________________
થતા તે અણુઓ કેવા સ્વભાવી બને છે? દરેક અણુઓ એક સરખા સ્વભાવી બને છે કે વિવિધ સ્વભાવી બને છે? સ્વભાવ મુજબ આત્મશક્તિને કેવી રીતે આચ્છાદન કરે છે? સંબંધિત બની રહેલ તે અણુઓને સંબંધ આત્માની સાથે કાયમી બની રહે છે કે અમુક ટાઈમ પૂરતે જ બની રહે છે? તેનામાં નિર્મિત આચ્છાદક શક્તિ સર્વમાં એક સરખી હોય છે કે ન્યુનાધિક હોય છે? તેને સંબંધિત બની રહેતાં રિકવાના, સંબંધિત બની રહેલાને હટાવવાના શું શું ઉપાય હિોઈ શકે? એ સર્વ હકીક્તની સમજણુને પ્રાપ્ત કરવાના ઉદ્દેશને જ મુખ્યત્વે અનુલક્ષીને જૈનદર્શનના પ્રણેતા સર્વજ્ઞ પુરૂષોએ જડ અણુવિજ્ઞાન પ્રરૂપ્યું છે.
આત્માની અનંતશક્તિના રેધક આવા જડ અણુઓને જૈનદર્શનમાં પુદ્ગલ પદાર્થના અણુઓ તરીકે ઓળખાવ્યા છે. તદુપરાંત આ દશ્યવિશ્વ તે પણ પુગલ સ્વરૂપ જ છે. વર્તમાન વિજ્ઞાનમાં આણુના જે વિવિધ આવિષ્કારે થાય છે, તે સર્વ અણુઓ પણ જૈનદર્શન કથિત પુદ્ગલ પદાર્થ જ છે.
પુદ્ગલ” શબ્દ એ જૈનદર્શનને પારિભાષિક શબ્દ છે. આધુનિક વિજ્ઞાનમાં જેને જડપદાર્થ (matter) કહે છે, તેને જ જૈનદર્શનમાં પુદ્ગલ સંજ્ઞાથી ઓળખાવ્યું છે. આ પુદ્ગલ શબ્દની વ્યુત્પત્તિ છે-“પૂરત પુનૂ કાચતીતિ જા” અર્થાત્ પૂર્ણ સ્વભાવથી “પુત ” અને ગલન સ્વભાવથી “ગલ”. એમ બે અવયના મેળથી આ પુદ્ગલ શબ્દ બન્યું છે. મળવું અને વિખરાવું એ પુદ્ગલ દ્રવ્યને સ્વભાવ છે. જેને