________________
૩૫
જ ચમત્કારિક સામર્થ્યને આપનાર પૌદ્ગલિક રહસ્યાને સામાન્ય અજ્ઞાન પ્રજાને છૂટે હાથે વહેંચવાનુ` ભારતના પૂર્વપુરૂષો દ્વારા બંધ થયેલુ હાવા છતાં, તે ઉત્તમ રહસ્યાના નાશ ન થાય તે માટે તેને સામાન્ય બુદ્ધિવંતા સમજી ન શકે એવી રીતે વિવિધ સંકેતામાં પણ એવા સ્વરૂપે સંગ્રહી રાખ્યું કે શેાધક બુદ્ધિના અધિકારી મહાપુરુષાને એ રહસ્ય મેળવી લેવામાં મુશ્કેલી ન પડે. એ ગુપ્તજ્ઞાન સદ્ગુરૂ દ્વારા સત્પુરૂષો જ મેળવી શકે છે.
વૈજ્ઞાનિકોએ અનેક પૌદગલિક આવિષ્કારો દ્વારા અનેક પ્રકારની દુન્યવી અનુકૂળતાએ કરી આપવા છતાં એટમબેમ્બ આદિ કેટલાક આવિષ્કારો વિશ્વ સન્મુખ રજૂ કરી દુનિયાને ભયભીત અનાવી દીધી છે. ગમે તેવું ખાવાનું, પીવાનું, ભૂમિ ઉપર કે આકાશમાં હેલાઈથી ત્વરિત રીતે ગમન કરવાનું મળવા છતાં તે અધી અનુકૂળ સામગ્રીઓના ભેાક્તા એવા માનવસમૂહને આધુનિક બેમ્પ વર્ષાં કયારે ભસ્મીભૂત કરી નાખશે તે કલ્પવું ય મુશ્કેલ છે. આવા વિનાશક એમ્બેથી અચવા તેની સામે તે જ જાતનાં સંહારક શસ્ત્રો યા મેમ્બ અનાવવાની સૌ વાતા કરે છે, પરંતુ તે વિનાશક બામ્બને ઉપયોગ નિષ્ફળ જાય એવા પ્રકારના સંરક્ષક આવિષ્કારને શેાધક આધુનિક વૈજ્ઞાનિક ક્ષેત્રમાં હજુ કોઈ નીકન્યા નથી. અને તેવા પ્રકારના સંરક્ષક શસ્રી યા એઓના આવિષ્કારક નહિ નીકળે તા હીરાશીમા અને નાગાસાકીની જેમ સમસ્ત વિશ્વમાં કચારે ઓચિંતા કોલાહલ મચી ઉઠશે તે પવું ય મુશ્કેલ છે.