________________
૧૪૭
માનવજીવન ઉપર બેહદ પડ્યો છે. જે માનવી એ જાણે કે વર્તમાન જીવનમાં કઈ જાતને અપરાધ કર્યા વિના પણ મારે જે કાંઈ દુઃખ વેઠવું પડે છે, એ મારા પૂર્વજન્મના કર્મનું જ ફળ છે. તે એ, જૂનું દેવું ચૂકવનાર માનવીની જેમ, શાંતપણે એ સંકટને સહન કરી લેશે અને સાથે સાથે જે એ માનવી એટલું પણ જાણતા હોય કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકતે કરી શકાય છે, તથા એથી જ ભવિષ્યને માટે ધર્મની મૂડી ભેગી કરી શકાય છે, તે એને ભલાઈને માર્ગે ચાલવાની પ્રેરણા આપોઆપ જ મળી જવાની. સારું કે ખરાબ, કેઈપણ જાતનું કર્મ નાશ નથી પામતું. ધર્મશાસ્ત્રને આ સિદ્ધાંત અને ભૌતિકશાસ્ત્રને બલ–સંરક્ષણ સંબંધી સિદ્ધાંત, એ બને એક સરખા છે. બંને સિદ્ધાંતેને સાર એટલે જ છે કે કેઈને પણ નાશ નથી થતું. કેઈપણ ધર્મ શિક્ષણના અસ્તિત્વ વિષે ગમે તેટલી શંકા કેમ ન હોય, પણ એટલું તે સુનિશ્ચિત છે કે કર્મને સિદ્ધાંત સૌથી વધારે સ્થાનમાં સ્વીકારવામાં આવ્યો છે. એનાથી લાખો માનવીનાં કષ્ટો ઓછાં થયાં છે. અને એ જ સિદ્ધાંતને લીધે માનવીને વર્તમાન સંકટ સહન કરવાની શક્તિ પેદા કરવાનું તથા ભવિષ્યનું જીવન સુધારવાનું ઉત્તેજન મળતું રહ્યું છે.”
માનવજીવનને સદાચારી બનાવવાનું કેઈપણ સુશિક્ષણ હોય તે કર્મવાદ જ છે. એ વાતને ડે-મેકસમૂલરે પણ ઉપર મુજબ રજુ કરી છે. આજે એ જાતના શિક્ષણ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી કેવળ પેટ ભરવાના કે વિલાસે પિષવાના