________________
૩૭
ભસ્મીભૂત કરવામાં શક્તિકારક હતી. તે પણ તે ઉષ્ણતાનાં કિરણ બહુ વિસ્તૃત રીતે નહિ પ્રસરાવતાં એક જ સ્થાન કે એક જ વ્યક્તિ ઉપર પ્રસરાવવાથી તેટલાને જ નુકસાનકારક થતાં. બન્ને લેફ્સાનું વર્ણન પૂ. શ્રી ભગવતીજી સૂત્રમાં પ્રદશિત હોવા છતાં શીતલેશ્યાની સાધક પ્રક્રિયા તેમાં જોવામાં આવતી નથી. આ રીતે પુદ્ગલની અનેક શક્તિઓને પ્રગટ કરવાવાળા વિવિધ આવિષ્કારે પૂર્વકાળમાં ભારતમાં પણ વિદ્યમાન હતા. પરંતુ વિવિધ પગલિક શક્તિઓ કરતાં ચેતન (આત્મા) અનંતગુણ શક્તિવંત છે એ ખ્યાલ પૂર્વ સમયમાં ભારતવાસીઓને સારી રીતે હતે. પગલિક આવિષ્કારને પણ આવિષ્કારક તે ચેતન જ છે. એટલે પગલિક આવિષ્કારમાં પ્રયત્નશીલ બની રહેલ ચેતન જે પ્રચ્છન્નભાવે રહેલી આત્મિક શક્તિઓને આવિષ્કારક બને તે તે વિશ્વમાં રહેલ તમામ પદાર્થની તમામ પ્રકારની શક્તિઓને જ્ઞાતા બની સ્વ અને પરને કલ્યાણકારક બની જાય.