચમામાં વિચારાઈ ગઈ છે. જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીયએ આત્માના સ્વમાલિકીના–મહાર કયાંયથી નહિં આવેલા સ્વાભાવિક ગુણા છે. જ્યારે જ્ઞાનાવરણીય-દનાવરણીય-મેાહનીય અને અતરાય એ ચારે, કમ રૂપે પિરણામ પામી આત્માની સાથે સયાગિત અની રહેલ પૌલિક રજકણાને સમૂહ છે. આત્માની સાથે સંબંધિત અની રહેલ સમગ્ર કર્મ રજકામાં સ્વભાવની ભિન્નતાના હિસાબે જીવને ફળદાતા બનવામાં પણ ભિન્નતા છે. અને તેથી જ તે ક રજકણાના સમૂહ પૈકીની વિવિધ રજકણેાની જ્ઞાનાવરણીય આદિ ભિન્ન ભિન્ન સંજ્ઞા છે. આ ભિન્ન ભિન્ન સંજ્ઞાધારક ક સ્વરૂપે પરિણામ પામેલ પૌદ્ગલિક રજકણેના સમૂહના સંબંધ જીવની સાથે થયે શાથી? તેનુ સમાધાન એ છે કે મિથ્યાત્વ ( અતત્ત્વ પ્રત્યે Page #109 -------------------------------------------------------------------------- ________________ er ઝુકાવ ), અવિરતિ ( પાપ ત્યાગની પ્રતિજ્ઞા નહિ હોવાથી ચાલુ રહેવાવાળી પાપની છૂટ ), કષાય (ક્રાધ-માન-માયા અને લાભ તથા કામુ –શાકાદિ આત્માના કલુષિત પિરણામ ), અને યાગ ( મન-વચન-કાયાની પ્રવૃત્તિ અર્થાત્ વિચાર-વાણી અને હલનચલન આદિ ક્રિયા ), એ ચાર કારણાને લઈ ને આત્મા સાથે કર્મ બંધાય છે. ક ખ ધમાં ઉપરોક્ત ચાર કારણેા પૈકીનાં પ્રથમનાં ત્રણ કારણેા તે જીવે પાતે પૂર્વે બાંધેલ માહનીય સંજ્ઞાધારક ક રજકણ સમૂહના વિપાકાયથી વતા આત્માના આંતિરક દણા છે. આ દુર્ગુણાને જ ભાવ કમ કહેવાય છે અને તે હોવામાં મેાહનીય સંજ્ઞાધારક રજકણ સમૂહ સ્વરૂપ દ્રવ્યકમ જ કારણરૂપ છે. એટલે આત્મામાં સંબ ંધિત બની રહેલ મેાહનીય સંજ્ઞાધારક રજકણુસમૂહના નિમિત્તને પામી જીવમાં મિથ્યાત્વઅવિરતિ અને કષાય પ્રગટે. અને મિથ્યાત્વાદિની પ્રગટતાથી પુનઃ મેહનીય સંજ્ઞાધારક નવાં રજકણ સમૂહના આત્મામાં સબંધ થાય. આવી રીતે મેાહનીય કર્મ અને મિથ્યાત્વાદિ આત્માના દુર્ભાવા અરસ્પરસ કાર્ય-કારણ રૂપે વર્તે છે. કષાયે તે રાગદ્વેષ છે. ક્યા કાચા રાગસ્વરૂપે અને ક્યા ક્યાય દ્વેષ સ્વરૂપે કહેવાય છે ? તે ભિન્ન ભિન્ન દૃષ્ટિકાણથી જૈન શાસ્ત્રીમાં બહુ જ સ્પષ્ટપણે સમજાવેલ છે. દરેક કર્મોની ખરી જડ તેા કષાય જ છે. મન-વચન અને પ્રયાના ચેગો સમાનપણે વર્તતા હોવા છતાં પણુ કષાયમુક્ત આત્માને બંધાતું કર્યું નથી તેા વિપાકનક થતું કે Page #110 -------------------------------------------------------------------------- ________________ નથી બે સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું. માટે જ કર્મબંધમાં કષાયની જ પ્રધાનતા સૂચવવા માટે તત્વાર્થ સૂત્રના અધ્યાય આઠમાના સૂત્ર બીજામાં કહ્યું છે કે કષાયના સંબંધથી જ જીવ કર્મને યોગ્ય પગલે ગ્રહણ કરે છે અને વ્યવહારમાં પણ આપણે બેલીએ છીએ કે રાગ-દ્વેષથી જ કર્મ બંધાય છે પરંતુ કર્મના આશ્રવને રોકવાની જિજ્ઞાસુઓને રાગ અને દ્વેષની વિવિધ રીતે વર્તતી અવસ્થાને ખાસ ખ્યાલ હે જોઈએ. કષાયના વિકારે અનેક પ્રકારે છે. સ્થૂલપણે વર્તતા ક્રોધાદિ કષાયને તે બાલ જીવે સહેલાઈથી કષાયરૂપે સમજી શકે છે. પરંતુ કષાય સ્વરૂપે વર્તતા કેટલાક વિકારો એવા છે કે સામાન્ય જનતા તેને ઓળખી કે સમજી શકતી જ નથી. આવા વિકારમાં અત્યંતરપણે પણ કામ તે કષાય જ કરતા હોય છે. આ રીતે વિવિધ સ્વરૂપે કામ કરતા કષાયના આવિકારે જૈનદર્શનમાં બહુ જ સરસ અને સુગમ રીતે બતાવ્યા છે. માટે જ મોહનીય કર્મને જૈનદર્શનમાં અઠ્ઠાવીસ પ્રકારે વર્ણવી કષાયના વિષયને અતિસ્પષ્ટપણે બાળજી પણ સમજી શકે અને તેનાથી બચવામાં સુલભતા રહે એ રીતે બતાવ્યો છે. આ અઠ્ઠાવીસ પ્રકારે જે સારી રીતે જાણે તે જ સમજી શકે કે આત્માની કઈ દિશામાં કેવા પ્રકારના કષાયે કેવી રીતે કામ કરી રહ્યા છે. આમ કષાયમાં પણ સ્વભાવની અપેક્ષાએ વિવિધતા હોવાથી વિવિધ કષાયને ઉદય જીવને વિવિધ દુર્ભાવ પેદા કરવાવાળો હોય છે અને તેથી વિવિધ સ્વભાવધારક કષાયોને વિવિધ સંજ્ઞાથી ઓળખાવાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ટર જીવને મિથ્યાત્વની માન્યતામાં મુકનાર અનંતાનુબંધી નામક કષાય છે અને અવિરતિશામાં રાખનાર તે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની નામક કષાય છે. આ મિથ્યાત્વ અને અવિરતિઃશા ઉત્પાદક કષાયામાં ધાદિ માત્રાએ એવી અસ્પષ્ટપણે વર્તે છે કે સામાન્ય માનવી તેને સમજી શકતા નથી. છતાં તે અને દશાએ કષાયના જ ઉદયવાળી હોઈ તે બન્ને હેતુ કષાયના સ્વરૂપથી જુદા પડતા નથી. માટે કમના અન્યહેતુ કષાય અને યાગ એમ એ પણ ગણી શકાય છે. આ રીતે અહેતુ મુખ્યપણે કષાય અને યાગ એમ એ છે. પરંતુ આધ્યાત્મિક વિકાસની ઉતરતી ચડતી ભૂમિકારૂપ ગુણુસ્થાનકમાં બંધાતી ક પ્રકૃતિની તરતમ ભાવના કારણમાં મેાહનીય ક ના ઉદ્દયથી વ તી કઈ દશા કઈ ક – પ્રકૃતિના અન્ધમાં કારણભૂત છે ? તે સાદી સમજના લોકોને સહેલાઈથી સમજાવવા માટે જ્ઞાનિપુરુષોએ મિથ્યાત્વ અને અવિરતિને કર્મ બંધના હેતુમાં જુદા જુદા ગણાવ્યાં છે. ચેાગથી કાર્મિક વણાનાં રજકણા આકર્ષિત થઈ જીવમાં સંબંધિત અને છે, પરંતુ તે રજકણુસમૂહમાં વિવિધ સ્વભાવનું નિર્માણ તે તે સમયે આત્મામાં વતા વિવિધ સ્વભાવધારક વિવિધ કષાયાને અનુલક્ષીને જ થાય છે. જીવ તે કામ ણુવ ણુાના પુટ્ટુગલાને યાગરૂપ વી વડે ગ્રહણ કરી તેને ક રૂપે પરિણમાવે છે. એટલે જીવદ્વારા Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૭ આકૃષ્ટ લિક સમૂહેાની સંખ્યામાં ન્યૂનાધિકતાનું પ્રમાણ, દલિકગ્રહણ સમયે વત્તતા જીવના યોગવ્યાપારના આધારે જ છે. સ જીવામાં તથા એક જીવમાં પણ પ્રતિસમય ચેાગખળ સમાનપણે જ વતે એવા નિયમ નથી. જેથી પ્રતિસમય ગ્રહિત કામ ણુવ ણુાના પુદ્ગલ પ્રદેશસમૂહની સંખ્યા પણ સર્વ જીવાને સમાનપણે હાઈ શકતી નથી. વળી પ્રતિસમય ગ્રહિત કામ ણુવ ણામાંથી ક રૂપે થતા પરિણમનમાં સ રજકણસમૂહના સ્વભાવ–સ્થિતિ અને રસ ( જુસ્સા ) નું નિર્માણુ કંઈ એક સરખું થતું નથી. પરંતુ ગ્રહિત રજકણસમુહા ભાગલારૂપે વ્હેંચાઈ પ્રત્યેક ભાગલાના પ્રદેશ ( રજકણ–અણુ) સમૂહમાં તે નિર્માણુ જુદી જુદી રીતનુ થાય છે. એ રીતે થતુ ભાગલારૂપે વિભાજન, તે રજકણામાં વિવિધ રીતે નિર્મિત સ્વભાવધારક રજકણાને અનુલક્ષીને થાય છે. કેટલાંક દૃલિકા જ્ઞાનાવરણ ક રૂપે પરિણમે છે, કેટલાંક દશનાવરણપણે પરિણમે છે. એ પ્રમાણે વધુમાં વધુ આઠ ભાગલા પડી જુદા જુદા આઠ સ્વભાવ ઉત્પન્ન થાય છે. પરંતુ સાત કમ બાંધનાર જીવને સાત ભાગ, છ કર્મ માંધનાર જીવને છ ભાગ અને એક ક મધનાર જીવને એક જ ભાગ થાય છે. કર્મીની મૂલ પ્રકૃતિ આઠ હાવાથી ગૃહિત દિલકાના વધુમાં વધુ ભાગલા પડે તા આઠ જ પડે છે. અને પછી મૂલ પ્રકૃતિના દલિકામાંથી તેની ઉત્તર પ્રકૃતિરૂપે જુદા જુદા ભાગ પડે છે. આ દરેક ભાગમાં Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશસમૂહની વહેંચણી પણ સરખી સંખ્યા પ્રમાણ નહિં થતાં અમુક નિયત ધોરણે જ ન્યૂનાધિક રીતે થાય છે. આમ એક જ સમયે ગ્રાહિત કાર્મણવર્ગણામાંથી પરૂિ ણામ પામેલ કર્મના ભાગલા પડી જઈ પ્રત્યેક ભાગમાંના પ્રદેશ સમૂહની અલગ અલગ રીતે સ્વભાવાદિ નિર્માણ થવાની હકિક્ત કેટલાકને આશ્ચર્યકારી લાગશે, પરંતુ તેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. કારણ કે જીવ અને પુગલની અચિંત્ય શક્તિઓ પ્રત્યક્ષ દેખાય છે. એક જ કારણથી થતા અનેક કાર્યમાં અનેક વિચિત્રતા ઉત્પન્ન થવાની પ્રત્યક્ષતા, એક સ્વરૂપવાળા એવા એક બીજાથી વિચિત્ર પ્રકૃત્યાદિવાળા વિચિત્ર અવયવાળી વનસ્પતિઓમાં આપણે અનુભવીએ છીએ. તદુપરાંત ભેજનને કેળીયે ઉદરમાં પ્રવેશ્યા બાદ તે જ કેળીયાનું રસ-રુધિરમાંસમેદ–અસ્થિ–મજા અને વીર્ય એ સાત ધાતુરૂપ વિવિધ રીતે થતું પરિણમન તે આપણા રેજેરેજના અનુભવની વાત છે. શરીરમાં સાતે ધાતુઓની નિરંતર એક પ્રકારની રાસાચણિક ક્રિયા ચાલ્યા કરે છે. જે બરાક ખાવાપીવામાં આવે છે તે હાજરી અને આંતરડામાં પરિપક્વ થઈ નાડીઓમાં ખેંચાઈ તેનાથી મળમૂત્ર જુદાં પડે છે. અને તેમાંથી સારરૂપ જે રસના સ્થાન હૃદયમાં જઈ હૃદયમાંના મૂળ રસમાં મળે છે અને ત્યાંથી શરીરમાં પ્રસાર પામી સર્વ ધાતુઓનું પિષણ કરે છે. હૃદયમાં ગયા પછી આ રસના ત્રણ વિભાગ થાય છે. ૧ સ્કૂલ. ૨ સૂફર્મ અને ૩ મી. સ્કૂલરસ પિતાની Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૯ જગ્યાએ રહે છે, સૂમરસ ધાતુમાં જાય છે, અને મળ તે રસધાતુઓના મળમાં જઈ મળે છે. આહારમાંથી થતી આ રીતની રાસાયણિક ક્રિયા ઉપરથી સમજુ માણસ સહેજે સમજી શકશે કે એક જ સમયે ગ્રહિત કાર્મણવગણના, કર્મરૂપે થતા પરિણમનમાં પણ અમુક અમુક સંખ્યા પ્રમાણુ પ્રદેશસમૂહવાળા જુદા જુદા પ્રકારના ભાગલા પડી જઈ તે પ્રત્યેક ભાગલાવાળા કર્મપ્રદેશ (કર્મ રજકણુ) સમૂહમાં સ્વભાવઅને રસ (પાવર)નું નિર્માણ વિવિધ રીતે પરિણમે એમાં કંઈ આશ્ચર્ય નથી. ગરૂપ વીર્યવડે છવદ્વારા આકૃષ્ટ કાર્મણવર્ગણાના દલિકસમૂહમાં પૂર્વબદ્ધ મોહનીય કર્મના વિવિધ પ્રકારના વિપકેદય સ્વરૂપ નિમિત્તથી વિવિધ સ્વભાવનું સર્જન થાય છે. એ હકિત ઉપર વિચારી ગયા. તેમાંથી આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય ગુણને ઘાત કરવાના સ્વભાવ ધારક કર્મદલિને ઘાતી કર્મ કહેવાય છે. આત્માના સ્વરૂપમાં બાધા નાંખી આત્મસ્વરૂપને પરિપૂર્ણતા–શુદ્ધસ્વરૂપે પ્રગટ બની નહિં રહેવા દેવાવાળાં આ ચાર ઘાતકર્મ જ છે. - આત્મામાં વિદ્યમાન ઘાતકર્મની સત્તા, આત્માને ભાવિ -દશામાં મૂકી દે છે. જેથી આત્માની જ્ઞાન અને શક્તિ પરિમિત બની જાય છે. એ એને દુઃખદાયક થાય છે અને નીચે મુજબ બાહ્યસામગ્રીની અનુકુળતા અને પ્રતિકૂળતાને આધિન બનાવે છે. અસ્થિર શરીરે જીવ ઉપર વીંટાય છે, જીવન અને Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૦ માહ પ્રાપ્ત થાય છે અને એવું પ્રારબ્ધ બંધાય છે કે પછી. અમુક સમય સુધી એ જીવે મનુષ્ય-દેવ તિયંચ કે નરક, એ ચારમાંની કોઈપણ ગતિમાં અવતરવું પડે છે. ત્યાં પણ સદાકાળ ટકી રહેવાનું નહિ હેાતાં તેની મુદ્દત મુકરર હાય છે. મુદ્દત પૂરી થયે ત્યાંથી છૂટી અન્ય સ્થાને અવતરવું પડે છે. એમ જન્મ-મરણના ચક્રાવામાં તેને ઘુમવું પડે છે. ત્યાં કયારેક અધ્યાત્મપેાષક અને કયારેક અધ્યાત્મશાષક કૂળના સચાગા પ્રાપ્ત કરે છે. આ બધી બાહ્ય સામગ્રીના સંચાગસર્જક કર્મોને અઘાતી કર્મ કહેવાય છે અને તે વેદનીય– આયુનામ અને ગાત્ર એમ ચાર પ્રકારનાં છે. વેદનીયક સૌંસારી જીવને સુખ-દુઃખના અનુભવ કરાવે છે. આયુક મનુષ્યાદિ શરીરામાં ચાક્કસ કાળ સુધી જીવને ટકાવી રાખે છે. નામકમ જીવને ગતિ-જાતિ-શરીરશરીરનાં અવયવ શરીરનાં રૂપ, સ્વર–યશ યા ઈત્યાદિ પ્રાપ્ત કરાવે છે. અને ગાત્રકમ ઉંચ-નીચ કૂળ પ્રાપ્ત કરાવે છે. આ પ્રમાણે આ ચારે અઘાતી કર્યાં મુખ્યત્વે કરીને તે જીવને બાહ્યસામગ્રીના સ ંચાગમાં સબધ ધરાવે છે. અપયશ અઘાતી કર્મીની પ્રકૃતિઓ ( લિક સમૂહેા ) જ્ઞાનાદિ મુખ્ય ચુણાના ઘાત નહિ" કરતી હોવા છતાં પણ ચારની સાથે મળેલ શાહુકાર જેમ ચાર કહેવાય છે, તેમ ઘાતીકની સત્તા પણ વિદ્યમાન હેાતે છતે અઘાતી પ્રકૃતિએ જ્ઞાનાદિ ગુણાના ઘાત કરતી દેખાય છે. ઘાતી કર્યાંની સત્તા નષ્ટ થયે છતે અઘાતી કર્યાંના ઉદય તેની પરંપરા નિપજાવી. Page #116 -------------------------------------------------------------------------- ________________ શકતું નથી અને અલ્પસમયમાં જ વિલીન થઈ જાય છે.. કેમકે અઘાતી કર્મની પરંપરા ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત. તે ઘાતકર્મ જ છે. એટલે ઘાતકર્મ રહિત અઘાતી કર્મો તે. પરાજ્ય પામેલ રાજવિહેણ નાસતા ભાગતા સૈન્ય જેવાં છે. ઘાતકર્મને ક્ષય થયા બાદ અઘાતી કર્મો અલ્પ ટાઈમમાં. જ ક્ષય થવાના પરિણામે આત્માને અવ્યાબાધ-અક્ષયસ્થીતિ. અરૂપીપણું અને અગુરુલઘુ એ ચાર અવસ્થા પ્રાપ્ત થાય છે.. આત્માનું શાશ્વત સ્થાન તો આ ચાર સંગવાળું