________________
૧૨૧
માત્રની શરીરની આકૃતિઓ તપાસીએ તે અસંખ્ય પ્રકારની આકૃતિએ દ્રષ્ટિગોચર થાય છે. પરંતુ અમુક મુખ્ય પ્રકારોમાં અન્ય પેટભેદને સમાવેશ થઈ જાય એ રીતે જૈનશાસ્ત્રોમાં તે તમામ આકૃતિઓનું છ પ્રકારે વર્ગીકરણ કરી સંસ્થાન નામકર્મનું વિવેચન કરવામાં આવ્યું છે.
આકૃતિરૂપે પરિણમન પણ જીવને શરીર એગ્ય પુગલ ગ્રહણના પ્રથમ સમયથી જ થવા માંડે છે. અને અવય તથા તેની મજબૂતી તૈયાર થતાંની સાથે જ સ્પષ્ટ આકૃતિરૂપે તૈયાર થઈ જાય છે, સંસ્થાન નામકર્મ જ સંસ્થાન (શરીરના આકાર) પેદા કરે છે. છ પ્રકારના સંસ્થાનમાં સર્વથી ઉત્તમ સંસ્થાન કેવું હોય ? અને સર્વથી હલકામાં હલકું કેવું હોય? તે બતાવીને તેની વચ્ચેના બીજા જાણવા જેવા ઉપયોગી ભેદો બતાવ્યા છે. આ ઉપરથી સમજી શકાય છે કે શરીરની રચનાને અનુસરી ગોઠવાયેલા અને પરસ્પર સંબંધ ધરાવતા ઔદારિકાદિ પુગલમાં સંસ્થાન–આકાર વિશેષને સંસ્થાન નામે નામકર્મ ઉત્પન્ન કરે છે. એટલે કે શરીરમાં અમુક અમુક જાતને આકાર થવામાં સંસ્થાન નામ કમ7 કારણ છે. ઉપર મુજબ તૈયાર થતા શરીરમાં શરીરની રચનાના પ્રથમ ક્ષણથી પિતાને કર્મ પ્રમાણે રંગ, સ્વાદ, સ્પર્શ અને ગંધ વગેરેને પણ પરિણામ થવા માંડે છે. સંસારી જીનું શરીર પુદ્ગલ પરમાણુઓની વર્ગણાઓનું બને છે, એ તે સહેજે સમજી શકાય તેવી હકીક્ત છે. પુગલ વર્ગણાના બનેલા શરીરમાં અમુક રંગ, સ્વાદ–સ્પર્શ અને ગંધ