Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master

View full book text
Previous | Next

Page 171
________________ ૧૪૬ શકવાની માન્યતાવાળે હેવા છતાં જ્યારે તેનું પૂર્વકૃત પુણ્ય ખલાસ થઈ જાય છે, ત્યારે કીડા પડેલા કુતરાને ઘેર ઘેરથી હડસેલી કાઢવા જેવી સ્થિતિ તેની પણ સર્જાય છે. કર્મશાસ્ત્રને આ ઉપદેશ કેઈને પણ અરૂચિકર હોય, છતાં તેની સચ્ચાઈમાં જરા પણ અન્તર પડી શકતું નથી. * રાગ-દ્વેષ-વિષય-કષાયાદિ અશુભ ભાવે અને હિંસાઅસત્ય-અનીતિ-ભ્રષ્ટાચાર પરિગ્રહાદિ અશુભ પ્રવૃત્તિઓની અનર્થતાને કર્મશાસ્ત્ર જ બતાવી શકે છે. જ્ઞાન-ધ્યાન-તપ અને સંયમાદિ શુભ ભાવે તથા તેની પિષક બાહ્ય પ્રવૃત્તિને આચરવાની જરૂરીયાતને ખ્યાલ કર્મશાસ્ત્રથી જ માનવને આવી શકે છે. આત્મામાં કર્મઆણુઓથી થતી અનર્થતાને અનુલક્ષીને જ જૈનદર્શનમાં નવતત્વનું સુંદર આયોજન છે. આ નવતત્વનું જ્ઞાન જ, માનવમાં માનવતા સજે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જે કઈ મહાપુરૂષ થઈ ગયા છે, તે સર્વે આ નવતત્વમાં હેય-સેય અને ઉપાદેયના વિવેકી બનવાથી જ થયા છે. નવતત્વને મુખ્ય વિષય, ચેતન અને જડપદાર્થ સંબંધી જ છે. જડપદાર્થમાં પણ મુખ્યતા કર્મસ્વરૂપ અણુવાદની જ છે. કર્મના સિદ્ધાંતની શ્રેષ્ઠતા દર્શાવતા જે વિચારે છે. મેકસમૂલરે દર્શાવ્યા છે, તે જાણવા જેવા છે. તેઓ કહે છે કે એ તે નિશ્ચિત છે કે કર્મના સિદ્ધાંતને પ્રભાવ

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174