________________
- સફલ બનાવવામાં થતી માનવસમાજની ગમે તેટલી પાયમાલી પ્રત્યે ઉપેક્ષા ભાવવાળો છે.
અજ્ઞાન અને પુદ્ગલાનંદી મનુષ્ય વિવિધ પદ્ગલિક આવિષ્કારની આવડતવાળા બને તે વિશ્વમાં ઉલ્કાપાત મચાવી દે છે. એ રીતની પૂર્વકાલિન મહાપુરૂષોની માન્યતા બિલકુલ -સાચી હોવાનું આજે આપણે પ્રત્યક્ષ અનુભવી રહ્યા છીએ.
કેવળ ભૌતિકરાગી જ મનુષ્યને પગલિક આવિષ્કારની ચમત્કારી સમજ આપવાથી વિશ્વની પાયમાલી થઈ જાય, એ રીતની દીર્ઘદ્રષ્ટિ આપણું પૂર્વકાલિન મહાપુરૂષોએ વાપરી, તેવા આવિષ્કારોને ગૌણ બનાવી, ભવિષ્યની ભારતીય જનતા, અધ્યાત્મસંસ્કૃતિ વિહીન બની ન જાય એ રીતે પૌલિકવિજ્ઞાન આપણને વારસારૂપે આપી જઈ આપણુ ઉપર મહાન ઉપકાર કર્યો છે.
ભૌતિક લાલસાથી રંગાયેલ પ્રજાને, આ મહાપુરૂષોએ દર્શિત વિજ્ઞાન શુષ્ક લાગે એ સ્વાભાવિક છે. પરંતુ આત્મિક સુખમાં જ વાસ્તવિક સુખની સમજવાળા છે તે આ રીતના જ વૈજ્ઞાનિક સિદ્ધાંતને અનુસરતા હોવાથી, ભૌતિકવિજ્ઞાનની બેલબાલાવાળા સમયમાં પણ આત્મિક શાંતિ અનુભવી રહ્યા છે. પૂર્વકાલિન મહાપુરૂષ પ્રણિત અર્થાત્ જૈનદર્શન પ્રણિત પુદ્ગલ વિજ્ઞાન તે શાશ્વત અને સત્યસ્વરૂપ સુખશાંતિની પ્રાપ્તિમાં કેવી રીતે ઉપયોગી બની શકે એની સમજ, સર્વજ્ઞપુરૂષે કથિત પુદગલ વિજ્ઞાનનું જ અધ્યયન કરવાથી આપણને સમજી શકાશે.