છે. પરંતુ ઘાતી કર્મના સંગવાળાં ચાર અઘાતી કર્મો વડે આત્મા તેથી, વિપરીત સંગમાં ભટકી શાંતિ પ્રાપ્ત કરી શક્તો નથી.. શાશ્વત શાંતિની પ્રાપ્તિ તે અવ્યાબાધ-અક્ષયસ્થીતિ-અરૂપીપણું અને અગુરુલઘુપણામાં જ છે. એ સ્થિતિની પ્રાપ્તિ અઘાતી કર્મોને સંબંધ આત્મામાંથી સર્વથા છૂટી જવાથી. જ થાય છે. પરંતુ તે સંબંધને છૂટકારે તે ઘાતકર્મના છૂટકારાથી જ થાય અને ઘાતકર્મને છૂટકારો મેહનીય કર્મના છૂટકારાથી જ થાય છે. મોહનીયકર્મની વિવિધ અવસ્થાના સંબંધથી અમુક ક્રમે ક્રમે સર્વથા છૂટવા માટે આત્માના થતા પ્રયત્નથી પ્રાપ્ત દશાને જૈનદર્શનમાં ગુણસ્થાનક તરીકે ઓળખાવી છે. કઈ દશાસૂચક ગુણસ્થાનકમાં કર્મને બંધ-ઉદય-ઉદીરણું અને. સત્તાસ્વરૂપ સંબંધ આત્માને કે કે બની રહે છે? અને અને ગુણસ્થાનકમાં આગળ વધતાં મેહનીય કર્મને સર્વ પ્રકારનો સંબંધ, આત્મામાંથી સર્વદાના માટે કેવી રીતે વિલીન. Page #117 -------------------------------------------------------------------------- ________________ અને છે? ત્યારબાદ અલ્પ સમયમાં જ શેષ ત્રણ ઘાતકર્મ, આત્મામાંથી સર્વથા નષ્ટ કેવી રીતે બને છે? અને અને અઘાતી કર્મો સ્વયં કેવી રીતે છૂટી જવાથી આત્મા, અજરઅમર સ્થાનને કેવી રીતે પ્રાપ્ત કરે છે? આ બધી હકિત, સ્પષ્ટ અને હદયગમ્ય રીતે જૈનદર્શનમાં જેવી જાણવા મળે છે, તેવી અન્ય ક્યાંય પણ જાણવા મળી શકતી નથી. જૈનશાસ્ત્રમાં સ્વભાવની વિવિધતાને અનુલક્ષીને કર્મના મૂળ આઠ ભેદ અને ઉત્તર ૧૫૮ ભેદદ્વારા કરેલ કર્મની વિવિધતાનું વગીકરણ એટલું બધું સુંદર છે કે તેના દ્વારા સંસારી આત્માની અનુભવસિદ્ધ ભિન્ન ભિન્ન અવસ્થાઓને ખુલાસે જૈનદર્શનમાં બતાવેલ કર્મતત્વના જ વિજ્ઞાન દ્વારા થઈ શકે છે. કેવા પ્રકારનું કર્મ વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલે ટાઈમ આત્માની સાથે ટકી શકે? કર્મ બંધ થયા પછી તે વિવક્ષિતકર્મ કેટલા ટાઈમ સુધી તેને વિપાક દેવામાં અસમર્થ રહી શકે ? વિપાકના નિયત સમયમાં પણ પલટો થઈ શકે કે કેમ? કંઈ જાતના આત્મપરિણામથી આવે પ થઈ શકે? બંધસમયે વિવક્ષિત કર્મમાં જે સ્વભાવનું નિર્માણ થયું હોય તે સ્વભાવને પણ પલટો વિપાક સમયે થઈ શકે કે કેમ? સ્વભાવપલટો થઈ શક્ત હોય તે કેવી રીતે થઈ શકે? કર્મને વિપાક રોકી શકાય કે કેમ? રિકી શકાતે હોય તે કેવા આત્મ પરિણામથી રોકી શકાય? દરેક પ્રકારના કર્મને વિપાક રેકી શકાય કે અમુકનો જ વિપાક રોકી શકાય? જીવ પિતાની વીર્ય–શક્તિના આવિ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩ ર્ભાવ દ્વારા સૂક્ષ્મ અણુસમૂહુરૂપ ક ને આત્મપ્રદેશ પરથી ઉઠાવીને કેવી રીતે ફેંકી દઈ શકે? આત્મા પોતાનામાં વમાન પરમાત્વભાવને દેખવા માટે જ્યારે ઉત્સુક અને છે, તે સમય આત્મા અને કર્મ વચ્ચે કે યુદ્ધ જામે છે ? છેવટ અન તશક્તિવંત આત્મા કેવાં પ્રકારના પરિણામેાથી બળવાન કર્માને કમજોર બનાવી પેાતાના પ્રગતિમા ને નિષ્કંટક બનાવે છે ? કયારેક કયારેક પ્રગતિશીલ આત્માને પણ્ ક કેવી રીતે નીચે પટકી દે છે ? ક્યાં કર્મોના બંધ અને ઉદ્ભય કંઇ અવસ્થામાં અવશ્યંભાવી અને કઈ અવસ્થામાં અનિયત છે? આત્માના અનંતજ્ઞાનાદિ ચતુષ્ક ગુણાનાં આચ્છાદક કર્મીને ક્યા ક્રમે હટાવી શકાય ? જ્ઞાનાદ્રિ ચતુષ્ક ગુણાના વિકાસસ્વરૂપ આત્માની વિવિધ દશાને ક્યાં ક્રમે મતાવી શકાય ? જીવપર ક ફળ સ્વય ભાગવાય છે કે ઈશ્વરાદિ અન્ય કોઈની પ્રેરણાથી ભાગવાય છે? સર્વથા કમ સબંધથી સદાના માટે રહિત સર્વ આત્માઓ કરતાં અન્ય કંઈપણ વિશેષતાવાળી અન્ય કોઈ વ્યક્તિ હાઈ શકે ખરી ? હાઈ શકતી હાય તેા તેની વિશેષતાનું કારણ શું? ન હેાઈ શક્તી હાય તેા નહિ હાવાનું કારણ શું? એક જીવે બાંધેલુ ક અન્ય જીવ દ્વારા નષ્ટ થઈ શકે ખરું ? ઈત્યાદિ સંખ્યાતીત પ્રશ્નોનું સુખરૢ સમાધાન તથા, શરીર-વિચાર અને વાણીના નિર્માણમાં કેવા પ્રકારની આકષ ણુ શક્તિથી તે તેને ચેાગ્ય અણુસમૂહો ખેંચાય છે? આકર્ષિત તે અણુસમૂહામાંથી યથાયોગ્ય થતી રચનામાં જીવ પ્રયત્ન અને પ્રયત્નશીલ બની રહેલ તે જીવનાં કર્યાં કેવી રીતે ભાગ ભજવે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૪ છે? પ્રાણીમાત્રની વિવિધ શરીરરચના, વિવિધ ચૈતન્યશક્તિ, પ્રાણીઓમાં વતી રાગ-દ્વેષની અનેકવિધ વિચિત્રતા, ઇન્દ્રિચોની ન્યનાધિક્તા, સમાન ઇન્દ્રિયા આદિ સંયોગા હોવા • છતાં બુદ્ધિમાં વિવિધતા, સાંસારિક સુખ-દુઃખના સંયોગોની અનુકૂળતા તથા પ્રતિકૂળતા, આત્મબળની હાનિ વૃદ્ધિ વિગેરે અનેક વિચિત્રતા, ક સમૂહને હટાવવા જૈનધર્મના આરાધકામાં કરાતી બાહ્ય ક્રિયાઓની મહત્તા, આવી અનેક બાબતાના ખુલાસા માત્ર જૈન દનકથિત કવિજ્ઞાન દ્વારા જ મળી શકે છે. આ સર્વ ખુલાસા, જૈનદર્શન-આવિષ્કારિત ક વિજ્ઞાનથી જ મળી શકવાનું મુખ્ય કારણ એ છે કે ?? “ કર્મ રજકણા ” એ એક પૌદ્ગલિક (એક પ્રકારના જડ · પદ્મા)ની જ અવસ્થા છે, એવી સમજ માત્ર જૈનદર્શન પ્રાપ્ત કરાવી શક્યું છે ! કને જે એક વસ્તુ કે પદાર્થ જાણે તે જ કર્મ સ્વરૂપ ખરાખર સમજી શકે. જૈનદર્શીન કહે છે કે “ક” એ પુદ્ગલ દ્રવ્ય (પન્ના) ના પરિણમનની જ એક અવસ્થા છે. વસ્તુની અવસ્થામાં પલ્ટો થવા તે તેનું પરિણમન કહેવાય છે. પરિણમન થવામાં કંઈ કોઈ મૌલિક તત્ત્વની નવી ઉત્પત્તિ નથી. મૌલિક વસ્તુ તે તેમાં કાયમી છે, પરંતુ પરિણમન યા અવસ્થાને તેમાં · પલટો છે. જેમ પ્રાણીયોના શરીરમાં રહેલી સાત ધાતુ (રસ-રૂધિર-માંસ-મેદ-અસ્થિ-મજ્જા અને વીર્ય) તે પ્રાણીએ ગ્રહણ કરેલ ખારાકનું પરિણમન છે, તેમ કમ એ પુદૂગલનું એક પરિણમન છે. પરિણમન પામેલા પુદ્ગલના વણુ–ગ ધ– Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૫ રસ અને સ્પમાં પલટો થઈ જવાથી તેના સ્વભાવમાં પણ પલટો થાય છે. પુદ્ગલનુ વિવિધ રીતે થતું પરિણમન સદાના માટે એક સરખું ટકી રહેતુ નથી. અમુક ટાઈમ સુધી અમુક પરિણમનરૂપે રહી ત્યારબાદ અન્ય પરિણમનરૂપે પરિણમે છે. અનાજમાંથી પરિણમેલ સપ્તધાતુમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટ્ય અનાજમાં હેાતું નથી. તેવી રીતે કાણુ વ ણાના પુદ્ગલામાંથી પિરણમેલ કર્મીમાં જે સ્વભાવ પ્રગટ થાય છે, તે સ્વભાવનું પ્રાગટ્ય કામ ણુવ ણાના પુદ્ગલામાં કરૂપે પરિણમેલ અવસ્થા પહેલાં હોતુ નથી. પુદ્ગલામાં અનેકરૂપે પરિણમન થવાના સ્વભાવ હોવા છતાં પણ અમુ* સંયોગેાની પ્રાપ્તિએ જ તે સંયોગને અનુરૂપ પૃથક્ પૃથક્ રીતે પરિણમન થઈ શકે છે. અને તેથી જ કરૂપે થતુ પુદ્ગલ પિરણમન તે કામ ણુવ ણુાના પુર્દૂગલામાંથી થતું હોવા છતાં તે પુદ્ગલેા આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધિત અની રહ્યા વિના થઈ શકતુ' નથી. જગતમાં જે કઈં પ્રિંગાચર ફેરફારા યા પુદ્ગલ પરમાણુઓની અચિંત્ય શક્તિઓના પ્રાદુર્ભાવ જોવામાં આવે છે, તે પુદ્ગલના દશ પ્રકારે થતા પરિણામથી જ છે. (૧) પૌલિક અણુસમૂહોનું પરસ્પર સબંધ થવાસ્વરૂપ એ પ્રકારના બંધ પરિણામ. (૨) સ્થાનાન્તર થવાસ્વરૂપ એ પ્રકારના ગતિ પરિણામ. (૩) આકાર થવા સ્વરૂપ પાંચ પ્રકારના સંસ્થાન પરિણામ. (૪) સ્કંધમાંથી છૂટા પડવા સ્વરૂપ Page #121 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારે ભેદ પરિણામ. (૫) વર્ણમાં પલટો થવા સ્વરૂપ પાંચ પ્રકારને વર્ણપરિણામ. (૬) ગંધમાં પલટો થવા સ્વરૂપ બે પ્રકારનો ગંધપરિણામ. (૭) રસમાં પલટો થવાસ્વરૂપ પાંચ પ્રકારને રસપરિણામ. (૮) સ્પર્શમાં પલટો થવા સ્વરૂપ આઠ પ્રકારને સ્પર્શ પરિણામ. (૯) ગુરૂત્ત્વ આદિ ઉપજવા સ્વરૂપ ચાર પ્રકારને અગુરુલઘુપરિણામ. (૧૦) ધ્વનિ પ્રગટ થવા. સ્વરૂપ બે પ્રકારને શબ્દપરિણામ. આ દશ પ્રકારના પરિણામથી પુદ્ગલનાં અનેક રૂપાનર થયા કરે છે. તે વિવિધ રૂપાન્તરમાં વિવિધ શક્તિઓ પ્રગટ થાય છે. પરંતુ પુગલના અન્ય રીતે થતાં રૂપાન્તરે કરતાં કર્મરૂપે થતા રૂપાન્તરનું વર્ણન જૈનદર્શનમાં અગ્રસ્થાને છે. તેનું કારણ એ છે કે આત્માની અનંત શક્તિએને આવરનાર તે કર્મ સ્વરૂપે જ વર્તતું પુગલનું રૂપાન્તર છે. વિશ્વના આધ્યાત્મિક ક્ષેત્રમાં, વૈજ્ઞાનિક ક્ષેત્રમાં કે અન્ય કઈ વ્યાવહારિક ક્ષેત્રમાં આગળ વધનાર આત્માઓ, સ્વાત્મા. સાથે સંબંધિત કર્મયુગલરૂપ આવરણને ક્ષયોપશમ પામવા. દ્વારા જ આગળ વધે છે. ભૌતિક વિજ્ઞાનને આવિષ્કાર, તેને ઉપયોગ, તે દ્વારા પ્રાપ્ત થતી ઇચ્છિત અનુકૂળતા, આ બધામાં કર્મરૂપે રૂપાન્તર પામેલ પુદ્ગલનો હિસ્સો. મુખ્યરૂપે છે. જૈનદર્શન કહે છે કે પ્રાણુઓને વિવિધ પ્રકારે ભેગવવા પડતા કષ્ટોને મૂળ આધાર જીવ અને પુદ્ગલ તત્વને Page #122 -------------------------------------------------------------------------- ________________ પારસ્પરિક સંબંધ છે. જ્યાં સુધી એ બને તો એક બીજાથી સર્વથા ભિન્ન ન થાય, ત્યાં સુધી જીવને અનંત આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ અસંભવ છે. અનાદિકાળથી પરસ્પર સંબંધિત એ બન્ને તત્વને અલગ પાડવાનું દિગ્દર્શન જ જૈનદર્શનનું મુખ્ય પ્રયોજન છે. એ પ્રયોજનની સફલતા કર્મસ્વરૂપ પુદ્ગલ–આણુના તાત્વિક વિષયની સમજમાં જ છે. વિશ્વના કેઈપણ પ્રકારના અણુવિજ્ઞાન કરતાં કર્મ સ્વરૂપ અણુવિજ્ઞાન એ જ ઉચ્ચકોટિનું અણુવિજ્ઞાન હોઈ, આવા અણુવિજ્ઞાનના આવિષ્કારક જૈનદર્શનના અણુવાદની જ ખાસ મહત્તા છે. જૈનદર્શને જ કર્મસિદ્ધાંતના અદ્વિતીય વિજ્ઞાનની જગતને ભેટ કરી છે. ઘણા લોકોને કર્મપ્રકૃતિઓની ગણત્રી, સંખ્યાની બહુલતા આદિથી તે વિષય પર રૂચી હોતી નથી, પરંતુ તેમાં કર્મશાસ્ત્રનો શું દોષ? ગણિત, પદાર્થવિજ્ઞાન આદિ ગૂઢ અને રસપૂર્ણ વિષય પર સ્થૂલદશી લોકેની દૃષ્ટિ કામ ન કરે અને તેથી તેવાઓને તે નિરસ લાગે તેમાં વિષયને શું દોષ? દોષ છે નહિ સમજવાવાળાની બુદ્ધિને. કેઈપણ વિષયના અભ્યાસીને તે વિષયમાં રસ ત્યારે જ આવે છે કે જ્યારે તે તેની ઉડી વિચારણા કરી શકે. જેને સામાન્ય ચક્ષુ દેખી ન શકે તેવા વિષયને પણ જાણી શકવાવાળી, તથા જેને સાધારણ ઈન્દ્રિય પામી ન શકે એવી વસ્તુનો અનુભવ કરવાવાળી, પ્રચ્છન્ન ભાવે રહેલી આત્મશક્તિને પ્રગટ કરવાને હેતુ એ જ જૈનદર્શનકથિત આણુનો આવિષ્કાર છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ 66 કેટલાક લેાક એવી માન્યતા ધરાવે છે કે જૈનદર્શન તા માત્ર કમ વાદી જ છે. પરંતુ માત્ર કર્મવાદી જ છે” એમ માની લેવું તે ભૂલ ભરેલું છે. કેમકે કાર્ય ની ઉત્પત્તિમાં જૈનદર્શન માત્ર કર્મોને જ માનનાર નહિ હાતાં કાળ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરૂષાથ એ પાંચે સમવાય કારણાને માનનાર અનેકાન્તવાદી દેન છે. આમ છતાં કેટલાકને માત્ર કવાદીની જ ભ્રાન્ત માન્યતા ઉદ્ભવવાનું મુખ્ય કારણ એ છે કે ઉપરોક્ત પાંચ કારણા પૈકી કમ'નુ' સ્વરૂપ, શેષ ચાર કારણા કરતાં અતિ વિશાળરૂપે જૈનશાસ્ત્રમાં વવાયેલુ જોવામાં આવે છે. વર્તમાન જૈન આગમેામાં તે કર્મવાદનુ' સ્વરૂપ અમુક પ્રમાણમાં જ વર્ણ વેલ છે. કવિચારનું મૂળ તેા જૈનદર્શનમાં લુપ્ત થયેલ મનાતા દ્રષ્ટિવાદ નામના ખારમા અંગના ચૌદ પૂર્વ વાળા ચાથા ભેદમાં છે. તેમાં ક`પ્રવાદ નામનું એક આખું પૂર્વ છે. આ પૂર્વ પણ લુપ્ત થયેલ છે. પરંતુ તેમાંના કેટલાક વિચારા પર પરાએ ઉતરી આવેલ છે, અને સંઘરાઈ રહ્યા છે. ઉપરોક્ત શાસ્ત્રના આધારે પૂર્વાચાર્યાએ નિર્માણ કરેલ ક વાદના સાહિત્ય દ્વારા આજે પણ કર્મવાદનું સ્વરૂપ સંપૂર્ણ - પણે તે નહિ, પણ અમુક અંશે તેા જાણી-સમજી શકાય છે. વર્તમાનકાળે આ રીતે અમુક અંશે વિદ્યમાન આ કર્મીવાદ વિષય પણ અન્ય નામાં કહેલ ક વાદ કરતાં અત્યંત વિશાળ, બુદ્ધિગમ્ય અને હૃદયસ્પશી છે. ક સત્તા ઉપર વિજય મેળવીને જ્યે પરમાત્મપદ પ્રાપ્ત Page #124 -------------------------------------------------------------------------- ________________ ટ કરવા માટે ધર્મતત્વની અદ્ભૂત શક્તિઓને ઉપયોગ કેવી રીતે કરવા જોઈએ ? તેનુ સચાટ પ્રતિપાદન જૈનદર્શીન દ્વારા સરલ અને સુંદર રીતે સમજી શકાય છે. એટલું જ નહિ પરંતુ દ્રશ્ય જગતની રચના કણ કરે છે ? કેવી રીતે કરે છે? શા માટે કરે છે? તે સંબંધી વાસ્તવિક હકિકત પણ આ જૈનદર્શન કથિત કવાદ ઉપરથી જ સમજી શકાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ મુ સૃષ્ટિ સર્જન આ દ્રશ્ય જગતનું અસ્તિત્વ કોઈ અમુક નિયત ટાઈમથી જ બની રહ્યું છે, એવું નથી. તે તેા સદાના માટે છે જ. અને સદાના માટે રહેશે જ. હા ! એટલું જરૂર કે એમાં પરિવત ન થતાં રહે છે અને થતાં રહેશે. તેમાં કેટલાંક પરિવર્તન તે જીવના પ્રયત્નની અપેક્ષાવાળાં છે. વળી એવાં પણ કેટલાંક પરિવર્તન હેાય છે કે જેમાં કોઈના પણ પ્રયત્નની અપેક્ષા રહેતી જ નથી. તે જડતત્ત્વાના વિવિધ સયાગાથી, ઉષ્ણુતા-વેગ-ક્રિયા આદિ શક્તિઓથી બનતાં જ રહે છે. માટી-પથ્થર આદિ ચીજોના એકત્ર થવા રૂપ નાના-મોટા પહાડ અને છે. જુદી જુદી દિશાઓમાંથી આવી મળેલ પાણીના પ્રવાહમિલનથી નદી બને છે. ઘણી નદીએના પાણીસમૂહથી સમુદ્ર અને છે. સૂક્ષ્મબુદ્ધિથી સમજનાર સમજી શકે છે કે–આ જગતના સ્થૂલ અને સૂક્ષ્મ પદાર્થો પરમાણુના ભિન્નભિન્ન પ્રકારના સચેાગેાથી રચાય છે. પૂરણ અને ગલન એ પુદ્ગલ-પરમાણુના સ્વભાવ હાવાથી પરમાણુયુક્ત પદાર્થોમાં અનેક પ્રકારનાં રૂપાન્તરો થવાની યાગ્યતા આપણે જોઈ એ છીએ. પૃથ્વી ઉપરનું દોષવાળું જળ, સૂર્યના કિરણાથી શાષાઈ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ઉચે ચઢી વધારે શુદ્ધ અને ઉંચા પ્રકારનું થઈ પાછું પૃથ્વી પર આવે છે. જળ તે પૃથ્વી વડે શેષાઈ વિવિધ વનસ્પતિએમાં વિવિધ સ્વરૂપે ઉંચી ઉંચી દિશાઓને પામે છે. વનસ્પતિ, પ્રાણીઓ વડે આહારરૂપે ઉપયોગી બની, રૂધિર, મજજા, અસ્થિ આદિ રૂપે પરિણમે છે. માટી, પથરારૂપે અને પથરા વિવિધ ખનિજરૂપે અથવા હીરા-માણિક્ય-રત્નના ઉત્કૃષ્ટરૂપમાં રૂપાન્તરને પામે છે. આ રૂપાન્તર થવામાં કેઈની પ્રેરણાની અપેક્ષા નહિ રહેતાં માત્ર તે તે પદાર્થોનો સ્વભાવ જ તથા પ્રકાર હોવાનું માનવું તે જ વ્યાજબી છે. જેમ બીજમાં અનાજ થવાની યેગ્યતા છે, પરંતુ તે બીજને અનુકૂળ ખાતર–વરસાદ અને ખેડૂતને જેગ મળેથી જ બીજમાંથી અનાજ તૈયાર થાય છે. તેવી રીતે અમુક અમુક નિમિત્ત કારણોને વેગ મળેથી દરેક પદાર્થોમાં રહેલા તે તે પ્રકારના સ્વભાવ પ્રગટ થાય છે. આ પ્રમાણે પુદ્ગલ (જડ) પદાર્થના વિવિધ પરિવર્તનોથી વિવિધ પદાર્થોનું અસ્તિત્વ સદાના માટે વિશ્વમાં વતી જ રહે છે. - એક વસ્તુનું રૂપાન્તર આપણે સમજી શકીએ છીએ. પરંતુ રૂપાન્તર થતા તે પદાર્થોની મૂળ ઉત્પત્તિ ક્યાંથી થઈ? તે બાબતનો વિચાર કરતાં સમજાશે કે કઈ પદાર્થની મૂળ ઉત્પત્તિ તો છે જ નહિં. એટલે નાશ પણ નથી. માત્ર રૂપાન્તર થવાના હિસાબે પર્યા–અવસ્થાઓની આદિ અને અંત કહી શકાય. પરંતુ મૂળ દ્રવ્યને આદિ કે અંત તે નથી જ. જે પુદ્ગલ દ્રવ્યનાં રૂપાન્તરે આપણે જોઈએ છીએ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તે સર્વે, પૃથ્વી-પાણી-વનસ્પતિ વગેરે એકેન્દ્રિયાદિ જીવાનાં તે તે જીવે ધારણ કરેલાં કે છેડી દીધેલાં શરીરો જ છે. વળી શરીર એ પણ કઈ કઈ દ્રવ્યની નવિન ઉત્પતિ નથી.. પરંતુ પ્રયાગ પરિણામ ( જીવ પ્રયત્ન અવસ્થાંતર થયેલ )થી પરિણમન પામેલ દ્રવ્યનું રૂપાન્તર છે. શરીર ધારણ કરનાર જીવ તે શરીરને ડી અન્ય સ્થાને ચાલ્યા જાય છે, ત્યારે શરીરનાં પણ વિવિધરૂપે રૂપાન્તરા, મિશ્ર પરિમાણુથી થાય છે. આ શરીર કઈ અવસ્થાસૂચક પુદ્ગલ તત્વમાંથી અને છે? કાણુ બનાવે છે ? આ શરીરના સૂક્ષ્મ-સ્થૂલ આદિ પ્રકાર, તેની રચનાપદ્ધતિ, તેને વૃદ્ધિકમ, ઈત્યાદિ શરીરરચના અંગેને અનેકવિધ વિચાર, વૈજ્ઞાનિક ઢબે જૈનદર્શનમાં હૃદયગમ્ય રીતે સમજાવ્યે છે અને તેમાં અનભિસંધિજ સ્વરૂપે વતા જીવ પ્રયત્ન, શરીર રચનામાં ઉપયેાગી બનતુ મૌલિકપૌદ્ગગલિક તત્વ અને કર્મસ્વરૂપ પૌદ્ગલિક અણુસમૂહ, આ ત્રિવેણી સંગમથી જ શરીરની રચના થાય છે અને તેમાંથી વિવિધ સ્વરૂપે દ્રશ્ય જગતનુ અસ્તિત્વ વર્તે છે. પૂર્વે કહેલ આઠ ગ્રહણયેાગ્ય પુદ્ગલવણા પૈકીની પાંચ શરીર ચાગ્ય પુદ્દગલવગ ણા તે તે શરીરરચનાનું મૂળ ઉપાદાન તત્ત્વ છે. અર્થાત્ તે તે વણાઓમાંથી જ તે તે શરીરની રચના થાય છે. આ શરીર રચના તે તે શરીરને ધારક તે તે જીવના જ પ્રયત્નપૂર્વક થતી હોવા છતાં પણ તેના તમામ ઉદ્યમ કર્માધિન હોવાથી જેવા પ્રકારના કર્મીના ઉદ્ભય હોય તેવુ જ શરીર બની શકે છે. એટલે કમ સમૂહની આધિનતાના Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ આધારે જ તથાવિધ પ્રયત્નપૂર્વક ગૃહિત પુદ્ગલવણાનું પરિણમન જીવ પિતાના પ્રયત્નપૂર્વક કરે છે. કર્મો વિના શરીરાદિને યેગ્ય પગલવણુનું ગ્રહણ અને તેને પ્રગપરિણામ પ્રાપ્ત કરવાને જીવને અધિકાર રહેતું જ નથી. એટલે કે પુદ્ગલેમાં રહેલી સ્વાભાવિક શક્તિઓના પ્રગ પરિણામે કર્મની મદદથી જ જીવ પ્રાપ્ત કરી શકે છે. અહીં કેઈને શંકા થાય કે કર્મ તે સ્વયં જડ હોવાથી જીવને તે પિતાની આધિનતામાં કેવી રીતે રાખી શકે? વળી જીવ પ્રયત્નથી જ શરીર રચના થઈ શકતી હોય તે દરેક જીવ પિતાના શરીરની રચના મનગમતી જ કરે, વિપરીત શા માટે કરે? અને તેમાં જડ કર્મોનું શું ચાલે? પરંતુ એમ પણ બનતું નથી. માટે પ્રાણીઓની શરીર રચના કરનારે જીવ સ્વયં નહિ હોતાં ઈશ્વર નામે કઈ મહાસત્તાધીશ વ્યક્તિને વિશ્વરચના કરનાર માનવે જઈએ. આનું સમાધાન એ છે કે ઈશ્વરને સૃષ્ટિક્ત માનવાની કઈ જરૂરિયાત રહેતી જ નથી. કારણ કે જીવના સંબંધથી કર્મમાં એવી શક્તિ પેદા થાય છે કે જેથી તે કર્મનાં સારા યા બૂરા વિપાકે નિયત સમયે જીવ પર પ્રગટ થતા જ રહે છે. તડકામાં ઉભા રહેનાર યા ગરમ ચીજ ખાનાર મનુષ્યને અન્ય કઈ સત્તાધીશની પ્રેરણા વિના આપોઆપ પાણી પીવાની ઈચ્છા જાગે છે, અને પાણી પીવાની પ્રવૃત્તિ કરે છે. તેવી રીતે કર્મ બાંધવાના સમયે પરિણામોનુસાર જીવમાં એવા સંસ્કાર પડી જાય છે કે તે સંસ્કારોનુસાર જીવની બુદ્ધિ તેવી Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જ બની જાય છે અને તે એવાં કામ કરી બેસે છે કે જેથી સ્વયં પેાતાના કર્માનુસાર ફળ પ્રાપ્ત કરી જ લે છે. આ રીતે શરીર રચનામાં પ્રવૃત્ત બની રહેલ જીવ પ્રયત્નમાં પણ જીવની બુદ્ધિ પાતાના પૂર્વકૃત કર્માનુસારે જ બની રહેતી હોવાથી પાતપાતાના શરીરની સારી યા નરસી રચના ક અણુસમૂહની આધિનતાથી જ જીવ કરી શકે છે, એમ માનવામાં કઈ હરકત રહેતી નથી. પહેલાં વિચારાઈ ગયું છે કે પ્રતિસમય જીવવડે ગૃહિત કામ ણુવ ણાના તમામ અણુસમૂહમાં સ્વભાવનું નિર્માણ એક સરખું નહિ થતાં વિવિધ પ્રકારનું થાય છે. અને તે વિવિધ પ્રકારના સ્વભાવધારણ અણુસમૂહ વિવિધ સ’જ્ઞાથી વ્યાવહારાય છે. અહિં શરીરને યોગ્ય પુદ્ગલાનું ગ્રહણ અને તે પુદ્ગલાનું પરિણમન ત્રિવિધ રીતે જીવ કેવી રીતે અને ક્યા કને આધીન રહીને કરે છે, તે આપણે વિચારવાનુ છે. વિવિધ સંજ્ઞાધારક કર્માં અણુસમૂહન જૈનદર્શનમાં મૂળ આઠ અને ઉત્તર ૧૫૮ ભેદે વર્ગીકરણ જેમ કર્યુ છે, તેમ શુભ અને અશુભ ફળદાતાની અપેક્ષાએ પુણ્ય તથા પાપ એમ એ ભેદે, તથા જ્ઞાનાદિ ગુણ્ણાના ઘાત કરનાર અને નહિ કરનારની અપેક્ષાએ ઘાતી–અઘાતી એમ બે ભેદે પણ વર્ગીકરણ કરેલુ છે. તદુપરાંત કના વિપાક અમુક હેતુએ પ્રાપ્ત થતા હોવા અંગે તે વિપાકની હેતુસૂચક અપેક્ષાએ કમ પ્રકૃત્તિનુ Page #130 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૫ વર્ગીકરણ ચાર વિભાગમાં પણ કરેલું છે. તે ચાર પ્રકારે નીચે મુજબ છે. (૧) જીવવિપાકી (૨) પુદ્ગલવિપાકી (૩) ક્ષેત્રવિપાકી અને (૪) ભવવિપાકી. આ ચાર પ્રકારના વર્ગીકરણમાં અમુક અમુક પ્રકારની મુખ્યતા જ કારણભૂત છે. જો કે કર્મ પ્રકૃતિએને વિપાક જીવ જ અનુભવે છે. એ હિસાબે સર્વ પ્રકૃતિએ જીવવિપાકી જ છે. પરંતુ અમુક કર્મપ્રકૃતિઓ એવી છે કે જે જીવ ઉપર સીધી અસર નહિ કરતાં શરીરને ઉપયોગી એવી કેટલીક જડ સામગ્રીઓ આત્માને પ્રાપ્ત કરાવવા દ્વારા, કેટલીક પ્રકૃતિએ અમુક સ્થાનને જ પામીને અને વળી કેટલીક તે પ્રાણીઓની અમુક પ્રકારની જાતિમાં જ જીવને ફળદાયી થાય છે. આટલી બાબતોને અનુલક્ષીને જ જીવવિપાકી આદિ ચાર પ્રકારે કર્મ પ્રકૃતિએના બતાવ્યા છે. એટલે કઈ કર્મપ્રકૃતિઓ ક્યા સ્થળને, કયા ભવને અને કેવા પ્રકારની શરીરની સામગ્રીઓ પામીને, તથા કઈ પ્રકૃતિએ સ્થાન ભવ અને પુદ્ગલ સામગ્રીની અપેક્ષા રાખ્યા વિના જ ઉદયમાં આવે છે? તે આ ચાર પ્રકારના વર્ગકરણથી અતિ સ્પષ્ટપણે સમજી શકાશે. અમુક હેતુ પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય તે હેતુને અનુલક્ષીને તે પ્રકૃતિઓ તે તે વિપાક સંજ્ઞાવાળી કહેવાય છે. (1) જીવ વિપાકી–કર્મ માત્ર આત્માને વિપાક Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સ્વરૂપે અસર કરે છે. પરંતુ કેટલાંક કર્મ એવો છે કે જે ક્ષેત્રની, ભવની કે બાહ્ય જડસામગ્રીઓની અપેક્ષા રાખ્યા વિના સીધી રીતે આત્માને વિપાક દેખાડવાનું કામ કરે છે. તે કર્મપ્રકૃતિને જીવવિપાકી કહેવાય છે. તે પ્રકૃતિએ નીચે મુજબ છે. " જ્ઞાનાવરણીય–પ, દર્શનાવરણીય , વેદનીય ૨, મોહ નયની ૨૮, ગેત્રની ૨, અંતરાયની ૫, તથા નામકર્મમાં ગતિ ચાર, જાતિ પાંચ, વિહાગતિ બે, શ્વાચ્છાસ નામ કર્મ–૧, તીર્થકર નામ કર્મ–૧, ત્રસ–૧, બાદર-૧, પર્યાપ્ત ૧, સૌભાગ્ય-૧, સુસ્વર-૧, આય-૧, યશ-૧, સ્થાવર-૧ સૂક્ષ્મ–૧, અપર્યાપ્ત–૧, દૌર્ભાગ્ય–૧ દુઃસ્વર-૧, અનાદેય-૧, અને અપયશ-૧, એમ કુલ ૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે. હવે પ્રથમ ક્ષેત્રવિપાકી અને ભવવિપાકી પ્રકૃતિએ કઈ છે, તે વિચારી પછી પુદ્ગલ વિપાકીની હકીક્ત વિચારીશું. - ક્ષેત્રવિપાકી–તે અમુક ક્ષેત્રમાં જ ઉદય થતી હોવાથી ક્ષેત્રવિપાકી કહેવાય છે. અહિં ક્ષેત્ર તે એક ભવમાંથી બીજા ભવમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિરૂપ જ લેવાનું છે. દેવાનું પૂવ, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂવી અને નરકાસુપૂવી એ ચારે આનુપૂવક ક્ષેત્રવિપાકી છે. કારણ કે તે કર્મો, બે ગતિની વચ્ચે બરાબર આકાશપ્રદેશની શ્રેણીરૂપ ક્ષેત્ર પર પસાર થતાં જીવને ઉદયમાં આવે છે. - ભવવિપાકી–જે કર્મપ્રકૃતિઓ અમુક ભવમાં જ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ઉદય આવે છે. કારણ કે બીજી ક પ્રકૃતિ તા ભવે ભવાંતરે ગમે ત્યારે ઉદ્દય આવી શકે છે, પરંતુ ચાર આયુષ્યકર્મા તે માત્ર અમુક ભવમાં જ ઉદયે આવે છે. માટે તે ચારેને ભવિવપાકી કહેવાય છે, વમાન ભવના બે આદિ ભાગ ગયા પછી ત્રીજા આદિ ભાગે આયુ ખંધાવા છતાં પણુ જ્યાં સુધી તે વમાન ભવની પૂર્ણતા થવા વડે ઉત્તર. સ્વયેાગ્ય ભવ પ્રાપ્ત થયા હાતા નથી, ત્યાંસુધી તે ઉદયમાં આવતુ નથી. અને સ્વયેાગ્ય ભવપ્રાપ્તિમાં જ તેના ઉડ્ડય થાય છે; માટે તે ભવપાકી છે. પુદ્દગલ વિપાકી—પુદ્ગલ વિપાકી ક પ્રકૃતિના વિપાકના સંબંધ પુગલ વણાના અનેલા શરીર સાથે મુખ્ય છે. પુદ્ગલ વિપાકી ક`પ્રકૃતિએ સંસારી જીવેશને શરીર, શ્વાસેાાસ, ભાષા અને મન એ ચારેને ચેાગ્ય પુન્દ્ગલા અપાવી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, બંધ, સૂક્ષ્મતા, સ્થૂલતા, સ ંસ્થાન, અંગેાપાંગ, પરાઘાત, ઉપઘાત, અનુરૂલઘુ, ઉદ્યોત, સંઘાત, વગેરે રૂપે પરિણામ પમાડે છે. આ પુદ્ગલ. વિપાકી પ્રકૃતિએ તે નામકની પ્રકૃતિ છે. સંસારી જીવાનુ શરીર કેવી રીતે અને શાનુ તૈયાર થાય છે ? શરીરના અવયવાની યાગ્ય સ્થળે રચના, શરીરના આંધા, અને શરીરના આકાર જુદી જુદી જાતિના જીવાને આશ્રયી જુદા જુદા પ્રકારે કેવી રીતે ગેાઠવાય છે? તે બધાયને સાચે ખ્યાલ આ પુટ્ટુગલ વિપાકી કમ પ્રકૃતિને સમજવાથી જ થાય છે. પુદ્ગલવિપાકી કર્મ પ્રકૃતિનું સ્વરૂપ નહિ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમજનારાઓ, પ્રાણીઓની શરીરરચનાની સમજણુમાં ગાથાં ખાય છે. એટલે