________________
પારસ્પરિક સંબંધ છે. જ્યાં સુધી એ બને તો એક બીજાથી સર્વથા ભિન્ન ન થાય, ત્યાં સુધી જીવને અનંત આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ અસંભવ છે. અનાદિકાળથી પરસ્પર સંબંધિત એ બન્ને તત્વને અલગ પાડવાનું દિગ્દર્શન જ જૈનદર્શનનું મુખ્ય પ્રયોજન છે. એ પ્રયોજનની સફલતા કર્મસ્વરૂપ પુદ્ગલ–આણુના તાત્વિક વિષયની સમજમાં જ છે. વિશ્વના કેઈપણ પ્રકારના અણુવિજ્ઞાન કરતાં કર્મ સ્વરૂપ અણુવિજ્ઞાન એ જ ઉચ્ચકોટિનું અણુવિજ્ઞાન હોઈ, આવા અણુવિજ્ઞાનના આવિષ્કારક જૈનદર્શનના અણુવાદની જ ખાસ મહત્તા છે. જૈનદર્શને જ કર્મસિદ્ધાંતના અદ્વિતીય વિજ્ઞાનની જગતને ભેટ કરી છે. ઘણા લોકોને કર્મપ્રકૃતિઓની ગણત્રી, સંખ્યાની બહુલતા આદિથી તે વિષય પર રૂચી હોતી નથી, પરંતુ તેમાં કર્મશાસ્ત્રનો શું દોષ? ગણિત, પદાર્થવિજ્ઞાન આદિ ગૂઢ અને રસપૂર્ણ વિષય પર સ્થૂલદશી લોકેની દૃષ્ટિ કામ ન કરે અને તેથી તેવાઓને તે નિરસ લાગે તેમાં વિષયને શું દોષ? દોષ છે નહિ સમજવાવાળાની બુદ્ધિને. કેઈપણ વિષયના અભ્યાસીને તે વિષયમાં રસ ત્યારે જ આવે છે કે જ્યારે તે તેની ઉડી વિચારણા કરી શકે.
જેને સામાન્ય ચક્ષુ દેખી ન શકે તેવા વિષયને પણ જાણી શકવાવાળી, તથા જેને સાધારણ ઈન્દ્રિય પામી ન શકે એવી વસ્તુનો અનુભવ કરવાવાળી, પ્રચ્છન્ન ભાવે રહેલી આત્મશક્તિને પ્રગટ કરવાને હેતુ એ જ જૈનદર્શનકથિત આણુનો આવિષ્કાર છે.