________________
૧૦૭
એટલે ચિત્રના કાર્યમાં કઈ પણ જાતની ખામીએ: અનુભવવી ન પડે તેની સાવચેતી પ્રથમથી જ રાખવામાં આવે છે. જે ચિત્ર માટે બધી યોગ્ય સામગ્રી પહેલેથી મેળવી રાખેલ હોય તે ચિત્ર છેવટે બરાબર તૈયાર થાય છે. મકાન બનાવનાર કે કારખાનું ચલાવનારા તેના નિયામકને જેવું મકાન બનાવવું હોય તે પ્રમાણે જ વેતરણી પ્રથમથી જ કરે, છે. તે વેતરણ અને વ્યવસ્થા મુજબ કારખાના યા મકાનનું કામ કમસર અને વ્યવસ્થિત ચાલુ રહે છે. તેવી રીતે એક ભવમાંથી છુટી બીજા ભવમાં ઉત્પન્ન થનાર પ્રત્યેક આત્માને ઉત્પન્ન થતાંની સાથે જ શરીરરચના અંગે પૂર્વે આ ભવ માટે ઉપાર્જન કરેલા કર્મોની અસર થવા માંડે જ છે. એટલે આખી રચના તે પ્રમાણે જ શરૂ થાય છે અને બધી અસરોના પરિણામે અમુક ચોકકસ સ્વરૂપમાં આખું શરીર તૈયાર થતું જાય છે. અહીં શરીર રચનાના કાર્યમાં બહોતેર કર્મપ્રકૃતિઓ. દ્વારા શરીરને યોગ્ય પુદ્ગલનું ગ્રહણ અને પરિણમન થાય છે.
ગતિનાકર્મ અને જાતિનાકર્મ અનુસાર નક્કી થયેલ પરિસ્થિતિ તથા ઉત્પન્ન થવાના સંગવાળા સ્થળે આનુપૂર્વી" નામના કર્મવડે લાવી મુકાતાંની સાથે તે જ વખતે તે જ પહેલે સમયે તે આત્માને શરીર નામકર્મ ઉદયમાં આવે છે. ઉત્પન્ન થયેલ આત્મા, તે ગતિકર્માનુસાર જે ગતિમાં ઉત્પન્ન થયે હોય, તે પ્રમાણે તગત્યાનુસાર સામગ્રીઓ પ્રાપ્ત કરે છે. ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થયેલ આત્માને શરીર એગ્ય પુદ્ગલ વર્ગણાઓમાંની યથાગ્ય વર્ગનું ગ્રહણ કરવાને હક્ક આટ