________________
રીતે થતે ખ્યાલ ચુકાઈ ન જવાય તે માટે આત્માની ચૈતન્ય શક્તિને માત્ર એક જ્ઞાનસ્વરૂપે જ નહિં ઓળખાવતાં જ્ઞાન અને દર્શન એમ બન્ને સ્વરૂપે જૈનદર્શનમાં ઓળખાવી છે. - આ જ્ઞાન અને દર્શન ઉપરાંત આત્માને ત્રીજો ગુણ ચારિત્ર છે. જીવની સ્વશક્તિ ચેતના અને વીર્યાદિની પરિણતિનું પ્રવર્તન, સ્વભાવમાં જ વતે તેને ચારિત્ર કહેવાય. અર્થાત્ રાગ-દ્વેષની પરાધીનતા રહિત આત્માની જ્ઞાન અને દર્શનશક્તિને ઉપગ તેને ચારિત્ર કહેવાય છે. રાગ-દ્વેષ એટલે આત્મામાં વર્તતા ક્રોધાદિ કષાય. આ ક્રોધાદિ કષાયના ત્યાગને જ ચારિત્ર કહેવાય. આત્માની અવસ્થામાં સર્વદાના, માટે સંપૂર્ણ રાગ-દ્વેષ અર્થાત્ ક્રોધાદિ કષાય રહિતપણાને ચારિત્રની પૂર્ણતા કહેવાય છે.
ચારિત્રની પૂર્ણતાવાળી અવસ્થા ધરાવતા સર્વ જીની સ્થિતિ સદાના માટે એક સરખી જ હોય છે. પરંતુ અપૂર્ણ ચારિત્ર ધરાવતા વિવિધ જીવોની અવસ્થામાં અને એનાએક જીવની અવસ્થામાં વિવિધ કાળે વર્તતા અપૂર્ણ ચારિત્રમાં પણ અનેક પ્રકારની ભિન્નતા વતે છે. ચારિત્રની અપૂર્ણતામાં જૂનાધિક પ્રમાણમાં પણ ચારિત્રની માત્રા આચ્છાદિત બની રહેલી હોય છે. અને તેનું આચ્છાદક કર્મ તે મેહનીય કર્મ છે. આત્માને મુંઝવે-વિકલ કરે-ભાન ભૂલે બનાવે માટે તેને મેહનીય કહેવાય છે. જીવની આ મુંઝવણ બે પ્રકારની હોય છે.
આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણે, તે ગુણોનાં આચ્છાદક