________________
પ્રકારના ઉપસર્ગો થવા છતાં પણ તેમનું હાડ કુશળ રહે છે. તેનું કારણ તેમના હાડને બધે ઉંચામાં ઉંચી કક્ષાને હોય છે. જેમ મકાનના કામમાં લાકડાના સાંધાઓમાં સુથારે વડે થતું સંધાણુ મજબૂતીવાળું હોય તો તે સાંધાઓ તુરત છૂટા પડી જતાં નથી અને મકાન વધુ ટાઈમ સુધી ટકી રહે છે. તેમ શરીરમાં તૈયાર થતાં હાડકાં તે કંઈ આખા શરીરમાં એક જ રૂપે સંમિલિત થયેલાં હતાં નથી. એટલે શરીરના જુદા જુદા અવયવમાં રહેલાં તે હાડકાંના સાંધાનું પરસ્પર જોડાણ જેમ વધુ મજબૂતીવાળું હોય તેમ તે હાડકાં અન્યન્યથી તુરત છૂટાં પડી જતાં નથી.
આપણે કહીએ છીએ કે-“અમુક માણસનું હાડકું ઉતરી ગયું” આને અર્થ એ છે કે તે હાડકાનું સંધાણ અન્ય હાડકા સાથે નબળું હવાથી સંધાણુ વિખુટું પડતાં હાડકું અલગ પડી જાજ્ય છે અને તેને આપણે હાડકું ઉતરી ગયું એમ લ્હીયે છીયે. હાડકું ઉતરી જવાથી માણસને બહુ પીડા અને તકલીફ થાય છે. કોઈ કુશલ હાડવૈદ્ય યંગ્ય ઉપચારથી ઉતરી ગયેલ હાડકાનું મિલન યથાસ્થાને રહેલા હાડકા સાથે કરી દે છે. ત્યારે જ દરદીને શાંતિ થાય છે. શરીરમાં એક હાડકાને છેડા સાથે બીજા હાડકાને સાંધે કેવી રીતે જોડાણ થયેલ હોય છે તે આ ઉપરથી હેજે સમજી શકાશે. જન્મથી જ શરીરમાં જે પ્રકારે હાડકાની સજના હેાય છે તે પ્રમાણેની સંજનાથી