પુદ્દગલવિપાકી કમપ્રકૃતિનુ ́ સ્વરૂપ સમજવું અતિ આવશ્યક છે. પુદ્ગલનુ ગ્રહણ અને પરિણમન કરાવવા દ્વારા જીવને વિપાકનો અનુભવ કરાવનારી હાવાના અંગે જ આ કપ્રકૃતિએ, શાસ્ત્રમાં “ પુદૂગલવિપાકી ” પ્રકૃતિ તરીકે ઓળખાય છે. તે ૭૨ પ્રકૃતિએ નીચે મુજબ છે. '' શરીર નામક -૫, અંગોપાંગ નામકર્મ-૩, બંધન નામક -૧૫, સંઘાતન નામકમ-૫, સહનન નામકર્મ-૬, સંસ્થાન નામક –૬, વણું નામકમ-૫, ગધ નામકમ-૨, રસ નામક –પ, સ્પર્શે નામક –૮, અનુરૂલઘુ નામકર્મ -૧, નિર્માણુ નામક –૧, પરાઘાત નામકમ-૧, ઉપઘાત નામકમ -૧, આતપ નામક -૧, ઉદ્યોત નામકમ-૧, પ્રત્યેક · નામકમ -૧, સાધારણ નામકર્મ -૧, શુભ નામકર્મ -૧, અશુભ · નામક –૧, સ્થિર નામક –૧, અસ્થિર નામક -૧, એમ કુલ્લ-૭ પ્રકૃતિ છે. . આ બહુાંતેર પ્રકૃતિએ તે નામકની ૧૦૩ પ્રકૃતિઆ પૈકીની છે. નામક ને જૈનદ નકારાએ ચિત્રકારની ઉપમા આપેલી છે. ચિત્રકારને જેવું ચિત્ર તૈયાર કરવાની ઈચ્છા હાય તેને અનુરૂપ રેખા રંગ-સફાઈ વગેરે સામગ્રી પહેલેથી તૈયાર કરી રાખે છે. તે સામગ્રીઓમાં જેટલી સ્ખલના હાય તે મુજબ ચિત્રના કાર્યમાં સ્ખલન થાય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ એટલે ચિત્રના કાર્યમાં કઈ પણ જાતની ખામીએ: અનુભવવી ન પડે તેની સાવચેતી પ્રથમથી જ રાખવામાં આવે છે. જે ચિત્ર માટે બધી યોગ્ય સામગ્રી પહેલેથી મેળવી રાખેલ હોય તે ચિત્ર છેવટે બરાબર તૈયાર થાય છે. મકાન બનાવનાર કે કારખાનું ચલાવનારા તેના નિયામકને જેવું મકાન બનાવવું હોય તે પ્રમાણે જ વેતરણી પ્રથમથી જ કરે, છે. તે વેતરણ અને વ્યવસ્થા મુજબ કારખાના યા મકાનનું કામ કમસર અને વ્યવસ્થિત ચાલુ રહે છે. તેવી રીતે એક ભવમાંથી છુટી બીજા ભવમાં ઉત્પન્ન થનાર પ્રત્યેક આત્માને ઉત્પન્ન થતાંની સાથે જ શરીરરચના અંગે પૂર્વે આ ભવ માટે ઉપાર્જન કરેલા કર્મોની અસર થવા માંડે જ છે. એટલે આખી રચના તે પ્રમાણે જ શરૂ થાય છે અને બધી અસરોના પરિણામે અમુક ચોકકસ સ્વરૂપમાં આખું શરીર તૈયાર થતું જાય છે. અહીં શરીર રચનાના કાર્યમાં બહોતેર કર્મપ્રકૃતિઓ. દ્વારા શરીરને યોગ્ય પુદ્ગલનું ગ્રહણ અને પરિણમન થાય છે. ગતિનાકર્મ અને જાતિનાકર્મ અનુસાર નક્કી થયેલ પરિસ્થિતિ તથા ઉત્પન્ન થવાના સંગવાળા સ્થળે આનુપૂર્વી" નામના કર્મવડે લાવી મુકાતાંની સાથે તે જ વખતે તે જ પહેલે સમયે તે આત્માને શરીર નામકર્મ ઉદયમાં આવે છે. ઉત્પન્ન થયેલ આત્મા, તે ગતિકર્માનુસાર જે ગતિમાં ઉત્પન્ન થયે હોય, તે પ્રમાણે તગત્યાનુસાર સામગ્રીઓ પ્રાપ્ત કરે છે. ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થયેલ આત્માને શરીર એગ્ય પુદ્ગલ વર્ગણાઓમાંની યથાગ્ય વર્ગનું ગ્રહણ કરવાને હક્ક આટ Page #135 -------------------------------------------------------------------------- ________________ શરીર નામકર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે અને તે શરીર ટકી રહે ત્યાં સુધી તે પ્રમાણે વર્ગણ ગ્રહણ કરવાને હક્ક ચાલુ રહે છે. અહીં સમજવું જરૂરી છે કે-પાંચ પ્રકારના શરીરે પૈકી મનુષ્ય અને તિર્યંચને ગ્ય મુખ્યપણે ઔદારિક શરીર છે અને દેવ તથા નારકને યોગ્ય વૈકિય શરીર છે. એટલે મનુષ્ય અને તિર્યંચને દારિક શરીર બનાવવા માટે જીવે પૂર્વે બાંધેલું “ઔદારિક શરીર નામ કર્મ” તે દારિક શરીરપણે ગ્રહણ ગ્ય જે દારિક જાતની પુદ્ગલ વર્ગણું છે, તેમાંથી તે વર્ગણ મેળવવાને હક્ક આપે છે અને દેવ તથા નારકને વૈકિય શરીર બનાવવા માટે તે જીવે પૂર્વે બાંધેલું વૈકિય શરીર નામકર્મ” વૈકિય જાતિની પુદ્ગલ વર્ગણ મેળવવાને હકક આપે છે. શરીરને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરવામાં જીવને કાગ (શરીરને વ્યાપાર) છે, તર્યોગ્ય તે કાયયોગ તે શરીર તૈયાર થયા પછી હોય છે. તૈયાર થયેલ તે કાયયોગ દ્વારા તે તે શરીર ટકી રહે ત્યાં સુધી તે જંદગી પર્યત તે શરીરને યોગ્ય પુદ્ગલનું ગ્રહણ ચાલુ જ હેય છે. પરંતુ ઉત્પતિના પ્રથમ સમયે કંઈ તદ્ભવ ગ્ય શરીર તૈયાર હોતું નથી. તે શરીર તે, તે શરીર યોગ્ય પુદ્ગલના ગ્રહણ અને પરિણમનથી તૈયાર થાય છે. એટલે ઉત્પતિના પ્રથમ સમયે ગ્રહણ કરાતાં શરીરનાં પુદ્ગલેને જીવ અનાદિકાળથી પિતાના આત્મા સાથે સંયુક્ત થઈ રહેલ તૈજસ તથા કામણ શરીરના સંગે ગ્રહણ કરે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ આને આહાર ગ્રહણુ કહેવાય છે. ચાવીસે દંડકમાંપાંચેય જાતિમાં છ એ કાયમાં એમ જ્યાં જ્યાં શરીરો હોય, પછી ચાહે ઔદારિક વૈક્રિય કે આહારક હોય તે મધાયમાં તેજસ તથા કાણુ શરીર તે માનવાં જ પડે. કારણ કે અનાદિકાળથી તે બન્ને શરીરા જીવને સંયુક્ત જ છે. અને તે તૈજસ તથા કાણુ વિના ખીજા શરીર અને જ નહિ. પરભવથી આવેલ આત્માને તૈજસ તથા કાણુ શરીર તા સાથે જ હોય છે અને તે વડેજ ઔદ્યારિક વગેરે પુદ્ગલા ગ્રહણ કરે છે. જીવને આ તેજસ અને કાણુ શરીર અપાવનાર તે અનુક્રમે તેજસ શરીર નામકમ અને કાણુ શરીર નામક છે. અને ચૌદ પૂર્વ ધારી મુનિઓને આહારક શરીર અનાવવામાં કારણભૂત આહારક શરીર નામક છે. આ પ્રમાણે પાંચે પ્રકારના શરીર નામકર્માં છે. તૈજસ-કાણુ અને આહારક શરીરા સૂક્ષ્મ વણાનાં બનેલાં હોવાથી ચ ચક્ષુથી દેખી શકાતાં નથી. હવે સ્વશરીર ચોગ્ય પુદ્ગલ વગણાનું ગ્રહણુ જીવ શરીર નામક ના ઉચે કરે છે, પરંતુ ગ્રહણ કરાતી તે પુદ્ગલ વણા રેતીના લાડુ જેવી જીભર ભૂકા જેવી ગ્રહણ નહિ કરતાં અમુક પ્રમાણવાળા સ્નેહ-ચિકાશ અને લુખાશને લીધે પરસ્પર ચોંટી ગયેલી એટલે સંધાતીભૂત થયેલી જ પુદ્ગલ વણાએ ગ્રહણ કરે છે. જેમ કુંભ(ઘડા) મનાવવામાં છૂટક છુટક માટીના કણા ગ્રહણ નહિં કરતાં કુંભ રચ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ નાને અનુકૂળ કરાયેલા માટીને પિંડાઓ જ ઉપયોગી થાય છે, તેમ શરીર બનાવવામાં પણ શરીર રચનાને અનુકૂલ પિંડ રૂપે બનેલી પુદ્ગલ વર્ગણ જ ઉપયોગી થાય છે. અમુક પ્રમાણમાં જ લંબાઈજાડાઈ આદિ નિશ્ચિત પ્રમાણુવાળા દારિકાદિ શરીરની રચના માટે તે તે શરીરને અનુસરતી પુદ્ગલ વર્ગણાના સમૂહ વિશેષની રચનાની પણ આવશ્યક્તા રહે છે અને તેથી જ શરીરનું તારતમ્ય થાય છે. આ સંઘાત કરી આપનાર એક પ્રકારનું નામકર્મ જીવે પૂર્વે મેળવેલું હોય છે. તે કર્મ તે “સંઘાતન નામ કર્મ” કહેવાય છે. એટલે સંઘાતન નામકર્મ જીવને વર્ગણુના સંઘાત પામેલા સ્કધ અપાવે છે. તે પણ પાંચ પ્રકારના શરીર મુજબ પાંચ પ્રકારે છે. સંઘાતન નામકર્મ તથા શરીર નામકર્મના બળથી. સંઘાત પામેલી સ્વયોગ્ય શરીરની પુદ્ગલ વર્ગણા જીવ પ્રથમ સમયે લે છે. આનું નામ આહાર કહેવાય છે. જીવને તે ભાગ્ય શરીર જ્યાં સુધી કાયમ રહે છે ત્યાં સુધી આ વર્ગણ મળવા રૂપ આહાર તેને મળ્યા જ કરે છે. પણ તે વર્ગણ રૂપ આહાર ચાલુ રહે, તેમાં ગ્રહણ કરેલી અને ગ્રહણ કરાતી વર્ગણાના ધો પરસ્પર એક રચનારૂપે મળી જવા જોઈએ. જેમ તૈયાર થતા મકાનમાં વપરાતી ઈંટોના રજકણે અંદરોઅંદર સંઘાતીભૂત હોય છે, પરંતુ તેથી કરીને ઈટ ઉપર ઇંટો ગોઠવી દેવાથી મકાનની મજબૂતી થતી. નથી. માટે તેને ચૂના કે માટીથી પરસ્પર ચડવી પડે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ તેવી રીતે સઘાત પામેલી વ ણાએ પરસ્પર એકમેક ચાંટી જવી જોઇએ. - આના માટે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યુ છે કે એક એવું ક છે કે—જેમ રાળ એ કાષ્ટને એકાકાર કરે છે, તેવી રીતે અધન નામે તે નામક આત્મા અને પુદ્ગલેા અગર પરસ્પર પુદ્ગલાના એકાકાર સંબંધ કરાવે છે. તે ધન નામક પંદર ભેદે છે. તે પંદર ભેદાનુ વર્ણન ક ગ્રંથ વિગેરેમાં નામ કર્મની પ્રકૃતિ અંગે આવતા વનમાંથી સમજી લેવું. આથી સમજી શકાય છે કે ઔદ્વારિકાદિ શરીર નામકર્મીના ઉદયથી ઔદારિકાઢિ શરીર ચેાગ્ય વણાનું ગ્રહણુ, ઔદારિક સોંઘાતન નામકર્મના ઉદ્દયથી ઔદ્યારિકાદિ શરીરને યેાગ્ય પુદ્ગલ સમૂહ વિશેષની સંઘાતરૂપે રચના અને ઔદારિકાદિ બંધન નામકર્મના ઉદ્દયથી તે સમુહ વિશેષને ઔદારિકાદિ શરીર સાથે પરસ્પર એકમેક સંબંધ થાય છે. અહી સુધી તેા શરીર નામમે બધા કાચા મસાલેા તૈયાર કર્યાં પરંતુ પરસ્પર એકમેક સૉંમિલિત બની ગયેલ તે પુદ્ગલેાનું પિરણમન એટલા પુરતુ જ થઈને અટકી જાય તેા શરીર માત્ર એક ગેાળમટોળ દડા જેવું જ બની રહે. જેથી એ જ સ્થિતિમાં નહિ રહેતાં તેમાંથી હાથ-પગ-માથુ –પેટ-છાતી– પીઠ વગેરે અગા, આંગળાં-નાક-કાન વગેરે ઉપાંગા તથા વાળ—દાંત નખ રેખા વગેરે અગાપાંગા રૂપ શરીરને યાગ્ય અવયવા તૈયાર થાય છે. તેજસ તથા કામણુ શરીરને અગા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પાંગ હાતાં નથી. જેથી ઔદારિક અ’ગાપાંગ, વૈક્રિય અગાપાંગ અને આહારક અંગેાપાંગ, એમ ત્રણે પ્રકારે “ અંગે!પાંગ નામ” તે તે રીતે શરીરને યાગ્ય અવયવા તૈયાર કરાવે છે. અંગોપાંગ નામકમ થી પ્રાણીના શરીરમાં અંગ-ઉપાંગ ફૂટે છે, પરંતુ કયા અવયવા ક્યાં જોઈ એ તે નક્કી કરી આપનાર તે “ નિર્માણુ નામક ” છે. ગૃહિત વ ણાનું પરિણમન થવામાં “નિર્માણુ નામક પહેલા સમયથી જ અસર કરવા માંડે છે. એટલે પિરણામે ક્રમસર પિરણામ થતુ આવે છે. આવું ક્રમસનિવેશ પરિણામ દરેક પ્રાણીમાં જીવ વિશેષને લીધે જુદી જુદી પરિસ્થિતિવાળા થાય છે. એમ પ્રત્યેક જીવની પરિસ્થિતિ પ્રમાણે પ્રયાગથી ઉત્પન્ન થતા ક્રમસનિવેશ પરિણામમાં આ નિર્માણુ નામક ” કારણભૂત છે. અગાપાંગની રચના અગાપાંગ નામક વડે થાય છે. પરંતુ જે અંગ જ્યાં શાલી શકે અને ખરાબર ઉપયાગમાં આવી શકે તે રીતે બરાબર સ્થળા નક્કી કરવાનું કામ નિર્માણુ નામક કરી આપે છે. નિર્માણુ નામક નું કામ માત્ર બાહ્ય અંગોપાંગનાં સ્થળા નક્કી કરવા પુરતુ જ છે એમ નથી, પરંતુ શરીરના નાનામેટા તમામ તત્વાના રીતસર ચીતાર નક્કી કરી આપતારે પણ આ નિર્માણ નામક K, જ છે. '' '' "" એકેન્દ્રિયથી તે પચેન્દ્રિય સુધીના તમામ જીવામાં શરીરના અવયવાની રચના અને અવયવાનુ સ્થાન એક સરખું કે એક ઘાટવાળુ હાતુ નથી. જીવના વ્યાપારથી શરીર રચાય Page #140 -------------------------------------------------------------------------- ________________ પ છે છતાં એ શરીર જીવ પાતે ધારે તેવું મેટુ અગર અમુક પ્રકારનું બનાવી શકતા નથી. પેાતાના પ્રયાસથી પણ થતુ શરીર સ્વેચ્છાનુસાર ન બનાવી શકવાનું કારણ એ જ છે કે ઘાટના આધાર “ નિર્માણુ નામક ” ના ઉદય પર રહે છે. ܕܕ જેવું નિર્માણ નામકમ હાય તેવું જ શરીર જીવથી અની શકે છે. અને બનાવી શકાય છે. નિર્માણુ કર્માંચે જીવના જે વ્યાપારથી પુદ્ગલા શરીરાદ્વિપણે પરિણમે છે તે પુદ્ગલે જ પ્રયાગ પરિણત કહેવાય છે. આવા પ્રયાગ પરિણામમાં પુદ્ગલા એક જ પ્રકારનાં ગ્રહણ કરાતાં હાવા છતાં પણ પરિણમન જુદા જુદા પ્રકારે થવામાં કારણભૂત નિર્માણુ નામક છે. નિર્માણુ નામકમ અનેક પ્રકારનું છે. અને પ્રયાગ પરિણત થતા પુદ્ગલાનું પરિણમન પણ અનેક પ્રકારનુ હાય છે. એક જ જાતના ખારાક લેવા છતાં તે તે ખારાકનાં પુદ્ગલેા શરીરમાં મનુષ્યને મનુષ્યરૂપે અને જનાવરને જનાવરરૂપે પરિણમે છે, જે પરમાણુ ગાયમાં ધરૂપે પરિણમે છે તે જ પરમાણુઓ સાપમાં ઝેરરૂપે પિરણમે છે. જે જલનુ આપણે પાન કરીએ છીએ તે જ જલથી વૃક્ષ અને વેલડીએ પણ સિંચાય છે. જલ એક જ પણ પરિણમન ભિન્ન ભિન્ન થાય છે. એક જ જાતના ખારાકનુ' તથા જલનું પરિણમન વિવિધ પ્રકારે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. એજ રીતે શરીર ચેાગ્ય ગૃહીત પુદ્ગલાનું પરિણમન, ગ્રહણ કરનાર જીવાના કર્માનુસાર જુદા જુદા પ્રકારે થાય તેમાં કંઇ આશ્ચય Page #141 -------------------------------------------------------------------------- ________________ જેવું નથી. પરિણમનમાં આ પ્રમાણે ભિન્નતા થવાનું કારણ ઉપર જણાવ્યા મુજબ “નિર્માણ નામકર્મ” છે. શરીર એગ્ય ગૃહીત પુદ્ગલેને પરિણમનમાં એક જાતિથી અન્ય જાતિમાં ભિન્નતા સંભવે છે, એટલું જ નહિ પરંતુ એક જ જાતિમાં પણ ભિન્નતા સંભવે છે. મનુષ્ય જાતિમાં કેઈ નાના કાનવાળા, કોઈનું નાકચીબું, કેઈનું મોટું લાંબુ, કઈ ઠીંગણે, કેઈ ઊંચે, આ બધાનું કારણ જીવ જેવા નિર્માણ કર્મના ઉદયવાળે હેય તે પ્રમાણે શરીરના અવય બને છે. પુદ્ગલે એક સરખાં છતાં પરિણમાવનાર છે જેવા નિર્માણ કર્મના ઉદયવાળા. હોય તેવા શરીરપણે તે પુદ્ગલે પરિણમે છે. નિર્માણ નામકર્મ દ્વારા થતું વિવિધ પરિણમન પણ ઈદ્રિયની અપેક્ષાએ જે જાતિને જીવ હોય, તે જે પુદ્ગલે ગ્રહણ કરે, તે તે જાતિપણે જ પરિણુમાવે છે. એટલે નિર્માણ નામકર્મને જાતિ નામકર્મના ગુલામ તરીકે પણ ઓળખાવી શકાય. ' સંસારી જેમાં એકેન્દ્રિયાદિથી પંચેન્દ્રિય સુધીના પાંચ ભેદે છે. તેમાં ખરું કારણ પુદ્ગલેના પરિણમનનું છે. પરિણમન ભિન્નતા જ ન હોત તે સંસારી જીવનમાં એકેન્દ્રિયાદિ જાતિ ભિન્નતા અને તિર્યંચાદિ ગતિ ભિન્નતાને આપણને ખ્યાલ પણ ન આવત. અને એ રીતની ભિન્નતાના ખ્યાલ વિના જીવમાં એકેન્દ્રિયાદિપણું કે તિર્યંચાદિ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ બધા કર્મા શપષ્ટ * ગતિપણું આપણે સમજી શક્ત નહિં. જેથી દરેક સંસારી જીનું શરીર એક જેવું અને એક સરખું દેખાત. પ્રગ પરિણમનમાં થતી ભિન્નતાના હિસાબે જ શરીરના અવયવની રચનામાં ભિન્નતા છે અને શરીરના અવયવોની રચનામાં ભિન્નતાના હિસાબે જ સંસારી જીના ગતિ અને જાતિને અનુસરી કહેવાતા ભેદોને આપણને ખ્યાલ પેદા થાય છે. આ બધાનું મુખ્ય કારણ નિર્માણ નામકર્મ છે. એટલે ગ્રહણ કરનાર જીના કર્માનુસાર–ગત્યનુસાર પુદ્ગલ પરિણમન થાય છે. અહીં વળી પણ આપણે સ્પષ્ટ કરી જઈએ કે–શરીર નામકર્મ અને સંઘતન નામકર્મ દ્વારા ઔદારિકાદિ વર્ગણાનાં સંઘાત પામેલાં પુગલોને પરસ્પર એકમેક સંબંધવાળાં બનાવી છે જે શરીર નામકર્મના ઉદયથી તે તે શરીરપણે પરિણામ પામેલા યુગલોને અંગોપાંગ નામકર્મ દ્વારા અંગ અને ઉપાંગ અને અંગોપાંગના સ્પષ્ટ વિભાગરૂપે પરિણમન થવામાં તથા તે અવયવો જે સ્થળે અને જેવા સ્વરૂપે જોઈએ તે સ્થળ અને સ્વરૂપની રચના થવામાં નિર્માણ નામકર્મ કારણરૂપ છે. ઉપરોક્ત કર્મ દ્વારા પુદ્ગલેનું ગ્રહણ અને પરિણમન થવા વડે તૈયાર થતા શરીરમાં અમુક અમુક પ્રકારે હાડની મજબૂતી થવા રૂપ પરિણામની પણ આવશ્યકતા રહે છે. જેટલા પ્રમાણમાં હાડની મજબૂતી વધુ હોય તેટલા પ્રમાણમાં શરીરને વ્યાઘાત ઓછો લાગે છે. આપણે શાસ્ત્રો દ્વારા સાંભછીયે છીયે કે–તીર્થકર જેવા મહાપુરૂષોના શરીરને અનેક Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના ઉપસર્ગો થવા છતાં પણ તેમનું હાડ કુશળ રહે છે. તેનું કારણ તેમના હાડને બધે ઉંચામાં ઉંચી કક્ષાને હોય છે. જેમ મકાનના કામમાં લાકડાના સાંધાઓમાં સુથારે વડે થતું સંધાણુ મજબૂતીવાળું હોય તો તે સાંધાઓ તુરત છૂટા પડી જતાં નથી અને મકાન વધુ ટાઈમ સુધી ટકી રહે છે. તેમ શરીરમાં તૈયાર થતાં હાડકાં તે કંઈ આખા શરીરમાં એક જ રૂપે સંમિલિત થયેલાં હતાં નથી. એટલે શરીરના જુદા જુદા અવયવમાં રહેલાં તે હાડકાંના સાંધાનું પરસ્પર જોડાણ જેમ વધુ મજબૂતીવાળું હોય તેમ તે હાડકાં અન્યન્યથી તુરત છૂટાં પડી જતાં નથી. આપણે કહીએ છીએ કે-“અમુક માણસનું હાડકું ઉતરી ગયું” આને અર્થ એ છે કે તે હાડકાનું સંધાણ અન્ય હાડકા સાથે નબળું હવાથી સંધાણુ વિખુટું પડતાં હાડકું અલગ પડી જાજ્ય છે અને તેને આપણે હાડકું ઉતરી ગયું એમ લ્હીયે છીયે. હાડકું ઉતરી જવાથી માણસને બહુ પીડા અને તકલીફ થાય છે. કોઈ કુશલ હાડવૈદ્ય યંગ્ય ઉપચારથી ઉતરી ગયેલ હાડકાનું મિલન યથાસ્થાને રહેલા હાડકા સાથે કરી દે છે. ત્યારે જ દરદીને શાંતિ થાય છે. શરીરમાં એક હાડકાને છેડા સાથે બીજા હાડકાને સાંધે કેવી રીતે જોડાણ થયેલ હોય છે તે આ ઉપરથી હેજે સમજી શકાશે. જન્મથી જ શરીરમાં જે પ્રકારે હાડકાની સજના હેાય છે તે પ્રમાણેની સંજનાથી Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ઉતરી ગયેલ હાડકાનું સજન થાય તે જ દરદીને શાંતિ થાય છે, તેવા પ્રકારની સંજનામાં કઈ ખામી રહી જાય તે તેટલી ખેડ તે હાડકાવાળા ભાગમાં રહી જાય છે. એટલે હાડકાંની સંજના જન્મથી જ દરેક જીવને હેય છે. આ સંજના દરેક પ્રાણીને એક સરખી હોતી નથી. ભિન્ન ભિન્ન પ્રકારની સંજનાનુસાર ભિન્ન ભિન્ન પ્રકારે હાડની મજબૂતી હોય છે. અને તે મજબૂતી, સંસારના પ્રત્યેક પ્રાણીઓમાં અનેક જાતની ચડતા ઉતરતા ક્રમની માલુમ પડે છે. પરંતુ તેનું સામાન્ય વર્ગીકરણ કરીને છ દષ્ટાંતથી છ પ્રકારની મજબુતી જૈનાગમમાં સમજાવવામાં આવી છે. તે વજીરૂષભનારાચાદિ છ પ્રકારે સંઘયણનું વર્ણન પણ કર્મ ગ્રંથાદિમાં દર્શાવેલ નામકર્મની પ્રકૃતિઓના સ્વરૂપમાંથી સમજી લેવું જરૂરી છે. - લાકડાઓમાં આવતા સાંધાઓનું સંધાણ વધુ બજબુત બનાવવા માટે સુથાર લેકે જુદા જુદા પ્રકારે બેલાતા સાંધાઓ વડે સંધાણ કરે છે.અને એવા સાંધાઓને “ગૌમુખી” વિગેરે નામથી ઓળખે છે. એ રીતે પ્રાણીઓના શરીરમાં હાડકાંના સાંધાઓને પણ વ્રજરૂષભનારાચાદિ નામે ઓળખાવેલ છે. શરીરનાં અંગોપાંગ વગેરે જીવને ઉખન્ન થતાની સાથે કંઈ તૈયાર થઈ જતાં નથી. પણ ગ્રહણ કરેલી વર્ગમાં પહેલા સમયથી જ એ પરિણામ થવા માંડે છે કે પરિમુમતાં પરિણમતાં તે પરિણામ અમુક ટાઈમે તે અંગે પાંગ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ રૂપે તૈયાર થઈ જાય છે. તેવી રીતે શરીરની મજબૂતી જેવી થવાની હોય, તેમાં ઉપયોગી થાય તેવી જ રીતે પહેલા સમયથી ગ્રહણ કરેલી વર્ગણામાં પરિણામ થવા લાગે છે. અને ભવિષ્યમાં અમુક મજબૂતી તૈયાર થાય છે. આ રીતે હાડની ભિન્ન ભિન્ન પ્રકારની મજબુતીનું પ્રેરક જે કર્મ તે “સંહનન નામ કર્મ' તરીકે ઓળખાય છે. જેવા પ્રકારનું “સંહનન નામ કર્મ ” હોય તેવા પ્રકારને અનુસરતી મજબૂતીનું પરિણમન પ્રાણીઓને શરીરમાં થાય છે. હવે દેહધારી પ્રાણુઓનાં શરીર અને તેનાં અવય જેમાં કેટલાંક પ્રાણીઓનાં શરીર અને અવયની રચના સુંદર અને આકર્ષક હોય છે. જ્યારે કેટલાંકની શરીર રચનામાં ખાસ આકર્ષતા હોતી નથી. સામુદ્રિક શાસ્ત્રીમાં શરીરનું માપ–આકૃતિઓ-રેખાઓ વગેરેનું વર્ણન આવે છે. તેમાં દર્શાવ્યા મુજબ સપ્રમાણ શરીર અને અવયની આકૃતિ અન્યને આકર્ષક બને છે. જ્યારે વિષમ પ્રમાણુવાળી આકૃતિ આકર્ષક બનતી નથી. પ્રાણીઓના શરીર અને તેના અવયની સપ્રમાણ કે વિષમ પ્રમાણ આકૃતિનું નિયામક તે સંસ્થાન નામ કમ છે. આ સંસ્થાન નામકર્માનુસાર જ શરીરની સારી કે ખરાબ આકૃતિ ઉત્પન્ન થાય છે. આ કર્મ ન હોય તે શરીર વગેરેની આકૃતિનું કાંઈ ઠેકાણું જ ન રહે. આકૃતિરૂપે પુદ્ગલેનું પરિણમન થવામાં એટલે કે શરીર, તેને અવયવો અને એકંદર તેની રચનાની પ્રમાણસરતામાં “સંસ્થાન નામ કમ” જ પ્રેરક છે. જગતભરના પ્રાણી Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ માત્રની શરીરની આકૃતિઓ તપાસીએ તે અસંખ્ય પ્રકારની આકૃતિએ દ્રષ્ટિગોચર થાય છે. પરંતુ અમુક મુખ્ય પ્રકારોમાં અન્ય પેટભેદને સમાવેશ થઈ જાય એ રીતે જૈનશાસ્ત્રોમાં તે તમામ આકૃતિઓનું છ પ્રકારે વર્ગીકરણ કરી સંસ્થાન નામકર્મનું વિવેચન કરવામાં આવ્યું છે. આકૃતિરૂપે પરિણમન પણ જીવને શરીર એગ્ય પુગલ ગ્રહણના પ્રથમ સમયથી જ થવા માંડે છે. અને અવય તથા તેની મજબૂતી તૈયાર થતાંની સાથે જ સ્પષ્ટ આકૃતિરૂપે તૈયાર થઈ જાય છે, સંસ્થાન નામકર્મ જ સંસ્થાન (શરીરના આકાર) પેદા કરે છે. છ પ્રકારના સંસ્થાનમાં સર્વથી ઉત્તમ સંસ્થાન કેવું હોય ? અને સર્વથી હલકામાં હલકું કેવું હોય? તે બતાવીને તેની વચ્ચેના બીજા જાણવા જેવા ઉપયોગી ભેદો બતાવ્યા છે. આ ઉપરથી સમજી શકાય છે કે શરીરની રચનાને અનુસરી ગોઠવાયેલા અને પરસ્પર સંબંધ ધરાવતા ઔદારિકાદિ પુગલમાં સંસ્થાન–આકાર વિશેષને સંસ્થાન નામે નામકર્મ ઉત્પન્ન કરે છે. એટલે કે શરીરમાં અમુક અમુક જાતને આકાર થવામાં સંસ્થાન નામ કમ7 કારણ છે. ઉપર મુજબ તૈયાર થતા શરીરમાં શરીરની રચનાના પ્રથમ ક્ષણથી પિતાને કર્મ પ્રમાણે રંગ, સ્વાદ, સ્પર્શ અને ગંધ વગેરેને પણ પરિણામ થવા માંડે છે. સંસારી જીનું શરીર પુદ્ગલ પરમાણુઓની વર્ગણાઓનું બને છે, એ તે સહેજે સમજી શકાય તેવી હકીક્ત છે. પુગલ વર્ગણાના બનેલા શરીરમાં અમુક રંગ, સ્વાદ–સ્પર્શ અને ગંધ Page #147 -------------------------------------------------------------------------- ________________ સ પણ જોઈ એ તે સ્વભાવિક છે. એટલે શરીર અને આત્માના સંબંધથી અસ્તિત્ત્વ ધરાવતા દરેક પ્રાણીના શરીરમાં વાિં ચતુષ્ટપણું નક્કી કરનાર કર્માં પણ જોઈએ. અહી શકા થાય છે કે—વર્ણાદિ ચતુષ્ક તા પુદ્ગલામાં હાય જ છે, એટલે પુદ્ગલથી અંધાતા તે શરીરમાં વર્ણાદિ ચતુષ્ક રહેવાના જ. પછી તેને ઉત્પન્ન કરનાર કર્મીની શી જરૂર છે? આ શંકાના સમાધાનમાં સમજવું જરૂરી છે કે—તૈયાર થતાં શરીરમાં વર્ણાદિ પ્રગટ થવામાં તેના પ્રેરક કર્માં જો માનવામાં ન આવે તેા દરેક પ્રાણીના વર્ણાકિ સરખા જ થાય, પર ંતુ દરેક પ્રાણિના શરીરમાં વર્ણાગ્નિની વિચિત્રતા દેખાય છે, તે કર્મ વિના સંભવી શકતી જ નથી. જેમ અંધન અને સ ંઘાતન પામવાના ગુણ પરમાણુમાં છે; છતાં અમુક પ્રાણીના શરીરના પરમાણુઓમાં અમુક જાતના બંધન અને સધાતન થાય, એ તેના બંધન અને સંઘાતન નામ-કને લીધે. તેમ વર્ણાદિ ગુણ, પરમાણુમાં હેાવા છતાં તેમાં પાછા અમુક જાતના ફેરફારા થાય છે તે શરીરધારક આત્માના કર્મોને લીધે જ થાય છે. માટે માનવું પડશે કે શરીરરૂપે પરિણામ પામેલ પુદ્ગલ વણાઓમાં પ્રતિનિયત વર્ણાદિ તે ક વિના સંભવિત નથી. જેથી દેહધારી આત્માના શરીરમાં વર્ણાદિ પરિણામમાં કર્માંની જરૂર તેા રહે જ છે. એટલે વણુ નામક, ગંધ નામ ક, રસનામકમ અને સ્પર્શી નામ કમે જે ચાક્કસ ધારણ પહેલેથી નક્કી કરી આપ્યું હેાય તે જ પ્રમાણેના રંગ, ગંધ, રસ અને Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ સ્પર્શ પ્રાણીઓના શરીરમાં ઉત્પન્ન થઈ જાય છે. પહેલેથી જ પરિણામ થતી વખતે તે કર્મને ધ્યાનમાં લઈને જ યથાયોગ્ય. પરિણામ થવ શરૂ થાય છે. પરિણામમાં વર્ણાદિની જે ભિન્નતા થાય છે, તે વદિ કમેની તરતમતાને લીધે જ સમજવી. પ્રત્યેક જીવની જુદી જુદી પરિસ્થિતિ અને સંજોગે. પ્રમાણે વર્ણાદિની ભિન્નતા રહેવાની અને આ રીતે વર્ણાદિના પરિણામની ભિન્નતામાં જીવનું કર્મ જ કારણ માનવું જોઈએ. અને કારણરૂપ તે કર્મને લીધે જ શરીરપણે પરિણામ પામેલા. પરમાણુઓના વર્ણાદિ ઉપર અમુક જ આત્માનું અધિપત્ય સમજવું. અને તેથી જ દારિક શરીરની વર્ગણામાં રહેલા સ્વાભાવિક વર્ણોમાંના શ્યામવર્ણ નામકર્મના ઉદયે કેયલ, ભમરા, કાગડા, ભેંસ, બકરી, ભીલ, હબસી, વિગેરે પ્રાણીએના શરીરમાં કાળાવર્ણ રૂપે, તથા નીલવર્ણના કર્મના ઉદયે ઝાડનાં પાંદડાં–પોપટ વગેરેમાં લીલાવર્ણરૂપે, વળી રક્તવર્ણનામકર્મના ઉદયે મરચાં-લાલબેર. લાલઘડા આદિમાં રક્તવર્ણરૂપે, તેમજ પીત્તવર્ણ નામકર્મના ઉદયે ભમરી-હળદર આદિમાં પીત્તવર્ણરૂપે અને વેતવર્ણ નામકર્મના ઉદયે ગાયસસલું-બગલું વિગેરેમાં શ્વેતવર્ણ રૂપે પરિણામ પામે છે.. શ્યામવર્ણાદિ વર્ણોવાળા પ્રાણીઓમાં તે તે રંગમાં છેડે થોડે. ફેર જે જણાય છે, તેનું કારણ તે તે રંગવાળું નામ કર્મ જુદી જુદી જાતનું હોય છે, તે સમજવું. આ રીતે ઔદારિક શરીરની વર્ગણમાં રહેલા સ્વ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભાવિક ગંધ–રસ અને સ્પર્શી પ્રાણીઓના પૃથક્ પૃથક્ ગ ંધરસ અને સ્પશ પણે પિરણામ પામે છે. એમ સમજી લેવું. એક જીવના શરીરમાં તે વર્ણાદિ એક કરતાં વધારે પણ હાઈ શકે છે. તેમજ જુદા જુદા ભાગમાં અને અવયવામાં જુદા જુદા પણુ હાય છે. પુદ્ગલ પરમાણુઓમાં વર્ણાદિનુ પિરણામ પામવાના ગુણ સ્વાભાવિક છે. વર્ણાદિનું વિસ્રસા કે મિશ્ર પરિણમન થાય તે તે પિરણામમાં કને કારણરૂપ માની શકાતું નથી. પરંતુ જીવે ગ્રહણ કરેલા શરીરાદિના સ્કંધામાં વર્ણાદિના જે પરિણામ થાય છે, તે પ્રત્યેક જીવની જુદી જુદી