________________
૨૯
આવિષ્કારો જૈનસિદ્ધાંતથી પ્રતિકૂલ છે જ નહિ. અને તેથી: જ ઈટાલિઅન વિદ્વાન ડે. ટેસીટોરીએ પણ કહ્યું છે કે “મારે પૂર્ણ વિશ્વાસ છે કે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જેમ જેમ પદાર્થ વિજ્ઞાનની ઉન્નતિ થતી રહેશે તેમ તેમ જૈનધર્મના સિદ્ધાંત વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત બનતા રહેશે.”
- વર્તમાન વિજ્ઞાનની બીજા પ્રકારની અર્થાત્ સિદ્ધાન્તજન્ય માન્યતાને સંપૂર્ણ સત્ય સ્વરૂપે તે સ્વીકારી શકાય તેમ નથી. કારણ કે આ વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જેમ જેમ નવું સંશોધન થતું જાય છે, તેમ તેમ તેમની પૂર્વની સિદ્ધાન્તજન્ય માન્યતાઓમાં વૈજ્ઞાનિકો પણ પરસ્પર અનેક પ્રકારના મતભેદો ધરાવતા જ હોય છે, અને હંમેશાં નવા નવા મતભેદો ઉભા થયા જ કરે છે. જેથી કરીને વિજ્ઞાન સ્થાપિત સિદ્ધાન્તજન્ય માન્યતાઓ તે ખુદ વૈજ્ઞાનિકોને જ વારંવાર બદલવી પડે છે. તે પછી જૈનદર્શનની દ્રષ્ટિએ તે તે વૈજ્ઞાનિક સિદ્ધાન્તજન્ય માન્યતાઓ કેવી રીતે સત્ય પૂરવાર થઈ
શકે ?
ચૌદરાજ પ્રમાણ વ્યાપી રહેલા લેક (બ્રહ્માંડ) માં સ્થિત, વિવિધ જાતના પગલેને ગ્રહણ કરીને તેનો ઉપયોગ. કરવાના વિશિષ્ટ જ્ઞાન (વિજ્ઞાન) થી જૈનદર્શન ભરપુર છે. તેમાં આઠ ગ્રહણગ્ય પુગલ વર્ગણાઓને આત્મશક્તિ દ્વારા ગ્રહણ કરી તેને વિવિધ રીતે ઉપયેગી બનાવી શકવાનું જ્ઞાન તે અતિ અદ્દભૂત છે. જ્યારે વર્તમાન વિજ્ઞાન આવા જ્ઞાનથી. તે બિલકુલ અનભિજ્ઞ જ છે.