________________
૨૭
અને પાણી આ ચાર પદાર્થોને જ મૌલિક તત્વની સંજ્ઞા: અપાઈ હતી. પરંતુ ત્યારબાદ તે સમજમાં એ આવ્યું કે પ્રત્યેક રાસાયણિક પદાર્થના મૂળભૂત આણુ જ પરમાણુ છે.. ત્યારબાદ પ્રોટેન, ન્યુટેન અને એલેકટ્રેન એ ત્રણ મૂળભૂત અણુ મનાયાં. હાલમાં તે મૂળભૂત અણુઓની સંખ્યા વધી ગઈ છે, અને ફરીને પણ વધી શકે તેમ છે. મૂળભૂત અણુઓની એ વૃદ્ધિ, પદાર્થમૂલ સંબંધી અમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તો એ છે કે મૌલિક અણુ શું છે? એ જ હજુ. સુધી સમજમાં આવી શક્યું નથી.”
આ ઉપરથી સાબિત થાય છે કે બ્રહ્માંડના સૂક્ષ્મતમ ઉપાદાનની સમજ પ્રાપ્ત કરવી એ વર્તમાન વૈજ્ઞાનિક શક્તિથી અસંભવીત છે. કારણ કે આ વિજ્ઞાન તે દશ્યજગત સુધી જ સીમિત છે. જ્યારે જૈનદર્શનના તત્વજ્ઞાનને વિષય તે ઇંદ્રિય પ્રત્યક્ષ પૂરતું જ સીમિત નહિં રહેતાં ઇંદ્રિયાતીત વિષયને પણ અવેલેકીને અંતિમ તત્વના આધાર પર જજ્ઞાનધારાને સ્પષ્ટ કરે છે. આ જ્ઞાનધારાને સમજવા માટે એકલી તર્ક બુદ્ધિ જ કામ લાગતી નથી. એના માટે તે આંતરદૃષ્ટિ મેળવવી જોઈએ. એ આંતરદષ્ટિ તે આંતરદષ્ટિને પ્રાપ્ત તત્વજ્ઞાનીઓએ પ્રરૂપેલ તત્વજ્ઞાન દ્વારા જ મેળવી શકાય છે.
ભિન્ન ભિન્ન સ્વરૂપે થતું પુદ્ગલ પરિણમન યા પદુગલિક આવિષ્કાર થવામાં પરમાણુની વૃદ્ધિ અને ન્યૂનઃ થવાની રીત, પુદ્ગલની અનંતશક્તિઓનું વર્ણન, પુદ્ગલની. ૨૬ સૂક્ષ્મ મહાવર્ગણાઓ, ગ્રાહ્ય અને અગ્રાહ્ય વર્ગણુઓ...