પરિસ્થિતિ અને સંજોગેા પ્રમાણે વિચિત્ર વિચિત્ર જાતના થાય છે. એટલે જીવના આ પ્રયોગ પરિણામમાં જીવના કર્મીને જ કારણ માનવું જોઈએ. આ કમ તે જીવે પ્રાપ્ત કરેલા શારીરિક સ્ક ંધામાં ઉત્પન્ન થતા વર્ણાદિ પ્રયાગ પરિણામનુ નિયામક છે. આ રીતે હવે પછી કહેવાતા શરીરના અગુરૂલઘુપણાના પરિણમન અંગે પણ સમજવું, પુદ્ગલ પરમાણુ અને સ્કંધાના સઘાત, વ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન વિગેરે અનંત પપિરણામેા હાય છે. તે દરેક પિરણામેામાં ઘણી ઘણી વિચિત્રતાઓ છે. સ અવાંતર પરિણામેાના મૂળતત્ત્વરૂપ એક અનુરૂલઘુ નામનેા વ્યાપક પરિણામ પણ હોય છે. તેનું નામ અનુરૂલઘુ પર્યાય પરિણામ કહેવાય છે. જીવાનુ શરીર પુદ્ગલ પરમાણુઓનું બને છે. જેથી જીવે ગ્રહણ કરેલ શરીરાદિના સ્ક ંધામાં પણ અગુરૂલઘુ” પર્યાયનું પરિણામ થાય છે. શરીરના સ્કંધમાં આ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પરિણામ પ્રત્યેક જીવની જુદી જુદી પરિસ્થિતિ અને સયાગે પ્રમાણે વિચિત્ર વિચિત્ર જાતના હાય છે અને એ વિચિત્રતામાં કર્મ જ કારણ છે. કયા જીવના શરીરમાં કઈં જાતના અગુરૂ લઘુ પર્યાયને કઈ જાતના પરિણામ થાય તેને “અનુરૂ લઘુ નામકર્મ” જીવવાર નક્કી કરી આપે છે. એટલે શરીરમાં ઉત્પન્ન થતા અનુરૂલઘુ પ્રયાગ પરિણામનું નિયામક તે “અગુરૂ લઘુ નામક” છે. જીવાનુ` સંપૂર્ણ શરીર લેાહા જેવું ભારે ન થાય, તેમ રૂ જેવું હલકુ ન થાય. એવી અનુરૂલઘુ પર્યાયવાળી તે શરીરની રચના આ કર્મોથી થાય છે. સ્પર્શી નામક માં ગુરૂ અને લઘુ એ એ સ્પર્શ કહ્યો. છે. તે શરીરના અમુક અમુક અવયવમાં જ પેાતાની શક્તિ બતાવે છે. તે એના વિપાક આખા શરીરાશ્રિત નથી. જ્યારે આ અનુરૂલ નામક ના વિપાક સપૂર્ણ શરીરાશ્રિત છે. શરીરની રચનામાં એક એવા પણ પરિણામ પ્રગટ થાય છે કે તે પિરણામવાળા શરીરધારી આજસ્વી-પ્રતાપી આત્મા પેાતાના દર્શનમાત્રથી તેમજ વાણીની પટુતાવડે માટી સભામાં જવા છતાં પણ તે સભાના સભ્યાને ક્ષેાલ પેદા કરે, સામા પક્ષની પ્રતિભાને દબાવી દે, બુદ્ધિશાળીઓને પણ આંજી નાખે, સામાને આકષિ લે, અને સામેની વ્યક્તિ ગમે તેટલી બળવાન હાય તા પણ આ પરિણામવાળા શરીરધારી આત્માથી દબાઈ જાય છે. પ્રત્યેક જીવની પરિસ્થિતિ પ્રમાણે ઓછાવત્તા પ્રમાણમાં આ પરિણામ દ્વારા આત્મામાં. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ‘ઉત્પન્ન થતી શક્તિ તે પરાઘાત શક્તિ કહેવાય છે અને તે -શક્તિ ઉત્પન્ન કરનાર જે કર્મ તે “પરાઘાત નામકર્મ” છે. સામેની વ્યક્તિ કરતાં પિતામાં પરાઘાત શક્તિ વિશેષ પ્રમાણમાં હેવાના અંગે કેટલાક ઉસૂત્ર પ્રરૂપ–નિમિથ્યાવાદિઓની પણ અસત્ પ્રરૂપણની અસર અનેક આ ભાઓ પર તુરત પડી જાય છે અને તેથી તેવાઓના અનુ- યાયી વર્ગની સંખ્યા વિશેષપણે વૃદ્ધિ પામવાથી કેટલાક ભદ્રિક આત્માઓના હૃદયમાં આશ્ચર્ય પેદા થાય છે કે આવા પ્રરૂપકેની પ્રરૂપણ અસત્ હોય તે અનુયાયી વર્ગ કેમ - વૃદ્ધિ પામે ? એવી મિથ્યા શંકા આ પરાઘાત નામકર્મનું સ્વરૂપ સમજનારના હૃદયમાં કદાપી ઉપસ્થિત થતી નથી. પરાઘાત કર્મરૂપ પુણ્ય પ્રકૃતિના ગે આજે અસત્ પ્રરૂપ ભલે ફાવી જતા હોય પરંતુ તે પુણ્ય ખલાસ થઈ ગયા બાદ મિથ્યા પ્રરૂપણું કરવાથી બંધાયેલ ઘેર કર્મની વિટંબના તે એમને અવશ્ય જોગવવી પડશે. આ પરાઘાત શક્તિથી વિપરીત ઉપઘાત નામે પરિણામ પણ કેટલાક પ્રાણીના શરીરમાં ઉત્પન્ન થાય છે. કેટલાક પ્રાણીઓના - શરીરમાં જરૂરી અંગે પાંગ સિવાય વધુ પડતાં અંગોપાંગો આપણે જોઈએ છીએ. જેમકે શરીરની અંદર પ્રતિજિહા એટલે જીભ ઉપર થયેલી બીજી જીભ, ગાલવૃદક એટલે રસળી, ચાર દાંત એટલે દાંતની પાસે ધારવાળા નીકળેલા બીજા દાંત, હાથ પગમાં છઠ્ઠી આંગળી એ વિગેરે શરીરમાં કાયમી હરક્ત કરનારાં આવાં વિચિત્ર જાતિનાં અંગોપાંગ રૂપ ઉપ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ઘાતજનક પ્રયોગ પરિણમની ઉત્પત્તિ થવાથી જીવ પિતાના જ અવયવડે હણાય છે, દુઃખી થાય છે, કારણકે ઉપરોક્ત પ્રતિજિહા વગેરે જીવને ઉપઘાત કરનારા જ થાય છે. આવા ઉપઘાતજનક પ્રગ પરિણામ ઉત્પન્ન કરનારું કર્મ તે ઉપઘાત નામકર્મ છે. વળી અમુક જીવેના શરીરમાં “આપ” નામે એક એ પરિણામ ઉત્પન્ન થાય છે કે–તેને આપણે સ્પર્શ કરીએ તે ઠંડુ લાગે, પરંતુ તેમાંથી બહાર પડતાં કિરણે દૂર દૂર ગરમ લાગે, અને બીજી વસ્તુને પણ ગરમ કરી દે. જેને સ્પર્શ ગરમ હોય તેને પ્રકાશ તે ગરમ હોય (અગ્નિની માફક) તે સ્વાભાવિક છે. પણ આ આતપ નામે પરિણામમાં તે ખૂબી એ છે કે-તે પરિણામ પામેલા શરીરને સ્પર્શ શીત અને પ્રકાશ ઉષ્ણ છે. આ પરિણામ જગતના બીજા કઈ પ્રાણુઓના શરીરમાં નહિં હતાં માત્ર સૂર્યના વિમાનની નીચે રહેલા બાદર પૃથ્વીકાયના જીવોને જ હોય છે. સૂર્યનું બિંબ જે આપણે જોઈએ છીએ તે એક જાતની પાર્થિવ રચના છે. જેમ સેનું, લેડું વિગેરે. અને તેમાં સૂર્ય નામની દેવજાતિ રહે છે. પરંતુ એ પાર્થિવ બિંબમાં પૃથ્વીકાય છે ઉત્પન્ન થાય છે. અર્થાત્ એ બિંબ અસંખ્ય પાર્થિવ જીવના શરીરના સમૂહરૂપ હોય છે. તેમાં મૂળ સ્થાને ગરમી નથી પણ દૂર દૂર વધારે ને વધારે ગરમી હોય છે. જો કે આ એક વિચિત્ર હકિક્ત છે, પણ તે ખાસ જાણવા જેવી છે. સૂર્યને તાપ આપણને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉષ્ણુ લાગે છે પણ શાસ્ત્રકારો આપણને સમજાવે છે કે સૂર્યપાતે એટલા ગરમ નથી. આવા આતપ પરિણામ જીવાના શરીરમાં ઉત્પન્ન કરનાર કર્મીને આતપ નામમ નામે ઓળખાય છે. હવે આપણે કેટલાંક પ્રાણીઓનાં શરીર ચમકતાં જોઇએ છીએ. તે ચળકાટ ગરમી પેદા નહિ કરતાં ઠંડક પેદા કરે છે. આવા ઉદ્યોત-કાંતિપ્રભા નામના પ્રયાગ પરિ ણામનું પ્રેરક તે ઉદ્યોત નામકમ છે. આવા શીત પ્રકાશરૂપ ઉદ્યોત(ચળકાટ) લબ્ધિવત મુનિ મહાત્માઓના તથા દેવતાના ઉત્તર વૈક્રિય શરીરમાં, ચંદ્રગ્રહ-નક્ષત્ર અને તારાના વિમાનની નીચે રહેલા પૃથ્વીકાયના શરીરમાં તેમજ કેટલીક વનસ્પતિ વગેરેમાં પણ હાય છે. આ ઉદ્યોતના સ્પર્શ અને પ્રકાશ અને શીત હાય છે. ખજૂ (ચૌર'દ્રિય જીવ), મણિ, રત્નાદિકમાં પણ આવા પ્રકારના ઉદ્યોત છે. શરીરમાં અમુક અવયવા સ્થિર જોઇએ અને અમુક અવયવેા અસ્થિર પણુ જોઇએ. આખું શરીર સ્થિર કે આખુ શરીર અસ્થિર હોય તા પણ કામ કરી શકે નહિં. અથવા તા જે અવયવા સ્થિર જોઈએ તે અસ્થિર હાય અને જે અસ્થિર જોઇએ તે સ્થિર હાય તા પણ કામ કરી શકે નહિ.. જેમ અગેાપાંગની રચના શરીરના અમુક સ્થાનને લક્ષીને જ થાય છે; તેમ અવયવાની સ્થિરતા અને અસ્થિરતા પણ તે તે અવયવાને અનુલક્ષીને જ થાય છે. જેમ વાળવાં હેય તેમ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ વળે તેવાં અવયવે અસ્થિર કહેવાય છે અને જેમાં સ્થિરતાનકકરપણું હોય તે સ્થિર કહેવાય છે. હાડકાં-દાંત વગેરે સ્થિર જ જોઈએ અને હાથ, પગ, આંખ, જીલ્લા વગેરે અસ્થિર જોઈએ. અવયવોમાં આ સ્થિરતા અને અસ્થિરતા રૂપ પરિણામ ઉત્પન્ન કરનાર તે અનુક્રમે સ્થિર નામકર્મ અને અસ્થિર નામકર્મ છે. આ અંગોપાંગની રચનારૂપ પરિણામનું નિયામક અંગપાંગ નામકર્મ આગળ દર્શાવ્યું છે. પરંતુ તે અંગે પાંગમાં કેટલાંક અવયવો જેવાં કે હાથ, મસ્તક વિગેરે મનુષ્યાદિકના શરીરના નાભિથી ઉપલા ભાગનાં અવયે શુભ ગણાય છે. અને પગ વગેરે શરીરના નીચેના ભાગનાં અવયવે અશુભ ગણાય છે. જે અવયવોને સ્પર્શ અને દશ્ય અન્યને રૂચિકર લાગે તે અવય શુભ છે, અને અન્યને અરૂચિકર લાગે તે અશુભ છે. કેઈને પગ અડકે છે તે અરૂચિકર લાગે છે અને મસ્તક કે હાથ અડકે છે તે રૂચિકર લાગે છે. વડીલ કે પૂજ્ય ગણાતી વ્યક્તિને સત્કાર, શુભ ગણતાં અવયના સ્પર્શ કરવા વડે જ ગણાય છે. તેમના ચરણમાં શિર ઝૂકાવાય, બે હાથ જોડવાવડે નમસ્કાર કરાય, તે સત્કારપાત્ર ગણાય છે. આ પ્રમાણે રૂચિ અને અરૂચિપણું પેદા કરવાના હિસાબે જ તે અવયવમાં શુભાશુભપણું છે. કેટલીક વખત મેહની ઉત્કટતાને લીધે અન્યનાં અશુભ કહેવાતા અંગોને સ્પર્શ પણ કેટલાકને ગમે તે તેમાં શુભતા ન ગણતાં સ્પર્શ અનુભવનાર વ્યક્તિની મેહની ઉત્કટતા જ સમજવી. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સંત પુરૂષને ચરણસ્પર્શ તે ભક્તિના લીધે સમજ. અહિં તે વસ્તુસ્થિતિને વિચાર થાય છે, માટે મેહની ઉત્કટતાને લીધે કે ભક્તિને લીધે થતાં સ્પર્શથી ઉપર મુજબ કહેલા શુભાશુભપણુના લક્ષણમાં દોષ સમજે નહિ. અવયમાં આ પ્રમાણે શુભાશુભપણના પ્રેરક તે અનુક્રમે શુભ અને અશુભ નામકર્મ છે. આ બન્ને કર્મો તે અવયને સારા નરસાં ગણવે છે. આમાં કંઈપણ યુગલનું પરિણામ નથી. પરંતુ અંગે પાંગ નામકર્મ દ્વારા પરિણત અંગે પગમાં શુભાશુભપણું ગણાતું હોવાથી અંગે પાંગ નામકર્મની માફક આ બને (શુભઅશુભ નામકર્મ) પ્રકૃતિઓને પણ પુદ્ગલ વિપાકી કહેવાય છે. દરેક જીવ ઉત્પન્ન થતાંની સાથે જ શરીર નામ કર્મના ઉદયે સ્વશરીર એગ્ય શરીર વર્ગણાનાં પુદ્ગલોનું ગ્રહણ અને ઉપર જણાવેલ અન્ય પુદ્ગલ વિપાકી કર્મ પ્રકૃતિઓ વડે પરિણમન કરવા દ્વારા પોતપોતાનું સ્વતંત્ર એક શરીર તૈયાર કરે છે. આવી રીતે જે કર્મના ઉદયે એક એક જીવને ભિન્નભિન્ન શરીર પ્રાપ્ત થાય તે કર્મને “પ્રત્યેક નામ કમ” કહેવાય છે. પરંતુ પ્રત્યેક નામ કર્મથી વિપરીત એક “સાધારણ નામ કમ” નામે એવું કર્મ છે કે તે કર્મ દ્વારા અનંતા જી વચ્ચે માત્ર એક જ શરીરની નિષ્પત્તિ થાય છે. આ સાધારણ નામ કર્મના ઉદયવાળા અનંતા છે તથા પ્રકારના કર્મોદયના સામર્થ્યથી એક સાથે જ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થાય છે અને એક સાથે જ તેના શરીરની નિષ્પત્તિ Page #156 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આ શરીરમાં ઉત્પન્ન થતા જેમાં એકને જે આહાર તે તે શરીરમાં ઉત્પન્ન થયેલા બીજા અનંતાને અને અનંતાને જે આહાર તે વિવક્ષિત એક જીવનો હોય છે. શરીરને લગતી સઘળી ક્રિયા જે એક જીવની તે અનંતાની અને અનંતાની જ કિયા તે એક જીવની એ પ્રમાણે સમાન જ હોય છે. આહાર, શ્વાસોશ્વાસયોગ્ય પુદ્ગલેનું ગ્રહણ એ વગેરે શરીરની લગતી કિયા અંગે પણ એ પ્રમાણે જ સમજવું. આમાં એક એ સમજવું જરૂરી છે કે-આ જીવમાં શરીરને લગતી સઘળી કિયા સમાન હોય છે. પરંતુ કર્મનો બંધ, ઉદય, આયુનું પ્રમાણ એ કંઈ સઘળા. સાથે ઉત્પન્ન થયેલા ને સરખા જ હોય છે એમ નથી. સરખાયે હોય અને ઓછાવત્તા પણ હોય છે. એટલે સાધારણ નામ કર્મ તે એક શરીરમાં અનંતા જીવને રહેવાની ફરજ પાડે છે. અનંત જી વચ્ચે આ હિસાબે એક શરીર હોઈ શકે, બાકી એક જીવને માટે ઘણું શરીર હોય તેવું કદાપિ બનતું નથી. કેઈ કઈ વખતે પેપર દ્વારા બે શરીર સાથે જોડાઈ જન્મ પામેલ બાળકનું આપણે સાંભળીયે છીયે, તેમાં સંપૂર્ણ પણે બે શરીર હોતાં નથી. અમુક અવયવે જ ડબલ હોય છે, પણ તે તે ઉપઘાત, વિકાર કહેવાય છે. આવા અવયની નિષ્પત્તિ તો પ્રથમ કહેવાઈ ગયેલા “ઉપઘાત નામ કર્મ” ના યોગે જ થાય છે. - મનુષ્ય, દેવ, નારક, તિર્યંચ પંચેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રય, પૃથ્વી, અપ, તેલ, વાઉ, પ્રત્યેક વનસ્પતિ, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨ એ સર્વે જીવ પ્રત્યેક નામ કર્મના ઉદયે પ્રત્યેક શરીરી જીવે છે અને સૂક્ષ્મ નિગદ તથા બાદર નિગોદ (બટાટા-શકરિયા વિગેરે)ના જીવ સાધારણ નામ કર્મના ઉદયે સાધારણ શરીરી હોય છે. - હવે અહીં સહેજે વિચાર ઉદ્ભવે છે કે-એક શરીરમાં અનન્ત જનો સમાવેશ શી રીતે થઈ શકે ? તેનું સમાધાન એ છે કે–એક પદાર્થમાં બીજા પદાર્થને રહેવાની બે રીત. સ્પષ્ટ દેખાય છે. (૧) અપ્રવેશ રીતિ અને (૨) પ્રવેશ રીતિ. એક પદાર્થ અન્ય પદાર્થને કેવળ સ્પર્શ કરીને ભિન્નપણે રહે તે અપ્રવેશ રીતિ. જેમ એક મોટી ડબ્બીમાં તેનાથી નાની ડબ્બી રાખી હોય તે મટી ડબ્બીને કેવળ સ્પર્શ કરીને ભિન્નપણે રહે છે તે અપ્રવેશ રીતિ છે. એક પદાર્થ અન્ય પદાર્થમાં માત્ર સ્પર્શીને ભિન્નપણે ન રહેતાં સંક્રમીને રહે તે પ્રવેશ રીતિ અથવા સંકાન્ત રીતિ કહેવાય છે. જેમ લોખંડના ગોળામાં અગ્નિ, એક દીપકના તેજમાં બીજા દીપકનું તેજ, ઇત્યાદિનું અવગાહન તે પ્રવેશ રીતિ અથવા સંક્રાંત રીતિ કહેવાય છે. ક્ષેત્રમાં ક્ષેત્રી એટલે આકાશમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને અવગાહ સંક્રાન્તાવગાહ છે. પુદ્ગલમાં પુદ્ગલનો અવગાહ સંક્રાન્તા (પ્રવેશ રીતિ) અને અસંકાન્ત (અપ્રવેશ રીતિ) એમ બન્ને પ્રકાર હોય છે. અસંકેન્ત (અપ્રવેશ રીતિ) તે મેટી ડબ્બીમાં નાની. ડબ્બી રહી શકે એ દૃષ્ટાંતથી સમજી શકાય તેવી વસ્તુ છે.. