________________
થાય છે. આ શરીરમાં ઉત્પન્ન થતા જેમાં એકને જે આહાર તે તે શરીરમાં ઉત્પન્ન થયેલા બીજા અનંતાને અને અનંતાને જે આહાર તે વિવક્ષિત એક જીવનો હોય છે.
શરીરને લગતી સઘળી ક્રિયા જે એક જીવની તે અનંતાની અને અનંતાની જ કિયા તે એક જીવની એ પ્રમાણે સમાન જ હોય છે. આહાર, શ્વાસોશ્વાસયોગ્ય પુદ્ગલેનું ગ્રહણ એ વગેરે શરીરની લગતી કિયા અંગે પણ એ પ્રમાણે જ સમજવું. આમાં એક એ સમજવું જરૂરી છે કે-આ જીવમાં શરીરને લગતી સઘળી કિયા સમાન હોય છે. પરંતુ કર્મનો બંધ, ઉદય, આયુનું પ્રમાણ એ કંઈ સઘળા. સાથે ઉત્પન્ન થયેલા ને સરખા જ હોય છે એમ નથી. સરખાયે હોય અને ઓછાવત્તા પણ હોય છે. એટલે સાધારણ નામ કર્મ તે એક શરીરમાં અનંતા જીવને રહેવાની ફરજ પાડે છે. અનંત જી વચ્ચે આ હિસાબે એક શરીર હોઈ શકે, બાકી એક જીવને માટે ઘણું શરીર હોય તેવું કદાપિ બનતું નથી. કેઈ કઈ વખતે પેપર દ્વારા બે શરીર સાથે જોડાઈ જન્મ પામેલ બાળકનું આપણે સાંભળીયે છીયે, તેમાં સંપૂર્ણ પણે બે શરીર હોતાં નથી. અમુક અવયવે જ ડબલ હોય છે, પણ તે તે ઉપઘાત, વિકાર કહેવાય છે. આવા અવયની નિષ્પત્તિ તો પ્રથમ કહેવાઈ ગયેલા “ઉપઘાત નામ કર્મ” ના યોગે જ થાય છે. - મનુષ્ય, દેવ, નારક, તિર્યંચ પંચેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રય, પૃથ્વી, અપ, તેલ, વાઉ, પ્રત્યેક વનસ્પતિ,