________________
૩૩
પદાર્થ. વિજ્ઞાનના અસાધારણ ચમત્કારિક સામર્થ્ય વિદ્યાને પ્રાપ્ત કરવાની યેગ્યતાવાળે ગણતે. પરંતુ જે મનભૂમિકા પ્રાપ્ત કરવી જોઈએ, જે પ્રાણીમાત્ર પ્રતિ આત્મભાવ જાગૃત કરવું જોઈએ, પરહિત એ જ સાચું સ્વહિત છે. એવી દ્રઢ પ્રતીતિ હોવી જોઈએ, આ બધી ગ્યતાવાળું માનસ જેઓનું ન હતું, તેવાઓ તો ઉપરોક્ત વિદ્યાપ્રાપ્તિમાં અયોગ્ય જ ગણાતા.
સમય પલટો થતાં માનવીઓમાં સ્વાર્થવૃત્તિ અને વિષય લાલસાઓની સામ્રાજ્યવૃદ્ધિએ તે વસ્તુઓના સદ્વ્યયને બદલે દુર્વ્યય થવાના પરિણામે, તે શક્તિઓની પ્રગવિદ્યા અન્યને શીખવવાનું કે બતાવવાનું તે વિદ્યાઓના જાણકારે બંધ કર્યું. એટલે ધીમે ધીમે તેને પ્રચાર બંધ થયે. બાકી સામાન્ય વ્યયવહારપગી કળાઓ ચાલુ રહી, અને દિનપ્રતિદિન પિતપોતની બુદ્ધિના ક્ષપશમ પ્રમાણે એવી વ્યવહારોપયેગી કળાઓના અવિષ્કારે જુદા જુદા સમયે જુદા જુદા માણસે જુદી જુદી રીતે કરતા આવ્યા છે, અને કરશે. ભારત ઉપર અવારનવાર વિદેશી સત્તાઓના જોરે ભારતની કળા-કૌશલ્યતાહુન્નર, અને તેને લગતું સાહિત્ય, એ સર્વ હકીક્તને લગતા ઈતિહાસ નષ્ટ થયે. તેમાં ય છેલ્લી બ્રિટિશ સામ્રાજ્યની સત્તાએ, પશ્ચિમની સંસ્કૃતિને જ ઇતિહાસ તથા પશ્ચિમની કળાકુશળતા અને પશ્ચિમની જ સંસ્કૃતિને જોરશોરથી પ્રચાર કર્યો. હિંદુસ્તાનની પ્રજામાં ભારતીય સંસ્કૃતિ ભુંસાવા લાગી. અને ભારતીય યુવાનેને શિક્ષણના બહાને વિદેશી સંસ્કૃતિથી