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૩૩ અને સંકાન્ત અવગાહના અંગે એક દીપકના તેજમાં બીજા દીપકનું તેજ પ્રવેશતું આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. પુદ્ગલમાં પુગલે પરસ્પર સર્વાશે પ્રવેશ કરીને રહી શકે છે એ વસ્તુ અતિ સ્પષ્ટપણે સમજાવતાં શાસ્ત્રકારે કહે છે કે–એક પરમાણુમાં બીજે પરમાણુ, તેમાં ત્રીજે પરમાણુ, તેમાં જ ચેથ, પાંચમો, સંખ્યાત, યાવત્ અનન્ત પરમાશુઓ તે એક વિવક્ષિત પરમાણુમાં પ્રવેશ કરી શકે છે અને તેથી જ અનન્ત પ્રદેશ સ્કંધેની પણ એક આકાશ પ્રદેશ જેટલી અવગાહના સિદ્ધ થઈ શકે છે. | શ્રી લેકપ્રકાશ તથા શ્રી ભગવતી સૂત્રને ૧૩મા શતકના થિા ઉદ્દેશાની વૃત્તિમાં સ્પષ્ટ જણાવે છે કે-ઔષધિના સામર્થ્યથી એક કર્ષ (તાલા) પારામાં ૧૦૦ કર્ષ (તેલા) સોનું પ્રવેશ કરે છે છતાં તે એક કર્ણ પારે વજનમાં વધત નથી. વળી ઔષધિના સામર્થ્યથી ૧૦૦ કર્વ સોનું અને એક કર્ણ પારે બન્ને જુદાં પણ પડી શકે છે. આ પ્રમાણે રૂપી પદાર્થો પણ એક બીજામાં પ્રવેશ કરીને રહી શકે છે તે નિગોદ અથવા બટાટા વિગેરે કંદમૂળમાં અરૂપી એવા અનંતા જ પિતપોતાની જુદી અવગાહના નહિ રેતાં એક જ અવગાહમાં સર્વે પરસ્પર એકબીજામાં સંક્રમીને (પ્રવેશ કરીને રહી શકે તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણ કે દ્રવ્યોના પરિણામસ્વભાવ વિચિત્ર હોય છે. હવે પુદ્ગલમાં પુદ્ગલને અવગાહ તે સંક્રાંત અને અસંક્રાંત એમ બન્ને પ્રકાર હોય છે. પરંતુ પુદ્ગલમાં Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આત્માન અર્થાત્ શરીરમાં આત્માનો અને એક જીવમાં બીજા જીવોને અવગાહ તે સંક્રાન્ત જ હોય છે અને તેથી જ શરીરમાં રહેલે આત્મા ક્યાંય ભિન્ન દેખાતો નથી. નિગોદ–શરીરમાં એક જીવ સંક્રાન્ત અવગાહે એટલે પરસ્પર તાદામ્ય પણે રહેલું હોય છે. તેમ બીજે જીવ પણ તેમાં સંક્રમીને રહેલું હોય છે. તેવી રીતે ત્રીજે જીવ, તેવી જ રીતે જીવ એમ યાવત સંખ્યાત જીવ, અસંખ્યાત જીવ અને અનન્ત છે પણ પરસ્પર એક બીજામાં પ્રવેશ કરી સંક્રમીને રહે છે. જેથી એક શરીરમાં જુદે જુદે સ્થાને અથવા જુદા જુદે અવગાહ રેકીને રહેલા હોય એમ નથી. પરંતુ સવે એક જ શરીરમાં સરખી અવગાહનાએ પરસ્પર પ્રવેશ કરીને રહેલા હોય છે. દેદીપ્યમાન એક દીપકના પ્રકાશ વડે જેમ ઓરડાને મધ્યભાગ પૂરાય છે તેમ તેમ ઓરડામાં બીજા સેંકડો દીપકને પ્રકાશ પણ સમાઈ જાય છે. દષ્ટાન્તથી એક શરીરમાં અનન્ત ની પરસ્પર પ્રવેશ કરીને રહેવાની હકિક્ત અતિ સરલપણે સમજી શકાય છે. આવું અનંત જી વચ્ચે તૈયાર થયેલું એક શરીર તે સાધારણ (સહિયારું) શરીર કહેવાય છે અને તે અનંતા જના સાધારણ નામ કર્મના ઉદયે આવા સાધારણ (સહિયારા) શરીરની પ્રાપ્તિ તે અનંતા જી વચ્ચે થાય છે. આ સાધારણુ શરીરધારી જીવને નિગોદ, અનંતકાય કે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. માત્ર એક જ શરીરની રચનામાં અનંતા છોની પુદુ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ગલ વિપાકી કર્મ પ્રકૃતિએ કામ કરતી હોઈ, કહેવું પડશે કે અનંતકાયનું શરીર એ અનંતા ભાગીદારની એક પેઢી જેવુ છે. દુનિયાની ખીજી ભાગીદારી કરતાં આ ભાગીદારી અતિ આશ્ચર્યકારી છે. જે શરીરમાં એક ભાગીદાર રહેતા હોય તે જ શરીરમાં બીજા ભાગીદારાએ પણ રહેવુ જોઈ એ. શ્વાસ પણ બધાએ સાથે લેવા, આહાર પણ બધાએ સાથે લેવા, એકલાથી ન શ્વાસ લેવાય કે ન આહાર લેવાય. આહાર, શરીર, ઇન્દ્રિયો, શ્વાસેાશ્વાસ આ સઘળામાં અનંતા જીવાની ભાગીદારી. એવી ભાગીદારી અનંતા જીવા વચ્ચે એક શરીર બનાવી અંનતકાયમાં આત્મા સ્વીકારે છે. એવી ભાગીદારી પાંચ પચીસ વર્ષોંની નિહ પરંતુ અનંતકાળની રહે છે. આ ભાગીદારીમાંથી થતા છુટકારો પુરૂષાર્થથી કે મંળથી નહિ થતાં ભવિતવ્યતાના ચેાગે જ થાય છે. આવું ભાગીદારીનુ સ્થાન તા ફક્ત સજ્ઞ ભગવંતાએ જ પોતાના કેવલજ્ઞાનથી જોઈ જગતના પ્રાણીઓને તેવી ભયંકર ભાગીદારીમાંથી બચી જવા દર્શાવ્યું છે. સંસારી પ્રાણીઓની શરીર રચના કેવી રીતે થાય છે? તે રચના કાણ કરે છે? શાથી કરે છે ? તે સઘળી કિકત પુદ્ગલવિપાકીક પ્રકૃતિનું સ્વરૂપ નહિ સમજનાર વ્યક્તિને શરીર રચનાની હકિકતનેા સાચા ખ્યાલ કદાપી થતા નથી. આ અંગેની સુંદર અને સ્પષ્ટ હકિકત માત્ર જૈનદર્શનમાં જ જાણવા મળે છે. “ સુખ દુઃખમાં કમ જ કારણભૂત છે” આટલા ટૂંક ખ્યાલ માત્રથી જ કર્મ પ્રત્યે શ્રદ્ધા ધરા '' Page #161 -------------------------------------------------------------------------- ________________ . ૧૩૬ વનાર દર્શનો શરીર રચનાને સાચે ખ્યાલ પિદા કરી શકયા નથી. એટલે કેઈએ શરીર રચનાની જવાબદારી ઈશ્વર ઉપર નાંખી, તે કેઈએ પંચભૂતનું પુતળું પંચભૂતેમાંથી જ પેદા થાય છે, એમ કહી સંતોષવૃત્તિ સ્વીકારી. શરીર રચનામાં ઉપયોગી દારિકદિ પુદગલ વગણની સૂક્ષમતા જે અણુસમૂહમાંથી શરીર તૈયાર થાય છે, તે અણુસમૂહ એટલો સૂમ છે કે આપણે જોઈ શકીએ તેમ નથી. એટમ બેંબ કે હાઈડ્રોજન બોંબનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ, પરંતુ તે આશુઓને પ્રત્યક્ષ આપણે જોઈ શકતા નથી. તેમ છતાં તે અણુસમૂહનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ છીએ. તે જે આશુમાંથી બેંબ તૈયાર થાય છે, એ અણુ કરતાં, શરીર તૈયાર થવામાં ઉપયોગી આણુઓ અતિ સૂક્રમ છે, તેને પૃથફ પૃથફ રૂપે આપણુ ચર્મચક્ષુથી કેવી રીતે જોઈ શકાય? તેમ છતાં આજના પરમાણુની ગણત્રીના યુગમાં તે આવા સૂમિ આણુઓની હકિકત પણ બુદ્ધિમાં ઉતરી શકે તેવી છે, માટે તેના અસ્તિત્વ અંગે કેઈથી ના પાડી શકાય તેમ નથી. પુદ્ગલના અવિભાજ્ય ભાગને પરમાણુ કહેવામાં આવે છે. તેવા અવિભાજ્ય ભાગ રૂપ આણુને આજના વૈજ્ઞાનિકેએ માન્ય છે, પરંતુ તેવા આશુને પ્રાપ્ત કરી શક્યા નથી. હાલ એટમ તરીકે કહેવાતા ભાગને પ્રથમ અવિભાજ્ય ભાગ માનવામાં આવતો હતો. પરંતુ જેમ જેમ હાલનું વિજ્ઞાન આગળ વધતું ગયું તેમ તેમ હાલના એટમને અવિભાજ્ય Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ ભાગ માનવામાં તેમની ભૂલ સમજાઈ. સને ૧૯૦૩ માં Modern views on matter નામનું પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે, તેના પાના ૧૨-૧૩ની ક્તિથી વિજ્ઞાન સૃષ્ટિમાં ભારે ખળભળાટ થયા છે. તે કહે છે કે અત્યાર સુધી Atoms અવિભાજ્ય માનવામાં ભૂલ થયેલ છે. જે હાઇડ્રોજન વગેરેના આણુએ મૂળ તેમ જ અવિભાજ્ય મનાતા હતા, તે દરેક અસંખ્ય સૂક્ષ્મ અણુએની સમષ્ટિરૂપ સ્થૂલ અણુરૂપે સાબિત થાય છે. આ સ્થૂલ અણુરૂપ Atoms પણ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થતા નથી, તો સૂક્ષ્મ અણુરૂપ ઔરકાદિ પુદ્ગલ વણાએ કેવી રીતે દૃષ્ટિગોચર થાય ? અણુ–અણુથી બનેલા સ્થૂલ અણુએ પણ આપણી ષ્ટિથી કે વૈજ્ઞાનિક દૃષ્ટિથી કેટલી સૂક્ષ્મતાવાળા દેખાય છે, તે માટે આજના વૈજ્ઞાનિકો કહે છે કે–એક ઈંચ સાનાના વરખમાં ૨૮૨૦૦૦ થર સમાય છે. ચાર માષ માપવાળી કરેાળિયાની જાળના તાર ૪૦૦ માઈલ લખાય છે. અષ આંગળી પ્રમાણુ ઘન જગ્યામાં ૨૧૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ અણુ દેખાય છે. ન પકડી શકાય અને અદૃશ્ય બની રહેલા કણા (આણુ)ની પણ તસ્વીર લેવાનું યંત્ર અમેરિકાની પેન્સિલેવેનિયા યુનિવસિ`ટીના પદાર્થ વિજ્ઞાનના પ્રાધ્યાપક ડૉ. મુલરે પેાતાના ૧૯ વના સંશોધન પછી બનાવ્યું છે. તે યંત્ર ફીલ્ડ આયેન માઇક્રાસ્કેપ છે. તસ્વીર લેવા માટે એક ટાંકણીની સૂક્ષ્મ અણી કરતાં પણ હજારગુણી સૂક્ષ્મ ટંગસ્ટન તારની અણી ઉપર રહેલાં અણુને માઇક્રેપમાં નાંખવામાં આવેલાં. તેની Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અંદરનું ઉષ્ણતામાન પ્રવાહી નાઈટ્રોજનથી શૂન્ય કરતાં ૩૦૦ અંશ નીચે ઉતારવામાં આવ્યું. આવશ્યક આન બનાવવામાં માટે હેલિયમ વાયુને ઉપગ કરી આપ્યુઆચ્છાદિત રંગસ્ટનની અણીએ એક ફલુએરેસન્ટ પડદા ઉપર અત્યંત મેટું ચિત્ર પાડ્યું. પછી એક ખાસ પ્રકારના કેમેરાથી એ પડદાની તસ્વીર લેવામાં આવતાં ટંગસ્ટન તારની અણી પર રહેલા સૂક્ષ્મણની મેતી જેવી માળાએ તે તસ્વીરમાં જોવામાં આવી. તે તસ્વીરમાં ઝડપાયેલે વિસ્તાર એક ઈચના દસ લાખમાં ભાગ. જેટલે થયે. તેને સાડાસત્તાવીશ લાખ મેટો કરીને સર્વને બતાવવામાં આવ્યું. ત્યારે તે સ્પષ્ટપણે બતાવી શકાય. આ ઉપરથી સમજી શકાશે કે–હાલ કહેવાતા આણુનું (એટમનું), પ્રમાણ પણ કેટલું બારિક છે, કે જેને લાખ ગુણો મેટો કરી બતાવવાથી જ તેનું દશ્ય દર્શાવી શકાય છે. છતાં તે. બારીક અણુ (એટમ)ને પણ વૈજ્ઞાનિકોએ અસંખ્ય સૂફમ. આણુઓની સમષ્ટિરૂપ સ્થૂલ આણુ કહ્યો છે. તે કલ્પી લે કે-તે સ્થૂલ અણુમાં સજિત થયેલ સૂક્ષ્મ અણુઓ પૈકી પ્રત્યેક સૂક્ષમ અણુનું પ્રમાણ કેટલું બારિક હશે ? સૂમ અણુઓનું નામ અંગ્રેજીમાં Electron વિઘુદણુ છે. સર એલીવર જ કહે છે કે પ્રતીત થતી સર્વે વસ્તુઓનું ઉપાદાન કારણ વિદ્યુતકણે જ છે. છે તેની સ્મતા માટે પાશ્ચાત્ય વિદ્વાને કહે છે કે “હાઈડ્રોજનના એક જ શુદ્ધ અણુમાં ૧૬૦૦૦ વિધુતકણે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ છે. સર ઓલીવર જ કહે છે કે આવી રીતે સંગાથેરહેલા વિશુદાણુઓમાં પણ પરસ્પર બહુ આંતરૂં છે. એટલે એક નિરંશ અણુમાં જે વિશાળ સંખ્યાવાળા વિઘુરણ છે, તે પણ એક બીજાના સ્થાનથી છૂટા છૂટા પ્રતીત થાય છે. અર્થાત્ –એક રેડિયમ આદિના નિરંશ સમુદાયરૂપે રહેલા સમસ્ત વિઘુદણ ગીગીચપણે નહિ રહેતાં તેમાં છૂટા છૂટા: રહે છે; ઉપરાંત ફાજલ જગ્યા ઘણું વિશાળ રહે છે. એટલે વિજ્ઞાન સૃષ્ટિમાં એટમ (અણુ) કરતાં પણ વિઘુદણુને સૂમ બતાવ્યા છે, અને વિવુદણ કરતાં પણ સૂક્ષ્મ ભાગને સમજાવવા માટે કહે છે કે વિદ્યુતકણે પણ કઈ બીજા સૂફમતમ દ્રવ્યોની સમષ્ટિરૂપે હોય તે કેમ ના કહી શકાય ? એ રીતે આણુ કરતાં પણ સૂક્ષ્મ વિધુત્કણુ અને તેથી પણ વધુ સૂફમતર પરમાણુનું અસ્તિત્વ આધુનિક વિજ્ઞાન દ્વારા પણ સાબિત થઈ ચુક્યું છે. તે જે પરમાશુઓનું શરીર બને છે, તે ઔદારિક વર્ગણના પુગેલેનું પણ સૂક્ષ્મતરપણું સાબિત થાય છે. જો કે હાલના વિજ્ઞાનીએની દૃષ્ટિએ પદાર્થનું સૂક્ષ્મતરપણું પણ મર્યાદિત છે. પરંતુ અનંતજ્ઞાનીઓ (સર્વજ્ઞ દેવો)ની દષ્ટિએ દેખાતું સૂક્ષ્મતરપણું તો વૈજ્ઞાનિકની દષ્ટિએ જણાતા સૂક્ષ્મતરપણા કરતાં કેઈગણું સૂક્ષ્મ છે. આ તે વસ્તુની સૂક્ષ્મતા બાલજીને મગજમાં ઠસાવવા એટમ આદિના સૂક્ષ્મપણાનું સ્વરૂપ દષ્ટાંત દ્વારા અત્રેડ સમજાવવામાં આવેલ છે. એટલે જે ઔદારિકાદિ ગુગલ-- Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વાથી શરીર તૈયાર થાય છે, તે પુદ્ગલવણા એટલી અધી સૂક્ષ્મ છે કે—છદ્મસ્થજીવાની ચમચક્ષુથી જોઈ શકાતી નથી. પરંતુ પિરણામ પામી શરીરરૂપે તૈયાર થતાં તે વણાઓનુ અસ્તિત્ત્વ જરૂર સાબિત થાય છે. આ ઔદ્વારિકાદિ ( ઔદારિક-વૈક્રિય-આહારક તૈજસ-કાણુ) વણાનાં પુગલામાં શરીરરૂપે પિરણમવાની ચાગ્યતા તો છે જ, પરંતુ તેને પરિણામ પમાડવામાં કાણુ વણાનાં જ પુદ્ગલા નિમિત્તરૂપે અને ત્યારે જ તે પિરણમી શકે છે. અને તે પણ જીવની સાથે દૂધ પાણીની માફક એકમેક થઈ રહેલ અને પુગલિવપાકી ક તરીકે આળખાતાં કામણુ વણાનાં પુદ્ગલે જ આ ઔદિરાદિ પુદ્ગલાને શરીરરૂપે પરિણમાવવામાં નિમિત્ત પામી ઔદારિકાદિ વણાના પુદ્ગલામાંથી સંપૂર્ણ શરીરરૂપે થતું પરિણમન જીવના પ્રયત્ને