SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શખરૂપે પડ્યો હશે? શું પછી તારી દુનિયા નથી ? આજે તા અનેક કિસ્સા પ્રત્યક્ષરૂપે છાપાંઓમાં અનેક વખત છપાએલા વાંચીએ છીએ કે અમુક ગામે અમુક બાળકને પેાતાની વર્તમાન દેહધારક અવસ્થા પહેલાંની પૂર્વ દેહધારક સ્થિતિ સ્મૃતિમાં આવી, અને પેાતાના પૂર્વ ભવની વ્યતીત જીવનની કિકતા સ્પષ્ટપણે કહેવા માંડી. તે સ્થળે જઈ તપાસ કરતાં અનેક માણસે સમક્ષ પ્રત્યક્ષ રૂપે તે કિકતા સાચી સિદ્ધ થઈ ચૂકી. આ રીતે આ દેહધારક અવસ્થા પહેલાં પણ કોઈ બીજી દેહધારક અવસ્થા જીવની હાવાનું પ્રામાણિકપણે પ્રત્યક્ષરૂપે સિદ્ધ થઈ ચૂકેલ છે. એટલે હવે પછી પણ કોઈ નવીન દેહધારક અવસ્થારૂપે જીવનું અસ્તિત્વ ચાલુ રહેવાનું આપેાઆપ સિદ્ધ થાય છે. એક જન્મથી શરૂ થઈ મરણુ પતના કાળને એક ભવ કહેવાય છે. એવા ભવા આ જીવે અન તીવાર કર્યાં અને અનેકવિધ શરીરધારી બન્યા. જૈનદર્શનના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથા અવગાહન કરવાની શક્તિ ન હાય તેવા બાળજીવા પણ સહેલાઈથી જીવની વિવિધ દેહધારી અવસ્થાઓનું અધ્યયન કરી શકે તે માટે નાગમ અનુસારે “ વાદિવેતાલ બિરૂદ ધારક શ્રી શાંતિસૂરિ મહારાજે ’ જીવવિચાર નામે પ્રકરણ રચ્યું છે. આ જીવવિચાર પ્રકરણનું અધ્યયન કરવાથી માલુમ પડશે કે જીવ વિવિધ રીતે વા કેવા શરીરના ધારક બને છે? વિશ્વમાં જીવાની દેહાવસ્થા અને સંસારી સચેગાની પ્રાપ્તિ વારવાર એક સરખી જ નહિ હાતાં વિવિધ પ્રકારની
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy