________________
૬૭
તે હાથવડે કંઈક ઉંચકવા ટાઈમે વિશેષ પ્રયત્નની જે આવશ્યક્તા રહે છે, એવી ઐચ્છિક પ્રવૃતિઓમાં પ્રવૃત વીર્યને “અભિસંધિજ વીર્ય ” કહેવાય છે.
ગ્રહણગ્ય આઠે પદ્ગલિકવર્ગણના કંધેનું ગ્રહણ, શરીર રચના, ઉચ્છવાસ–ભાષા અને મનરૂપે તેનું પરિણમન તથા અવલંબન અને વિસર્જન એ બધુંય તે તે પુદ્ગલના ધારક તે તે જીવના જ અનભિસંધિજ વિર્ય (પ્રયત્ન) વડે જ થાય છે. આ ઉપરથી સૃષ્ટિરચનાની સમજ પણ આવી જાય છે. એટલે દ્રશ્યમાન સુષ્ટિનું ઉપાદાને કારણ અને તેના ઉત્પાદકને સાચે ખ્યાલ જૈનદર્શન કથિત “પુદ્ગલ વિજ્ઞાન” થી જ પ્રાપ્ત કરી શકાય છે.
સૃષ્ટિ રચનામાં થતાં આ રીતના પગલિક પ્રયોગની અને આત્મવીર્યની આવી સ્પષ્ટ હકિત જૈનદર્શન સિવાય જગતના કોઈ સાહિત્યમાંથી સમજવા મળી શકે તેમ નથી.