________________
પુદ્ગલનું અવસ્થાન્તર થવાથી તેમાં નવી શક્તિ યા સ્વભાવનું નિર્માણ થાય છે, એ નિયમાનુસાર અનાગ વિર્ય વડે ગ્રહણ કરાતી તે કાર્મણવર્ગણાની રજકણોનું પણ કર્મસ્વપે અવસ્થાન્તર થવાથી તેમાં “જ્ઞાનાવરણીય” આદિ સ્વભાવનું નિર્માણ થાય છે. - જ્ઞાનાવરણીય એ, કર્મ રજકણસમૂહની એક પ્રકારની વ્યોત્પત્તિક સંજ્ઞા છે. કઈ જાતનાં કર્મ રજકણે જીવને કેવા પ્રકારની અનુકૂળતા યા પ્રતિકૂળતા સર્જક સ્વભાવી બની રહ્યાં છે, તેને ખ્યાલ તે કર્મ રજકણોની વિવિધ અર્થકારક સંજ્ઞાથી જ આપણને આવી શકે છે. એટલે ભિન્નભિન્ન શક્તિધારક તે કર્મ રજકણને તે તે પ્રકારની શક્તિ યા સ્વભાવસૂચક સંજ્ઞાથી જ વ્યવહારાય છે. આવી સંજ્ઞાઓ મુખ્યપણે આઠ અને તે પ્રત્યેકના પેટા વિભાગ સ્વરૂપે ૧૫૮ ની સંખ્યા પ્રમાણ છે. બંધ સમયે જ થતા આવા વિવિધ સ્વભાવ નિર્માણને “પ્રકૃતિ બંધ” કહેવાય છે.
જેમ મુખવાટે ઉદરમાં પ્રક્ષેપિત આહારનું રસ રૂધિરાદિ સાત ધાતુરૂપે પરિણમન થતું જ રહે છે, તેવી રીતે પ્રતિસમય કર્મ સ્વરૂપે પરિણમન થતાં રજકણુ સમૂહનું તે જ સમયે જ્ઞાનાવરણીયાદિ સ્વરૂપે વિવિધ સ્વભાવ ધારક પરિણમન પણ થતું જ રહે છે. તે કર્મ રજકણુના ઔધે બંધાવસ્થા બાદ અમુક સમય સુધી સુષુપ્તપણે રહી આત્મમાંથી જેમ જેમ છૂટતાં રહે છે, તેમ તેમ બંધસમયે પ્રાપ્ત સ્વભાવ મુજબ તે તે સ્કંધે આત્માને અનુકૂળતા યા પ્રતિકૂળતાને