SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ દ્રશ્યમાન દશાને જ સમજાવવા પુરતું હાઈ પારમાર્થિક યા સ્વાભાવિક દશાને સમજાવવામાં અશક્ય છે, તે કર્મવિજ્ઞાન અધુરું છે. પગલિક અણુ કરતાં કર્મ અણુ સમૂહના સંબંધથી રહિત આત્મ અણુની અનંતાનંત શક્તિની સમજ તે અધુરા કર્મવિજ્ઞાનથી પ્રાપ્ત થઈ શક્તી નથી. તેને સમજવા માટે તે સંપૂર્ણ કર્મવિજ્ઞાનની સમજ હેવી જોઈએ. કર્મને માનનાર જૈનેતર દર્શનની કર્મ અંગેની માન્યતા પ્રાયઃ જીવની દશ્યમાન–વ્યાવહારિક દશાની વિવિધતાને જ અનુલક્ષીને છે. મનુષ્યપણું–દેવપણું, નરપણું-પશુપણું– પક્ષીપણું–શારીરિક સુખ–દુઃખાણું, જન્મ-મરણપણું ઈત્યાદિપણે વર્તતી વિવિધ જીવદશાની પ્રાપ્તિમાં કારણુસ્વરૂપે કર્મને તેઓએ સ્વીકાર્યું છે. પરંતુ જીવને મુખ્ય સ્વભાવ-જીવનો મુખ્ય ગુણ શું છે? અને તે ગુણની પ્રગટતામાં વિવિધ જીવ આશ્રયી વિવિધતા ક્યા કારણને લઈને છે? તે કારણને કેવી રીતે હઠાવી શકાય? આ હકિકત તે માત્ર જૈન દર્શન નમાં જ જાણવા મળે છે. જૈનદર્શનમાં સર્વ કર્મ રજકણુ સમૂહનું ઘાતી અને અઘાતી એમ બે રીતે પણ વર્ગીકરણ કર્યું છે. જીવના પરમાર્થિક યા સ્વાભાવિક સ્વરૂપ આત્મિક ગુણને આચ્છાદિત બનાવી રાખનાર કર્મને ઘાતી કર્મ તરીકે ઓળખાવ્યાં છે. અને જીવની વ્યાવહારિક યા દશ્યમાન અવસ્થાની અનુકૂળતા ચા પ્રતિકૂળતા સર્જક કર્મને અઘાતી કર્મ તરીકે ઓળખાવ્યાં
SR No.023527
Book TitleJain Darshanna Anuvigyanni Mahatta
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Master
PublisherKhubchand Keshavlal Master
Publication Year1967
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy