________________
૧૨૯
વળે તેવાં અવયવે અસ્થિર કહેવાય છે અને જેમાં સ્થિરતાનકકરપણું હોય તે સ્થિર કહેવાય છે. હાડકાં-દાંત વગેરે સ્થિર જ જોઈએ અને હાથ, પગ, આંખ, જીલ્લા વગેરે અસ્થિર જોઈએ. અવયવોમાં આ સ્થિરતા અને અસ્થિરતા રૂપ પરિણામ ઉત્પન્ન કરનાર તે અનુક્રમે સ્થિર નામકર્મ
અને અસ્થિર નામકર્મ છે. આ અંગોપાંગની રચનારૂપ પરિણામનું નિયામક અંગપાંગ નામકર્મ આગળ દર્શાવ્યું છે. પરંતુ તે અંગે પાંગમાં કેટલાંક અવયવો જેવાં કે હાથ, મસ્તક વિગેરે મનુષ્યાદિકના શરીરના નાભિથી ઉપલા ભાગનાં અવયે શુભ ગણાય છે. અને પગ વગેરે શરીરના નીચેના ભાગનાં અવયવે અશુભ ગણાય છે. જે અવયવોને સ્પર્શ અને દશ્ય અન્યને રૂચિકર લાગે તે અવય શુભ છે, અને અન્યને અરૂચિકર લાગે તે અશુભ છે. કેઈને પગ અડકે છે તે અરૂચિકર લાગે છે અને મસ્તક કે હાથ અડકે છે તે રૂચિકર લાગે છે. વડીલ કે પૂજ્ય ગણાતી વ્યક્તિને સત્કાર, શુભ ગણતાં અવયના સ્પર્શ કરવા વડે જ ગણાય છે. તેમના ચરણમાં શિર ઝૂકાવાય, બે હાથ જોડવાવડે નમસ્કાર કરાય, તે સત્કારપાત્ર ગણાય છે. આ પ્રમાણે રૂચિ અને અરૂચિપણું પેદા કરવાના હિસાબે જ તે અવયવમાં શુભાશુભપણું છે. કેટલીક વખત મેહની ઉત્કટતાને લીધે અન્યનાં અશુભ કહેવાતા અંગોને સ્પર્શ પણ કેટલાકને ગમે તે તેમાં શુભતા ન ગણતાં સ્પર્શ અનુભવનાર વ્યક્તિની મેહની ઉત્કટતા જ સમજવી.