________________
૧૪૨
-સંસારી જીએ ધારણ કરેલ શરીરે કે તે જીવોએ ત્યાગેલ શરીરેનું રૂપાંતર છે અને તેની રચના તે તે શરીરધારી જી વડે જ કરાયેલી હઈ જગતમાત્રની વસ્તુ બનાવવારૂપ જગત્કર્તવ તરીકે કેટલાક ઈશ્વરને ગણે છે, તે વ્યાજબી નથી. શરીર બનાવવામાં ઈશ્વરને કે બીજા કેઈને પ્રયત્ન કે પ્રેરણું નથી જ પ્રયત્ન માત્ર છે, તે તે શરીરને ધારણ કરેલ જીવને જ. જગતના ઉત્પાદન કે પ્રલયની વાતે મિથ્યા છે.
આ જગત અનાદિકાલીન છે. અનાદિકાલીન એવું આ ' જગત અનન્તકાલીન પણ છે. આ જગત કયારે ય અસ્તિત્વમાં ન હતું, એવું બન્યું પણ નથી અને ક્યારેય અસ્તિત્વમાં નહિ હોય એવું બનવાનું નથી. અનાદિ અનન્ત એવા આ - જગતમાં જીવ અને જડ એ બે પ્રકારના મુખ્ય પદાર્થો છે. એથી જગતના એકએક પદાર્થને કાંતે જીવમાં અને કાંતે જડમાં સમાવેશ થઈ જાય છે. સંસારમાં કોઈ વખત જીવ વિના માત્ર એકલા જડ પદાર્થોનું જ અસ્તિત્વ હોય એવું બન્યું પણ નથી અને બનવાનું પણ નથી. - જીવની સાથેના જડ એવા કર્મના ભેગથી જ સંસાર
છે. સંસારમાં રહેલા જ શરીરધારીપણે જ રહે છે. સંસારી - જીવને શરીર ધારણ કરવું જ પડે. જડ એવા કર્મ પુદ્ગલેને - સંગ જ જીવને શરીર ધારણ કરાવી સંસારી પણે રાખે છે. કર્મ પુદ્ગલના સગ વિનાના જીવને શરીર વર્ગણાનાં પુગલે વળગી શક્તા નથી. જડના આ સંગથી કઈક છે