________________
૫૮
અનુભવ કરાવે છે. આત્માને અનુભવાતી તે દશાને કર્મને ઉદયકાળ કહેવાય છે.
તે કર્મ રજકણોને આત્મા સાથે સંબંધ, સુષુપ્ત સ્વરૂપે અને ઉદય સ્વરૂપે મળીને ક્યાં સુધી રહી શકવાની યોગ્યતાવાળો છે, તે કાળની ગ્યતાનું નિર્માણ પણ બંધ સમયે જ થઈ ચૂકે છે અને તેને “ સ્થિતિબંધ” કહેવાય છે. સ્થિતિબંધની ન્યૂનાધિક્તાને આધાર બંધ સમયે વર્તતા રાગી-દ્વેષી પરિણામની અલ્પ બહુવતાને અનુલક્ષીને હોય છે.
અમુક સમયસુધી સુષુપ્ત અવસ્થાવત રહી, બંધસમયે નિર્મિત સ્વભાવાનુસાર જીવને થતી ગુણકારક કે હાનિકારક ઉદય અવસ્થામાં પણ ગુણ અને હાનિમાં તરતમતા હોય છે. ક્યારેક ક્યારેક તે કર્મને ઉદય તીવ્રપણે લાભ યા હાનિ કરે છે અને ક્યારેક ક્યારેક મંદપણે કરે છે. આ તીવ્ર યા મંદપણું પણ બંધસમયે જ નિયત થાય છે અને તેને “સબંધ” કહે છે. તે નિયત થવામાં જીવની કષાયસહિત લેશ્યા પરિણતિ જ કારણભૂત હોય છે.
વિવિધ સ્વભાવ ધારક તે કર્મસ્કામાં પ્રકૃતિબંધ સમયે ક્યા ક્યા સ્વભાવનું નિર્માણ કેટલા કેટલા સ્કંધે (રજકણસમૂહ)માં થવું જોઈએ, તેનું નકકીપણું, તે “પ્રદેશબંધ” કહેવાય છે.
આ રીતે પ્રતિસમય જીવ પ્રયત્નવડે આકર્ષિત બની,