________________
નથી. આત્મા–પુનર્જન્મ-પુણ્ય અને પાપમાં આસ્થા ધરાવનાર સમાજ તે રૂઢિ અને પરંપરાને ગુલામ રહે છે એમ વર્તમાન સુધારકેની ફરિયાદ છે. પરંતુ આ રીતની નવીન માન્યતા દ્વારા ધર્મનું અને નીતિનું બંધન જવાથી માનવી વધારે નિરંકુશ અને સ્વછંદી બની રહ્યો છે. તેનું આજના ક્રાન્તિકારને. ભાન જ નથી. તેઓ તે તેમની માની લીધેલી કાન્તિની અવળી. દેટમાં દેડ્યા જ કરે છે. કારણે કે એમનું લક્ષ્ય, આ વર્તમાન વિજ્ઞાનની સંસ્કૃતિના સિદ્ધાંતને જ અનુસરવાનું છે.
આ છે આજના ભૌતિકવાદી વિજ્ઞાનને કરૂણ ચિતાર... આમાં ભૌતિકવાદિઓના ભૌતિક આવિષ્કાર કરવાના પ્રયત્ન દોષિત નથી. પરંતુ તેમના પ્રયત્નમાં થતી ઘોરાતિઘેર હિંસાની ઉપેક્ષા, અનર્ગળ ખર્ચાળ પદ્ધતિ, તે આવિષ્કારના ઉપભેગથી ભેગવિલાસના માર્ગે વધુને . વધુ લપસી જતી જનતા, સ્વાર્થવૃતિ અને અહંકારની વૃદ્ધિ, માનવસંસ્કૃતિને હાસ, તથા જીવન વ્યવહાર ચલાવવામાં અહિંસક આવિષ્કારના અભાવે હિંસક આવિષ્કારના , કરવા પડતા ઉપયોગમાં થતી આધ્યાત્મિક સંસ્કૃતિપ્રિય જનતાની મનોવેદનાની બેદરકારી, એ જ આજના વિજ્ઞાનનાં દૂષણે છે. આટલી બધી વિપરીતતા હોવા છતાં આજે અવનવા આવિષ્કારેની હોડ લાગી છે. એક કરતાં બીજો વૈજ્ઞાનિક દેશ, વધુ સંહારક સામગ્રીનું સર્જન કરવામાં મશગુલ બન્યું છે. તેનો ઉદ્દેશ વિશ્વશાંતિને નહિ હોતાં, તમામ રાષ્ટ્રને હડપ કરી જઈ પોતે માની લીધેલી અધ્યાત્મવિહોણું અને કેવળ ભૌતિક સંસ્કૃતિને જ વિશ્વ ઉપર વિસ્તારી દેવાને અને તે વૃતિ.