________________
- ૧૦૫
વર્ગીકરણ ચાર વિભાગમાં પણ કરેલું છે. તે ચાર પ્રકારે નીચે મુજબ છે.
(૧) જીવવિપાકી (૨) પુદ્ગલવિપાકી (૩) ક્ષેત્રવિપાકી અને (૪) ભવવિપાકી.
આ ચાર પ્રકારના વર્ગીકરણમાં અમુક અમુક પ્રકારની મુખ્યતા જ કારણભૂત છે. જો કે કર્મ પ્રકૃતિએને વિપાક
જીવ જ અનુભવે છે. એ હિસાબે સર્વ પ્રકૃતિએ જીવવિપાકી જ છે. પરંતુ અમુક કર્મપ્રકૃતિઓ એવી છે કે જે જીવ ઉપર સીધી અસર નહિ કરતાં શરીરને ઉપયોગી એવી કેટલીક જડ સામગ્રીઓ આત્માને પ્રાપ્ત કરાવવા દ્વારા, કેટલીક પ્રકૃતિએ અમુક સ્થાનને જ પામીને અને વળી કેટલીક તે પ્રાણીઓની અમુક પ્રકારની જાતિમાં જ જીવને ફળદાયી થાય છે. આટલી બાબતોને અનુલક્ષીને જ જીવવિપાકી આદિ ચાર પ્રકારે કર્મ પ્રકૃતિએના બતાવ્યા છે. એટલે કઈ કર્મપ્રકૃતિઓ ક્યા સ્થળને, કયા ભવને અને કેવા પ્રકારની શરીરની સામગ્રીઓ પામીને, તથા કઈ પ્રકૃતિએ સ્થાન ભવ અને પુદ્ગલ સામગ્રીની અપેક્ષા રાખ્યા વિના જ ઉદયમાં આવે છે? તે આ ચાર પ્રકારના વર્ગકરણથી અતિ સ્પષ્ટપણે સમજી શકાશે. અમુક હેતુ પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય તે હેતુને અનુલક્ષીને તે પ્રકૃતિઓ તે તે વિપાક સંજ્ઞાવાળી કહેવાય છે.
(1) જીવ વિપાકી–કર્મ માત્ર આત્માને વિપાક