________________
૧૦૧
ઉચે ચઢી વધારે શુદ્ધ અને ઉંચા પ્રકારનું થઈ પાછું પૃથ્વી પર આવે છે. જળ તે પૃથ્વી વડે શેષાઈ વિવિધ વનસ્પતિએમાં વિવિધ સ્વરૂપે ઉંચી ઉંચી દિશાઓને પામે છે. વનસ્પતિ, પ્રાણીઓ વડે આહારરૂપે ઉપયોગી બની, રૂધિર, મજજા, અસ્થિ આદિ રૂપે પરિણમે છે. માટી, પથરારૂપે અને પથરા વિવિધ ખનિજરૂપે અથવા હીરા-માણિક્ય-રત્નના ઉત્કૃષ્ટરૂપમાં રૂપાન્તરને પામે છે. આ રૂપાન્તર થવામાં કેઈની પ્રેરણાની અપેક્ષા નહિ રહેતાં માત્ર તે તે પદાર્થોનો સ્વભાવ જ તથા પ્રકાર હોવાનું માનવું તે જ વ્યાજબી છે. જેમ બીજમાં અનાજ થવાની યેગ્યતા છે, પરંતુ તે બીજને અનુકૂળ ખાતર–વરસાદ અને ખેડૂતને જેગ મળેથી જ બીજમાંથી અનાજ તૈયાર થાય છે. તેવી રીતે અમુક અમુક નિમિત્ત કારણોને વેગ મળેથી દરેક પદાર્થોમાં રહેલા તે તે પ્રકારના સ્વભાવ પ્રગટ થાય છે. આ પ્રમાણે પુદ્ગલ (જડ) પદાર્થના વિવિધ પરિવર્તનોથી વિવિધ પદાર્થોનું અસ્તિત્વ સદાના માટે વિશ્વમાં વતી જ રહે છે. - એક વસ્તુનું રૂપાન્તર આપણે સમજી શકીએ છીએ. પરંતુ રૂપાન્તર થતા તે પદાર્થોની મૂળ ઉત્પત્તિ ક્યાંથી થઈ? તે બાબતનો વિચાર કરતાં સમજાશે કે કઈ પદાર્થની મૂળ ઉત્પત્તિ તો છે જ નહિં. એટલે નાશ પણ નથી. માત્ર રૂપાન્તર થવાના હિસાબે પર્યા–અવસ્થાઓની આદિ અને અંત કહી શકાય. પરંતુ મૂળ દ્રવ્યને આદિ કે અંત તે નથી જ. જે પુદ્ગલ દ્રવ્યનાં રૂપાન્તરે આપણે જોઈએ છીએ