________________
C
છે. આમાં ઘાતીકનું સ્વરૂપ જૈનદર્શન સિવાય અન્ય સ્થળે પ્રાય: જવલ્લે જ જોવામાં આવે છે. તેનુ કારણ એજ છે કે અન્ય દાએ જીવની કથી મુક્તકદશામાં સુખ તે સ્વીકાર્યું, પરંતુ તેવી મુક્તદશા એટલે કેવી દશા ? તે દશામાં જીવનું સ્વરૂપ કેવું હાય ? તે સ્વરૂપનું આચ્છાદક કમ કેવાં પ્રકારનુ હાય ? તે કર્મને હટાવવાના ઉપાય શે? આ ખાખતની સમજ જૈનદર્શન સિવાય અન્ય કોઈ આપી શક્યું નથી. જૈનદર્શન કહે છે કે “ જીવ ” તે પરમાત્માના અંશ છે. તેના અર્થ શાસ્ત્રની દૃષ્ટિએ એ થાય છે કે જીવમાં જેટલી જ્ઞાનકળા વ્યક્ત છે, તે કર્માવરણથી આવૃત ચેતનાશક્તિના એક અંશમાત્ર છે. જ્ઞાનારણીય કર્મ બિલકુલ હટી જવાથી ચેતના (જ્ઞાન) પરિપૂર્ણ રૂપથી પ્રગટ થાય છે. તે પરિપૂર્ણ જ્ઞાન (કેવળજ્ઞાન) એ જ ઈશ્વરભાવ ચા ઈશ્વરત્વની પ્રાપ્તિ છે. અર્થાત્ જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી પ્રગટ જ્ઞાનશક્તિ તે પરિપૂર્ણ જ્ઞાન ( કેવળજ્ઞાન ) રૂપ ઈશ્વરવા અંશ છે. આ રીતે કેવળજ્ઞાન સ્વરૂપે જીવની શુદ્ધ દશાના સ્વરૂપનું જ્યાં નિરૂપણ જ ન હેાય ત્યાં તે અવસ્થાનુ રાધક જ્ઞાનાવરણીય કર્મોનું પણ નિરૂપણ કયાંથી હાય ?
જૈનદર્શન કહે છે કે જીવના મુખ્ય સ્વભાવ જ્ઞાન છે. જ્યાં જ્ઞાન ત્યાં જીવ અને જ્યાં જીવ ત્યાં જ્ઞાન અવશ્ય હાય છે. જ્ઞાન વિનાના જીવ ન હેાય અને જીવ સિવાય બીજે ક્યાંય જ્ઞાન પણ ન હેાય. ગુણી સિવાય ગુણ ન હેાય અને ગુણુ વિના ગુણી ન હેાય. શીખેલું યાદ રાખવું પડે છે. યાદ