________________
નથી બે સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું. માટે જ કર્મબંધમાં કષાયની જ પ્રધાનતા સૂચવવા માટે તત્વાર્થ સૂત્રના અધ્યાય આઠમાના સૂત્ર બીજામાં કહ્યું છે કે કષાયના સંબંધથી જ જીવ કર્મને યોગ્ય પગલે ગ્રહણ કરે છે અને વ્યવહારમાં પણ આપણે બેલીએ છીએ કે રાગ-દ્વેષથી જ કર્મ બંધાય છે પરંતુ કર્મના આશ્રવને રોકવાની જિજ્ઞાસુઓને રાગ અને દ્વેષની વિવિધ રીતે વર્તતી અવસ્થાને ખાસ ખ્યાલ હે જોઈએ.
કષાયના વિકારે અનેક પ્રકારે છે. સ્થૂલપણે વર્તતા ક્રોધાદિ કષાયને તે બાલ જીવે સહેલાઈથી કષાયરૂપે સમજી શકે છે. પરંતુ કષાય સ્વરૂપે વર્તતા કેટલાક વિકારો એવા છે કે સામાન્ય જનતા તેને ઓળખી કે સમજી શકતી જ નથી. આવા વિકારમાં અત્યંતરપણે પણ કામ તે કષાય જ કરતા હોય છે. આ રીતે વિવિધ સ્વરૂપે કામ કરતા કષાયના આવિકારે જૈનદર્શનમાં બહુ જ સરસ અને સુગમ રીતે બતાવ્યા છે. માટે જ મોહનીય કર્મને જૈનદર્શનમાં અઠ્ઠાવીસ પ્રકારે વર્ણવી કષાયના વિષયને અતિસ્પષ્ટપણે બાળજી પણ સમજી શકે અને તેનાથી બચવામાં સુલભતા રહે એ રીતે બતાવ્યો છે. આ અઠ્ઠાવીસ પ્રકારે જે સારી રીતે જાણે તે જ સમજી શકે કે આત્માની કઈ દિશામાં કેવા પ્રકારના કષાયે કેવી રીતે કામ કરી રહ્યા છે. આમ કષાયમાં પણ સ્વભાવની અપેક્ષાએ વિવિધતા હોવાથી વિવિધ કષાયને ઉદય જીવને વિવિધ દુર્ભાવ પેદા કરવાવાળો હોય છે અને તેથી વિવિધ સ્વભાવધારક કષાયોને વિવિધ સંજ્ઞાથી ઓળખાવાય છે.