________________
-સત્તા અને ઉદય કહેવાય છે. જેનેતર દર્શનમાં પણ કર્મની તે જ અવસ્થાઓને બતાવતાં બધ્યમાન કર્મને કિયમાણ. સત્ કર્મને સંચિત અને ઉદયમાન કર્મને પ્રારબ્ધ તરીકે ઓળખાવેલ છે. પરંતુ આટલા માત્રથી કર્મ અણુઓનું વાસ્તવિક સ્વરૂપ સમજી શકાતું નથી. કર્મ અણુવિજ્ઞાનની સમજ ઉદ્દેશ મુખ્યત્વે કરીને તે આત્માની સ્વાભાવિક અર્થાત્ પારમાર્થિક અને વ્યાવહારિક એ બન્ને સ્વરૂપને સત્ય રીતે ઓળખવા માટે છે. જીવના આ બન્ને સ્વરૂપનો ખ્યાલ પ્રાપ્ત કરવામાં જ કર્મવિષયક સમજની સફલતા છે. વળી કેવળ વિભાવિક યા વ્યાવહારિક સ્વરૂપને જ જાણવા માત્રમાં કર્મવિજ્ઞાનની સફલતા નથી. યા એકલા શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનમાં પણ કર્મ વિજ્ઞાનની સફલતા નથી. હા ! એટલું જરૂર છે કે આત્માના પારમાર્થિક સ્વરૂપ તરફ દષ્ટિપાત કરવા પહેલાં તેને વ્યાવહારિક સ્વરૂપને ખ્યાલ પણ હોવો જોઈએ. મનુષ્ય–પશુ-પક્ષી-સુખી-દુઃખી આદિ આત્માની દ્રશ્યમાન અવસ્થાઓના સ્વરૂપને સારી રીતે જાણ્યા વિના આત્માનાં પારમાર્થિક સ્વરૂપને સમજવાની યેગ્યતા પ્રાપ્ત થવી મુશ્કેલ છે. કારણ કે જ્યાં સુધી અનુભવમાં આવવાવાળી વર્તમાન અવસ્થાની સાથે આત્માના સંબંધને સાચે ખુલાસે ન થાય ત્યાં સુધી સમજનારની દષ્ટિ, આગળ કેવી રીતે વધી શકે? જ્યારે આત્માને એ સમજાય કે ઉપરના સર્વ રૂપ તે વિભાવિક છે, સંગજન્ય છે. ત્યારે જ સ્વયંમેવ જિજ્ઞાસા પેદા થાય છે કે આત્માનું સત્ય યા સ્વાભાવિક અર્થાત્ કર્મસંબંધથી રહિત સ્વરૂપ કેવું છે? પરંતુ જે કર્મવિજ્ઞાન માત્ર આત્માની