જ થાય છે. એટલે શરીર રચના થવામાં ઔદારિકાઢિ વણામાં પુદ્ગલા, તથા પુગલિવિપાકી કમ પ્રકૃતિ અને જીવના સ્વપ્રયત્ન આ ત્રણેના સંયોગ થાય ત્યારે જ શરીર બની શકે છે. એ ત્રણેમાંથી એકના પણ અભાવે શરીર અની શકતું નથી. ; ઈશ્વર અવતાર ધારણ કરે નહિ ક થી સ થા મુક્ત થઈ મેાક્ષ પ્રાપ્ત કરનાર આત્માએ શરીરહિત હૈાય છે. તેમ તેઓ શરીર મનાવતા પણ નથી. સસ્પેંસારમાં અવતાર લેવાની ઉપાધિથી તેઓ સયા મુક્ત હોય છે, કારણ કે અવતાર લેવામાં શરીર ધારણ કરવું Page #166 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પડે. શરીર ધારણ કરવામાં ઔદારિકાદિ પુદ્ગલ વણાનુ ગ્રહણ અને પરિણમન જોઈ એ. એ ગ્રહણ અને પરિણમનમાં પુદ્ગલવિપાકી ક` પ્રકૃતિઓ રૂપ નિમિત્ત જોઈ એ. મેાક્ષમાં ગયેલ સર્વ આત્મા કથી રહિત હાય છે, તેઓએ તે ઈશ્વરપણું પ્રાપ્ત કરી લીધુ છે. જેથી કમ મુક્ત આત્માઓમાં પુદ્ગલવિપાકી ક પ્રકૃતિ પણ ન હેાય, તે કમ પ્રકૃતિ. વિના ઔદારિકાદિ પુદ્ગલવણાનું ગ્રહણ અને પરિણમન પશુ ન હેાય, તે તે વિના શરીરની રચના પણ કેવી રીતે થાય ? એટલે મુક્ત આત્માએ પુનઃ ક ધારણ કરે નહિ અને તે વિના શરીર ધારણ કરી શકાય નહિ. શરીર વિના અવતાર પણ હાય નહિ. એટલે કેટલાક કહે છે કે- ઈશ્વર અવતાર ધારણ કરે છે.” આ વાત બંધ. બેસતી નથી. જૈન દન તા કહે છે કે—અવતારમાંથી ઈશ્વર અને, પરંતુ ઈશ્વરમાંથી અવતાર ધારણ કરાતા નથી. આત્મા અનેક તું સ્વરૂપ સ્પષ્ટ સમજનારને જ આ વાત. સમજી શકાશે. જગત ઈશ્વર નથી. પેાતપાતાના આત્મામાં સત્તારૂપ રહેલ પુદ્ગલ વિપાકી ક પ્રકૃતિ વડે તે કર્મ પ્રકૃતિ ધારણ કરનાર આત્મા પેાતાના જ પ્રયત્ને ઔારિક પુદ્ગલ વણાઓનુ ગ્રહણ અને પરિણમન કરવા દ્વારા પેાતાના જ માટે શરીર રચના કરી. શકે છે. એટલે જગત કર્યાં ઈશ્વર છે, તે પણ આ હકીકતથી . અસત્ય ઠરે છે. જગતમાં દૃશ્યમાન થતી વસ્તુઓ પ્રાયઃ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ -સંસારી જીએ ધારણ કરેલ શરીરે કે તે જીવોએ ત્યાગેલ શરીરેનું રૂપાંતર છે અને તેની રચના તે તે શરીરધારી જી વડે જ કરાયેલી હઈ જગતમાત્રની વસ્તુ બનાવવારૂપ જગત્કર્તવ તરીકે કેટલાક ઈશ્વરને ગણે છે, તે વ્યાજબી નથી. શરીર બનાવવામાં ઈશ્વરને કે બીજા કેઈને પ્રયત્ન કે પ્રેરણું નથી જ પ્રયત્ન માત્ર છે, તે તે શરીરને ધારણ કરેલ જીવને જ. જગતના ઉત્પાદન કે પ્રલયની વાતે મિથ્યા છે. આ જગત અનાદિકાલીન છે. અનાદિકાલીન એવું આ ' જગત અનન્તકાલીન પણ છે. આ જગત કયારે ય અસ્તિત્વમાં ન હતું, એવું બન્યું પણ નથી અને ક્યારેય અસ્તિત્વમાં નહિ હોય એવું બનવાનું નથી. અનાદિ અનન્ત એવા આ - જગતમાં જીવ અને જડ એ બે પ્રકારના મુખ્ય પદાર્થો છે. એથી જગતના એકએક પદાર્થને કાંતે જીવમાં અને કાંતે જડમાં સમાવેશ થઈ જાય છે. સંસારમાં કોઈ વખત જીવ વિના માત્ર એકલા જડ પદાર્થોનું જ અસ્તિત્વ હોય એવું બન્યું પણ નથી અને બનવાનું પણ નથી. - જીવની સાથેના જડ એવા કર્મના ભેગથી જ સંસાર છે. સંસારમાં રહેલા જ શરીરધારીપણે જ રહે છે. સંસારી - જીવને શરીર ધારણ કરવું જ પડે. જડ એવા કર્મ પુદ્ગલેને - સંગ જ જીવને શરીર ધારણ કરાવી સંસારી પણે રાખે છે. કર્મ પુદ્ગલના સગ વિનાના જીવને શરીર વર્ગણાનાં પુગલે વળગી શક્તા નથી. જડના આ સંગથી કઈક છે Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ મુક્ત બની નિરંજન નિરાકાર રૂપ સ્વદશાને પ્રાપ્ત કરે છે. તેમ છતાં જગતમાંથી સર્વ જી એ દશાને પ્રાપ્ત કરી લે અને જગત સર્વથા જીવ વિનાનું બની જાય. એવું તો ક્યારેય બન્યું પણ નથી અને બનવાનું પણ નથી. એટલે સંસારરૂપી આ કારખાનામાં શરીરરૂપ કાર્ય બનાવવાનો પ્રવાહ તો સદાને માટે ચાલુ જ હોય છે. એટલે સમગ્ર સંસારી જીની અપેક્ષાએ સમગ્ર જગતને કયારે ય પણ પ્રલય થાય એ માન્યતા જૈનદર્શનકાને માન્ય નથી. વળી કર્મરહિત જીવે કદાપિ શરીર ધારણ કરે નહિ. જડના બીલકુલ સંગ વિનાના જીવને ફરીથી જડને સંગ કરાવવાની કોઈની તાકાત નથી. જે જીવને જડને સંગ હોય તેને જ બીજી જડ વસ્તુ વળગી શકે. એટલે સમગ્ર જગતના પુનઃ ઉત્પાદનની વાત પણ મિથ્યા છે. આ રીતે જગતના ઉત્પાદન કે પ્રલયની વાતો અસંભવિત જ છે. આ રીતે પુગલ વિપાકી કર્મ પ્રકૃતિએ દ્વારા થતી શરીર રચનાદિનું સ્વરૂપ આપણે વિચાર્યું. બુદ્ધિમાન પુરૂષ આ ઉપરથી સૃષ્ટિ રચનાનું સ્વરૂપ સરલતાથી સમજી શકશે. Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મુ વિશ્વશાંતિકારક કમ વાદ. સમગ્ર વિશ્વના સમગ્ર તંત્રના સંચાલનનું રહસ્ય શ્રી જૈનદર્શોને બતાવેલી વિવિધ સંજ્ઞાધારક કર્માણુઓની ૧૫૮ પ્રકૃતિઓમાં જ છુપાયેલું છે. જેથી વિશ્વના વાસ્તવિક સ્વરૂપની સમજ જૈનદન પ્રરૂપિત કર્મવાદ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. કની શુભાશુભતા, તેનાં ઉત્પન્ન થવાનાં કારણેા, તથા તે કમને વિસર્જન કરવાની પ્રક્રિયાને બરાબર સમજી, સ્વીકારી તે મુજબ પ્રયાગ કરનાર જીવા પેાતાના ભાવી જન્મજન્માંતરનું હિતકારી સર્જન કરી શકે છે. વ્યવહારિક, ધાર્મિ ક અને આધ્યાત્મિક જીવનમાં શાંતિ, પ્રસન્નતા અને મૈત્રીના મીઠા આનંદ અનુભવવા માટે કશાસ્ત્ર સ્વરૂપ અણુવિજ્ઞાનની સમજને દરેક મનુષ્ય પેાતાના જીવનમાં પ્રાપ્ત કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. વિમાના દ્વારા આકાશમાં ઉડવાથી, સબમરીન દ્વારા પાણીમાં રહેવાથી, સુપરજેટ અને રેકેટની ઝડપમાં મહાલવાથી કઈ વિશ્વમાં શાંતિ પ્રસરવાની નથી. આજના વિજ્ઞાને પક્ષીની મા આકાશમાં ઉડી શક-વાનાં અને મામ્બ્લીની માફક પાણીમાં તરી શકાય તેવાં Page #170 -------------------------------------------------------------------------- ________________ જ માનવી અને તેમાં જ સાધને દ્વારા માણસને આકાશ અને પાણીમાં સરલતાથી સફર કરી શકવાની સ્થિતિનું નિર્માણ ભલે કરી આપ્યું, પરંતુ માનવજાતે આ ધરતી ઉપર માનવ તરીકે કેવી રીતે રહેવું જોઈએ તે આજના વિજ્ઞાને જરાપણ શીખવાડ્યું નથી. સાચી માનવતા કેવા પ્રકારનું જીવન જીવવામાં છે, તેની સમજ તે સમગ્ર વિશ્વને ભારતને કર્મવાદ જ આપી શકશે. કેવળ ભૌતિક વિજ્ઞાનની જ મહત્તા પ્રત્યેને દષ્ટિકેણ, મનુષ્યના હૃદયમાંથી આત્માની અનંતશક્તિઓને ખ્યાલ ચૂકાવી દે છે. એ શક્તિઓને ખ્યાલ ચૂકી જવાથી તેના આચ્છાદક કર્મોનો ઉપેક્ષક માનવી સ્વછંદી બને છે. સ્વચ્છંદી બનેલ માનવી અહંભાવી બની ઇંદ્રિચેની અનુકુળતાના જ સંગે શેઠે છે! તેમાં જ જિંદગીની સફલતા સમજે છે! આથી નૈતિક મૂલ્યને દિનપ્રતિદીન હાસ થાય છે. માનવ માનવ વચ્ચેની મૈત્રીભાવની શંખલા તૂટી જાય છે. માનવ સ્વાર્થી બને છે. બધાંનું સુખ હું જ ઝડપી લઉં એવી રાક્ષસીવૃત્તિ ઉદ્દભવે છે. અને તેથી રાષ્ટ્રીય-કૌટુંબિંક અને સામાજિક શાંતિ પણ જોખમાય છે. વિશ્વયુદ્ધ સર્જાય છે. માણસ રાત-દિવસ ગમે તેટલી મહેનત ઉઠાવે, અનીતિ પ્રપંચ કરે, પરંતુ ભૌતિક અનુકૂળતાના સંગ ટકી રહેવાને આધાર તે તેના પુણ્યને અનુલક્ષીને જ હોય છે. મદાંધ માનવી આ વાતને અવિશ્વાસુ બની પિતાની અક્કલ હોશિયારી અને તાકાતથી જ બધું પ્રાપ્ત કરવા દ્વારા બીજાને પરાજીત બનાવી ૧૦. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શકવાની માન્યતાવાળે હેવા છતાં જ્યારે તેનું પૂર્વકૃત પુણ્ય ખલાસ થઈ જાય છે, ત્યારે કીડા પડેલા કુતરાને ઘેર ઘેરથી હડસેલી કાઢવા જેવી સ્થિતિ તેની પણ સર્જાય છે. કર્મશાસ્ત્રને આ ઉપદેશ કેઈને પણ અરૂચિકર હોય, છતાં તેની સચ્ચાઈમાં જરા પણ અન્તર પડી શકતું નથી. * રાગ-દ્વેષ-વિષય-કષાયાદિ અશુભ ભાવે અને હિંસાઅસત્ય-અનીતિ-ભ્રષ્ટાચાર પરિગ્રહાદિ અશુભ પ્રવૃત્તિઓની અનર્થતાને કર્મશાસ્ત્ર જ બતાવી શકે છે. જ્ઞાન-ધ્યાન-તપ અને સંયમાદિ શુભ ભાવે તથા તેની પિષક બાહ્ય પ્રવૃત્તિને આચરવાની જરૂરીયાતને ખ્યાલ કર્મશાસ્ત્રથી જ માનવને આવી શકે છે. આત્મામાં કર્મઆણુઓથી થતી અનર્થતાને અનુલક્ષીને જ જૈનદર્શનમાં નવતત્વનું સુંદર આયોજન છે. આ નવતત્વનું જ્ઞાન જ, માનવમાં માનવતા સજે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જે કઈ મહાપુરૂષ થઈ ગયા છે, તે સર્વે આ નવતત્વમાં હેય-સેય અને ઉપાદેયના વિવેકી બનવાથી જ થયા છે. નવતત્વને મુખ્ય વિષય, ચેતન અને જડપદાર્થ સંબંધી જ છે. જડપદાર્થમાં પણ મુખ્યતા કર્મસ્વરૂપ અણુવાદની જ છે. કર્મના સિદ્ધાંતની શ્રેષ્ઠતા દર્શાવતા જે વિચારે છે. મેકસમૂલરે દર્શાવ્યા છે, તે જાણવા જેવા છે. તેઓ કહે છે કે એ તે નિશ્ચિત છે કે કર્મના સિદ્ધાંતને પ્રભાવ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ માનવજીવન ઉપર બેહદ પડ્યો છે. જે માનવી એ જાણે કે વર્તમાન જીવનમાં કઈ જાતને અપરાધ કર્યા વિના પણ મારે જે કાંઈ દુઃખ વેઠવું પડે છે, એ મારા પૂર્વજન્મના કર્મનું જ ફળ છે. તે એ, જૂનું દેવું ચૂકવનાર માનવીની જેમ, શાંતપણે એ સંકટને સહન કરી લેશે અને સાથે સાથે જે એ માનવી એટલું પણ જાણતા હોય કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકતે કરી શકાય છે, તથા એથી જ ભવિષ્યને માટે ધર્મની મૂડી ભેગી કરી શકાય છે, તે એને ભલાઈને માર્ગે ચાલવાની પ્રેરણા આપોઆપ જ મળી જવાની. સારું કે ખરાબ, કેઈપણ જાતનું કર્મ નાશ નથી પામતું. ધર્મશાસ્ત્રને આ સિદ્ધાંત અને ભૌતિકશાસ્ત્રને બલ–સંરક્ષણ સંબંધી સિદ્ધાંત, એ બને એક સરખા છે. બંને સિદ્ધાંતેને સાર એટલે જ છે કે કેઈને પણ નાશ નથી થતું. કેઈપણ ધર્મ શિક્ષણના અસ્તિત્વ વિષે ગમે તેટલી શંકા કેમ ન હોય, પણ એટલું તે સુનિશ્ચિત છે કે કર્મને સિદ્ધાંત સૌથી વધારે સ્થાનમાં સ્વીકારવામાં આવ્યો છે. એનાથી લાખો માનવીનાં કષ્ટો ઓછાં થયાં છે. અને એ જ સિદ્ધાંતને લીધે માનવીને વર્તમાન સંકટ સહન કરવાની શક્તિ પેદા કરવાનું તથા ભવિષ્યનું જીવન સુધારવાનું ઉત્તેજન મળતું રહ્યું છે.” માનવજીવનને સદાચારી બનાવવાનું કેઈપણ સુશિક્ષણ હોય તે કર્મવાદ જ છે. એ વાતને ડે-મેકસમૂલરે પણ ઉપર મુજબ રજુ કરી છે. આજે એ જાતના શિક્ષણ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી કેવળ પેટ ભરવાના કે વિલાસે પિષવાના Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જ શિક્ષણથી દેશને ઉદ્ધાર કરવાની આકાંક્ષા સેવનારાઓ ડે. મેકસમૂલરના ઉપરોક્ત કથનને વિચારે. અને કર્મવાદના સ્વરૂપને સારી રીતે સમજી જીવન સુસંસ્કારી બનાવવા માટે દરેક આસ્તિક દર્શનકારોએ આવિષ્કારિત કર્મ વિજ્ઞાન સાથે સાથે શ્રી જૈન દર્શનકથિત કર્મવિજ્ઞાનના અભ્યાસને જીવનમાં ઉતારે. જૈનદર્શને કર્મવિષયક રસપ્રદ હકિકતે દર્શાવવા ઉપરાંત કરજકણેને અમુક ટાઈમ સુધી ઉપશાન્ત બનાવી રાખવા રૂપ ઉપશમશ્રેણિનું તથા તે રજકણેને આમૂલ ચૂલ ઉખેડી નાખવાની પ્રક્રિયા સ્વરૂપ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ એટલી સુંદર શૈલિએ સમજાવ્યું છે કે ભલભલા વૈજ્ઞાનિકની બુદ્ધિ પણ ચક્કરમાં પડી જાય. આ ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિમાં આત્મશક્તિ કેવું કામ કરે છે? કર્મઅણુઓની તાકાત કેવી હતપ્રાયઃ બની જાય છે? અને અને આત્મશક્તિના પૂર્ણતાની ઉજજવલ ત કેવી રીતે પ્રગટે છે? તે બધી હકિકત સમજનાર બુદ્ધિશાલી મનુષ્યનું મસ્તક આ વિષયના આવિષ્કારક સર્વર ભગવંતે પ્રત્યે સહેજે ઝૂકી જાય છે અને જૈનદર્શન કથિત અણુવાદની મહત્તા સ્વહૃદયમાં અંક્તિ બને છે. - જય હો ! જૈનશાસનનો. ' . . સંપૂર્ણ Page #174 -------------------------------------------------------------------------- ________________ અમારાં અન્ય પ્રકાશનો મૂર્તિપૂજા ભક્તિભામંડળ કર્મમીમાંસા રૂા. 2-00 રૂા. 1-00 રૂા. 0-60 પૈ. ( સીલીકમાં નથી.) રૂા. 0-50 પૈ. સૃષ્ટિમીમાંસા (હિન્દી) આત્મસ્વરૂપ વિચાર (હિન્દી) જૈનદર્શનનું પદાર્થવિજ્ઞાન રૂા. 3-00 (પ્રેસમાં ) પ્રાપ્તિસ્થાન માસ્તર ખુબચંદ કેશવલાલ પાશ્વ જૈન પાઠશાળા-સિાહી (રાજસ્થાન)