________________
શાસન પ્રભાવક
પરમપૂજ્ય આચાર્ય પ્રવર શ્રીમદ્વિજય સુશીલસૂરીશ્વરજી મ. સા.
વીસમી અને એકવીસમી સદીમાં જ્ઞાનચારિત્રાદિકથી -સભર એવા પ્રભાવશાલી વિદ્વાન મુનિપુંગવાને જિનશાસનમાં સમર્પનાર, વીસમી સદીના ઉત્તરા થી એકવીસમી સદીના પ્રથમ ચરણુ સુધી જિનશાસન આકાશમાં સૂર્યસમા શાસનસમ્રાટ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મ॰ શ્રીના વિદ્વાન રત્નાના રાહણાચલ સમાન, સમુદાયના એક પ્રભાવક–ચારિત્રપાત્ર અને સમયજ્ઞ વિદ્વાન તરીકે અલ્પસમયમાં પ્રખ્યાતી પામનારા પ. પૂ. આચાર્યપ્રવર શ્રીમદ્ વિજય સુશીલસૂરીશ્વરજી મ. સા. શ્રીએ માત્ર ચૌદ વર્ષની ખાલવયે સ્વ: શાસનસમ્રાટ આચાર્ય ભગવંતના પટ્ટાલ’કાર પ. પૂ. સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લાવણ્યસૂરીશ્વરજી મ. શ્રીના વરદહસ્તે વિ. સ'. ૧૯૮૮ ના કારતક વદ ૨ -ના શુભ દિને ઉદેપુર ( મેવાડ) શહેરમાં દીક્ષા ગ્રહણ કરીને સ્વ. સાહિત્યસમ્રાટશ્રીના પટ્ટધર વિદ્વચ્છિરોમણિ ૫. પૂ. આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજય દક્ષસૂરીશ્વરજી મ. ( તે સમયે પૂ. શ્રી દક્ષવિજયજી મ. ) શ્રીના શિષ્ય બન્યા હતા. તે સમયે તેઓશ્રીનું શુભ નામ પૂ. બાલમુનિરાજ શ્રી સુશીલવિજયજી રાખવામાં આવેલ.