________________
-જોઈન્ટ કરીએ તે જ તે ચક્ષુઓ પદાર્થના રૂપને જોવામાં ઉપયોગી બને છે. અર્થાત્ તે ચક્ષુરૂપ સાધન દ્વારા પણ જોઈ શકવાની શક્તિવાળે વિદ્યમાન હોય તે જ જોઈ શકે છે. મૃતદેહમાં જોઈ શકવાની શક્તિવાળો વિદ્યમાન નથી. એટલે સાધન હોવા છતાં પણ તે સાધન દ્રશ્ય પદાર્થનું જ્ઞાન કરવામાં ઉપયેગી બની શકતું નથી.
વળી કેટલાક જીને સાધન બદલાઈ જવા છતાં પણ એક સમયે અનુભવેલી લાગણીઓનું અન્ય સમયે સ્મરણ થયા કરે છે. જેમકે આજે છાપાઓમાં પૂર્વભવની સ્મૃતિના હેવાલ ઘણી વખત પ્રગટ થતા અને તે સત્ય પૂરવાર થવાના સમાચાર આપણે સાંભળીયે છીએ. જીવ એક ભવમાંથી છૂટી અન્ય ભવમાં જન્મ પામ્યા બાદ પણ પૂર્વભવની ઈન્દ્રિથી અનુભવેલ હકિકતને નવા ભવમાં પ્રાપ્ત ઈન્દ્રિ દ્વારા દેખી–સાંભળીને સ્મૃતિમાં લાવે છે. આ સ્મૃતિમાં લાવવાવાળો જીવ છે. ઈન્દ્રિય નથી. કારણ કે પૂર્વભવની બીનાઓને જાણનાર-સાંભળનાર જે ઈન્દ્રિયે હેત તે તે તે ઈન્દ્રિયે તે વિલીન પામી ગયેલી હોય છે. અને તે વિલીન પામેલી હોવા છતાં પણ જીવને સ્મૃતિ આવી શકે છે. અને સ્મૃતિ દ્વારા પૂર્વે અનુભવેલ પદાર્થજ્ઞાનને તે જીવ જાણી શકે છે. માટે જ્ઞાન યા ચૈતન્યતા તે જીવને જ મુખ્ય ગુણ છે અને તે જીવની સાથે સદાના માટે સ્થિત છે. જ્ઞાન એ જીવને જ ગુણ હોવાથી દરેક જીવમાં જ્ઞાનશક્તિ હોય જ છે. પછી ભલે તે ન્યૂનાધિક પ્રમાણમાં હોય.