________________
૧૨૬
‘ઉત્પન્ન થતી શક્તિ તે પરાઘાત શક્તિ કહેવાય છે અને તે -શક્તિ ઉત્પન્ન કરનાર જે કર્મ તે “પરાઘાત નામકર્મ” છે.
સામેની વ્યક્તિ કરતાં પિતામાં પરાઘાત શક્તિ વિશેષ પ્રમાણમાં હેવાના અંગે કેટલાક ઉસૂત્ર પ્રરૂપ–નિમિથ્યાવાદિઓની પણ અસત્ પ્રરૂપણની અસર અનેક આ
ભાઓ પર તુરત પડી જાય છે અને તેથી તેવાઓના અનુ- યાયી વર્ગની સંખ્યા વિશેષપણે વૃદ્ધિ પામવાથી કેટલાક ભદ્રિક આત્માઓના હૃદયમાં આશ્ચર્ય પેદા થાય છે કે આવા પ્રરૂપકેની પ્રરૂપણ અસત્ હોય તે અનુયાયી વર્ગ કેમ - વૃદ્ધિ પામે ? એવી મિથ્યા શંકા આ પરાઘાત નામકર્મનું સ્વરૂપ સમજનારના હૃદયમાં કદાપી ઉપસ્થિત થતી નથી.
પરાઘાત કર્મરૂપ પુણ્ય પ્રકૃતિના ગે આજે અસત્ પ્રરૂપ ભલે ફાવી જતા હોય પરંતુ તે પુણ્ય ખલાસ થઈ ગયા બાદ મિથ્યા પ્રરૂપણું કરવાથી બંધાયેલ ઘેર કર્મની વિટંબના તે એમને અવશ્ય જોગવવી પડશે. આ પરાઘાત શક્તિથી વિપરીત ઉપઘાત નામે પરિણામ પણ કેટલાક પ્રાણીના શરીરમાં ઉત્પન્ન થાય છે. કેટલાક પ્રાણીઓના - શરીરમાં જરૂરી અંગે પાંગ સિવાય વધુ પડતાં અંગોપાંગો આપણે જોઈએ છીએ. જેમકે શરીરની અંદર પ્રતિજિહા એટલે જીભ ઉપર થયેલી બીજી જીભ, ગાલવૃદક એટલે રસળી, ચાર દાંત એટલે દાંતની પાસે ધારવાળા નીકળેલા બીજા દાંત, હાથ પગમાં છઠ્ઠી આંગળી એ વિગેરે શરીરમાં કાયમી હરક્ત કરનારાં આવાં વિચિત્ર જાતિનાં અંગોપાંગ રૂપ ઉપ