________________
૩૨
આવિષ્કારકો સજાગ હતા. કેવળ માનવસેવાના બહાના હેઠળ અન્ય કોઇ મુંગા પ્રાણીઓ કે સૂક્ષ્મ જન્તુના સંહારપૂર્વકના એ આવિષ્કારા ન હતા. ભૌતિકતાની બિમારીથી રોગગ્રસ્ત થઈ ન જવાય તેની સાવધાની હતી. કષાયેાની ગ્લાની હતી. દુરાચારી વિદ્વાન કરતાં સદાચારી અભણ પ્રત્યે આદર હતા. આત્મા પ્રત્યે ઉપેક્ષાભાવ ન હતા. જેથી આધ્યાત્મિક સંસ્કૃતિના રક્ષણ સમયે ઉપસ્થિત થતી કટોકટીને નિવારવા માટે જ ભારતવાસીઓ આવા આવિષ્કારો કરી તેને ઉપયોગ કરતા. મરણાંત ક આવે તો પણ પરની સમૃદ્ધિ લુટી લેવામાં કે સ્વદેહના રક્ષણ માટે પરના ધ્વંસ કરવામાં તેને ઉપયોગ થતા ન હતા. કારણ કે સ્વાર્થ ગૌણુ અને પરા મુખ્ય એ જ ભારતવાસીઓના અચલ સિદ્ધાન્ત હતા. વિવિધ પૌદ્ગલિક શક્તિવંત આવિષ્કારા, વિશ્વના કોઈપણ મનુષ્યને અતાવી તેના ઉપયાગ કરવાની વિદ્યા આપવામાં માણસની પાત્ર-કુપાત્રતા પહેલી જોવાતી. અધ્યાત્મ સંસ્કૃતિને વફાદાર, પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ દાખવનાર, આત્મા તથા પુન્ય–પાપ–પરલેાક–માક્ષ ઈત્યાદિના ઉપયાગવત માનવી જ
આ વિદ્યા પ્રાપ્ત કરવામાં ચેાગ્ય ગણાતા. તેથી વિપરીત સંસ્કારવાળાને તે વિદ્યાઓ આપવામાં મહાન્ પાપ લેખાતું. કારણ કે આ વિદ્યાએ પ્રયાગથી સિદ્ધ બતાવવા જતાં વાસનાના ભૂખ્યા, તૃષ્ણાના દાઝયો મનુષ્ય એનાથી અન મચાવી કદાચ પ્રાણીસંહારમાં એ શક્તિએ ખચી નાખે તેા એ વિદ્યાએ બતાવનાર જ,વિશ્વમાં અપયશને પ્રાપ્ત કરતા. માટે મન ઉપર અંકુશ મેળવનાર તથા કંચન–કામિનીની વાસના ઉપર જય પ્રાપ્ત કરનાર જ,