________________
અનુકુળતા પ્રાપ્ત થઈ જવાથી આ લેખને વિસ્તૃત બનાવી પ્રકરણબદ્ધ રચના કરી. આ રીતે પુસ્તક છપાવવામાં મને સફળતા મળી. વાંચક મહાશયો આ પુસ્તકને મનનપૂર્વક વાંચે અને શ્રી મહાવીર પરમાત્માએ આવિષ્કારિત અણુવિજ્ઞાન પ્રત્યે શ્રદ્ધાવંત બની આત્મશ્રેય સાધે.
આ પુસ્તક અલ્પ દિનેમાં જ મને છાપી આપનાર, નવપ્રભાત પ્રેસના માલિક મણિલાલભાઈ છગનલાલ અને છાપવાના કામમાં વિલંબ ન થાય તે માટે આ પુસ્તકનાં બુફે જલ્દી સુધારી દઈ આ પુસ્તકનું પૂર્વકથન લખી આપનાર પૂજ્ય મુનિ મહારાજ સાહેબ શ્રી મનહરવિજયજી મહારાજ, આ બન્નેને આભાર હું કેમ ભૂલી શકું?
આ પુસ્તકમાં પ્રેસદોષ યા મારી દૃષ્ટિદેષના હિસાબે કંઈ ક્ષતિ રહી જવા પામી હોય અગર પ્રભુ શ્રી વીતરાગદેવ પ્રણિત આગમથી કંઈ વિરૂદ્ધ લખાયું હોય તો વિદ્વાને મારી ભૂલને સુધારે અને તે અંગે મિચ્છામિ દુક્કડં દેવાપૂર્વક હું વિરમું છું.'
લી.
વિજયાદશમી વિ. સં. ૨૦૨૩
માસ્તર ખુબચંદ કેશવલાલ
સિરોહી (રાજસ્થાન)