________________
૧૭
વડે ત્યજાયેલ હાય છે, તે તે સ્થિતિમાં રહેલ શરીરા પણ જગતને ઉપયાગી એવી અનેકવિધ વસ્તુઓ રૂપે ય બની રહે છે. કેટલાક જીવાનાં શરીર જગતને કાઈપણ રૂપે ઉપયાગી નહિં રહેવાથી તેવાં શરીરો અન્ય રૂપાંતરે પરિણમી જાય છે. મનુષ્યનાં શરીરાને બાળી નાખવામાં કે જમીનમાં દાટી દેવામાં આવે છે.
આજના વિજ્ઞાનયુગમાં પદાથ મિશ્રણમાં જેને મૂળતત્ત્વ કહેવામાં આવે છે, તે તત્ત્વ પૈકી કેટલાંક તે ઉપર કહ્યાં મુજબ ભિન્ન ભિન્ન અવાવડે ત્યજાયેલ ભિન્ન ભિન્ન શરી અને કેટલાંક ભિન્ન ભિન્ન શરીરના મિશ્રણરૂપે છે. તેમાં જેટલી ધાતુઓ (સાનું–રૂપુ-લોઢું આદિ) છે, તે પૃથ્વીકાય જીવાએ ત્યજેલ શરીરા છે. જેમ કાચ તે રેતીના રસમાંથી અનેલી વસ્તુ છે, અને રેતી એ પૃથ્વીકાય જીવાનુ શરીર છે. તેમાંથી જીવ ચાલ્યા જાય છે, ત્યારે રેતીરૂપે તે નિર્જીવ શરીરમાંથી મનુષ્યા કાચ બનાવી અનેક પ્રકારની વસ્તુઓ અનાવે છે. એવી રીતે કપડુ રૂમાંથી બને છે, એ રૂ કપાસમાંથી થાય છે, અને કપાસ એ વનસ્પતિકાયના જીવાનુ શરીર છે. તે જીવ વનસ્પતિકાયમાંથી મુક્ત થઈ ચાલ્યેા જાય ત્યારે તે નિર્જીવ કપાસમાંથી નીકળતા રૂનું કાપડ અને છે. આ પ્રમાણે અતિ સૂક્ષ્મ રીતે વિચારતાં જગતમાંની દરેક દશ્ય વસ્તુ અમુક અમુક જીવેાનાં ત્યક્ત શરીર જ છે. પરંતુ તે અધુ સમજવામાં જૈનદન કથિત પ્રાણીશાસ્ત્રના અધ્યયનની ખાસ આવશ્યકતા છે.