________________
૪૯
પુદ્ગલ પ્રાપ્તિ સાથે અન્તે તે નિરાશા અને વિયેાગ તે સંકળાયેલ જ છે. માટે અનેકવિધ નીતિ કે અનીતિમય પ્રયત્નથી પ્રાપ્ત પુદ્ગલવસ્તુ કાઈ પણ જીવને શાશ્વતપણે ચા સદાના માટે સુખી રાખવાવાળી તે નથી જ.
ઘેારહિસાના તાંડવઢારા પૌદ્ગલિક અનુકુળતાએ પ્રાપ્ત કરી ધરતી ધ્રુજાવતા અનેક મદાંધ સત્તાધારકોને પણ તે તમામ સામગ્રીને રાતાં રાતાં છેડીને યમશરણ થવું પડ્યું અને જેનાં નામિનશાન પણ ન રહ્યાં.
હિંસા——અહિંસા, ભક્ષ્ય-અભક્ષ્ય અને પેય–અપેયના વિવેકને કોરે મૂકી અનેક પૌષ્ટિક ખાદ્ય સામગ્રીથી રૂષ્ટ પુષ્ટ અનાવેલ અને તેલ-અત્તર આદિ સુગંધી પદ્મામાંથી વાસિત કરેલા શરીરા પણ કાઈ ઓચિંતી ખીમારીથી રાગગ્રસ્ત અને દુર્ગંધમય બની જવાનાં ઉદાહરણા આજે પણ મૌજુદ છે. કાણુ કહી શકે તેમ છે કે મારી કાયા જીંદેંગીભર કંચનસમ રાખી શકીશ ? કોણ કહી શકે તેમ છે કે મારી સમૃદ્ધિ, રાજ્યસત્તા, કુટુ’બ-પરિવાર આદિના હું કદાપિ વિયોગી નહિ બનું ? શું ! આ બધુ... સ્પષ્ટ સમજી શકાય તેવું નથી ? સમજાય તેા પછી તેની પ્રાપ્તિ માટે રાત-દિવસ ધમપછાડા કેમ ? અનીતિમાં ભાનભૂલા કેમ ? હિંસા અને અને અહિંસામાં અવિવેકી કેમ ? પાપના ડર કેમ નહિ ? શું લાવ્યેા હતા? શું લઈ જઈશ ? શુ! આ આત્માનું અસ્તિત્ત્વ આજે ધારણ કરેલ દેહના સંચાગ પૂરતું જ છે? શુ' એક વખત એવા નહિ આવે કે આ દેહ તે ચેતન વિનાના