________________
દ્રવ્યકર્મ કહેવાય છે. અહીં ભાવકર્મ તે આત્માના વૈભાવિક પરિણામ સ્વરૂપ છે. જેથી તેને ઉપાદાનરૂપ કર્તા જીવ જ છે. અને દ્રવ્યકર્મ તે કામેણુજાતિના સૂક્ષ્મ અણુસમૂહરૂપ પુદ્ગલેને વિકાર છે. તેને પણ કર્તા, નિમિત્ત રૂપથી જીવ જ છે. ભાવકર્મનું નિમિત્ત દ્રવ્યકર્મ છે, અને દ્રવ્યકર્મનું નિમિત્ત ભાવકર્મ છે. એ રીતે તે બન્નેને સંબંધ અરસપરસ બીજાંકુરની માફક કાર્ય-કારણરૂપે છે.
કેટલાક દર્શનકારેએ કર્મને માયા–અવિદ્યા–પ્રકૃતિવાસના–અદ્રષ્ટ–સંસ્કાર–દેવ-ભાગ્ય ઈત્યાદિ સંજ્ઞાથી પણ ઓળખાવ્યું છે. પરંતુ તે બધાં પર્યાયવાચક નામે હેઈ કર્મને જ ઉદ્દેશીને છે.
અહિં ભાવકર્મને આત્માના વૈભાવિક પરિણામ સ્વરૂપે બતાવેલ છે, તે વૈભાવિક પરિણામનો અર્થ એ સમજવું કે જેમ શરાબ પીધેલા મનુષ્યની પ્રવૃત્તિ તે વિપરીત છે, તેવી રીતે કર્મરૂપી શરાબના સંબંધથી સંબંધિત બની રહેલ જીવની જે સુખ-દુઃખરૂપે વર્તતી અવસ્થા તે વૈભાવિક અવસ્થા સમજવી. શરાબના નિશામાં ચકચૂર બનેલો માણસ નાચતા-કુદતાં-હસતો હોવા છતાં તેના નાચવા-કુદવા-હસવામાં વાસ્તવિક હર્ષ નથી. પણ નશાજન્ય છે. તેવી રીતે કર્મના વિપાકેદય સમયે વર્તતી આત્માની બાહ્ય સુખવાળી દશા તે વાસ્તવિક સુખદશા નથી. સ્વાભાવિક નથી. પરંતુ વિભાવિક છે.
જનદર્શનમાં પ્રત્યેક કર્મની બધ્યમાન–સત અને ઉદયમાન એમ ત્રણ અવસ્થાઓ માનેલી છે. તેને ક્રમશઃ બન્ધ