________________
પણ માન્યું. પરંતુ કારણ વિના કાર્ય ન થાય એ ન્યાયી સિદ્ધાન્તાનુસાર કયા કારણે ઈશ્વરને દ્રશ્ય જગતની વિવિધતા કરવી પડી? એ પ્રશ્ન ઉપસ્થિત થતાં “ઈશ્વરની લીલા અકળ છે” એમ કહી તે પ્રશ્નને ટાળી દેવાય એટલા માત્રથી જિજ્ઞાસુની જિજ્ઞાસાવૃત્તિ તૃપ્ત થઈ શકે નહિ.
ખૂબ સૂમ બુદ્ધિએ વિચારવાથી માલુમ પડે કે અનંતજ્ઞાનધારક વીતરાગ ભગવંત જ આ તત્ત્વને આવિષ્કાર સંપૂર્ણ સત્ય સ્વરૂપે કરી શકે. વિશ્વના તમામ પ્રલેભનેને જેણે ફગાવી દઈ કઠોર સંયમ, ત્યાગ અને તપને આદરી, વિશ્વની કારમી વિચિત્રતાઓનું કારણ આત્મપ્રત્યક્ષ નિહાળી શકનાર હોય તે જ સર્વજ્ઞ વીતરાગ ભગવંત કહેવાય. અને તેઓશ્રી જ આ સંસારની વિચિત્ર ઘટનાઓ સર્જક તત્વનો આવિષ્કાર કરી શક્યા છે. એ મહાપુરૂષ તે વિજ્ઞાની નહિં પણ મહાવિજ્ઞાની યા તત્વજ્ઞાની યા કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્મા કહેવાય. તેઓશ્રીની સ્થાપિત સંસ્થા તે જ જૈનદર્શન–જૈનશાસનના નામે વિશ્વમાં અજોડ પ્રગશાળા કહેવાય. આ પ્રગશાળા અનાદિકાળથી ચાલુ છે, અને તેને સિદ્ધાન્તના પાલનપૂર્વક એ પ્રગશાળામાં રહી પ્રેગ કરનાર અનેક જીવ ઉપરેષ્મ તત્વને આત્મ પ્રત્યક્ષ નિહાળવામાં સફળ બની, વીતરાગ સર્વજ્ઞપદના ધારક બની, શાશ્વત અને સત્ય સુખના ભક્તા બન્યા છે. આ પ્રયોગશાળામાં રહેનારને ભેગી નહિં, પણ ત્યાગી બનવું પડે. તે જ વીતરાગતાની પ્રાપ્તિમાં સફળતા મળે છે.