________________
જેવું નથી. પરિણમનમાં આ પ્રમાણે ભિન્નતા થવાનું કારણ ઉપર જણાવ્યા મુજબ “નિર્માણ નામકર્મ” છે.
શરીર એગ્ય ગૃહીત પુદ્ગલેને પરિણમનમાં એક જાતિથી અન્ય જાતિમાં ભિન્નતા સંભવે છે, એટલું જ નહિ પરંતુ એક જ જાતિમાં પણ ભિન્નતા સંભવે છે.
મનુષ્ય જાતિમાં કેઈ નાના કાનવાળા, કોઈનું નાકચીબું, કેઈનું મોટું લાંબુ, કઈ ઠીંગણે, કેઈ ઊંચે, આ બધાનું કારણ જીવ જેવા નિર્માણ કર્મના ઉદયવાળે હેય તે પ્રમાણે શરીરના અવય બને છે. પુદ્ગલે એક સરખાં છતાં પરિણમાવનાર છે જેવા નિર્માણ કર્મના ઉદયવાળા. હોય તેવા શરીરપણે તે પુદ્ગલે પરિણમે છે.
નિર્માણ નામકર્મ દ્વારા થતું વિવિધ પરિણમન પણ ઈદ્રિયની અપેક્ષાએ જે જાતિને જીવ હોય, તે જે પુદ્ગલે ગ્રહણ કરે, તે તે જાતિપણે જ પરિણુમાવે છે. એટલે નિર્માણ નામકર્મને જાતિ નામકર્મના ગુલામ તરીકે પણ ઓળખાવી
શકાય.
' સંસારી જેમાં એકેન્દ્રિયાદિથી પંચેન્દ્રિય સુધીના પાંચ ભેદે છે. તેમાં ખરું કારણ પુદ્ગલેના પરિણમનનું છે. પરિણમન ભિન્નતા જ ન હોત તે સંસારી જીવનમાં એકેન્દ્રિયાદિ જાતિ ભિન્નતા અને તિર્યંચાદિ ગતિ ભિન્નતાને આપણને ખ્યાલ પણ ન આવત. અને એ રીતની ભિન્નતાના ખ્યાલ વિના જીવમાં એકેન્દ્રિયાદિપણું કે તિર્યંચાદિ