________________
૩૯
જડવિષયે મારફત જ સુખ મેળવવું, એ મળે તે બહેકીને મહાલવું, ભાનભૂલા બનવું, અને ન મળે તે લાચાર, એશિયાળા થવું, શરીર–ઈદ્રિય અને મનને જે પ્યારું હોય તેને જ યેનકેન પ્રકારે મેળવવું, અને જે અણગમતું હોય તેને તુચ્છકારી–ધુતકારી કાઢવું, એ જ અજ્ઞાન દશા છે. અનાદિકાળથી જીવના સ્વરૂપ સાથે વણાઈ ગયેલ મિથ્યાત્વ દશામાં ચકચૂર બનેલ આત્માએ દુઃખની ખાણને જ સુખને ઈલાજ સમજી તેની મારફત સુખશાંતિ મેળવવા વલખાં મારે છે. અને એ રીતે આશામાં ને આશામાં જ મરી ફીટ છે, તે પણ તેઓનું દાળદર લગીરે ફટતું નથી.
- જેમ બિચારે ભોળ હરણી નાભિમાં જ ખુશબોદાર કસ્તુરી હોવા છતાં તેને અજાણ હોઈ તે કસ્તુરી મેળવવા ચારે બાજુ રઝળી રવડી વિટંબના પામે છે. તેવી રીતે મિથ્યાત્વ અંધકારમાં અટવાયેલ મનુષ્યને સાચું સુખ પોતાના જ આત્મામાં રહેલું હોવાને ખ્યાલ નહિં હોવાથી બહાર તે લેવા માટે દોડધામ કરે છે. પરંતુ તેથી તો તે સુખપ્રાપ્તિના બદલે દુઃખ પ્રાપ્તિની ગર્તામાં જ અથડાય છે. તેની આશા અને વિહવળતા તથા અસ્થિરતા અને મલિનતા તે અવિદ્યા અને અપૂર્ણતાના સહચારી બને છે. - ઈંદ્રિયના વિષયમાં મેહિત બનેલ માનવી સમ્યગ્ર જ્ઞાનરૂપી અક્ષય ખજાનાને સમજી શકતા નથી. તે મૂઢમતી માનવી જ્ઞાનામૃતને ત્યાગ કરીને ઈંદ્રિયાર્થમાં રાગાતુર બને છે. ઈદ્રિના વિષયેની આસક્તિ તેના વિવેકને નાશ અને સમાધિનું હરણ કરે છે. એવાઓ આત્મિક સુખના
in